પ્રશ્ન: હું એક મેન્યુફેક્ચરીંગ કંપની ચલાવું છું. મારે આ ઉત્પાદન ક્ષેત્રે વધારે મહિલાઓની ભરતી કરવી હતી પરંતુ તે પડકાર મુશ્કેલ લાગે છે. તમે શું સલાહ આપશો?
સદગુરુ: મનુષ્યના ઉત્પાદનની ધ્રષ્ટિએ, પ્રકૃતિએ એક પુરુષને બદલે સ્ત્રીને વધારે જવાબદારી આપવાનું નક્કી કર્યું. સ્ત્રીઓએ કોઈપણ પુરુષ કરતાં ઘણું વધારે કામ કર્યું છે. હું આ હળવા અર્થમાં નથી કહી રહ્યો પરંતુ હું આને આદરપૂર્વક કહી રહ્યો છું. આજે આપણે અસેમ્બ્લી લાઈન અને ઉત્પાદન સુવિધાઓની ધ્રષ્ટિથી વિચાર્યે છીએ, પરંતુ ઉત્પાદન ક્ષેત્રનો પણ એક રચનાત્મક ભાગ છે, જ્યાં સ્ત્રી એક ખુબ અસરકારક ભૂમિકા ભજવી શકે છે.
અસેમ્બ્લી લાઈન આવશ્યકરૂપે એક ખુબ પુરુષપ્રધાન પ્રવૃત્તિ છે અને તેને દૈનિક હાજરીની જરૂર હોય છે, જે એક સ્ત્રી માટે સંભવ નથી. હું એમ નથી કહેતો કે એક મહિલા અસેમ્બ્લી લાઈન ઉપર કામ ન કરી શકે, પરંતુ તેને ફેક્ટરીનાં ફ્લોર પર કામ કરાવવાને બદલે, એક સ્ત્રીને જો ડીઝાઇન, વિકાસ અને માર્કેટિંગ જેવા ઉત્પાદનનાં વધુ રચનાત્મક ક્ષેત્રે મુકવામાં આવે તો તે ખુબ સક્રિય ભાગ ભજવી શકે છે.
આપણે વિશ્વના એક એવાં તબક્કે છીએ જ્યાં આર્થિક પ્રવૃત્તિ પ્રબળ બની રહી છે. સ્ત્રીઓ જે માનવ વસ્તીનો 50% ભાગ છે, તેઓની આ માનવ પ્રવૃતિના ભાગને આકાર આપવામાં નોંધપાત્ર ભૂમિકા હોવી જોઈએ.
આર્થિક પ્રવૃત્તિ ટકાવી રાખવા અને તેને માનવ કલ્યાણ તરફ કેન્દ્રિત રાખવામાં સ્ત્રીઓ ઘણો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. આજે વિશ્વની આર્થિક વ્યવસ્થાની પુન: રચના એવી રીતે કરવી પડશે કે જેમાં વ્યાપાર માનવતાની સેવા કરે અને ના કે માનવતા વ્યાપારની ગુલામી કરે. નેતૃત્વની ધ્રષ્ટિએ – બન્ને વ્યાપાર અને રાજકીય ક્ષેત્રે- મહિલાઓની ભૂમિકા હોવી આવશ્યક છે કારણકે તેઓ માનવતાનો નાજુક ભાગ છે.
ઘણાં લાંબા સમયથી માનવતાએ પુરુષત્વને ઘણું વધારે મહત્વ આપ્યું છે કારણકે અસ્તિત્વ ટકાવી રાખવું એ મુખ્ય પરિબળ હતું. સ્ત્રીત્વ ત્યારે જ યોગ્ય સ્થાન મેળવી શકશે જ્યારે સામાજિક રીતે ભરણપોષણ સચવાયેલું હોય અને સંસ્કૃતિ અમુક સ્તરે સ્થિર થઇ ગઈ હોય. આજે સામાજિક સ્તિથી તે તબક્કે પહોંચી રહી છે, પરંતુ આપણી જીવન ટકાવી રાખવાની વૃત્તિને હળવી કરવાને બદલે આપણે તેને ગેરવ્યાજબી રીતે વધારી રહ્યા છે. જો આપણે આ વૃત્તિને થોડી હળવી કરએ તો તમે જોશો કે સ્ત્રીત્વ કુદરતી રીતે ઘણું નોંધપાત્ર બની જશે.
પુરુષત્વ અને સ્ત્રીત્વ એ પુરુષ કે સ્ત્રી હોવા વિષે નથી. સ્ત્રીત્વ, એક સ્ત્રીની અંદર જેમ હોય છે તેમ જ એક પુરુષમાં પણ એટલું જીવંત હોય શકે છે. આ બે ગુણ છે. જયારે આ બન્ને ગુણ સંતુલનમાં આવે ત્યારે એક મનુષ્ય સંપૂર્ણ જીવન જીવી શકે છે. સરખામણી કરવા, દાખલા તરીકે જો તમે મૂળને પૌરુષ કહેશો તો ફૂલ સ્ત્રી થશે. મુળિયાઓનો હેતુ માત્ર ફૂલ લાવવાનો છે. જો એમ ન થાય તો મૂળ વ્યર્થ જશે. અસ્તિત્વની સંભાળ લીધા બાદ, જીવનનાં સુક્ષ્મ પાસાઓનો તમને અનુભવ થવો જોઈએ.
આજે લોકોની સફળતાનો વિચાર વ્યક્તિગત મહત્વકાંક્ષા પર આધારિત છે. તે કામ કરવાની ખુબ મુર્ખ રીત છે. જો તમને તમારી આજુબાજુની દરેક બાબતોની ચિંતા હોય, તો તમે કંઈપણ બાકી નહીં રાખો- તમે કુદરતી રીતે તમારો શ્રેષ્ટ પ્રયાસ કરશો. સ્ત્રીના કાર્ય કરવાની પણ આજ રીત છે અને વિશ્વમાં કાર્યરત થવાની આ એક સર્વશ્રેષ્ટ રીત છે.
પુરુષત્વ એવું છે કે અહીં અને અત્યારે જે છે તેના ઉપર ખાસ ધ્યાન ના આપીને બીજે ક્યાંક જવું. જયારે સ્ત્રીત્વ કશે જવા નથી માંગતું તે જ્યાં છે ત્યાં જ ખુશ છે. જો આ બે પાસાઓ સંતુલિત હોય તો આપણે ક્યાંક પહોંચી શકીશું, પરંતુ આપણે જ્યાં છીએ તેનો આનંદ પણ માણી શકીશું. વિશ્વમાં આવું થવું જરૂરી છે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. તેમણે મિરેકલ ઓફ માઈન્ડ એપ પણ આપી છે, જેનો હેતુ 3 અબજ લોકોને માનસિક સુખાકારીના સાધનો આપીને સશક્ત કરવાનો છે.
