2012માં ઓછા મતોની સરસાઈથી બંને પક્ષે મેળવેલ બેઠકો

ગાંધીનગર– વર્ષ 2012માં વડાપ્રધાન પોતે રાજ્યના મુખ્યપ્રધાન હતાં. ચૂંટણીની તમામ જવાબદારી પોતાના શિરે લઇ ચૂંટણી લડતાં હતાં અને તેમની છબીના કારણે ઉમેદવારોને જીતવામાં ઘણી સરળતા રહેલી હતી, પરંતુ આ વખતે નરેન્દ્રભાઈ મોદી દિલ્હીના બની ગયાં છે.
સત્તાધારી ભાજપ પક્ષે 2017ની આ વિધાનસભા ચૂંટણીમાં અનેક મુદ્દાઓ ધ્યાને લઇ ચૂંટણી લડવી પડી છે. ભાજપે ઉમેદવારોની પસંદગી કરતા પહેલા ઘણા સમયથી પક્ષના વર્તુળોમાં એક બાબત અતિમહત્વની અને ચર્ચારૂપ રહી હતી, તે વર્તમાન ધારાસભ્યોમાંથી 65થી 70 જેટલાને રિપીટ નહીં કરવા. પરંતુ ભાજપને ભય લગતા આ મુદ્દા પર પૂર્ણવિરામ મૂકી રિપીટ કરવાનું શરૂ કર્યું હવે એ જોવાનું રહ્યું કે આ રિપીટ કરવામાં આવેલ સભ્યોમાંથી કેટલા સભ્યો પોતાની બેઠક જાળવી રાખે છે.
ગત વિધાનસભામાં 20 બેઠકો એવી હતી કે જે ઓછા માર્જીનથી બંને પક્ષના ઉમેદવારો વિજયી બન્યા હતા. આ બેઠકોમાં ગ્રામીણ વિસ્તારમાં જોઈએ તો કોંગ્રેસને થોડો ફાયદો હતો. જયારે શહેરી વિસ્તારમાં ભાજપને ફાયદો હતો. બન્ને પક્ષની આ ઓછા મતોથી વિજયી બની છે. તેની વિગતો ઉપર એક નજર કરીએઃ
 આમ આ વખતે યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો આ બેઠકો જાળવી રાખે છે કે ગુમાવે છે તે જોવાનું રસપ્રદ રહેશે.