દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે એક ખાસ ગીત લોન્ચ કર્યું. ‘નમો પ્રગતિ દિલ્હી – બાલ સ્વર સે રાષ્ટ્ર સ્વર તક’ ગીત દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં શાળાના બાળકો 21 અલગ અલગ ભાષાઓમાં ગાતા જોવા મળે છે.
आज दिल्ली सचिवालय में नन्हें-मुन्ने बच्चों के साथ माननीय प्रधानमंत्री श्री @narendramodi जी का जन्मदिन उत्सव मनाया।
दिल्ली के सरकारी स्कूलों से आए इन मासूम बच्चों की मुस्कान और उत्साह ने पूरा वातावरण जीवंत कर दिया। सबसे विशेष क्षण तब आया जब उन्होंने अपने छोटे-छोटे हाथों से प्रेम… pic.twitter.com/DxE3GMne7s
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, ‘વર્ષોથી, પીએમ મોદીએ દિલ્હી માટે જીવનરેખા જેવું કામ કર્યું છે. તેમ છતાં, અગાઉની સરકારોએ સતત તેમની ટીકા કરી અને તેમના વિરુદ્ધ અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો. આજે અમારી સરકાર તેમનો હૃદયપૂર્વક આભાર માને છે.’
शिक्षा विभाग द्वारा माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के जन्मदिवस पर “नमो प्रगति दिल्ली – बाल स्वर से राष्ट्र स्वर तक” गीत आज लॉन्च किया गया है।
दिल्ली के सरकारी स्कूलों के बच्चों ने इसे 21 अलग-अलग भाषाओं में गाकर एक भारत, श्रेष्ठ भारत की अद्भुत झलक दिखाई है।
તેમણે શાળાના બાળકો દ્વારા બનાવેલા શુભેચ્છા કાર્ડ માટે તેમની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ આજે જ આ કાર્ડ મોકલશે જેથી તેઓ બુધવારે વડા પ્રધાન સુધી પહોંચે. રેખા ગુપ્તાએ કહ્યું, ‘હું વચન આપું છું કે તમારા કાર્ડ આજે જ મોકલવામાં આવશે જેથી તેઓ કાલે વડા પ્રધાન સુધી પહોંચે. તેમને 21 ભાષાઓમાં ગવાયેલ તમારું ગીત અને તમારી શુભેચ્છાઓ ગમશે.’
દિલ્હીના મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે 15 દિવસના ‘સેવા પખવાડા’ દરમિયાન, સરકાર શિક્ષણ ક્ષેત્રે અનેક પહેલ શરૂ કરશે. તેમણે કહ્યું, ‘મુખ્યમંત્રી શ્રી શાળાઓથી લઈને નવા અભ્યાસક્રમ, રાષ્ટ્ર નીતિ, નીવ અને નિપુણ સુધી, ઘણા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે, જે બાળકોના શિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપશે.’ આ સાથે, પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે બુધવારે સવારે 7 વાગ્યે કર્તવ્ય પથ પર એક ખાસ સવારની ચાલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જન્મદિવસની ઉજવણીનો એક ભાગ છે.
નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ રાજ્ય આસામની 2019 બેચની સિવિલ સેવા અધિકારી નૂપુર બોરા હાલમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને કારણે ચર્ચામાં છે. આસામ પોલીસે તેમની આવકથી વધુ સંપત્તિ અને જમીન કૌભાંડના આરોપમાં ધરપકડ કરી છે. આ મુદ્દે CM વિશેષ સતર્કતાની ટીમે નૂપુરના ગુવાહાટી અને બારપેટા સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.
આ દરોડાને લઈને પોલીસે વિગતવાર માહિતી આપી છે. નૂપુર બોરાના ઘરમાંથી અંદાજે 90 લાખ રૂપિયાની રોકડ અને બે કરોડ રૂપિયાથી વધુ કિંમતના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ મુદ્દે CM હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે અધિકારીની પ્રવૃત્તિઓ પર લાંબા સમયથી નજર રાખવામાં આવી રહી હતી.
CM હિમંતના ગંભીર આક્ષેપ
આ કેસમાં CM હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે વિવાદાસ્પદ જમીન સંબંધિત મામલાઓમાં તેમની સંભવિત સંકળાયેલાની ફરિયાદોને કારણે છેલ્લા છ મહિનાથી તેમના પર નજર રાખવામાં આવી રહી હતી. તેમણે જણાવ્યું હતું કે બારપેટા જિલ્લામાં સર્કલ અધિકારી તરીકેની ફરજ દરમિયાન બોરાએ સંદિગ્ધ ગેરકાયદે વસાહતીઓને સરકાર અને જમીનના ગેરકાયદે નોંધણી કરવામાં સહાયતા કરી હતી.
આ જમીન મેળવતા લોકોને CM હિમંતએ ‘મિયા’ કહીને સંબોધ્યા હતા. આસામમાં બંગાળી ભાષી મુસ્લિમોને ‘મિયા મુસ્લિમ’ કહેવામાં આવે છે, જેમને ભાજપ ઘણી વાર પડોશી બાંગ્લાદેશમાંથી આવેલા ગેરકાયદે પ્રવાસી તરીકે નિશાન બનાવે છે અને તેમને મૂળ આસામી વસ્તી માટે ખતરો ગણાવે છે.
પ્રાપ્ત માહિતી મુજબ અધિકારીના ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જે તેમની ગુવાહાટી સ્થિત રહેઠાણથી શરૂ થઈને તેમની સાથે જોડાયેલાં ત્રણ અન્ય સ્થળોએ વિસ્તર્યા હતા. બારપેટામાં તેમના ભાડાના મકાન પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં તપાસ હજુ ચાલુ છે.
“આજકાલની છોકરીઓને શું થઈ ગયું છે? કાંઈ કામ કરવા તૈયાર જ નથી! એક કામ કહો તો સો બહાનાં બનાવે!” નીતાબેન રસોડામાંથી બોલતાં બોલતાં બહાર આવ્યાં. એટલામાં દીકરો અનીવ અને પુત્રવધૂ કાવ્યા ઓફિસથી ઘરે પરત ફર્યાં. અનીવ સોફા પર પગ પસારી બેસી ગયો. કાવ્યા ફ્રેશ થઈને રસોડામાં ગઈ. સાસુના શબ્દો એના કાને પડ્યા હતા, પરંતુ ઘરમાં શાંતિ જળવાય માટે એ ચૂપ રહી.
કાવ્યા અને અનીવ બંને એક જ ઓફિસમાં કામ કરતા. સાથે જ આવતા-જતા. પરંતુ અનીવ ફક્ત નોકરી કરતો, જ્યારે કાવ્યાએ નોકરી ઉપરાંત ઘરની જવાબદારીઓ પણ નિભાવવી પડતી. લગ્નના બે વર્ષમાં જ એ કંટાળી ગઈ હતી. સાસુ-સસરા કે અનીવ લોકોના દાખલા આપીને ટોકતા રહેતા. એ કરે એ કોઈ જોતું નહીં, પરંતુ જો કંઈ ન કરે તો ઘણું સંભળાવવામાં આવતું.
એક દિવસ કાવ્યાએ અનીવને કહ્યું, “રોજ મમ્મી મારા વિશે બોલે છે, તમે કેમ કંઈ કહેતા નથી. હું નોકરી અને ઘર બંને સંભાળું છું, પણ તમારો સહકાર નથી.” અનીવે ગુસ્સે થઈને જવાબ આપ્યો, “કાવ્યા, તું એકલી નથી. મારી મમ્મી-દાદીએ પણ બધું સંભાળ્યું. ક્યારેય ફરિયાદ નથી કરી. મમ્મી હજુ પણ પપ્પાનું બધુ જ કામ કરે છે અને બધું સંભાળે છે, થાકની વાત નથી કરતાં. મમ્મી સાચું જ કહે છે, તને ફક્ત બહાનાં જ આવડે છે.”
કાવ્યા અનીવને એ સમજાવવામાં નિષ્ફળ રહી કે એ ઘર ઉપરાંત નોકરી પણ કરે છે, જ્યારે એની મમ્મી-દાદી ફક્ત ઘરનું કામ સંભાળતાં હતાં. પેઢી બદલાઈ ગઈ છે, દુનિયા ડિજિટલ અને ઝડપી બની છે, જીવનના માપદંડો બદલાઈ ગયા છે, પરંતુ સ્ત્રીઓ પ્રત્યેની અપેક્ષાઓ હજુ જૂની જ છે. “મમ્મીએ આવું કર્યું” કે “પહેલાની સ્ત્રીઓ સહન કરતી” જેવી તુલનાઓ દર્શાવે છે કે સ્ત્રીઓએ બદલાવ વગર બધું સહન કરવું જોઈએ.
સવાલ એ છે કે જ્યારે સમાજના બાકીના ક્ષેત્રો ટેક્નોલોજી, વ્યવસાય, જીવનશૈલી સતત અપડેટ થઈ રહ્યાં છે, ત્યારે સ્ત્રીઓની જીવનપદ્ધતિ અને એમના હક્કો કેમ જૂની વળગણમાં અટવાયેલા રહેવા જોઈએ? સ્ત્રી પણ એક વ્યક્તિ છે. પરંપરાનું પ્રતીક નહિ.
સ્ત્રીને મહત્વ મળવું જોઈએ
જો સ્ત્રી અને પુરુષ બંને સમાન ગણાતા હોય અને દરેક જગ્યાએ ખભે ખભો મિલાવીને કામ કરી શકતા હોય તો ઘરમાં ફક્ત સ્ત્રીએ જ શા માટે બધું સંભાળવું જોઈએ? જેમ પુરુષને થાક લાગે છે, એમ સ્ત્રી પણ મનુષ્ય છે. એને પણ પોતાની ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને સગવડોનો હક છે. ઘરમાં સ્ત્રીને પણ એટલું જ મહત્વ મળવું જોઈએ.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટિશિયન દર્શના રાવજી કહે છે કે, “હવે એવો સમય નથી કે સ્ત્રીએ ફક્ત ઘરનું કામ જ કરવું જોઈએ. એણે પોતાની ઈચ્છાઓ, આરોગ્ય અને શોખને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. હું એમ નથી કહેતી કે સ્ત્રીએ સ્વચ્છંદ બનવું જોઈએ કે પરિવારનું ધ્યાન ન રાખવું જોઈએ. પરિવારની જવાબદારી, સંસ્કારો અને વડીલોની સેવા ખૂબ જરૂરી છે. પરંતુ પોતાના ભોગે જીવન ન જીવાય. સ્ત્રીએ પોતાની સાથે સાથે પરિવારનું પણ ધ્યાન રાખવું જોઈએ, પરંતુ પોતાને ભૂલીને નહીં.”
દરેક સ્ત્રી જુદી હોય છે
દરેક વખતે કોઈ સ્ત્રી પોતાનાં મન, સ્વાસ્થ્ય કે સ્વતંત્રતા વિશે વાત કરે, ત્યારે એની સામે જૂના તર્કો અને તુલનાઓ લાવીને એને ચૂપ કરાવવાનો પ્રયાસ થાય છે. પરંતુ સમજવું જરૂરી છે કે સમય બદલાયો છે. મહિલા હવે માત્ર ઘરની ગૃહિણી નથી રહી. એ પ્રોફેશનલ છે, ઉદ્યોગપતિ છે, શિક્ષક છે, ડોક્ટર છે, સેફ્ટી ઓફિસર છે, અને સૌથી પહેલા તો એ એક વ્યક્તિ છે.
આ વિશે ચિત્રલેખા.કોમસાથે વાત કરતા ફિલાન્થ્રોપિસ્ટ અર્ચના જાની કહે છે કે, “હા, અમારી મા-દાદીઓએ ઘણું સહન કર્યું, પણ એ તે સમયની ફરજ હતી, પસંદગી નહોતી. આજની સ્ત્રી પાસે એ પસંદગી છે કે એને શું સહન કરવું છે અને શું નહીં. માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વનું છે ઘણી વખતે, સ્ત્રીઓ માત્ર શારીરિક શ્રમ નહીં પણ લાગણી અને વિચારના સ્તરે પણ સતત દબાણ સહન કરતી હોય છે. “હવે તો આ બધું સહન કરવાની આદત પાડી લે.” એ ખોટી સલાહ છે. સ્ત્રી પણ થાકી શકે છે, તૂટી પણ શકે છે, એને પણ આરામ અને સમજવાની જરૂર પડે છે. તુલના એ જ સમયે થાય છે, જ્યારે સ્વીકૃતિ નથી હોતી. “મમ્મી એ ચલાવ્યું તો તું કેમ નહીં?” એ કેવળ તુલના નથી એ સ્ત્રીની સમસ્યાને નકારી નાખવાનો એક socially acceptable રસ્તો છે. દરેક સ્ત્રી જુદી હોય છે. દરેકની પરિસ્થિતિ, સપનાંઓ અને સહનશક્તિ અલગ હોય છે.”
એ જૂની પ્રણાલીને આજે પણ સમાજ મૂર્તિમંત કરે છે
આજની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. ટેકનોલોજી, જીવનશૈલી, વ્યવહાર, સંબંધો બધું આગળ વધી રહ્યું છે. પણ દુઃખની વાત એ છે કે સ્ત્રીઓ પ્રત્યેની કેટલીક માનસિકતાઓ આજે પણ ત્યાં જ અટકી છે, જ્યાં દાયકાઓ પહેલાં હતી. આજે પણ સમાજ મોટાભાગે સ્ત્રીને એક ફરજરૂપ ભૂમિકા તરીકે જ જૂએ છે. વહુ તરીકે, પત્ની તરીકે, મા તરીકે. એના કામને, એના થાકને, એની ભાવનાઓને ઘણી વાર ઇગ્નોર કરવામાં આવે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એજ્યુકેશન લીડર નિરાલી ડગલી કહે છે કે, સદનસીબે મારા જીવનમાં આવી વ્યથા મારે સહન નથી કરવી પડી. મારાં મમ્મી, દાદી, સાસુમા બધા જ મને પહેલેથી ફુલ સપોટ કરતા આવ્યા છે. પરંતુ હા, મારી આસપાસ અનેક એવી મહિલાઓ, દીકરીઓ જોઈ છે જેમને સાંભળવું પડે છે કે, પહેલા તો મહિલાઓ આ કરતી તો તમે કેમ નહીં. વર્ષો પહેલાં જે રીતે ઘરની સ્ત્રીઓ માત્ર ગૃહકાર્યમાં જ જોડાયેલી રહેતી, એ જૂની પ્રણાલીને આજે પણ સમાજ મૂર્તિમંત કરે છે. મહિલાઓ માટેના ધોરણો આજે પણ એટલા જ અસમાન છે જ્યાં માણસના થાકને સમજાવાય છે, ત્યાં સ્ત્રીના થાકને બહાનું કહેવાય છે. જો કે આ બંધનને મહિલાઓએ જાતે જ તોડવુ પડશે. કારણ કે મહિલાઓએ જ મહિલાઓને સહકાર આપવો પડશે.
સુરત: જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઈ-શાસન પુરસ્કાર (National e-Governance Awards- NAeG) 2025 માટે પસંદ કરવામાં આવી છે. આ પુરસ્કાર ગ્રામ્ય સ્તરે ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપવા માટે પહેલીવાર આયોજિત થઈ રહ્યો છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ત્રિપુરા અને ઓડિશાની અન્ય પંચાયતોને પણ આ એવોર્ડ આપવામાં આવશે. એવોર્ડ વિતરણ સમારોહ 22-23 સપ્ટેમ્બર, 2025ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે યોજાનારી 28મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ દરમિયાન યોજાશે.પલસાણા ગ્રામ પંચાયતનો આ પ્રયાસ “ડિજિટલ ઇન્ડિયા” તરફ એક સશક્ત કદમ છે. અહીં ઈ-ગ્રામ (E-Gram) પ્રોજેક્ટ હેઠળ સરકારની તમામ ડિજિટલ સેવાઓ ગામના લોકોને ઘર આંગણે પહોંચાડવામાં આવે છે. NEOR, ડિજિટલ ગુજરાત, ઇ-ઓળખ અને PM કિસાન જેવા પોર્ટલ્સ દ્વારા ગ્રામજનો જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર, આવકનો દાખલો, રેશન કાર્ડ, વિધવા અને વૃદ્ધ સહાય, લાઈટ બિલ, જમીનના રેકોર્ડ અને મનરેગા (MNREGA) જોબ કાર્ડ જેવી સેવાઓ મેળવી શકે છે.પલસાણા ગ્રામ પંચાયતના આ વિકાસ બાબતે સરપંચ પ્રવીણભાઈ પી. આહીરે જણાવ્યું, “અમારા ગામમાં મૂળભૂત સુવિધાઓ ઉપરાંત, મેં એક પહેલ તરીકે ગ્રામ પંચાયતની વેબસાઈટ વિકસાવી છે. જેના પર નાગરિકો સફાઈ, વીજળી કે પાણી જેવી સમસ્યાઓનો ફોટો અપલોડ કરી શકે છે અને પંચાયત તાત્કાલિક તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.”તલાટી પિનાક મોદી કહે છે, ઈ-ઓળખ પોર્ટલ દ્વારા ગામમાં જન્મ-મૃત્યુનું રજીસ્ટ્રેશન તાત્કાલિક થાય છે અને વેરિફિકેશન બાદ તરત જ પ્રમાણપત્ર ઇશ્યૂ કરવામાં આવે છે.
પલસાણામાં વેરો પણ ડિજિટલ માધ્યમથી ભરવામાં આવે છે. ગ્રામસુવિધા પોર્ટલ દ્વારા ટેક્સની ડિમાન્ડ જનરેટ થાય છે, જેની જાણ મોબાઈલ દ્વારા નાગરિકોને કરવામાં આવે છે. હવે ગ્રામજનો UPI અને QR કોડ દ્વારા સંપત્તિ વેરો અને અન્ય ટેક્સ સરળતાથી ભરી શકે છે.
શિક્ષણ ક્ષેત્રે પણ ગામ આગળ વધી રહ્યું છે. અહીંની શાળાઓમાં બાળકોને સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા વિડીયો આધારિત શિક્ષણ આપવામાં આવે છે. સુરક્ષાની દ્રષ્ટિએ, ગામના તમામ વિસ્તારોમાં CCTV દ્વારા નજર રાખવામાં આવે છે, જેનું લાઈવ મોનિટરિંગ ગ્રામ પંચાયત કચેરી અને સ્થાનિક પોલીસ સ્ટેશન બંનેથી શક્ય છે. પરિણામે અપરાધમાં ઘટાડો થયો છે અને ગામ વધુ સુરક્ષિત બન્યું છે.
ડિજિટલ સાક્ષરતાનો અભાવ અને બજેટની તંગી જેવાં પડકારોનો સામનો કરવા માટે, ગ્રામ પંચાયત દ્વારા જાગૃતિ કાર્યક્રમો, નાણાકીય સહાય, હેલ્પડેસ્ક અને વિવિધ સ્થળોએ QR કોડ મૂકવા જેવી પહેલ કરાઈ છે, જેનાથી ગામમાં ડિજિટલ જાગૃતિ આવી છે.
પલસાણા ગ્રામ પંચાયત સુશાસન, પારદર્શિતા અને નાગરિકોની સહભાગીદારી સાથે “ગુડ ગવર્નન્સ”નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ફરી એકવાર ભારત વિશે વાહિયાત નિવેદન આપ્યું છે. આફ્રિદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રશંસા કરી છે જ્યારે મોદી સરકાર ‘હિન્દુ-મુસ્લિમ કાર્ડ’ રમી રહી છે તેના પર હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે.
તેમણે એશિયા કપ 2025 દરમિયાન હાથ ન મિલાવવાના વિવાદ પર ભારતીય ટીમ અને BCCI પર પણ નિવેદન આપ્યું છે. આફ્રિદીએ એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર કહ્યું હતું કે ભારતની વર્તમાન સરકાર ધર્મના નામે રાજકારણ કરે છે. તેમણે દાવો કર્યો હતો કે જો ભાજપ સત્તામાં રહેશે તો આવી રાજનીતિ ચાલુ રહેશે.
આફ્રિદીએ રાહુલની પ્રશંસા કરી હતી
આ દરમિયાન તેમણે ભારત વિશે કહ્યું હતું કે ભારત આગામી ઇઝરાયલ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેનાથી વિપરીત, તેમણે રાહુલ ગાંધીની વિચારસરણીને સકારાત્મક ગણાવી હતી. આફ્રિદીએ કહ્યું હતું કે રાહુલ સંવાદ ઇચ્છે છે અને બધાને સાથે રાખવા માંગે છે.
જોકે, આફ્રિદીના નિવેદન પર જ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કારણ કે પાકિસ્તાન પર જ આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભારતનું વલણ સ્પષ્ટ રહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ થશે જ્યારે તે આતંકવાદથી દૂર રહેશે.
ભારતીય ખેલાડીઓએ હાથ મિલાવ્યા ન હતા
રવિવારે એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. મેચ પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવાનો ઇનકાર કર્યો હતો. એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકોના સમર્થનમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતીય ચાહકો પહેલાથી જ પાકિસ્તાન સાથે રમવાની વિરુદ્ધમાં હતા, પરંતુ BCCIએ સરકારી નીતિ મુજબ મેચ રમી હતી. જોકે, ભારતીય ખેલાડીઓએ પોતાની રીતે વિરોધ કર્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આનાથી ગુસ્સે થયું અને ICC ને ફરિયાદ કરી.
અમદાવાદઃ હાઈકોર્ટે ભૂતપૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પાઠાનને વડોદરામાં સરકારી જમીન પર ઘૂસણખોરી કરનાર જાહેર કર્યો છે. વિવાદિત જમીન ખાલી કરવાનો આદેશ આપતાં કોર્ટે જણાવ્યું છે કે પ્રસિદ્ધ હસ્તીઓ કાયદાથી ઉપર ના હોઈ શકે અને તેમને છૂટ આપવી ખોટી પરંપરા સ્થાપિત કરે છે.
પ્રસિદ્ધ હસ્તીઓને છૂટ આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે: હાઈકોર્ટ
ન્યાયમૂર્તિ મોના ભટ્ટની સિંગલ બેન્ચે ગયા મહિને આ ચુકાદો આપ્યો હતો, જેમાં યુસુફ પઠાણની વડોદરાના તંદલજા વિસ્તારમાં આવેલા તેમના બંગલાને લગતી સરકારી જમીન પર કબજો રાખવાની અરજીને નામંજૂર કરી હતી. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતોનો હવાલો આપતાં જણાવ્યું હતુ કે કાનૂની મામલામાં પ્રસિદ્ધ હસ્તીઓને છૂટ આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે અને કાયદાના શાસનને નબળું પાડે છે.
જનતાનો વિશ્વાસ ઓછો થશે: હાઈકોર્ટ
હાઈકોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પ્રતિનિધિ અને જાહેર વ્યક્તિત્વ તરીકે યુસુફ પઠાણની કાયદાનું પાલન કરવાની જવાબદારી વધુ છે. પ્રસિદ્ધ હસ્તીઓ પોતાની લોકપ્રિયતા અને જનતામાં હાજરીને કારણે લોકોના વર્તન અને સામાજિક મૂલ્યો પર ઊંડો પ્રભાવ પાડે છે. કાયદાનું ઉલ્લંઘન કરવા છતાં આવા લોકોને રાહત આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે અને ન્યાયિક વ્યવસ્થામાં જનતાનો વિશ્વાસ ઘટે છે.
2012થી વિવાદ
આ વિવાદ 2012માં શરૂ થયો હતો, જ્યારે વડોદરા મહાનગરપાલિકાએ (VMC) યુસુફ પઠાણને નોટિસ આપી જમીન ખાલી કરવાની સૂચના આપી હતી. યુસુફ પઠાણ 2012થી જ આ જમીન પર કબજો જાળવી રહ્યો હતો તેણે આ નોટિસને પડકારી હતી અને હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. જોકે કોર્ટે માન્યું કે જમીન પર તેમનો ગેરકાયદે કબજો છે.
અભિનેતા મનોજ બાજપેયી એ ઇન્ડસ્ટ્રીમાં ટાઇપકાસ્ટિંગ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે અભિનેત્રી તિલોત્તમા શોમને પણ આ પ્રકારની ભૂમિકાઓ મળવા પર નારાજગી વ્યક્ત કરી છે.
અભિનેતા મનોજ બાજપેયી તેમની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મો ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’ અને ‘જુગનુમા- ધ ફેબલ’ માટે સમાચારમાં છે. હવે અભિનેતાએ ટાઇપકાસ્ટ હોવા અને એક જ પ્રકારની ભૂમિકાઓ મળવા અંગે વાત કરી છે. તેમણે ‘જુગનુમા- ધ ફેબલ’ ના તેમના સહ-અભિનેત્રી તિલોત્તમા શોમને સતત એક જ પ્રકારની ભૂમિકાઓ આપવામાં આવી રહી છે તે અંગે પોતાનો અભિપ્રાય અને નારાજગી પણ વ્યક્ત કરી છે.
ન્યૂઝ 18 સાથેની વાતચીત દરમિયાન મનોજ બાજપેયીએ કહ્યું કે નિર્માતાઓ સામાન્ય રીતે એવું વિચારે છે કે હું ફક્ત ખલનાયકની ભૂમિકાઓ જ ભજવી શકું છું. તો બીજી બાજુ મોનસૂન વેડિંગથી અભિનય કારકિર્દી શરૂ કર્યા પછી તિલોત્તમાને નોકરાણીની ભૂમિકાઓમાં ટાઇપકાસ્ટ કરવામાં આવી હોવા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે મને તે ખૂબ જ સુંદર લાગે છે. તેના ચહેરામાં શું સમસ્યા છે? આ કોઈ પણ અભિનેતાનો વાંક નથી. આપણે આ સમજવાની જરૂર છે. દર વખતે જ્યારે તેને નોકરાણી અથવા તેના જેવી ભૂમિકાઓ જ આપવામાં આવે છે.
અભિનેતાએ વધુમાં ઉમેર્યું કે જો હું જેવો છું તેવો જ દેખાઉં છું, તો તે મારી ભૂલ નથી. જો કોઈ મારી પાસે ફક્ત ખલનાયકની ભૂમિકાઓ લઈને આવે છે, તો તે મારી ભૂલ નથી. તે ફિલ્મ નિર્માતા અથવા મને આ ભૂમિકાઓ ઓફર કરનાર વ્યક્તિની દૂરંદેશીનો અભાવ છે. મારી નજરમાં, હું ખૂબ જ સુંદર છું, પરંતુ તેઓ સ્ટીરિયોટાઇપ્સમાં એટલા બંધાયેલા છે કે તેઓ વિચારે છે કે મારા જેવી વ્યક્તિ ફક્ત ખલનાયક જ હોઈ શકે છે. મને મારા વિશેના તેમના વિચારો અપમાનજનક નથી લાગતા. તેના બદલે, હું તેમના પર અને ફિલ્મો અને કલાકારો જોવાની તેમની મર્યાદિત ક્ષમતા પર હસી પડું છું. હું ખરેખર સુંદર દેખાઉં છું. તે ફક્ત એટલું જ છે કે તેઓ મારામાં તે સુંદરતા જોતા નથી.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, મનોજ બાજપેયી તાજેતરમાં ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’ અને ‘જુગનુમા – ધ ફેબલ’માં જોવા મળ્યા છે. OTT પર રિલીઝ થયેલી ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’ને વિવેચકો દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી અને લોકોને તે ગમ્યું પણ હતું. તે જ સમયે, ‘જુગનુમા – ધ ફેબલ’ ને પણ વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
મુકેશ અંબાણી હવે શેરબજારમાં ડબલ ધમાકો કરવાની તૈયારી કરી રહ્યા છે. કંપનીના તાજેતરના AGMમાં, તેમણે રિલાયન્સ જિયોનો IPO લાવવાની જાહેરાત કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે કંપની વર્ષ 2027 માં રિલાયન્સ રિટેલનો ઇશ્યૂ પણ લાવવાની તૈયારી કરી રહી છે. ધ હિન્દુ બિઝનેસલાઇનના અહેવાલ મુજબ, લિસ્ટિંગ સમયે રિલાયન્સ રિટેલનું મૂલ્ય લગભગ $200 બિલિયન અથવા લગભગ રૂ. 16.7 લાખ કરોડ હોઈ શકે છે.
રિલાયન્સે કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે તેના FMCG યુનિટ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સને રિલાયન્સ રિટેલ સાથે મર્જ કરી દીધું છે. ઉપરાંત, કંપની જે સ્ટોર્સ સારું પ્રદર્શન કરી રહ્યા નથી તેમને બંધ કરીને તેના વ્યવસાયને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. આ IPO સિંગાપોરના GIC, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, KKR, TPG અને સિલ્વર લેક જેવા મોટા રોકાણકારોને તેમના પૈસા પાછા ખેંચવાની તક આપશે. રિલાયન્સ રિટેલ તેના બ્રાન્ડ્સ જેમ કે રિલાયન્સ સ્માર્ટ, ફ્રેશપિક, રિલાયન્સ ડિજિટલ, જિયોમાર્ટ, રિલાયન્સ ટ્રેન્ડ્સ, 7-ઇલેવન અને રિલાયન્સ જ્વેલ્સને જાળવી રાખશે. કેટલાક ફોર્મેટને એકસાથે મર્જ કરવાની પણ ચર્ચા ચાલી રહી છે, પરંતુ તે હજુ પ્રારંભિક તબક્કામાં છે.
સલમાન ખાનનો ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ’ છેલ્લા 19 વર્ષથી ચાલી રહ્યો છે. અત્યાર સુધી ઘણા મોટા સ્ટાર્સ આ શોનો ભાગ બન્યા છે. દર વર્ષે અલગ અલગ સ્ટાર્સ આ શોનો ભાગ બને છે. જોકે, ઘણા સ્ટાર્સ એવા પણ છે જેમણે આ શોની ઓફર ફગાવી દીધી છે. હવે અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા પણ આવો જ દાવો કરવામાં આવ્યો છે. તેણી કહે છે કે તેણીને છેલ્લા 11 વર્ષથી આ શોની ઓફર મળી રહી છે, પરંતુ તે તેને નકારી રહી છે.
એક ઇન્ટરવ્યુમાં, તેણીએ કહ્યું, “તમને લાગે છે કે હું આવા શોમાં જઈશ. હું આવી જગ્યાએ રહી શકતી નથી. હું મારા પરિવાર સાથે પણ રહી શકતી નથી. મને ક્યારેય ‘બિગ બોસ’માં રસ નહોતો અને ક્યારેય રહીશ નહીં. તેમણે મને શોનો ભાગ બનવા માટે 1.65 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.” તનુશ્રી દત્તાને ચાંદનો ટુકડો મળે તો પણ તે શોમાં નહીં જાય.
તનુશ્રી દત્તાએ આગળ કહ્યું, “મારા લેવલ પર બીજી એક બોલિવૂડ સેલિબ્રિટી છે. તેમને પણ એટલા જ પૈસા મળ્યા છે. મને ‘બિગ બોસ’ સ્ટાઈલિસ્ટનો ફોન પણ આવ્યો. તેણીએ મને વિનંતી કરી અને કહ્યું કે તે મારા આહારનું પણ ધ્યાન રાખશે. પરંતુ મેં કહ્યું કે ભલે તેઓ મને ચાંદનો ટુકડો આપે, હું આ શોમાં નહીં જાઉં.”
અમદાવાદઃ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા ફેડ રેટ કટની અપેક્ષા તેમ જ સ્થાનિક બજારમાં GST કાપ અંગેના લાભાલાભને કારણે સેન્સેક્સ 500થી વધુ વધ્યો હતો, જ્યારે નિફ્ટી 25,200ને પાર થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. બે લાખ કરોડનો વધારો થયો હતો.
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા ટ્રેડ પ્રતિનિધિ બ્રેન્ડન લિંચ વેપાર કરાર સંબંધિત મુદ્દાઓના સંભવિત ઉકેલ અંગે ચર્ચા કરવા માટે આજે નવી દિલ્હીમાં આવી રહ્યા છે. જો બંને દેશો વચ્ચે વેપાર કરાર થાય જેમાં પેનલ્ટી ટેરિફ દૂર થાય તો તે ભારતીય શેરબજારો માટે ખરેખર મોટી રાહત સાબિત થઈ શકે છે..આ સાથે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની આશાએ પણ શેરોમાં લેવાલી જળવાઈ રહી હતી. ફેડરલ રિઝર્વની બેઠક આજે 16 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને કાલે 17 સપ્ટેમ્બરે તેના નિર્ણયો આવશે. માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થવાની અપેક્ષા છે. બીજી બાજુ એશિયાનાં શેરબજારોમાં તેજી તઈ હતી. દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225 અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ બધા જ વધીને બંધ થયા હતા. અમેરિકાનાં શેરબજારોમાં પણ તેજી થઈ હતી.
રૂપિયામાં મજબૂતી
ભારતીય રૂપિયો પણ મંગળવારે મજબૂત રહ્યો. રૂપિયો અમેરિકન ડોલર સામે 12 પૈસા મજબૂત થઈ 88.04 પર પહોંચ્યો હતો. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ આનંદ જેમ્સે જણાવ્યું હતું કે નિફ્ટીમાં 25,070 અને 24,980ના સ્તર મજબૂત સપોર્ટ તરીકે દેખાઈ રહ્યા છે. જો નિફ્ટી 25,130 ઉપર જાય તો 25,400થી 25,600 સુધીની રેલી શક્ય છે.
BSE પર કુલ 4283 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1812 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2318 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 150 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 141 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 50 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 219 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 152 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.