આંખોનો યોગ્ય મેકઅપ આપશે સુંદરતા

ણી બધી સ્ત્રીઓની ઇચ્છા હોય છે કે તેમનામાં એવી કોઇક વસ્તુ હોય જે સામેવાળી વ્યક્તિ એકવાર જોવે એમાં આકર્ષિત થઇ જાય. હાલની વાત કરીએ તો તમને ખબર જ હશે સોશિયલ મીડિયા પર પોતાની અદાઓથી, પોતાના એક્સપ્રેશનથી સૌ કોઇ પર જાદુ ચલાવી રહી છે તેવી પ્રિયા પ્રકાશ. 18 વર્ષની છોકરી કે જેને પહેલાં બહુ ઓછા લોકો જાણતાં હશે તેણે પોતાના એક એક્સપ્રેશનથી દરેક લોકોના દિલ પર જાદુ ચલાવી દીધુ છે. અને નેશનલ ક્રશ, નેશનલ વેલેન્ટાઇન તરીકે તેને લોકો ઓળખી રહ્યાં છે. એનામાં એવું શું હતું કે લોકો એની પર ફીદા થઇ ગયાં. એક તો એના એક્સપ્રેશન અને તેનો આંખનો મેકઅપ લોકોને ખેંચી લાવ્યો. કહેવાય છે ને કે જે બોલી નથી શકાતુ તે આંખો કહી દે છે.

ચહેરાની સુંદરતામાં મોટો ફાળો આંખો અને આઇબ્રોનો હોય છે. આંખો દિલનો અરીસો હોય છે તો આઇબ્રો આંખોનું ઘરેણું. દરેક લોકો માટે મોટી અને સુંદર આંખ આશીર્વાદિત નથી હોતી. દરેક વ્યક્તિને આંખના અલગ-અલગ આકાર હોય છે અને તમામ આકાર સુંદર જ હોય છે. દરેકના ફેસ કટની જેમ આંખો પણ અલગ હોય છે. અલગ આંખોના શેપ પ્રમાણે ડિફરન્ટ આઇ મેકઅપ પણ ન કરીએ તો આપણી આંખો સારી લાગતી નથી કારણ કે આપણા આખા મેકઅપનો જે મહત્વનો ભાગ છે એ માત્ર આંખ છે. આંખનો મેકઅપ જો સારો ન હોય તો તમારો ફેસ અજીબ લાગે છે.

જો તમારો ચહેરો પાતળો છે તો તમારી ભ્રમરો ભરાવદાર રાખો. આનાથી તમારો ચહેરો ગોળ તો દેખાશે જ સાથે આંખો પણ હરણી જેવી લાગશે. જો તમને પસંદ હોય તો તમે ડાર્ક શેડ્સની આઇલાઇનર અને પાતળી મશ્કરા વાપરી શકો છો. જો ત્વચા પ્રમાણે મેકઅપની વાત કરીએ તો  ગોરી ત્વચા, ઘંઉવર્ણી ત્વચા, શ્યામ તવ્ચા, ઘેરી શ્યામ, ક્રીમ ડાર્ક, સન ટેન્ડ વગેરે જેવી જુદા જુદા પ્રકારની ત્વચાઓ હોય છે. કેટલીક વાર ઋતુ બદલાય તેમ ત્વચાના વર્ણમાં પણ ફેરફાર અનુભવાય છે ઉનાળામાં તેમજ શિયાળામાં ત્વચા બદલાય છે. જેમ કે શિયાળામાં ફીકી જણાતી ત્વચા ઉનાળામાં ઘેરી લાગે છે. તો તમારે આંખનો મેકઅપ ત્વચાના રંગને ધ્યાનમાં રાખીને પણ કરવો જોઇએ.

મહિલાઓ હંમેશા મેકઅપના નામે મોંઘો સામાન પોતાના ચહેરા પર થપેડી દે છે. જ્યારે આઇબ્રો શેપ પર બિલકુલ ધ્યાન નથી આપતી. જ્યારે ચહેરાની સુંદરતામાં ભ્રમરોની સફાઇ અને શેપ બહુ મહત્વનો ભાગ ભજવે છે. સ્ત્રીઓએ હંમેશા પોતાની ભ્રમરો સાફ રાખવી જોઇએ. અને આઇબ્રો પેન્સિલની મદદથી તેને સુંદર શેપ આપવો જોઇએ. હંમેશા આઇબ્રો પેન્સિલનો પ્રયોગ સામાન્ય પ્રમાણમાં કરવો જેથી જોનારાને એવુ ન લાગે કે તમે આકર્ષક દેખાવા માટે કોઇ આર્ટિફિશિયલ વસ્તુ વાપરી રહ્યાં છો. તમારી આંખો માટે લાઇટ કલરના આઇશેડો વાપરશો તો તે વધુ સારા લાગશે. અને બની શકે તો હંમેશા શાઇનિંગ આઇશેડો વાપરો.

કોઇ ફંક્શન માટે ક્યારેક દિવસે બહાર નીકળો છો તો આંખો પર ભડકીલો મેકઅપ ન કરો. દિવસે હંમેશા લાઇટ મેકઅપ અને રાતે ડાર્ક મેકઅપ કરવો જોઇએ. જો તમે તમારી આંખોને મોટી અને સુંદર દેખાડવા માગો છો તો હંમેશા આંખોની ઉપરની પાંપણમાં આઇલાઇનરનો ઉપયોગ કરો. જો તમારી આંખોને તીક્ષ્ણ અને કાતિલ દેખાડવી હોય તો તેના ખૂણાની થોડી બહાર સુધી આઇલાઇનરને લગાવી શકો છો. સૌથી મહત્વની વસ્તુ એ છે કે કાજળ જેના વગર આંખનો શ્રૃંગાર અધૂરો છે. તમારી નીચેની પલકો પર તમે કાજળ લગાવો. જો તમ ડાર્ક આઇલાઇનર કરી છે તો કાજળ બૌ જ ઓછુ અને સામાન્ય કરો. અને જો સામાન્ય લાઇનર કરી છે તો કાજળ ડાર્ક કરો. આંખોનો મેકઅપ કરતી વખતે એટલુ ધ્યાન રાખો કે આંખોના શેપ પ્રમાણે મેકઅપ લગાવો બહુ જરૂરી છે. પણ એ સાથ એ પણ ધ્યાન રાખવુ કે આઇ મેકઅપ તમારા ફેસને અનુરૂપ હોવો જોઇએ. તેમજ તમારી આંખોના કલરને અનુસાર કરવો જોઇએ.

આંખોના શેપ પ્રમાણે મેકઅપ લગાવો એ બહુ જરૂરી છે, પણ એ સાથે એ પણ ધ્યાન રાખવું કે આઇ મેકઅપ તમારા ફેસને અનુરૂપ હોવો જોઈએ. સાથે જ આઇ મેકઅપ તમારી આંખોના કલરને અનુસાર કરવો જોઈએ.