નામ બડે ઔર દર્શન ખોટે

         

      નામ બડે ઔર દર્શન ખોટે

 

‘ભપકો ભારી અને ખીસ્સાં ખાલી’ એ કહેવતના સમાનાર્થી કહેવત છે ‘નામ બડે ઔર દર્શન ખોટે’. બહુ મોટો ભપકો હોય અને જ્યારે કોઈક નાની અમથી આશા લઈને એમને મળવા એટલે કે દર્શને જાય અને નિરાશ થઈને આવે.

આ પ્રકારના વ્યક્તિ માટે આ કહેવત વપરાય છે. આવી જ બીજી કહેવતો પણ છે, ‘ઢમઢોલ અંદર પોલ’ અને ‘ખાલી ચણો વાગે ઘણો’.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)