યોગા: તમારા શરીરની ક્ષમતાઓ ચકાસો

આપણા શરીરની ક્ષમતા ખરેખર કેટલી છે? આ ક્ષમતાઓની ચકાસણી કરી તેનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ. શરીરની ક્ષમતાઓનો સંપૂર્ણ લાભ લેવા માટે તમારે એક રમત રમવી પડશે. રમશો ને ? જો રમત જાણ્યા વિનાજ તમારો જવાબ હા હોય તો તમે 40 ની અંદર છો, તમે ઉંમર લાયક નથી. ચેલેન્જ સ્વીકારવા તૈયાર હોય એજ જોરદાર ક્ષમતા કહેવાય અને જો તમને એમ થયુ કે (1) રમત શું છે ? (2) બેઠા બેઠા સમવાની છે ? (3) બહુ દોડાશે નહીં ! (4)કોણ આવી બધી રમતો રમે ? વિ. વિ. તો તમે 70 વર્ષની ઉપરના વૃધ્ધ છો. નક્કિ તમારે કરવાનું છે, તમે કઈ ઊંમરના છો.

રમત એમ છે કે 15 ફૂટ ના અંતરે સામસામે 2 ખુરશી મૂકી છે. 1 ખુરશીમાં ૩૦ સ્ટ્રો છે. બીજી ખુરશી ખાલી છે. હવે એક મિનીટની અંદર તમારે એક પછી એક સ્ટ્રો ઉઠાવીને સામે ખાલી ખુરશીમાં મૂકવાની છે. જો તમે એક જ મીનીટમાં 20 થી વધારે સ્ટ્રો મૂકી શક્યા તો તમે મન થી Young છો. “મન હોય તો માળવે જવાય”, Willpower Strong હશે તો તમે ચોક્કસપણે આ કરી શકશો.  ધારો કે હાંફી ગયા તો શું ! એમાં કોઈ ખોટુ નથી. બીજા દિવસે ફરી રમત રમવી અને મનથી અને શરીરથી Young રહેવું.

બીજો રસ્તો, યોગમાં સર્વાંગાસન એ બધા આસોનોની રાણી કહેવાય છે, તો સર્વાંગાસન કરવું. દિવાલના ટેકે પણ થઈ શકે અને વચ્ચે પણ થઈ શકે. સર્વાંગાસનના ઘણા બધા ફાયદાઓ છે. એની વાત પછી કરીએ, પણ આપણી ક્ષમતા કેટલી છે એ જોવા માટે સર્વાંગાસન 5 મિનીટ કરવું, પછી જુવો કે જો એક મિનીટ કે ત્રીસ સેકન્ડમાં પાછા આવી ગયા તો આપણે થોડા કમજોર છીએ, પણ રોજ રોજ આ આસન કરશો તો મન અને શરીર થી મજબૂત બનશો.

સર્વાગાસન થી હોર્મોન્સ બેલેન્સ રહેશે. શરીરમાં આવેલી Endocrine glandes ની કાર્ય ક્ષમતા સારી થશે. જે લોકોને થાઈરોઈડ છે એમના માટે આશીર્વાદ રૂપ છે. અનીન્દ્રાની તકલીફ દૂર થાય છે. સ્ટ્રેસ ઓછો થાય છે. સ્ત્રીઓને માસિકની તકલીફ દૂર થાય છે, ને મેનોપોઝમાં ખૂબ અસરકારક નીવડે છે. એનર્જી લેવલ વધે છે ને થાક ઉતરે છે. સેક્સ ઓર્ગનને કાર્યશીલ બનાવે છે. મન શાંત કરે છે. સર્વાંગાસન પછી મત્સ્યાસન તકીયા સાથે અચૂક કરવું. એ તેનું પૂરક આસન છે.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)