ભડકાઉ વીડિયો વાયરલ કરવાની ઘટનામાં સાઈબર સેલે બે આરોપીઓની અટકાયત કરી

અમદાવાદઃ રાજ્યમાં ઉત્તર ભારતીય લોકો પર થઈ રહેલી હુમલાની ઘટનાઓ અને તેમને ગુજરાતમાંથી બહાર આપવાની ધમકી આપવા માટે ભડકાઉ વીડિયો વાયરલ કરવાની ઘટનામાં અમદાવાદ સાઈબર સેલે બે આરોપીઓની અટકાયત કરી છે. આમાંથી એક આરોપી કિશોર છે. ભડકાઉ વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરનારાઓ પર કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલિસ મહાનિદેશક શિવાનંદ ઝા એ કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.

સોશિયલ મીડિયાથી ભડકાઉ ભાષણ, ફોટો અને વીડિયો વધારે વાયરલ ન થાય તેના માટે તેને સોશિયલ મીડિયા પર તાત્કાલીક હટાવવાના મળેલા નિર્દેશ પર કાર્યવાહી કરતા અમદાવાદના સાઈબર સેલે સોશિયલ મીડિયા પર ભડકાઉ વીડિયો અને મેસેજ વાયરલ કરનારા આરોપિઓની અટકાયત કરી હતી. અત્યારે હાલ 70 થી 80 જેટલી ફેસબુક પ્રોફાઈલોમાં મેસેજ વાયરલ કરનારા આરોપિઓને ચિન્હિત કરવામાં આવ્યા છે. આના માટે ક્રાઈમ બ્રાંચ દ્વારા એક વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે. આ ટીમ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. ભડકાઉ પોસ્ટ, વીડિયો, ફોટો, અને મેસેજને પણ સોશિયલ મીડિયા પરથી દૂર કરવામાં આવી રહ્યા છે.

સમગ્ર મામલે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જેમાં એક કિશોર છે જ્યારે બીજા આરોપીનું નામ મહેશ ઠાકોર છે. મહેશ મૂળ ધોળકાનો રહેવાસી છે અને અત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહે છે. મહેશ ઠાકોર ધોળકા ઠાકોર સમાજના અધ્યક્ષ પણ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]