સીન નદીની ઉફાન ડરાવનારી બની…

પેરિસ– દુનિયાના સુંદર સ્થળો અને ટુરિસ્ટોની પહેલી પસંદ મનભાવન પેરિસ શહેર અને તેની આસપાસના અઢીસો વિસ્તાર ભયંકર પરિસ્થિતિને ધીમા પગલે આવતી નિહાળી રહ્યાં છે. પેરિસ શહેરના વિવિધ સ્થળોની આ તસવીરો ડરાવનારી છે. પેરિસના એક નેતાઓ સ્વીકાર્યું છે તેમ ક્લાયમેટ ચેન્જની અસરના આ બોલતા પુરાવા છે. વરસાદના કારણે સીન નદીનું સતત વધી રહેલું જળસ્તર શહેરવાસીઓને અન્યત્ર ચાલી જવા મજબૂર કરી રહ્યું છે.સીન નદીના ડાબા કિનારાની રેલ સેવા 5 ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવી છે. પેરિસના મોટાભાગના ટુરિસ્ટ સ્પોટ બંધ કરવામાં આવ્યાં છે.આ પૂરે અત્યાર સુધીમાં સીન નદીના કિનારાના અઢીસો ટાઉનને નુકસાન કરી દીધું છે. પેરિસના વડીલો એ દિવસોને યાદ કરી રહ્યાં છે જ્યારે 1910માં પેરિસ આવા જળપ્રલયનો ભોગ બની બે માસ સુધી જળમાં ગરકાવ રહ્યું હતું.