હાલ શેરબજારમાં ઈન્ડેક્સ વધે છે અને પોર્ટફોલિયો ઘટે છે. સર્વ સામાન્ય રોકાણકારોની આ ફરિયાદ છે અને તે વ્યાજબી પણ છે. વરવી વાસ્તવિકતા સ્વીકારવી પડે. ખેર શેરબજાર વધઘટનું બજાર છે. વધઘટ ના થાય તો ગમે તમને? અલબત્ત સતત બારે મહિના ભાવ વધે તેવું તો શક્ય જ નથી. માટે આવનાર ઘટાડામાં મધ્યમથી લાંબાગાળાના રોકાણકારોએ ઈન્સ્યોરન્સ અને ફાઈનાન્સ સેકટરના શેર ધ્યાનમાં રાખીને બાય કરવા જોઈએ. જે લાંબાગાળે આપને સારુ રીટર્ન આપશે. હા SIP કરશો તો પણ રોકાણનું સારુ પ્લાનિંગ થયું ગણાશે.
અમારા ગયા સપ્તાહના પ્રથમ આર્ટિકલમાં અણસાર આપવામાં આવેલ તે મુજબ ઈન્ડેક્સમાં ચમકારો જોવાયો છે. વાતાવરણમાં તાપમાનનો પારો વધી રહ્યો છે અને ચૂંટણીની ગરમી વધી છે. શું કમળ ખીલશે કે પંજાની જીત થશે? તેના અવઢવમાં માર્ચ મહિનાના આઈઆઈપી ડેટા જાહેર થયા છે, જે પ્રોત્સાહક નથી પાછળ પાંચ મહિનાની સામે ખુબ જ નીચા આવ્યા છે. એક અગત્યની વાત કરવાની છે, તમે જયારે માધ્યમથી લાંબા સમય માટે રોકાણ કરવાનું આયોજન કરો તેની સાથે કેટલા ટકાનું વળતર મળે તો સાધારણ ક્યારે નફો કરશો? કારણ સારા અને તેજીના વાતાવરણમાં નફો કરવાનું ભૂલશો તો નફો ચોપડા પર જ રહી જશે અને અફસોસ પણ થશે. જેથી ફંડામેન્ટલી સારા સ્ટોકમાં અને ટેકનિકલી સાઉન્ડ સ્ટોકમાં રોકાણ હશે તો આપને યોગ્ય વળતર મળી રહેશે.
નિફ્ટી ઈન્ડેક્સ (૧૦,૮૧૮):પાછલા સપ્તાહમાં ૧.૪૯ ટકાનો સુધારો જોવાયો. અપેક્ષા પ્રમાણે લેવલ જોવા મળેલ છે અને હવે ચૂંટણીના પરિણામો પાછળ તેજી મંદી જોવા મળશે. ૧૦,૬૦૦ નું લેવલ ખુબ અગત્યનું છે. ઓપન ઇન્ટરેસ્ટ જોતા ૧૦,૬૦૦ ના તૂટે અને ૧૧,૦૦૦ થી ૧૧,૧૦૦ જોવા મળે તેવા સંજોગો છે. માસિક અને ત્રિમાસિક મને ચાર્ટ તેજીને આગળ વધવાના સંકેત આપે છે.
માનકસિયા (૫૯): મધ્યમ સમય માટે આ શેર સારો જણાય છે. ચાર્ટ મુજબ સારી પેટર્ન બની છે અને બાર રિવર્સલ જોવા મળે છે. માર્કેટ કેપ ૩૮૬ની છે, બુક વૅલ્યુ ૧૩૬ની છે. પી. ઈ. ૮.૨૮ છે. રૂપિયા ૨ની ફેસવેલ્યુ ધરાવે છે. બને એક્સચેન્જમાં લિસ્ટેડ છે. બાવન સપ્તાહની ઊંચી /નીચી સપાટી ૮૬ અને ૪૮ છે.વિવિધ પ્રોડક્ટનુ ઉત્પાદન કરતી આ કંપની હાલમાં ખરીદવાના સંકેત આપે છે.
હાલની તાજેતરની લેટેસ્ટ પેટર્ન જોતા રૂ.૮૬ની મલ્ટિપેલ ટોપ બનાવીને કરેકશનમાં રૂ. ૫૨ની બોટમ બની તે પછી બાર રિવર્સલ જોવાય છે. રૂ. ૬૩ રસાકસીની સપાટી છે જેની પસાર કરતા સુધારો આગળ વધે અને સાપ્તાહિક સુધારો ૬૮, ૭૩ અને ૭૭ સુધીની સપાટી બતાવી શકે. મોમેન્ટમ સ્ટોપલોસ રૂ. ૫૫ નો રાખવો જે સુપરટેન્ડ સપોર્ટ છે. અલબત્ત ૨૦૦ દિવસની મુવિંગ અવેરારેજ ૬૯ છે, જ્યાં સુધારાની ચાલને નડતર જોવાય.
હેસ્ટર બાયો સાયન્સ (૧૬૩૦): કંપની એનિમલ વેક્સીન બનાવી રહી છે અને તાજેતરના પરિણામોમાં કમાણી અને ઓપરેટિંગ નફો બનેમાં સુધારો બતાવ્યો છે. કંપનીની LAV પ્રકારની સ્થાનિક બ્રુસેલા અને પીપીઆર વેક્સીન નફાકારક પુરવાર થઇ રહી છે. કંપનીને નેપાળમાંથી પણ સારો ઓર્ડર મળી રહ્યો છે. નેપાળ સ્થિત પ્લાન્ટને આફ્રિકન ક્વોલિટી કંટ્રોલ લેબને મજૂરી હોવાથી કંપની ટેન્ડરમાં ભાગ લેવાનું શકય છે.ચાર્ટની ટેકનિકાલ એનાલીસીસની વાત કરીયે તો. રૂ ૮૪૫ની બોટમથી તેજીની ચાલની શરૂઆત થઈએ તે પછી ધીમી પણ મક્કમ ગતિથી ભાવ સુધારતા જોવાય છે.
હાલમાં પાછલા નવ સપ્તાહથી રૂ ૧૪૧૦ અને રૂ ૧૮૦૦ વચ્ચે અથડાઈ ગયો છે અર્થાત એક્યુમ્યુલેશન થઇ રહેલ છે. સાપ્તાહિક રીતે રૂ ૧૬૩૦ની સપાટી કુદાવે તો ૧૬૭૩ અને ૧૭૧૮ નો ભાવ આવી શકે. ચાર્ટની પેટર્ન જોતા ૧૮૨૫ ઉપર બંધ આવતા તોફાની ચાલ જોવાય. ચાર્ટ પાર સિમેટ્રીકેલ ત્રિકોણની રચના બની છે અને તેમાંથી તેજી તરફી બ્રેકઆઉટ આવતા ૩૦૦નો સુધારો ઝડપથી જોવા મળે.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ(૪૫૪): તાજેતરમાં આવેલી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની મધ્યમથી લાંબા લોન્ગ ટર્મના રોકાણ માટે હાલના ભાવે ખાસ ધ્યાનમાં રાખી શકો તથા SIPનું આયોજન કરી શકો. ઇન્વેસ્ટરો આ શેર ધ્યાનમાં રાખવો. ઈન્સ્યોરન્સ સેક્ટરમાં બે આંકડામાં વિકાસ કરવાની ધારણા રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે આવનારા ૧૦ વર્ષોમાં ઈન્સ્યોરન્સ સેક્ટર ખુબ અને મેનીફોલ્ડ કરશે.જે રીતે સામાન્ય માણસોની અવેરનેસ અને આવકનુ પ્રમાણ વધી રહેલ છે અને વ્યકિતગ રીતે શરીરની માવજત કરવાનું અર્થાત હેલ્થ અવેર્નેસસ અને મેડિકલેઇમ અવેરનેસ અને વિવિધ સેક્ટરના ઈન્સ્યોરન્સ માટેની અવેરનેસ. આ બધું જોતા ઈન્સ્યોરન્સ સેક્ટર માટેના સારા દિવસો આવી રહ્યા છે અને આ સેક્ટરની બધી જ સારી અને નામી કંપની ગ્રોથ બતાવે તેમ છે.
સપ્ટેમ્બર ૨૦૧૬માં મૂડીબજારમાં ૩૩૦ના ભાવે પ્રવેશ કર્યા પછી રૂ. ૫૦૯નું ટોપ બાનવીને રૂ. ૩૬૩ની ડબલ બોટમની રચના બનાવી. રૂ. ૫૦૯ અને રૂ. ૪૪૯નું લોઅર ટોપને જોડતા બનતી પ્રતિકાર રેખા ગત સપ્તાહમાં પસાર કરી છે. નજીકમાં રૂ. ૪૫૪ પસાર કરતા લક્ષ્ય ૪૬૨, ૪૬૭, ૪૭૪ અને રૂ ૪૭૮ જોવા મળે અને રૂ ૪૪૫નો સ્ટોપલોસ રાખવો. ઇન્વેસ્ટરે રૂ ૪૪૫નો સ્ટોપલોસ રાખવો. ઇન્વેસ્ટરને ત્રણેક વર્ષમાં રૂ. ૭૦૦થી ૭૪૦નો ભાવ જોવા મળી શકે છે.
(નોંધ-અત્રે આપેલ સ્ક્રીપોમાં લેખકનો કોઈ હિસ્સો નથી, આ માત્ર ચાર્ટ બેઈઝ્ડ ટેકનિકલ વિશ્લેષણ છે, રોકાણકારોએ પોતાના રોકાણનો નિર્ણય જાતે જ લેવો.)