ટેકનિકલી સ્ટોક માર્કેટ નરમાઈ દર્શાવે છે

ગામી સપ્તાહે શેરબજારમાં અચાનક સુધારો આવે તો પણ ટકી રહેશે નહી. ચાલુ મહિનામાં નવા નીચા ઈન્ડેક્સ જોવા મળે તો નવાઈ નહી. કર્ણાટક વિધાનસભામાં ભાજપની યેદિયુરપ્પા સરકાર વિશ્વાસ મત જીતે તે પહેલા જ રાજીનામુ આપી દીધું છે, હવે કોંગ્રેસ અને જેડીએસની સરકાર રચાશે. આમ તો ભાજપ માટે કરારી હાર છે, તેની આગામી સપ્તાહના સોમવારે બજાર ખુલતા જ નેગેટિવ અસર જોવા મળશે. કદાચ માર્કેટ નીચા મથાળે ગેપમાં ખુલશે. ટેકનિકલી પણ માર્કેટ ખરાબીનો સંકેત આપે છે.

શા માટે વધારે ખરાબી દેખાય છે તેના કેટલાક કારણોઃ

> ફાર્મા ઈન્ડેક્સ ૯૦૧૦થી 7 % નીચે છે અને ૨૦૧૪ના લેવલ પાસે છે અને તે તૂટે તેવી પુરી શક્યતા છે.

> ત્યાર પછીનું ખરાબ સેક્ટર મિડકેપ છે, જે ૪૧૧૫ના ટોપથી ૩૯૯૮ની બોટમ પાસે આવેલ છે અને આટલો મોટો ઘટાડો કારણ વગર ન હોય

> આજ પ્રમાણે નિફ્ટી મિડકેપ ૫૦૧૬ની સપાટી પાસે બંધ આવેલ છે, જે ૬% નો ઘસારો બતાવે છે. અને ૪૭૪૭ ની ટેકાની સપાટી નજીક છે. આ સપાટી તૂટે તો ફ્રી ફોલ જોવાની તૈયારી રાખવી પડે.

> નિફ્ટી મીડકેપે ટોપ ૨૧,૮૪૦નો બનાવ્યો અને ૨૦,૩૨૮નું લોઅર ટોપ બનવેલ છે, આ ઘટાડાનું ૫૦% રિટર્સમેન્ટ માંડ જોવાયુ અને હવે તે પછી ૫.૪૮% નો ઘટાડો જોવાયો છે.

> નિફ્ટી  સ્મોલ કેપ નોઝ ડાઇવ અર્થાત ભુસ્કો મારવાની તૈયારીમાં દેખાય છે. ૭૬૧૦ નીચે બંધ આવતા ૬૫૫૦ના દરવાજા ખુલે.

નિફ્ટી (બંધ 10,607): નિફ્ટી  મુવમેન્ટઃ દૈનિક  -0.83% / વિકલી  -1.96 %/ 

માસિક – 0.04 % / ત્રિમાસિક + 4.82 %

ગયા સપ્તાહમાં નિફટીએ ૧૦,૯૪૭ની ટોપ બનાવીને નવેસરથી કરેક્શનની શરૂઆત થઇ છે.

કર્ણાટકની ચૂંટણીના પરિણામો પછી જે રીતે વધઘટ થઇ છે, તેમાં ટ્રેડર અને સામાન્ય રોકાણકાર નિરાશ અને હતાશ થયો છે, સરવાળે નફો અને પોર્ટફોલિયો ધોવાતો જોવાયો છે. મ્યુચ્યુઅલ ફંડ મેનેજર શુ કરવું તેની વિમાસણ અનુભવી રહ્યો છે. મેજર ચાર્ટમાં સાપ્તાહિક ટાઈમમાંબેરીશ એંગુલાફિંગ’’ કેન્ડલ બની છે, જે મંદી વધારે ઘેરી બને તેવા નિર્દેશ કરે છે. ૧૧,૧૮૫ના ટોપ સામે ૧૦,૯૪૭નું નીચું લોઅર ટોપ બનેલ છે અને જ્યાં સુધી ૧૦,૯૪૭ ઉપર બંધ ના આવે ત્યાં સુધી નવી તેજીનો વેપાર હિતાવહ નથી.

ઇન્ટ્રા-ડેમાં ૧૦,૭૬૬ પણ મુશ્કેલ લાગે છે. આ સાથે ૧૦,૬૪૦ની ટેકાની સપાટી તોડી નાખી છે એટલે શનિવારના રોજ ભાજપ સફળ થાય તે ચમત્કાર હશે અને તેમ થાય તો નિફ્ટીમાં ફરીથી સુધારો આવે અને ૧૦,૮૦૦ સુધી જાય પરંતુ ફક્ત ચૂંટણી નહિ બજારમાં કંઈ બીજી ખરાબી પણ છે. જે હાલમાં સપાટી પર નથી દેખાતી પણ મોટી ગરબડ જણાય છે.

ચાર્ટની  પરિભાષામા વાત કરીયે તો એબીસીડી પેટર્ન બને તો પ્રથમ 1225 = ૧૧,૧૮૫ થી ૯,૯૬૦ જોવા મળેલ છે. તો તે પછીનો મુવ ૧૦,૯૪૭થી ૧૨૨૫ પોઇન્ટ ઘટવા જોઈએ તો તે મુજબ ૯,૭૨૨નો ભાવાંક અર્થાત નિફ્ટી આવે અને તે પછી નવી તેજીની ચાલ જોવાય. આ બધું  આશરે ૨૯ મે સુધીમાં બનવું જોઈએ.

વાસ્તવમાં ૩૯ દિવસનો ઘટાડો છે, તો સામાન્ય રીતે ૧૩થી ૨૧ દિવસમાં આ કરેક્શન પૂરું થાય.

(1) મહારાષ્ટ્ર સ્ક્ટુર(રુ.૨૫૪૮):  ઊંંચામાં રૂ ૩૪૪૧ના ટોપથી ઘટીને કરેક્શનમાં ૨૧૦૫ નો ભાવે બોટમ બનાવી અને ફોલીગ વેજની રચનામાંથી બ્રેકઓઉટ આપવાની તૈયારી જોવાય છે.

મધ્યમથી લાંબા સમય માટે રોકાણ કરવાનું વિચારી શકાય તેવી આ કંપનીમાં તમારા ફંડ મેનેજરની સલાહ લઈને રોકાણ કરવાનું વિચારવું.

(2) યુકલ ફયુલ: (રુ.૨૬૬): બેઝિક ફંડામેન્ટલ: /  માર્કેટ કેપ.: ₹ ૫૪૨ કરોડ  /  હાલનો ભાવ ૨૪૫.૧૫

બુક વૅલ્યુ : ₹ ૧૭૨.૭૪પી ઈ. ૧૫.૮૬ રૂ

ડિવિડન્ડ કમાણી: .૦૪%ફેસ વૅલ્યુ ૧૦.૦૦

ટુ વહીલર સેગમેન્ટમાં ઓટો અન્સીલિએરી સેક્ટરમાં આવતી આ કંપની ધીમી પણ સંગીન અને મક્કમ ગતીથી સુધારા તરફી બની રહી છે. વર્ષ ૨૦૦૫માં રૂ.૨૯૧નો ભાવ ઊંચામાં જોવાય બાદ નીચામાં એક તબક્કે રૂ ૩૪ના ભાવે બોટમ બનાવી. તે પછી પ્રથમ વેવમાં રૂ ૧૬૬ કરી બીજા વેવમાં ૮૫ની હાયર બોટમ બનાવી. લાંબા ગાળાના ચાર્ટ પાર રાઉન્ડિંગ બોટમ બનાવીને હાલમાં ૨૬૬ પાસે છે.

તાજેતરની પેટર્ન જોતાં રૂ ૩૮૮ના ટોપથી જોવાતું કરેક્શન રૂ ૨૩૨ની સપાટી પાસે ટેકો લઇ રહી છે. સાપ્તાહિક ટાઈમ ફ્રેમમાં સંગીન ટેકો દેખાય છે તેટલું જ નહિ  મેકડી ઇન્ડિકેટર ખરીદવાના સંકેત મળે છે.

શોર્ટ ટર્મ માટે રૂ ૨૪૦ના સ્ટોપલોસ સામે ખરીદવાનું વિચારી શકાય. ટ્રેડિંગ માટે રુ.૨૭૨ ઉપર નવેસરથી ખરીદવાના અણસાર મળે છે. રૂ. ૨૭૨ ઉપર રૂ  ૨૭૮, ૨૯૧ અને રૂ ૩૦૯નો ભાવ જોવા મળે.

(3) કોલપાલ (કોલગેટ પામોલિવ રુ.૧૨૨૫):  બેઝિક ફંડામેન્ટલમાર્કેટ કેપ.: ૩૩,૨૪૨.૦૮હાલનો ભાવ ૧૨૨૪  / બુક વૅલ્યુ : ૬૪.૬૫,  પી ઈ.53

ડિવિડન્ડ કમાણી: .૮૨ %

ફેસ વૅલ્યુ.૦૦

સવારમાં પથારીમાંથી જાગતાજ સૌપ્રથમ ટુથ પેસ્ટ લેવાની હોય તો કોલગેટ તરત યાદ આવે. વર્ષો વર્ષ ઇન્વેસ્ટર ફ્રેન્ડલી રહેલી આ કંપની બ્લ્યુચિપમાં ગણાય છે.

પાછળ દિવસો દરમ્યાન અગાઉના બધાજ પ્રતિકાર લેવલ કુદાવીને રૂ ૧૧૭૮ ઉપર બંધ આપીને નવા ઝોનમાં પ્રવેશ કરેલ છે. સાઇડે-વે ટ્રેન્ડમાંથી તેજી તરફી બ્રેકઆઉટ આપીને નજીકના દિવસોમાં રૂ ૧૨૨૦ ઉપર જતા રૂ ૧૨૫૫, રુ. ૧૨૯૦ અને રુ ૧૩૬૦નો ભાવ જોવા મળેઅલબત્ત તબક્કાવાર ઉપરોક્ત ભાવમાં નફો ગાંઠે બાંધવો. રુ.૧૧૦૦ નીચે બંધ આવે તો તેજીમાંથી હળવા થવું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]