ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મીઓ માટે ટપાલ મતદાનની સુવિધા

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૧૭ દરમ્યાન ચૂંટણી ફરજ બજાવતાં અધિકારીઓ-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મતદાર વિભાગમાં મતદાર તરીકે નોંધાયેલ હોય તે મતદાર વિભાગમાં જ ચૂંટણી ફરજ પર નિયુક્ત કરવામાં આવે તે સંજોગોમાં તેઓ ચૂંટણી ફરજ પ્રમાણપત્ર (ઈડીસી) દ્વારા મતદાન કરી શકશે. જ્યારે મતદાર તરીકે  નોંધાયેલ હોય તે સિવાયની અન્ય કોઈ મતદાર વિભાગમાં ચૂંટણી ફરજ પર નિયુક્ત કરવામાં આવે તેના માટે ટપાલ મતપત્ર(પોસ્ટલ બેલેટ) દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે.

સંબંધિત જિલ્લાઓમાં આ કામગીરીનાં સંકલન માટે એક નોડલ ઓફિસર તેમજ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ-હોમગાર્ડ્સ વગેરે માટે જિલ્લામાં પોલીસ  વિભાગ દ્વારા એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત, સંપાદિત કરવામાં આવેલા વાહનોના ડ્રાઈવર-કંડકટર-ક્લીનર વગેરે માટે જિલ્લામાં એક અલાયદા નોડલ ઓફિસરની નિમણૂંક પણ કરવામાં આવી છે.

ચૂંટણી ફરજ પ્રમાણપત્ર(ઈડીસી) તથા ટપાલ મતપત્ર (પોસ્ટલ બેલેટ) મતદાન માટેની અરજીઓના ફોર્મ ઈસ્યુ કરવા, ભરેલ ફોર્મ પરત મેળવવા તથા ચૂંટણી સ્ટાફની તાલીમનાં કેન્દ્રો ખાતે ટપાલ મતદાન પ્રક્રિયા માટે મતદાન કેન્દ્રની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]