કૂકિંગ કરો, ખુશ રહો

હિલાઓ જો એવું માનતી હોય કે રસોડામાં કામ કરવું એ મોટી ચિકચિક છે તો એ વાત સાવ ખોટી છે. જી હા, કારણ કે રસોઇ બનાવવી એ એક ક્રિએટીવિટી છે અને સાથે જ એનાથી તણાવમુક્ત પણ થવાય છે. કુકીંગ તણાવમુક્ત તો કરે જ છે. સાથેસાથે ધ્યાન તેમ જ કોઇપણ વાત પર ફોકસ કરવામાં પણ મદદ કરે છે. કેમ કે મહિલાઓ પાસે ટેન્શનની કોઇ અછત નથી. ઓફિસમાં કામનું ટેન્શન તો ઘરે જઇને પરિવારનું ટેન્શન. દિવસભરના થાક બાદ મહિલાને જરા પણ રસોડામાં જવાનું મન નથી થતું એ વાત તો સાચી છે. મહિલાઓ રસોડુ ઓછું પણ ટેન્શનનું રસોડું વધુ સમજે છે.

આ વસ્તુ જાણીને તમને નવાઇ લાગશે કે રસોડુ એ તણાવ નહીં પરંતુ તણાવને દૂર કરનાર હોય છે. રસોડામાં તમે રિલેક્સ ફીલ કરી શકો છો અને તમારો શારીરિક અને માનસિક થાક દૂર કરી શકો છો. આ એક એવી જગ્યા છે કે જ્યાં તમે નકારાત્મકમાંથી સકારાત્મક વિચારતા થઇ જાવ છો. જે વ્યક્તિઓ તણાવ, ડિપ્રેશનનાં દર્દી હોય તેમના માટે કુકીંગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. કુકીંગ પ્લાનિંગ કરતા અને સામાજીક કુશળતા પણ શીખવે છે. જ્યારે આપણે તણાવમાં હોઇએ છીએ ત્યારે ગુસ્સો પણ ખૂબ આવતો હોય છે. અને જ્યારે મહિલાઓ કટિંગ, ચૌપિંગ અને લોટ બાંધે છે, એ જ રીતે શરીરમાં પણ આ રીતે જ ક્રિયા થતી હોય છે. જેના કારણે ધીમે-ધીમે ગુસ્સો ઓછો થતો જાય છે અને સારુ ફીલ થાય છે. જો કે એ વાત છે કે આપણા મૂડની અસર કુકીંગ પર થાય છે. મૂડ સારો હોય તો મીઠું બનાવવાનુ મન થાય છે.

કુકીંગ થેરાપી શું છે એ જાણીએ તો એ એક કળા છે. જેમાં મહિલાઓએ એક જગ્યા પર તેમનુ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. જેનાથી માનસિક રીતે પ્લાનિંગ અને ટાઇમ મેનેજમેન્ટના ગુણ શીખવા મળે છે. આ ઉપરાંત શારિરીક રીતે હાથ, પગ, ડોક અને આંગળીઓની પણ મુવમેન્ટ થાય છે. એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરતા વ્યક્તિ અંદરના નકારાત્મક વિચારો ભૂલી જાય છે. આ થૈરાપીનો મુખ્ય મુદ્દો એ છે કે આનાથી આત્મવિશ્વાસ વધે છે જેના કારણે સારો અનુભવ થાય છે અને તમે સકારાત્મક અનુભવ કરો છો.

કુકીંગની સ્કીલ તમને અનેક રીતે ઉપયોગી થશે. સૌથી પહેલા તો તમારા સંબંધો મજબૂત થશે. રસોડામાં પરિવારના તમામ સભ્યો હળીમળીને કામ કરે છે, એકબીજાની મદદ કરે છે, તેમજ અંગત વાતો પણ શેર કરે છે. જ્યારે આપણે રસોઇ અથવા તો કોઇ નવી રેસિપીની વાત કરીએ છીએ તો આપણુ તમામ ટેન્શન દૂર થઇ જાય છે. જ્યારે આપણે ગુસ્સામાં હોઇએ છીએ ત્યારે આપણે એ સમયે શું કરીએ છીએ એ સમજમાં નથી આવતુ. તેથી જ જો તમારે ગુસ્સા પર નિયંત્રણ લાવવુ હોય અથવા તો ગુસ્સો ઓછો કરવો હોય તો કુકીંગ સારામાં સારો વિકલ્પ છે. રસોડામાં એવી ઘણી બધી નાની વસ્તુઓ હોય છે કે જેમાં તમારો ગુસ્સો શાંત થઇ જાય છે. આનાથી તમારામાં શેર કરવાની આદત પણ આવે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારી ઉંમર વધે છે. તો પછી રાહ શેની જોવાની જ્યારે પણ તમને એકલા લાગે અથવા તો થાક લાગે રસોડામાં જઇને કુકીંગ શરૂ કરી દો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]