હિંમતનગરની ઘટના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા, વાંચો વધુ વિગતો

અમદાવાદઃ સાબરકાંઠામાં હિંમતનગરનાં ઢુંઢર ગામ ખાતે 14 મહિનાની બાળકી સાથે એક પરપ્રાંતીય યુવક દ્વારા જે દુષ્કૃત્ય કરવામાં આવ્યું તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને રાજ્યમાં ઠેર ઠેર પરપ્રાંતિયઓ પર હુમલાની ઘટના સામે આવી છે. ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અને અમદાવાદ સહિતના મોટા શહેરોમાં રહેતા ઉત્તર ભારતીયો અને બિહારીઓ પ્રત્યે હિંસાની ઘટના વધી છે.

રાજ્યમાં રહેતા પરપ્રાંતીઓમાં અત્યારે ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષોથી ગુજરાતમાં વસતા પરપ્રાંતીયો લોકો પર હુમલા વધતા કેટલાંક પરિવારો ગુજરાત છોડીને જવા માટે મજબૂર થઇ ગયા છે. હિંસા આચરનારાઓ પર તાત્કાલિક અંકુશ મૂકવાનો આદેશ અપાયો છે. પરપ્રાંતીયો પર હુમલામા અત્યાર સુધીમાં 170 લોકો ઝડપાયા છે.

હિંમતનગરનાં ઢુંઢર ગામ ખાતે સિરામિક ફેકટરીમાં કામ કરાતં 20 વર્ષના બિહારી યુવકે 14 મહિનાની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ સ્થાનિકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો.છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ સહિતની જગ્યાઓએ પરપ્રાંતિઓ પર હુમલા થયાની ઘટના બની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]