બોલીવૂડમાં એન્ટ્રીની તૈયારી? સુહાના ખાનનું હોટ ફોટોશૂટ

0
1621

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની 18 વર્ષની પુત્રી સુહાના ખાન પહેલી જ વાર એક મેગેઝિનના કવર પેજ પર ચમકી છે. એને માટે એણે હોટ ફોટોશૂટ કરાવ્યું હતું.

વોગ ઈન્ડિયા મેગેઝિનના કવર પેજ માટેના ફોટોશૂટ માટે સુહાનાએ ઈટાલીના જાણીતા ફેશન ડિઝાઈનર ડોન એમિલિયો પુચીએ સ્થાપેલી કંપની દ્વારા નિર્મિત ડ્રેસ પહેર્યો હતો.

દીકરી સુહાનાને કવર પેજ પર ચમકાવનાર મેગેઝિનનું વિમોચન શાહરૂખ ખાને મુંબઈમાં વોગ બ્યૂટી એવોર્ડ્સ-2018 કાર્યક્રમમાં કર્યું હતું.

સુહાના હાલ લંડનમાં ભણે છે. અભિનેત્રી બનવાની ઈચ્છા એ ભૂતકાળમાં દર્શાવી ચૂકી છે.