ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવી…

0
2315
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 13 નવેમ્બર, મંગળવારે બપોરે વોશિંગ્ટનમાં એમના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં દિવાળી તહેવારની ઉજવણી કરી હતી. એ પ્રસંગે અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત નવતેજ સિંહ સરના તથા અન્ય આમંત્રિતો હાજર હતા. ટ્રમ્પે દીપ પ્રગટાવ્યો હતો અને ટૂંકા સંબોધનમાં કહ્યું હતું કે એમને ભારત દેશ પ્રતિ ખૂબ પ્રેમ છે તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ખૂબ માન છે.