બજેટ 2018- શ્રમ મંત્રાલયનો રોજગાર સર્જન માટે પ્રસ્તાવ

નવી દિલ્હી– પ્રધાનમંત્રી મુદ્રા યોજના-PMMY- હેઠળ સ્વરોજગારક્ષેત્રમાં કામ કરતાં લોકોને જોડવાનો પ્રસ્તાવ સરકાર સમક્ષ મૂકવામાં આવ્યો છે. લેબર મંત્રાલયે મૂકેલા આ પ્રસ્તાવથી 2019ની લોકસભા ચૂંટણી પહેલાં રોજગાર પેદા કરવાની દ્રષ્ટિએ સરકારની શાખ સુધરી શકે છે.તાજેતરમાં ઇપીએફઓ નેટવર્કના 55 લાખ લોકોને આ યોજનામાં સાંકળીને રોજગારમાં વૃદ્ધિ થવાના દાવાઓને લઇને ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે વિશેષજ્ઞોનું માનવું છે કે ઇપીએફઓમાં એનરોલમેન્ટથી રોજગારીમાં વધારો થાય એ જરુરી નથી. પીએમએમવાય તેનાથી અલગ છે. સ્વરોજગાર મેળવતાં લોકોના આંકડા રોજગાર ડેટામાં શામેલ કરવાનો આ પહેલો પ્રયાસ છે. લેબર મિનિસ્ટ્રી હેઠળના લેબર બ્યૂરો જલદી જ પીએમએમવાય લાભાર્થીઓના ડેટાનું વિશ્લેષણ કરનાર છે. આ ડેટાથી દેશમાં રહેલા કુલ વર્કફોર્સનું ચિત્ર સ્પષ્ટ થઇ શકે છે. આ કામગીરી એપ્રિલમાં ઝવાની ધારણા છે.

લેબર બ્યૂરોના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2017માં 4,16,000 નોકરીઓનું સર્જન થયું છે. આ સંખ્યા દેશના કુલ વર્કફોર્સમાં શામેલ થતાં 1 કરોડ લોકોથી ઘણો ઓછો છે. આ કારણે સરકાને પૂરતી સંખ્યામાં રોજગારી સર્જન ન કરવાનો આક્ષેપ સહન કરવો પડી રહ્યો છે.

લેબર બ્યૂરો દ્વારા આગામી સમયમાં ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણનો દાયરો 8થી વધારીને 18 સેક્ટર અને તેમાં કામ કરતી સંસ્ખાઓની સંખ્યા 2000થી વધારીને 10,000 કરવા કાર્યવાહી કરી રહી છે.