HomeGallerySportsઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ-203 ચેમ્પિયન Sports ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ-203 ચેમ્પિયન By Manoj November 20, 2023 0 771 Share FacebookTwitterPinterestWhatsApp ફાસ્ટ બોલર પેટ કમિન્સના નેતૃત્ત્વ હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધાની ફાઈનલમાં ભારતને 6-વિકેટથી હરાવીને ટ્રોફી જીતી લીધી. કમિન્સે વિજેતા ટ્રોફી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ખાસ આમંત્રિત ઓસ્ટ્રેલિયન નાયબ વડા પ્રધાન રિચર્ડ માર્લેસના હસ્તે સ્વીકારી હતી. કમિન્સે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતનો બેટિંગ દેખાવ નિરાશાજનક રહ્યો હતો. ટીમ 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટના ભોગે 241 રન કરીને મેચ જીતી લીધી હતી. 120 બોલમાં 15 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 137 રન કરનાર ઓપનર ટ્રેવિસ હેડને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ એવોર્ડ વિરાટ કોહલીએ જીત્યો હતો. નિરાશઃ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા, રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા, રવિચંદ્રન અશ્વિનની પત્ની પ્રીતિ પતિ વિરાટ કોહલીને સાંત્વન આપતી પત્ની અનુષ્કા પ્લેયર ઓફ ધ મેચ – ટ્રેવિસ હેડ 58 રન કરીને નોટઆઉટ રહ્યો માર્નસ લાબુશેન. ટ્રેવિસ હેડ સાથે ચોથી વિકેટ માટે કરી 192 રનની ભાગીદારી TagsAhmedabadBCCIChitralekhaChitralekha NewsCricketCricket World Cup 2023CWC 2023FinalICCICC Cricket World CupICC World Cup 2023Narendra ModiNarendra Modi StadiumPat CumminsRichard MarlesWorld Cup 2023 Share FacebookTwitterPinterestWhatsApp Previous articleભારતની હાર સાથે હેડ કોચ તરીકે દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્તNext articleકોરાનાના 21 નવા કેસો, એક પણ મોત નહીં Manoj RELATED ARTICLES Gallery મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી સાથે ક્રિકેટરોનું સન્માન July 4, 2024 Gallery Birthday Special: સચિન તેંડુલકરની આ બાબતો તમે નહીં જાણતા હોય April 24, 2024 Gallery નાટુ-નાટુ ગીત પર ઝૂમ્યા અક્ષય, રામ ચરણ, સૂર્યા, સચિન તેંડુલકર March 7, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more