પ્રશ્ન: જ્યારે હું નિરુત્સાહી થઈ જાઉં, જ્યારે મને થોડી નિષ્ફળતાનો સામનો કરવો પડે, જ્યારે વસ્તુઓ કામ ના કરે અથવા વધારે સમય લે, ત્યારે હું મારી જાતને જીવનમાં કેવી રીતે પ્રેરણા આપી શકું?
સદગુરુ: જો આપણે આપણી જાતને પ્રેરણા આપીએ અથવા કોઈના દ્વારા પ્રેરિત થઈએ, તો હંમેશાં કોઈક એવું હશે જે આપણને નિરુત્સાહી કરશે. જો કોઈ વસ્તુ આપણને પ્રેરિત કરે છે, તો કોઈ વસ્તુ હશે જ જે આપણે નીચે પાડી દેશે. પ્રેરણા એટલે આત્મવિશ્વાસની ખોટી સમજ ઉત્તપન્ન કરવી. કોઈ ફક્ત ત્યારે જ વિશ્વાસ ઝંખશે જ્યારે જરૂરી સ્પષ્ટતાનો અભાવ હશે. જ્યાં સ્પષ્ટતા છે, ત્યાં તમારે આત્મવિશ્વાસની જરૂર નથી. જો હું તમને ત્યાં ચાલવા માટે કહું જ્યાં સારો પ્રકાશ છે, તો તમને આત્મવિશ્વાસની જરૂર નહીં પડે. પરંતુ જો હું તમને અંધારામાં ચાલવા માટે કહું, તો અચાનક તમને આત્મવિશ્વાસની જરૂર પડશે કારણ કે ત્યાં સ્પષ્ટતા નથી.
દુર્ભાગ્યે, લોકોએ માનવું શરૂ કર્યું છે કે આત્મવિશ્વાસ એ સ્પષ્ટતાનો વિકલ્પ છે. ના, સ્પષ્ટતા માટે કોઈ વિકલ્પ નથી. જો આપણે આપણા જીવનમાં સ્પષ્ટતા લાવવાનો પ્રયત્ન ના કરીને, અને આપણે આત્મવિશ્વાસની ભાવનાથી જીવન જીવવાનો પ્રયત્ન કરીએ, તો કોઈ હંમેશા તેને ખેંચીને નીચે લાવશે – અથવા જીવનની પરિસ્થિતિઓ તે કોઈપણ રીતે કરશે. ચાલો આપણે કહીએ કે તમે કામ પર હતા, અને કોઈએ કહ્યું કે તમે પૃથ્વી પરના સૌથી સુંદર માણસ છો. પછી તમે વાદળ “ગમે તે નંબર” (ક્લાઉડ 9) સુધી પહોંચી ગયા. પછી તમે ઘરે આવ્યા અને લોકોએ તમને કહ્યું કે તમે ખરેખર કોણ છો – તમે નિરુત્સાહી થઈ જશે!
તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે દરેક મનુષ્યે તેમના જીવનના દરેક પરિમાણો માટે સ્પષ્ટતા લાવવા પ્રયાસ કરવો જોઈએ. જો આપણે આત્મવિશ્વાસ પર ચાલવાનો પ્રયત્ન કરીએ, જે પરિસ્થિતિઓ, લોકો અથવા રેસના અંતે મળવા વાળા ઈનામ દ્વારા પ્રેરિત હોય, તો આ પ્રેરિત વિશ્વાસ હંમેશા તૂટી જશે. આ સ્પષ્ટતાનો વિકલ્પ નથી. સ્પષ્ટતા એ એકમાત્ર રસ્તો છે જો કોઈને પણ સરળતાથી જીવવું હોય તો. સ્પષ્ટતા ફક્ત તમારી પાસે ભેટ તરીકે આવતી નથી. તે એવી વસ્તુ છે કે જેની માટે આપણે કામ કરવું પડશે. સ્પષ્ટતા લાવવા માટેની એક અલગ પદ્ધતિ છે, પરંતુ આપણી શિક્ષણ પ્રણાલી હવે માહિતીનો ઢગલો બની ગઈ છે, તેથી હવે આપણે વિશ્વાસ ઉપર દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જો આપણી શિક્ષણ પ્રણાલી આપણી સમજના સાધનોને તીવ્ર બનાવવા માટે હોત, તો આપણે ચોક્કસપણે સ્પષ્ટતા મેળવી હોત. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે મનુષ્ય તરીકે, તમે તમારા જીવનમાં સ્પષ્ટતા લાવવા તરફ રોકાણ કરો।
(ભારતની 50 સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ એક યોગી, રહસ્યવાદી , સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ લેખક છે. તેમની પ્રશંસનીય અને બહુમૂલ્ય સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મ વિભૂષણ’થી નવાજવામાં આવ્યા છે.)