કાગડો દહીંથરું લઈ ગયો

 

        કાગડો દહીંથરું લઈ ગયો

 

દહીંથરું એ શુભ પ્રસંગે બનતી વાનગી છે. એની ગુણવત્તા ઊંચા પ્રકારની હોય છે. આ વાનગી પકવાનોના ભાગરૂપે મોટા માણસોના જમણવારમાં પીરસાય છે. અથવા કન્યા વિદાય વખતે મા-માટલીમાં મુકાય છે. આમ ખાસ પ્રસંગ માટે અને ખાસ વ્યક્તિઓ માટે બનાવેલ આ વાનગી છે. આથી ઉલટું આવી સારી વસ્તુ યોગ્ય પ્રસંગ અથવા યોગ્ય વ્યક્તિના હાથમાં જવાને બદલે પાત્રતાના ધરાવતા વ્યક્તિના હાથમાં જાય ત્યારે આ કહેવત વપરાય છે.

સામાન્ય રીતે દેખાવે સુંદર અને ગુણિયલ કન્યા જ્યારે ખાસ પાત્રતાના હોય તેવા વ્યક્તિ સાથે લગ્ન કરે ત્યારે આ કહેવત વપરાય છે. જ્યાં કાગડા જેવું ક્ષુદ્ર પક્ષી એટલે કે સાવ સામાન્ય અથવા કદરૂપો મુરતિયો દહીંથરાં જેવી રૂપાળી અને સુશીલ કન્યાને લઈ ગયો એમ કહેવાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)