દસ દિવસ સુધી બાપ્પાને રંગચંગે પૂજી, આરાધના કરી ગુજરાતીઓએ ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવ ઊજવ્યો. આજે અંતિમ દિવસે ગુજરાતભરમાં લોકો દ્વારા ભીની આંખોથી ગણેશ વિસર્જન કરી બાપ્પાને વિદાય આપી હતી. અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જનના પગલે શહેરના રસ્તાઓને ટ્રાફિક પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
