વજુ કોટક અને ચિત્રલેખા
| વજુ કોટક ફિલ્મ
| સર્જકનો સહવાસ
| ત્રિમૂર્તિ વજુ કોટક
| વિધાતાનો સંકેત
| કેમેરાના સથવારે
| હું લેખક કેમ બન્યો?
| સર્જન વૈવિધ્ય
| સંસ્કાર ઘડતર
| પત્રકારત્વની આગવી કેડી
વજુ કોટક: જીવનયાત્રા
- પૂરું નામ : વજુ લખમશી કોટક
- જન્મ : 30 જાન્યુઆરી 1915 રાજકોટ
- પ્રાથમિક શિક્ષણ : ઑલ્ફ્રેડ હાઈસ્કૂલ, રાજકોટ
- ભાવનગર : 1926 થી 1935
- અમદાવાદ : 1936
- અભ્યાસ : ઑલ્ફ્રેડ હાઈસ્કૂલ, રાજકોટ. સનાતન હાઈસ્કૂલ, સામળદાસ કૉલેજ, ભાવનગર.
- લેખનની શરૂઆત : ‘જય સૌરાષ્ટ્ર’ રાજકોટ
- મુંબઈમાં આગમન : 1937
- પ્રથમ પુસ્તક : ઈસાડોરા ડંકનની આત્મકથાનું રૂપાંતર ‘રૂપરાણી’ 1941
- ફિલ્મક્ષેત્રે : ‘કસોટી’ ફિલ્મના સહાયક નિર્દેશક 1941
- કથા-પટકથા અને નિર્દેશક : શતરંજ અને ગોરખધંધા
- સંવાદલેખક તરીકે : ખિલૌના, પરીસ્તાન, પરિવર્તન, ભલાઈ, મંગળફેરા, નણંદ-ભોજાઈ, ગોરખધંધા અને લગ્નમંડપ
- લેખક-પત્રકાર-તંત્રી : ‘ચિત્રપટ’ 1946
- લગ્ન : 1949માં ભાવનગર
- સ્વતંત્ર પત્રકાર-તંત્રી : ચિત્રલેખા 1950
- માલિકી-મુદ્રણાલય : સ્ટાર પ્રિન્ટરી 1951
- પહેલું માસિક : લાઈટ (અંગ્રેજી) 1953
- બીજું માસિક : જાહેરખબર વિનાનું ‘બીજ’ 1953
- ત્રીજું માસિક : ‘જી’ સિનેમા મેગેઝિન 1958 (હાલ પાક્ષિક છે.)
- સંતાનો : બે પુત્રો મૌલિક તથા બિપીન. એક પુત્રી રોનક
- અવસાન : 1959 નવેમ્બર, 29.
- મૌલિક પુસ્તકો : રમકડાં વહુ, જુવાન હૈયાં, ઘરની શોભા, ચૂંદડી ને ચોખા, હા કે ના, આંસુનાં તોરણ, માનવતાનો મહેરામણ, આંસુની આતશબાજી અને ડૉ. રોશનલાલ, પ્રભાતનાં પુષ્પો, બુદ્ધિના બ્રહ્મચારી, કાદવનાં થાપા, ગલગોટા, પુરાણ અને વિજ્ઞાન, ચંદરવો, ધોંડુ અને પાંડુ, શહેરમાં ફરતાં ફરતાં અને બાળપણના વાનરવેડા.