અજાણ્યું અને આંધળું બરાબર |
દિવ્યાંગ એટલે કે જે આંખે જોઈ શકતો નથી તે વ્યક્તિ પોતાની આજુબાજુ થોડાક અંતરથી આગળ શું છે તે જાણી શકતો નથી. કોઈ સ્થળે અજાણ્યો માણસ જઇ ચડે ત્યારે એની સ્થિતિ પણ આવી જ હોય છે. એને આંખો છે પણ જાણકારી અથવા જ્ઞાનરૂપી આંખો નથી. આ વાત સમજાવવા આ કહેવતનો ઉપયોગ થાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)