વડાપ્રધાન મોદી ચીનની મુલાકાતે, જિનપિંગ મોદી વચ્ચે અનેક મુદ્દે થશે ચર્ચા

બેજિંગઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત મોડી રાત્રે બે દિવસની ચીનની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીના ચાર વર્ષના કાર્યકાળમાં તેમની આ ચોથી ચીન મુલાકાત છે. અને એટલા માટે જ વડાપ્રધાન મોદી સૌથી વધારે વાર ચીન ગયેલા વડાપ્રધાન બની ગયા છે. આજે વહેલી સવારે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતી શી જિનપિંગ વચ્ચે વુહાન શહેરમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાતને અનઔપચારિક શિખર વાર્તાનું નામ આપવામાં આવ્યું છે. પહેલીવાર એવું થશે કે, જ્યારે ભારત અને ચીનના કોઈ નેતાની બેઠક પછી કોઈ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કે મીડિયા બ્રીફિંગ કરવામાં આવશે નહીં. તેમ છતા આ મુલાકાતમાં બંને વચ્ચે ઘણાં મહત્વના મુદ્દા વિશે ચર્ચા થવા થઈ હોવાની શક્યતાઓ રહેલી છે.

બંન્ને નેતાઓ વચ્ચે સીમા વિવાદ સહિત ઘણા ઘણા મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે ચર્ચા થવાની શક્યતાઓ રહેલી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અનઔપચારિક વાર્તા દરમિયાન કોઈપણ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં નહી આવે. તો આ સીવાય બંન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થશે જેમાં બંન્ને દેશ તરફથી 6-6 અધિકારી ભાગ લેશે. બંન્ને નેતા ચર્ચિત ઈસ્ટ લેકના કિનારે રાત્રી ભોજન કરશે. આવતીકાલે શનિવારના રોજ બંન્ને નેતાઓ તળાવના કિનારે ટહેલશે, બોટમાં યાત્રા કરશે અને ભોજન પણ ગ્રહણ કરશે.