યોગ શબ્દ બહુ વાંચવા મળે છે, સાંભળવા મળે છે, જોવા મળે છે, પણ આ બે અક્ષરના શબ્દનો અર્થ ખૂબ ગૂઢ છે. આજે વાત કરીશું સફાઈ પ્રક્રિયા અને યોગને શું લેવાદેવા છે.
શું શરીરની શુદ્ધિ યોગથી થાય? શું મનની શુદ્ધિ યોગથી થાય? અને જો થાય તો એમાં આસન-પ્રાણાયામનો શું રોલ છે – એ કેવી રીતે ભાગ ભજવે છે. અષ્ટાંગ યોગ એ જીવન જીવવા માટેની માર્ગદર્શિકા પુસ્તિકા છે. યમ-નિયમ એ પહેલા બે ચરણ છે – એમાં અનુશાસિત જીવન કેવી રીતે જીવવું એ કહ્યું છે. પછી આવે છે યોગઆસન – આસન એ માત્ર turning – twisting નથી. આસનથી શરીરની અંદર જે organs પર જે આવરણ કે છારી બાજી ગઈ હોય એને દૂર કરે છે અને અવયવોની કાર્યક્ષમતામાં વધારો કરે છે. વ્યાન વાયુ ઉપર અસર થાય છે તો આ થઈ કે નહીં સફાઈ પ્રક્રિયા? આવી જ રીતે આસનમાં forward backward જે કરાવવામાં આવે છે એનાથી શરીરના સ્નાયુઓમાં જે stiffness આવી ગઈ હોય જકડાઈ ગયા હોય તો એ જકડન દૂર થાય છે. એ stiffness દૂર કરી સ્નાયુઓને મજબૂત કરે છે અને શરીરમાં રહેલ અપાન વાયુ ઉપર અસર થાય છે. જે સીઢી ચડતા પહેલા દુખતું હતું એ જ સીડી ચઢતા હવે તમારું શરીર નહીં દુઃખે છે.
વિપરિત દંડાસન એક એવું આસન છે જે યોગાચાર્ય શ્રીબી કે એસ આયંગરજીના સંશોધનથી બનેલ સાધનો (ખુરશી, તકીયો, લાકડાનું સાધન) દ્વારા જો કરવામાં તો વ્યક્તિના શરીરમાંથી ગરમી, વાયુ એક્સ્ટ્રા પાણી નીકળે છે – એટલે શક્તિનો સંચાર થાય છે, સ્ફૂર્તિ આવે છે.
એક સારું ઉદાહરણ કે બે ઢગલા હોય એક ઢગલો કચરાનો હોય અને બીજાં ઢગલો ખાલી કાગળોનો હોય તો માખી-મચ્છર પહેલા ક્યાં જશે? કચરાના ઢગલા પર ! બસ એવું જ શરીર સાથે જે શરીરમાં કચરો વધારે (અપચો, અજીર્ણ) ત્યાં શારીરિક અને માનસિક તકલીફ – બીમારી વધારે. તો શુદ્ધિકરણ તો ખૂબ જરૂરી થઈ જાય છે. – સદીઓ પહેલાં થઈ ગયેલા ઋષિમુનીઓ મહાન વૈજ્ઞાનિકો જ હતા – એમણે કરેલા સંશોધન પર જ તો આપણી સંસ્કૃતિ છે. યોગશાસ્ત્ર આપણને ઋષિ પાતાંજલી અને ઋષિ ઘેરંડે આપ્યું છે. જેમાં પાતાંજલીનું યોગશાસ્ત્ર વધારે પ્રચલિત થયું છે.
એટલે જ પાતાંજલીમાં યોગશાસ્ત્રમાં ઘેરંડ ઋષિના સપ્તાંગ યોગશાસ્ત્રમાં પહેલા પ્રકરણમાં ‘ષઢકર્મ’ એટલે શરીર અને મનની શુદ્ધિ કઈ રીતે થઈ શકે એની જુદી જુદી રીતો બતાવી છે.
એ રીતે બધાને ખબર જ હશે એટલે એમાં નથી જતાં પરંતુ વિચારવાની બાબત એ છે કે હજારો વર્ષ પહેલા જ્યારે ઋષિમુનીઓ જંગલમાં આશ્રમ બનાવીને રહેતા હોય – ધ્યાન કરતાં હોય તો એમને કેવી રીતે શરીર રચનાની ખબર પડી – શરીર શુદ્ધિની રીતો શોધી અને માત્ર શરીર નહીં મનની શુદ્ધિ કેવી રીતે કરવી એ પણ યોગશાસ્ત્રમાં વર્ણવ્યું છે. આ લેખમાં જ્યારે સફાઈ પ્રક્રિયાની વાત કરીએ છીએ. ત્યારે ખાસ એ જણાવવું ગમે કે શરીરના દરેકે દરેક અવયવની શુદ્ધિ એટલે…
શુદ્ધિકરણ કરવાની રીતો
|
યોગશાસ્ત્ર શરીરનું વિજ્ઞાન છે. સૌથી અગત્યનું છે મનની શુદ્ધિ જેમાં પ્રાણાયામ – પ્રત્યાહાર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. શ્વાસ કેવા લેવાય છે એના પર મનના વિચારોનો આધાર છે અથવા મનના વિચારો કેવા છે એના પરથી શ્વાસ નક્કી કરી શકાય છે. તો એનો અર્થ એ થયો કે જો આપણે ચિંતિત હોઈએ, વ્યગ્ર હોઈએ, મૂંઝાયેલા હોઈએ અને એ વખતે breathing technique બદલવામાં આવે તો ચિંતા ગાયબ – વ્યગ્રતા દૂર થઈ શકે – પ્રશ્ન એ જ રહેશે – પરંતુ એને જોવાનો અભિગમ બદલવામાં શ્વાસ મદદરૂપ થશે – નકારાત્મક વિચારોને દૂર કરવામાં શ્વાસ અગત્યનો ભાગ ભજવી શકે છે.
- હેતલ દેસાઇ
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગ લેક્ચર્સ આપી ચૂક્યા છે.)