ચૂંટણીઃ પોલિસ તંત્ર સજ્જ

અમદાવાદઃ વિધાનસભા ચૂંટણી-2017ને ધ્યાનમાં લઇને સમગ્ર સરકારી તંત્ર સતેજ થઇ ગયું છે. એમાંય સૌથી મોટી જવાબદારી પોલીસ તંત્રની હોય છે. કાયદો -વ્યવસ્થાની સાથે ચૂંટણીના ચોક્કસ નિયમોનું પાલન કરવાની જવાબદારી પણ હોય છે. સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસ વાહન ચેકિંગ-પેટ્રોલિંગ તો કરી જ રહી છે. શહેરમાં પ્રવેશતાં કેટલાંક માર્ગો પર નાકાબંધી પણ કરી રહી છે. નાકાબંધી માટે ખડેપગે ઉભા રહેતા પોલીસ જવાનો માટે કેટલીક જગ્યાએ કોઇ જ વ્યવસ્થા હોતી નથી. પરંતુ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની નાકાબંધીના સ્થળે સુરક્ષા કર્મચારીઓની સુવિધા માટે એક વ્યવસ્થિત મંડપ-ટેબલ-ખુરશી મુકવામાં આવ્યા છે. જેથી કામગીરી સારી રીતે થઇ શકે…

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)