આઈટી વિભાગે દેશભરના બિટકોઇન એક્સચેન્જો પર દરોડા પાડ્યાં

બિટકોઇન કરન્સીમાં તેજ ગતિએ રોકાણ વધતાં દેશનો આયકરવિભાગ સતર્ક બન્યો છે. તે જોતાં આઈટી વિભાગે દેશમાં બિટકોઇન્સ એક્સચેન્જો પર દરોડા અને સર્વે શરુ કર્યાં છે.અધિકારીક સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે આઈટી વિભાગને શંકા છે કે બિટ કોઇનમાં રોકાણ હવે કાળું નાણું સુરક્ષિત રાખવાનો મોટો સ્ત્રોત બનવા લાગ્યું છે. જેને લઇને બિટકોઇન એક્સચેન્જો વિશે વધુમાં વધુ જાણકારી મેળવવામાં આવી રહ્યો છે.

આઇટીની બેગ્લૂરુ તપાસ ટીમના નેતૃત્વમાં બુધવારે આયકર વિભાગની કેટલીક ટીમો દેશના 9 એક્સચેન્જના કાર્યાલયોમાં પહોંચી હતી. દેશમાં બિટકોઇન એક્સચેન્જ દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ, કોચિ, ગુરુગ્રામ સહિત અન્ય જગ્યાઓ પર છે.

આ કાર્યવાહી ઇન્કમ ટેક્સ લૉના સેક્શન 133A હેઠળ કરાઇ છે. જે પ્રમાણે રોકાણકારો અને વેપારીઓની ઓળખ માટેના પ્રમાણ મેળવવા, તેમના દ્વારા કરાયેલા સોદા, સામેના પક્ષની ઓળખ, વાપરવામાં આવેલા બેંક ખાતાં વગેરેની જાણકારી મેળવવામાં આવી રહી છે.

આઈટીની ટીમો પાસે બિટકોઇન એક્સચેન્જોના જુદાજુદા આર્થિક આંકડા અને અન્ય મહત્ત્વની જાણકારી હતી. દેશમાં બિટકોઇન સામે આ સૈથી પહેલી મોટી કાર્યવાહી છે.

બિટકોઇન એક પ્રકારની વર્ચ્યુઅલ કરન્સી છે જેને દુનિયાના કોઇપણ ખૂણે કોઇપણ વ્યક્તિને પેમેન્ટ આપી શકે છે. અને તેમાં ચૂકવણી માટે કોઇ બેંકનો માધ્યમ બનાવવાની જરુરત પડતી નથી. બે કોમ્પ્યૂટર વચ્ચે બિટકોઇનના માધ્યમથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. આ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે સરકાર, બેંક અથવા કોઇ એજન્સીની જરુરત નથી પડતી અને એકવાર ટ્રાન્ઝેક્શન થઇ ગયાં બાદ રદ પણ નથી કરી શકાતું.