શું શારીરિક વિકલાંગતા એ આધ્યાત્મિક માર્ગ પર અવરોધ છે?

સદગુરુ: જો તમને સાંભળવામાં થોડી તકલીફ હોય, તો શું તમારી આધ્યાત્મિક વૃદ્ધિ માટે કોઈ સમસ્યા છે? જરાય નહિ. તમારા માટે મૌન રહેવું ખૂબ જ સરળ છે, અને મૌન એ બધા અવાજોની માતા છે. મૌન અનુભવવા માટે ઘણા લોકોએ તેમના કાનમાં પ્લગ નાંખવા પડે છે. તે એક આશીર્વાદ છે કે તમે વિશ્વમાં થઈ રહેલી બધા વાહિયાત અને કર્કશ અવાજ સાંભળી શકતા નથી.

આ ગ્રહ આજની જેમ ક્યારેય ઘોંઘાટીયો નહોતો. ખાસ કરીને પશ્ચિમમાં, તમે જ્યાં પણ હોવ ત્યાં, કોઈક મશીન હંમેશાં અવાજ કરતું રહે છે. જો તે હળવો અવાજ હોય ​​તો પણ, તે તમારી સિસ્ટમ પર અસર કરી શકે છે કારણ કે તે ફક્ત ધ્વનિ નથી, તે સતત કંપન છે. અવ્યવસ્થિત કંપન ચોક્કસપણે બધાની સિસ્ટમ પર મોટી અસર કરે છે. અને તમે જે સાંભળો છો તે સિવાય, બીજા ઘણા અવાજો છે જે તમે સાંભળી શકતા નથી.

હાલના દિવસોમાં, મોબાઇલફોન ટાવર્સ લોકોમાં ગંભીર બિમારીઓ કેવી રીતે પેદા કરે છે તે વિશે ઘણાં સંશોધન ચાલી રહ્યાં છે. એક અલગ વસ્તુ જે આપણે જોઈ છે તે છે, જ્યારે આપણે ભારતમાં ઉછર્યા હતા, ત્યારે તે ચકલીઓથી ભરેલું હતું. જ્યારથી મોબાઇલફોન ટાવર્સ ફેલાયા છે, આ અવ્યવસ્થિત કંપન તેમનો લગભગ સંપૂર્ણપણે નાશ કરી દીધો છે. જો તે એક ચકલીને મારી શકે છે, તો મને ખાતરી છે કે તે તમને થોડું-થોડું મારી રહ્યું છે.

જો તમે સાંભળી, બોલી અથવા શુંઘી શકતા નથી, તો કોઈ નુકસાન નથી. હકીકતમાં, તમે વધુ સરળતાથી ધ્યાનપૂર્ણ બની શકો છો, કારણ કે તમને થોડી ઓછી ખલેલ પહોંચે છે. જો લોકોને પોતાની અંદરની તરફ વળવું હોય તો, તેમણે આ પાંચેય ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી પડશે. જો તેમાંથી કોઈ એક પોતે સહકાર આપે છે, તો તેનો ઉપયોગ કરો. તમારી સાથે જે કંઇ પણ થાય, તમે કાં તો તેને શ્રાપ તરીકે ગણી શકો છો અને તેને સહન કરી શકો છો અથવા તેને આશીર્વાદરૂપે જોઈ શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. કૃપા કરીને તેનો ઉપયોગ કરો.

દિમાગમાં સમસ્યા આવી છે: તે આપણા જીવનની સૌથી મોટી વસ્તુ છે, કે જે કંઈ પણ આપણી પાસે નથી, એને રડવા માટેનો એક સારું કારણ બનાવી લઈએ છીએ. જો તમારી પાસે દસ લાખ ડોલર નથી, તો તમે તેના વિશે રડશો. જો તમારી પાસે દસ લાખ ડોલર છે, તો તમે તમારી પાસે ન હોય તેવા અબજ ડોલર વિશે રડશો. આ ટૂંકું જીવન છે. એને ફક્ત ફરિયાદો કરીને બગાડો નહીં.

સામાજિક દ્રષ્ટિકોણથી, શારીરિક ક્ષમતાઓ સંબંધિત હોઈ શકે છે કારણ કે જે બીજા કરી શકે તે તમે કરી શકતા નથી. પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રમાં નહીં કારણ કે તમે બહેરા, આંધળા, મૌન અથવા કંઈપણ હો, તમારી પાસે હજી પણ અંદરનું તત્વ અખંડ છે. 

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.