હેલ્થ-રાષ્ટ્ર અને વોટિંગ માટે ની સાયક્લોથોન

2019ની લોકસભાની ચૂંટણી ઘણા બધા પાસાઓથી વિશિષ્ટ છે. લોકસભાના ઉમેદવારોને ચૂંટવા માટેની આ પ્રક્રિયામાં આખાય ભારતમાં યુવાનોનો વિશિષ્ટ ફાળો રહેશે. મોટા પ્રમાણમાં યુવાનો મતદાન કરશે, આ સાથે આ ચૂંટણીમાં તમામ વયજૂથમાં એક અલગ જ પ્રકારની અવેરનેશ જોવા મળી રહી છે. એ અવેરનેસ છે.. મતદાન મથક સુધી સૌ કોઇ જાય. પોતાની સમજણ પ્રમાણે મતદાન કરે, પરંતુ મતદાન અવશ્ય કરે. સરકારના ઇલેક્શન કમિશન દ્વારા તેમજ જુદા જુદા વિભાગો દ્વારા સૌથી વધારે મતદાન થાય એવા પ્રયાસો થઇ રહ્યા છે. એના માટે અખબાર, હોર્ડિંગ્સ, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા જેવા માધ્યમોનો સહારો લેવાઇ રહ્યો છે.

મતદાન જાગૃતિ માટે સામાજીક સંસ્થાઓ તેમજ કોર્પોરેટ કંપનીઓ પણ આગળ આવી છે. અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર આજે વહેલી સવારે મતદાન જાગૃતિ માટે એક વિશિષ્ટ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું. શહેરના એન.આઇ.ડી રિવરફ્રન્ટ પરથી ગાંધીબ્રીજ ના માર્ગ સુધી યોજાયેલી સાયક્લોથોનમાં  2019ની ચૂંટણીમાં  મતદાન જાગૃતિ માટે બેનર્સ પણ મુકવામાં આવ્યા.
કોર્પોરેટ સાયક્લોથોનમાં પોતાના સ્વાસ્થ્ય માટેતો લોકોએ પેડલ મારવામાં આવ્યા. આ સાથે રાષ્ટ્રીય એકતા-વોટિંગ અવેરનેસ પણ દર્શાવવામાં આવી.
અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ