જિયોની M7 પાવર સ્માર્ટફોન ભારતમાં લોન્ચ…

ચાઈનીઝ મોબાઈલ ફોન ઉત્પાદક કંપની જિયોનીએ દમદાર 5000mAh બેટરીવાળો એનો નવો સ્માર્ટફોન જિયોની M7 પાવર ૧૫ નવેમ્બર, બુધવારે નવી દિલ્હીમાં લોન્ચ કર્યો છે. એ પ્રસંગે જિયોની ઈન્ડિયા ગ્લોબલ સેલ્સના ડાયરેક્ટર ડેવિડ ચેન્ગ અને જિયોની હોંગ કોંગના વાઈસ પ્રેસિડન્ટ હોગુ હો ઉપસ્થિત રહ્યા હતા. આ ફોનની કિંમત રૂ. ૧૬,૯૯૯ છે. ૨૫ નવેમ્બરથી આ ફોન એમેઝોન ઈન્ડિયા મારફત વેચાણમાં મૂકવામાં આવશે. પ્રી-ઓર્ડર લેવાનું શુક્રવારે સાંજે પાંચ વાગ્યાથી એમેઝોન ઈન્ડિયા મારફત શરૂ કરાશે.