મારી ખુશીના ચોર કોણ-કોણ છે?

રાજયોગી ફક્ત એક વર્ષ માટે નહીં પરંતુ 21 જન્મ માટે સાચા હીરા રત્ન જડિત તાજનો અધિકાર ઈશ્વરીય જન્મ સિદ્ધ અધિકારના રૂપમાં પ્રાપ્ત કરશે. આ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના પ્રથમ મુખ્ય પ્રશાસિકામાં જગદંબાએ પરમાત્મા શિવની કલ્યાણકારી શ્રીમત પર ચાલીને ફક્ત 29 વર્ષના જ્ઞાન-યોગ ના અભ્યાસ, દિવ્ય ગુણોની ધારણા તથા મનુષ્ય માત્રની ઈશ્વરીય સેવા દ્વારા ભવિષ્ય 21 જન્મો માટે બે તાજધારી પદને પ્રાપ્ત કરી લીધું. તેઓ નજીકના ભવિષ્યમાં આવનાર સતયુગી દુનિયામાં શ્રી લક્ષ્મીના રૂપમાં રાજ સિંહાસન શોભાવશે. શ્રી લક્ષ્મીજીના અલૌકિક દિવ્ય સ્વરૂપ આગળ આખા કલ્પમાં કોઈપણ સુંદરી ટકી નથી શકતી. આથી આપણે માતેશ્વરી જગદંબા નું અનુકરણ કરી આ પ્રકારના દિવ્ય શરીર પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર વિજયી બની શકીયે છીએ.

કોઈને પણ પૂછીએ કે અમીર બનવા ઈચ્છો છો કે ફકીર? તો સ્વાભાવિક રીતે એવો જવાબ મળશે હું અમીર બનવા ઈચ્છું છું. તેવી જ રીતે એક પ્રશ્ન એ પણ છે કે તમારે સારું નસીબ જોઈએ કે ખરાબ? તો બધા સારું નસીબ જ પસંદ કરશે. દુઃખી, નિરાશસ, ઉદાસ ચહેરાને કોઈપણ જોવા નથી ઈચ્છતું.. ખુશી આપણા જીવનમાં કેવી રીતે આવે? તે ખુબ અગત્યનો પ્રશ્ન છે.

આનો સરળ જવાબ તે છે કે ખુશીનો આધાર ખુશીની બાબતોનું ચિંતન છે. ચિંતનમાં દુઃખની બાબતો છે તો ખુશી કેવી રીતે આવી શકશે? જો મનમાં દુઃખની બાબતનું ચિંતન કરીશું તો ખુશી ગુમ થઈ જશે . જેવી રીતે શેરડીને નીચોવવાથી મીઠો રસ મળે છે, તેવી જ રીતે ખુશીની વાતોનું ચિંતન કરવાથી જીવનમાં ખુશી જ આવે છે. બેસીને પોતાની જાતને સવાલ પૂછીએ કે કઈ-કઈ બાબતોથી હું દુઃખી થાઉં છું? મારી ખુશીના ચોર કોણ-કોણ છે? સાથે સાથે એ પણ પૂછીએ કે શું સાચે સાચ આ બાબતો મારી ખુશીને ચોરી લે છે કે હું પોતે જ ખુશીની પોટલીને તેમની પાસે જાણી જોઈને ફેંકી દઉં છું?

ઘણી બધી બાબતો તથા પરિસ્થિતિઓમાં આપણે પોતાની જાતે જ ખુશીની પોટલીને નષ્ટ કરી દઈએ છીએ આને નામ બીજાનું લગાવીએ છીએ. આપણે કહીએ છીએ કે અમુક વ્યક્તિ આવી, ઘટના બની અને મારી ખુશી ગઈ. જો આપણું મન આપણા કાબુમાં હશે તો આપણે કોઈ પણ વાત કે વ્યક્તિનો પડછાયો આપણા ઉપર પડવા જ નહીં દઈએ. માટે જ ખુશીના ચોર બીજા નથી પરંતુ આપણી ખુશીને એક સેકન્ડમાં ગુમાવી દેવી તે આપણી કમજોરી છે, બેદરકારી છે. જો આપણે ઈચ્છીએ તો ખુશીને સંભાળી શકીએ છીએ. તેવા માલિકનું રક્ષણ કોણ કરે કે જે કોઈ ચોરનો થોડો સરખો અવાજ સાંભળીને પોતાના ખજાનાના દરવાજા ખોલતો જાય. ચોરનો મુકાબલો કરીને તેને ભગાડવાના બદલે તેની સામે હાર માનીને આત્મ સમર્પણ કરી દે. ચોર છે આનુમાન. શંકા, ખોટી ધારણા, વેર વગેરે વગેરે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)