ઉદયપુરમાં 36મા સમૂહલગ્ન સમારંભમાં 21 દિવ્યાંગ દંપતી લગ્નગ્રંથિથી જોડાયાં

નારાયણ સેવા સંસ્થાન (એનએસએસ)એ વંચિત સમુદાયની વ્યક્તિઓને મદદ કરવાના પ્રયાસ સ્વરૂપે ઉદયપુરમાં 36મા સમૂહ લગ્ન સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં 21 દિવ્યાંગ દંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા અને ‘દહેજપ્રજાને જાકારો’ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ અભિયાનને એનએસએસ પ્રોત્સાહન આપે છે. સમૂહ લગ્ન સમારંભમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.

રાજસ્થાનના ઉદયપુરમાં આયોજિત આ સમૂહ લગ્ન સમારંભમાં વંચિત સમુદાયના 21 દિવ્યાંગ નવદંપતીઓએ લોકોને કોરોનાવાઈરસ પ્રતિરોધક રસી લેવાની અપીલ કરી હતી. . સંસ્થાના 19મા વર્ષમાં આયોજિત આ સમૂહ લગ્ન સમારંભમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું અને સૌએ મોઢા પર માસ્ક પહેર્યું હતું. દિવ્યાંગ અને વંચિત સમુદાયના દંપતીઓએ પરિવારનાં સભ્યોએ અને દાતાઓએ આપેલી લગ્નની ભેટ સ્વીકારી હતી.

26 વર્ષી દિવ્યાંગ રોશન લાલ ઉદયપુરના છે અને તેઓ રાજસ્થાનમાં REET પરીક્ષાની તૈયારી કરે છે, જેમનું નિઃશુલ્ક ઓપરેશન અને કૌશલ્ય તાલીમના વર્ગો નારાયણ સેવા સંસ્થાને પ્રદાન કર્યા છે. 32 વર્ષીય કમલા કુમારી આ સમારંભમાં રોશનની જીવનસંગિની બની છે.

ઉદયપુરના રહેવાસી રોશનલાલે કહ્યું હતું કે, “જ્યારે તમે સાથસહકાર મેળવવા અતિ થોડા સ્ટેપની જરૂર હોય છે અને આપણે માનીએ છીએ કે, અમારા જેવા લોકોના જીવનમાં થોડા લોકો મોટો ફરક લાવે છે. આ અમે જીવનમાં શીખ્યાં છીએ. નારાયણ સેવા સંસ્થાન અમારા આધાર છે, કારણ કે સંસ્થાન અમને જીવનની દિશા આપવા આગળ આવી હતી, જેના કારણે હવે નવા જીવન તરફ આગળ વધી રહ્યાં છીએ. મને ખાતરી છે કે, હું આ જીવનમાં એક દિવસ સારો શિક્ષક જરૂરી બનીશ.”

નારાયણ સેવા સંસ્થાનના પ્રમુખ પ્રશાંત અગ્રવાલે કહ્યું હતું કે, “36મો દિવ્યાંગ સમૂહ લગ્ન સમારંભ એક ઉદ્દેશલક્ષી કાર્યક્રમ છે, જે અમારી પ્રાથમિકતા છે. અમે ‘દહેજપ્રથાને જાકારો’ આપવનો સંદેશ આપતા આ મુખ્ય અભિયાનના 19મા વર્ષમાં પ્રવેશ કરીને ખુશી અનુભવીએ છીએ કે, અમારા પ્રયાસોનું સારું પરિણામ મળ્યું છે અને અત્યાર સુધી સંસ્થાએ 2109 દંપતીઓને સુખી અને સમૃદ્ધિ જીવન જીવવામાં મદદ કરી છે. વર્ષોથી અમે ફ્રી કરેક્ટિવ સર્જરીઓ, અનાજની કિટનું વિતરણ, દિવ્યાંગ લોકો માટે કૃત્રિમ અંગોનું માપ અને ઓપરેશન, કૌશલ્ય વિકાસના વર્ગોનું આયોજન અને સમૂહ લગ્ન સમારંભો તેમજ દિવ્યાંગ લોકોનું ઉત્થાન કરવા પ્રતિભા વિકસાવવા સાથે સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરીએ છીએ.”

24 વર્ષીય દિવ્યાંગ સંત કુમારી કહ્યું કે, “દિવ્યાંગ વ્યક્તિઓને સમાજમાં સમાનતા અને ન્યાયની જરૂર છે.” લગ્ન પછી તે પોતાની કમ્પ્યુટર સ્કિલ્સ દ્વારા પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા ઇચ્છે છે. એટલે તે એના પતિ મનોજને મદદ કરવાની સાથે જીવનમાં નાણાકીય ટેકો પણ આપી શકશે. નાણાકીય રીતે પગભર થવાથી દિવ્યાંગ લોકો સામાન્ય રીતે સમાજમાં સ્વીકાર્યતા મેળવે છે અને તેમને આગળ વધવાની સમાન તકો મળે છે.

સમારંભમાં કેટલાંક રાજ્યોના દંપતીઓએ તેમના લગ્ન માટે એનએસએસનો સંપર્ક કર્યો હતો. કોવિડ-19ને કારણે સંસ્થાએ પાંચ રાજ્યોના દંપતીઓની પસંદગી કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]