રાજકોટ ટેસ્ટ: પ્રથમ દાવમાં વેસ્ટઈન્ડિઝ 181 રને ઓલ આઉટ, ભારતે આપ્યું ફોલોઓન

રાજકોટ- ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 9 વિકેટે 649 રને દાવ ડિકલેર કર્યો હતો. ત્યારબાદ રવિચંદ્રન અશ્વિનની ઘાતક બોલિંગથી વેસ્ટઈન્ડિઝનો પ્રથમ દાવ 181 રને સમેટાયો હતો.પ્રથમ દાવના આધારે ભારતે વેસ્ટઈન્ડિઝ પર 468 રનોની સરસાઈ મેળવી છે. અને ભરતે વેસ્ટઈન્ડિઝને ફોલોઓન કરાવી બીજીવાર દાવ લેવા મેદાન પર ઉતાર્યું છે. વેસ્ટઈન્ડિઝના બીજા દેવની શરુઆત પણ નબળી રહી હતી. અને કુલ 32 રનના સ્કોરે અશ્વિને કેપ્ટન ક્રેગ બ્રેથવેટને આઉટ કર્યો હતો. લંચ બ્રેક સુધીમાં વેસ્ટઈન્ડિઝે 9 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 33 રન બનાવ્યા હતા.

ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 વિકેટ ઝડપી. આ સિવાય મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમેશ યાદવ, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવના ફાળે 1-1 વિકેટ આવી હતી. એક ખેલાડી રન આઉટ થયો હતો.