નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કોલ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 75મા જન્મદિવસની શુભેચ્છા આપી હતી અને રશિયા તથા યુક્રેન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવા માટે આપેલા ટેકા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મિડિયા અકાઉન્ટ ટ્રુથ સોશિયલ પર પોસ્ટમાં કહ્યું હતું કે PM મોદી “જબરદસ્ત કામ” કરી રહ્યા છે.
સામે પક્ષે વડા પ્રધાન મોદીએ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન માટે આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ ભારત-અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને “મારા મિત્ર” કહીને સંબોધતાં જણાવ્યું હતું કે ભારત યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેમની પહેલને સમર્થન આપે છે. “મારા મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મારા 75મા જન્મદિવસ પર તમારા ફોન કોલ અને હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. તમારી જેમ, હું પણ ભારત-અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની દિશામાં તમારી પહેલને સમર્થન આપીએ છીએ,” એમ તેમણે કહ્યું હતું.
Thank you, my friend, President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US Comprehensive and Global Partnership to new heights. We support your initiatives towards a peaceful resolution of the…
રાષ્ટ્રપતિ તરફથી આ શુભેચ્છા એ દિવસે આવી છે જ્યારે અમેરિકાના વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિન્ચ દ્વિપક્ષીય વેપાર ચર્ચામાં આગામી પગલાં અંગે ચર્ચા કરવા માટે દિલ્હીમાં હાજર હતા.
બ્રેન્ડન લિન્ચે મંગળવારે પોતાના સમકક્ષ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ સાથે દ્વિપક્ષી વેપાર ચર્ચામાં આગામી પગલાં અંગે સકારાત્મક બેઠક કરી, જેમાં બંને પક્ષોએ પારસ્પરિક લાભકારી વેપાર કરારને વહેલી તકે પૂર્ણ કરવા માટે પ્રયત્નો તેજ કરવાનો નિર્ણય કર્યો હતો.
નરેન્દ્ર મોદીજી… માત્ર એક નામ નથી, પરંતુ છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે. શાળા પ્રવેશોત્સવથી શાળામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી સુયોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરી મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવે, ત્યારે તેના આત્મવિશ્વાસનો આધાર છે. આયુષ્માન ભારત યોજનાથી વગર કોઈ ખર્ચે શ્રેષ્ઠ સારવાર પ્રાપ્ત કરનારા વ્યક્તિના ભાવાશ્રુનું કારણ છે મોદીજી.
પોતે સંઘર્ષ વેઠીને અને પડકારો ઝીલીને પણ રાષ્ટ્રના જન-જનના જીવનને સમૃદ્ધ કરનારા અને વિકસિત ભારત ૨૦૪૭ માટેનો સંકલ્પ લઈને ચાલતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિગત જીવનનું ૭૫મું વર્ષ એ રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વ માટે એક અમૃતમય બાબત ગણી શકાય.
ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે મહેસાણા રેલવે સ્ટેશન પર આવતા-જતા સેનાના જવાનોની સેવાના અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવનારા બાળ નરેન્દ્રથી લઈને વડાપ્રધાન તરીકે જીવનની પ્રત્યેક ક્ષણ રાષ્ટ્ર માટે સમર્પિત કરનાર નરેન્દ્રભાઈની આ રાષ્ટ્રસેવા જ સાચા અર્થમાં તેઓનું વ્યક્તિગત જીવન છે.
મોદીજી માટે અને મોદીજી વિશે લખવું એ સૂરજ સામે દીવો ધરવા જેવું છે. પરંતુ તેમના ૭૫માં જન્મ દિવસે તમામ ગુજરાતીઓ વતી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ‘આભારમોદીજી’ કહેવાની તક મળી છે.
આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે ઈ.સ. ૧૯૭૨માં ગુજરાત પ્રાંત પ્રચારક શ્રી લક્ષ્મણરાવ ઈનામદાર (વકીલ સાહેબ)ના અપાર સ્નેહ અને માર્ગદર્શન થકી સંઘના પ્રચારક થકી રાષ્ટ્ર નિર્માણની દિશામાં મોદીજીએ એક સુવર્ણ અધ્યાય લખવાની જે શરૂઆત કરી હતી તેનું સ્મરણ થાય છે. સંઘની રાષ્ટ્રભાવના, શિસ્ત, ત્યાગ, બલિદાન અને સમર્પિતતાના ભાવને જીવનમંત્ર બનાવી માનવતાવાદ અને રાષ્ટ્રવાદની ભાવનાને જન-જન સુધી લઈ જવા માટે સંકલ્પિત થનાર મોદી સાહેબે આ વર્ષના સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંઘ માટે જે ઉદગાર વ્યક્ત કર્યા તે સંઘ માટેનો તેમનો અહોભાવ દર્શાવે છે.
ભાજપમાં ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રીની જવાબદારીથી લઈને આજે ભાજપને વિશ્વના સૌથી મોટા પક્ષ સુધી પહોંચાડવાના આ મહાયજ્ઞમાં મોદી સાહેબે પણ પોતાના સમય અને શક્તિની આહુતિ આપવાનું કાર્ય કર્યું છે.
ગુજરાતનામુખ્યમંત્રીતરીકે નરેન્દ્રમોદી
જ્યારે મોદીજીએ ગુજરાતમાં શાસનધૂરા સંભાળી ત્યારે કચ્છમાં આવેલા ભૂકંપ, વાવાઝોડા, પ્રજાનો શાસન વ્યવસ્થામાં અવિશ્વાસ, નિરાશાનું વાતાવરણ, અસંતુલિત અર્થવ્યવસ્થા જેવી બાબતોથી ગુજરાત ઘેરાયેલું હતું અને સબળ તથા સક્ષમ નેતૃત્વની લોકોને અપેક્ષા અને આશા હતી.
૭મી ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતને એક એવું નેતૃત્વ મળ્યું જેણે ટેન્કર રાજ, માફિયા રાજ, કર્ફ્યુ રાજ જેવા બધા ‘નકારાત્મકરાજ’ને વિદાય આપી અને સાચા અર્થમાં ‘વિકાસરાજ’ને પ્રસ્થાપિત કર્યું.
આ એક સંયોગ જ કહી શકાય કે મોદીજીએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતનું નેતૃત્વ સંભાળ્યું એ વર્ષ ૨૧મી સદીનું પ્રથમ વર્ષ હતું. ક્યાં એ ૨૧મી સદીના પ્રથમ વર્ષમાં વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલું ગુજરાત અને ક્યાં આજના વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ અને તે સાકાર કરવા માટેનો ગુજરાતનો પ્રયત્ન. આ જ તો છે નરેન્દ્ર મોદીજીનો ગુજરાત માટેનો કર્મયોગ!
ગુજરાતબન્યુંગ્રોથએન્જિન
વર્ષ ૨૦૦૧ થી વર્ષ ૨૦૧૪ સુધીનો સમયગાળો ગુજરાત માટે અનોખો રહ્યો. વિકાસનાં ઉચ્ચત્તમ ધોરણો પ્રસ્થાપિત કરવાની શરૂઆત મોદીજી એ પંચશક્તિ (જળ, જન, રક્ષા, ઊર્જા અને જ્ઞાન)ના સફળ આયોજન થકી કરી. જેના કારણે પ્રજાને સ્પર્શતા અગત્યના ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવ્યું.
જો નિયત સાફ હશે તો પ્રજાનો સાથ હંમેશા મળી રહેશે. સક્રિય રાજનીતિના આ ૨૪ વર્ષ અને એકપણ કાળી ટીલી નહીં. આઝાદ ભારતના રાજકીય ઈતિહાસમાં આવું વ્યક્તિત્વ અને આવી લોકપ્રિયતા ભાગ્યે જ અન્ય કોઈ નેતાએ પ્રાપ્ત કરી હશે અને તેની પશ્ચાદભૂમાં છે, અથાક પ્રયત્ન, કઠોર પરિશ્રમ, અદના માનવીનું કલ્યાણ કરવાની વૃત્તિ, ટેક્નોલોજીનો પારદર્શિતા સાથે મહત્તમ ઉપયોગ અને નાવિન્યપૂર્ણ બાબતોને અપનાવવાની માનસિકતા.
Innovativeness… લોકોથી, લોકોમાટેલોકોદ્વારા…
મોદી સાહેબે ‘Government’ અને ‘Governance’ની અંદર ‘Innovative Approach’નું ‘Culture’ સ્થાપિત કર્યું. જેણે શાસન વ્યવસ્થામાં પ્રાણ પૂર્યાં.
‘સ્વાગત’ ઓનલાઈન, ચિંતનશિબિર અને ગરીબકલ્યાણમેળા જેવી લોકાભિમુખ વ્યવસ્થાઓ સાચા અર્થમાં ઊભી કરી.
એટલું જ નહિ, જેમના માટે કલ્યાણ યોજનાઓ બની હોય તેવા તે જરૂરતમંદ લાભાર્થીઓને ૧૦૦ ટકા લાભ પહોંચાડીને સેચ્યુરેશન એપ્રોચની પ્રેરણા આપી.
મોદીજીએ જ્યારે ગુજરાતમાં સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે અપુરતી વીજળી, સિંચાઈ માટે પાણીની વ્યવસ્થાઓનો અભાવ અને મર્યાદિત આંતરમાળખાકિય સુવિધાઓનો પડકાર હતો.
શ્રી નરેન્દ્રભાઈએ જ્યોતિગ્રામ યોજનાથી ૨૪ x ૭ વીજળી છેક ગામડાઓ સુધી પહોંચાડી.
સૌર ઊર્જાના મહત્તમ ઉત્પાદન માટે કચ્છમાં રિન્યુએબલ એનર્જી પાર્ક અને ગ્રીન ગ્રોથને વેગ આપ્યો એટલું જ નહિ, પર્યાવરણના પડકારોને પહોંચી વળવા દેશ ભરમાં પહેલીવાર ક્લાયમેટ ચેન્જ વિભાગ પણ તેમણે કાર્યરત કરાવ્યો.
ગુજરાતમાંવાવ્યાંકૃષિક્રાંતિનાબીજ
મોદીજીએ ગુજરાતના કૃષિ વિકાસ દરને ડબલ ડિજિટ પર પહોંચાડ્યો. ‘સુજલામ સુફલામ’ અને ‘સૌની’ યોજના અને રાજ્યવ્યાપી વિરાટ કેનાલ નેટવર્ક તૈયાર કરીને મા નર્મદાના નીર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચાડ્યા.
‘કૃષિ મહોત્સવ’ની પહેલ તો સમગ્ર દેશ માટે અનુસરણીય બની રહી. “લેબ ટુ લેન્ડ”ના સૂત્ર સાથે કૃષિ વૈજ્ઞાનિકોના જ્ઞાનનો સીધો લાભ ખેડૂતોને મળવા લાગ્યો. સાથે જ, સોઈલ હેલ્થ કાર્ડ થકી ખેડૂતો પોતાની જમીનની પ્રકૃતિ અને ગુણવત્તાના આધારે ખેતી કરતા થયા. આ બધાનું પરિણામ એ આવ્યું કે એક સમયે ગુજરાતના અનેક ખેડૂતો, જે માત્ર વરસાદ પર આધારિત રહેતા, તે વર્ષમાં ત્રણ-ત્રણ પાક લેતા થયાં.
આજે તો સમગ્ર દેશમાં કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતોના ખાતામાં પ્રતિવર્ષ રૂા. 6000ની આર્થિક સહાય આપવામાં આવે છે. સાથે જ, લઘુત્તમ ટેકાના ભાવમાં માતબર વધારો કરીને મોદીજીએ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી દીધા છે.
યુવા બન્યા ‘નૂતન ગુજરાત – નૂતન ભારત’ના ઘડવૈયા
મોદીજીએ યુવાનોમાં પડેલી નૈસર્ગિક ક્ષમતાઓને વિકસાવીને તેમના સર્વાંગીણ વિકાસ પર ભાર મૂક્યો. તેમના નેતૃત્વમાં ગુજરાતમાં એક બાજુ સેક્ટર-સ્પેસિફિક યુનિવર્સિટીઝનું નિર્માણ શરૂ થયું, તો બીજી બાજુ, રોજગાર મેળાઓ શરૂ કરીને સરકાર ઉદ્યોગગૃહો અને યુવાનો વચ્ચેનો સેતુ બની.
આજે તો ભારતના યુવાનોને “જોબ સીકર” નહીં, પરંતુ “જોબ ગીવર” બનાવવાના લક્ષ્ય સાથે મોદીજીએ સમગ્ર દેશમાં ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ના માધ્યમથી યુવાનોને ઈનોવેશન આધારિત સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા તમામ પ્રકારની મદદ પૂરી પાડી છે. ગુજરાત પણ આઈ-ક્રિએટથી લઈને આઈ-હબ જેવી સંસ્થાનોના માધ્યમથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં મોખરે રહ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ‘ખેલ મહાકુંભ’નો પ્રારંભ કરાવીને ગુજરાતમાં સ્પોર્ટ્સની ઈકો-સિસ્ટમ વિકસાવી, અને આજે, ‘ખેલો ઈન્ડિયા’ પહેલના કારણે ભારતના અનેક પ્રતિભાશાળી રમતવીરો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશને મેડલ્સ અપાવીને ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. અમૃતકાળની આ અમૃતપેઢી માટે મોદીજીએ આસમાન આંબવાના અવસરો પૂરા પાડ્યા છે.
નારીશક્તિનુંસાચાઅર્થમાંસન્માનઃ
મોદીજી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મહિલાઓ માટે અલાયદો વિભાગ સરકારમાં શરૂ કર્યો. ચિરંજીવી યોજના, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ૫૦ ટકા અનામત, મહિલા ઔદ્યોગિક પાર્કની સ્થાપના જેવી પહેલથી ‘નારીશક્તિ’ને સાચા અર્થમાં શક્તિ તરીકે પ્રસ્થાપિત કરી.
એ માતૃશક્તિના અપાર આશીર્વાદથી શ્રી નરેન્દ્રભાઈ સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે જન-જનના વિશ્વાસનું પ્રતીક બન્યા છે.
આમ, તેમણે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ ‘GYAN’થી ગુજરાતના સર્વાંગી વિકાસનો સંગીન પાયો નાખ્યો છે.
પ્રવાસનક્ષેત્રનેમળીનવીઊંચાઈઓઃ
મોદીજીના શાસનકાળ પહેલા ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર સુયોગ્ય સ્થિતિમાં ન હતું, પરંતુ આજે કચ્છનું ધોરડો અને રણોત્સવ વૈશ્વિક ફલક પર બિરાજમાન છે. ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ મળ્યો છે.
કચ્છમાં ભૂકંપ પછીના ઝડપી પુનર્વસનની સ્મૃતિમાં નિર્માણ થયેલું સ્મૃતિવન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ ઉપરાંત સાસણ ગીર, સાપુતારા, ધરોઈ, ધોળાવીરા જેવાં સ્થળો આજે પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની મહાનતા અને એમના કર્તૃત્વની ઓળખ સમગ્ર વિશ્વને થાય તે માટે નર્મદા જિલ્લાના એક્તા નગર ખાતે બનાવેલ ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પર્યટનનો પર્યાય બન્યું છે. આજે ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર ઊર્જાવાન બન્યું છે, તેના મૂળમાં નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ કારણભૂત છે.
‘વિકાસપણ, વિરાસતપણ’મંત્રનેસાકારકરતુંગુજરાતઃ
વાઈબ્રન્ટ નવરાત્રિ, વર્લ્ડ હેરિટેજ સિટીમાં અમદાવાદનો સમાવેશ, સોમનાથ મંદિરની કાયાકલ્પ, અંબાજી, પાવાગઢ જેવા ધાર્મિક સ્થળો ખાતે શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ વગેરે મોદીજીના ‘વિકાસપણ, વિરાસતપણ’ના મંત્રનો ઉદઘોષ અને વાસ્તવિક અમલીકરણ પણ છે.
વાઈબ્રન્ટઔદ્યોગિકક્ષેત્ર, એકઆગવુંપ્રદાનઃ
વાઈબ્રન્ટ શબ્દ જાણે ગુજરાત માટે જ બન્યો હોય એવી પ્રતીતિ થાય છે. વાઈબ્રન્ટ સમિટ થકી ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં લાખ્ખો લોકોને રોજગારી મળી અને શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ ઊભી થઈ. ગિફ્ટ સિટી, ધોલેરા, એસ.આઈ.આર., ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ જેવી પહેલો થકી ગુજરાત આજે ઉદ્યોગ જગત માટે પસંદગીનું રાજ્ય બન્યું છે.
મોદી સાહેબે અવિરત વિકાસની દિશા ખોલી આપતી અનેક વિકાસ ભેટ ગુજરાતને આપી છે.
વડાપ્રધાન તરીકેનો કાર્ય સંભાળ્યા બાદ ૧૭ જ દિવસમાં સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી તથા ગુજરાતની જનતાને બૂલેટ ટ્રેનની ભેટ આપી.
આ ઉપરાંત લોથલ ખાતે નિર્માણાધિન નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ, અમદાવાદ ખાતે તૈયાર થયેલ અને તાજેતરમાં જ લોકાર્પિત થયેલ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો, રાજકોટને મળેલ હિરાસર એરપોર્ટ, લાઈટ હાઉસ પ્રોજેક્ટ અને એઈમ્સ જેવી સુવિધાઓ માટે, કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, વડોદરા ખાતે સી-૨૯૫ એરક્રાફ્ટના ઉત્પાદનની સુવિધા, મેટ્રો ટ્રેન, ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજ એવા સુદર્શન સેતુ, નવસારી ખાતેના પી.એમ. મિત્ર પાર્ક અને ભાવનગર ખાતેના વિશ્વના સૌ પ્રથમ સી.એન.જી. ટર્મિનલ પોર્ટ વગેરે માટે ગુજરાતની જનતા મોદીસાહેબની આભારી છે.
મોદીસાહેબના૭૫માવર્ષે…
મોદીજી એ વાતનું જીવંત ઉદાહરણ છે કે, જો સ્વયંમાં વિશ્વાસ અને જનતા જનાર્દનનો પ્રેમ સાથે હોય તો કલ્પનાતિત પરિણામો હાંસલ કરી શકાય છે. આજે ભારતના લોકો મોદીજીને એક નેતા તરીકે નહીં પરંતુ વિકસિત ભારતના ઘડવૈયા તરીકે જોઈ રહ્યા છે. તેમના ૭૫માજન્મદિવસ અવસરે મોદી સાહેબને આપણે એટલું અવશ્ય કહી શકીએ કે, આપે કંડારેલા વિકાસના રાજમાર્ગ પર ગુજરાત અવિરતપણે આગળ વધતું રહેશે અને વિકાસના અસીમ અજવાળા જગમાં પાથરતું રહેશે. મોદીજીના જ શબ્દોમાં કહીએ તો..
રવામાં તાજા નાળિયેરનો સ્વાદ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે!
સામગ્રીઃ
તાજું નાળિયેરની છાલ કાઢીને કરેલું છીણ ½ કપ
ઠંડું દૂધ ½ કપ
પાણી ½ કપ
રવો 1 કપ
મીઠું ¼ ટી.સ્પૂન
સ્ટફિંગ માટેઃ
પનીર 200 ગ્રામ
બાફેલા બટેટા 2
નાની સાઈઝનું સિમલા મરચું 1
લીલા મરચાં 3
આદુ ખમણેલું 1 ટી.સ્પૂન
ચાટ મસાલો 1 ટી.સ્પૂન
કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
સ્વાદ મુજબ મીઠું
પિઝા સિઝનિંગ 1 ટી.સ્પૂન
રીતઃ મિક્સીમાં તાજા નાળિયેરની છાલ કાઢીને કરેલી છીણ લઈ તેમાં ½ કપ ઠંડું દૂધ, પાણી પણ ½ કપ, રવો, મીઠું મેળવીને બારીક પેસ્ટ બનાવી લો. મિક્સીમાંથી આ મિશ્રણ કાઢ્યા બાદ મિક્સીમાં થોડું પાણી ફેરવીને મિશ્રણમાં આ પાણી રેડી દેવું. ગેસ ઉપર ઘી એક ટે.સ્પૂન ઘી એક પેનમાં ગરમ કરવા મૂકો. તેમાં રવાનું મિશ્રણ ધીમા તાપે થવા દો. વચ્ચે વચ્ચે ચમચાં વડે ચારવતાં રહેવું. મિશ્રણ ઘટ્ટ લોટ જેવું બંધાઈ એટલે ગેસ બંધ કરીને તેને ઠંડું થવા દો.
એક બાઉલમાં પનીર ખમણી લો અથવા બારીક ચૂરો કરી લો. તેમાં બટેટા ખમણીને ઉમેરો. સિમલા મરચાં તેમજ લીલા મરચાંને ઝીણાં સમારીને ઉમેરો. સમારેલી કોથમીર, ખમણેલું આદું, ચાટમસાલો, કાળા મરી પાઉડર, પિઝા સિઝનિંગ, સ્વાદ મુજબ મીઠું મેળવી દો.
રવાનું મિશ્રણ ઠંડું થયા બાદ તેને 1 ચમચી ઘી મેળવીને કુણી લો. તેમાંથી 2-3 ભાગ કરીને દરેક ભાગમાંથી જાડો રોટલો વણી લો. તેમાંથી વાટકી અથવા ગ્લાસ વડે પૂરી કટ કરી લો. આ દરેક પુરીને પાટલા ઉપર મૂકી વેલણના વડે વણીને લંબગોળ આકાર આપી દો.
બધી પૂરી વણીને તૈયાર થાય એટલે પનીરનું સ્ટફિંગ લઈ એક પુરી પર ગોઠવી દો. તેની ઉપર બીજી પુરી ગોઠવીને બંને પુરીની કિનારી ઉપર સહેજ પાણી લગાડી લઈ પુરીની કિનારી દાબીને પેક કરી દો.
આ જ રીતે બધી પુરી તૈયાર થાય એટલે તેને તેલમાં તળી લો. અથવા એક ચાળણીમાં ગોઠવીને મુઠીયાની જેમ 15 મિનિટ મૂકીને બાફી લો.
આ પનીર સ્ટફિંગને રવાની પુરીમાં બંધ કરીને ગોળો વાળીને અપ્પે પેનમાં ઓછા તેલમાં શેલો ફ્રાય કરી શકો છો.
દિશા વાકાણીએ 2018 માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શૉ છોડ્યો હતો. ત્યારબાદ તે હજુ સુધી શોમાં પાછા ફર્યા નથી. ચાહકો શોમાં દિશા વાકાણીની રાહ જોતા હતા, પરંતુ નિર્માતાઓ પણ જવાબ આપી શક્યા નહીં કે તે દયાબેન તરીકે ક્યારે પરત ફરશે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય સિટકોમ શોમાંનો એક છે, જે વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં આ શો અને શોના નિર્માતા અસિત મોદી પણ ઘણા વિવાદોમાં રહ્યા છે. એક તરફ, જ્યાં ઘણા કલાકારોએ શો છોડી દીધો હતો, ત્યાં કેટલાક લોકોએ અસિત મોદી પર ફી ન ચૂકવવાનો અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. આ લોકપ્રિય શોથી દૂરી બનાવનારા સ્ટાર્સમાં શોની મુખ્ય અભિનેત્રી દિશા વાકાણીનું નામ પણ શામેલ છે, જે દયાબેનના પાત્રથી દર્શકોનું મનોરંજન કરી રહી હતી. દયાબેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી પ્રિય પાત્રોમાંના એક છે, જેના કારણે દર્શકો દિશા વાકાણીના શોમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેમની રાહ હજુ પૂરી થઈ નથી. દરમિયાન, દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણીએ દિશાના શોમાં પાછા ન ફરવાનું કારણ જાહેર કર્યું છે.
શોમાં પાછા ન ફરવાનું કારણ શું છે?
દિશા વાકાણીના ઓનસ્ક્રીન અને વાસ્તવિક જીવનમાં ભાઈ મયુર વાકાણીએ ઇ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં દિશાના શોમાં ન આવવાનું કારણ ખુલ્લેઆમ જણાવ્યું. મયુરએ જણાવ્યું કે દિશા દયાબેન તરીકે શોમાં પાછી નથી ફરી રહી, કારણ કે તે હાલમાં પોતાનો પૂરો સમય તેના પરિવારને આપવા માંગે છે અને તેના બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે.
દિશાએ ખૂબ જ મહેનત કરી છે – મયુર વાકાણી
આ વિશે વાત કરતા મયુર વાકાણીએ કહ્યું- ‘મેં તેની સફર ખૂબ નજીકથી જોઈ છે, કારણ કે હું તેનાથી બે વર્ષ મોટો છું. એક વાત મેં સમજી છે કે જ્યારે તમે તમારું કામ પ્રામાણિકતા અને શ્રદ્ધાથી કરો છો, ત્યારે તમને ભગવાનના આશીર્વાદ મળે છે. તે ખરેખર ધન્ય છે, પરંતુ તે જ સમયે તેણીએ ખૂબ મહેનત પણ કરી છે. આ જ કારણ છે કે લોકોએ દિશાના દયાબેન તરીકેના પાત્રને આટલો પ્રેમ આપ્યો છે.’
દિશા વાકાણી એક માતાની ભૂમિકા ભજવી રહી છે
મયુર વાકાણી આગળ કહે છે,’મારા પિતાએ હંમેશા અમને જીવનમાં અને એક અભિનેતા તરીકે પણ સાચો રસ્તો શીખવ્યો છે. આપણને જે પણ પાત્ર આપવામાં આવે છે, આપણે તેને સંપૂર્ણ સત્યતા અને પ્રામાણિકતાથી ભજવવું જોઈએ. આપણે હજુ પણ તેમણે શીખવેલી બાબતોનું પાલન કરીએ છીએ. આજકાલ તે વાસ્તવિક જીવનમાં માતાની ભૂમિકા ભજવી રહી છે અને આ ભૂમિકા સંપૂર્ણ સમર્પણ સાથે ભજવી રહી છે. મને ખાતરી છે કે મારી બહેન પણ હંમેશા અમારા પિતાના શબ્દોને ધ્યાનમાં રાખે છે.’
દિશા વાકાણી 2018 થી શોથી દૂર છે
દિશા વાકાણી વિશે વાત કરીએ તો, તેણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનના પાત્રથી ઘણી લોકપ્રિયતા મળી છે, તેણીએ 2018 માં શોથી પોતાને દૂર કરી દીધા હતા, પરંતુ આજે પણ દયાબેન તરીકેની તેની લોકપ્રિયતા અકબંધ છે. દિશા 2018 માં પ્રસૂતિ રજા પર ગયા હતા, ત્યારબાદ તે હજુ સુધી શોમાં પાછા ફર્યા નથી. લગભગ એક મહિના પહેલા, અસિત મોદી પણ રક્ષાબંધન પર દિશાના ઘરે ગયા હતા, ત્યારબાદ એવી ચર્ચા હતી કે દિશા શોમાં પાછી ફરી શકે છે, પરંતુ આવું થયું નહીં.
પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર સંઘર્ષના ઘણા મહિનાઓ પછી, પાકિસ્તાની વિદેશ પ્રધાન ઇશાક ડારની પ્રતિક્રિયા સામે આવી છે. પાક વિદેશ પ્રધાન કહે છે કે અમે ભારત સાથે વાત કરવા માંગીએ છીએ, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી.
એક કાર્યક્રમ દરમિયાન, ઇશાક ડારે જાહેરમાં સ્વીકાર્યું છે કે ભારત ક્યારેય કોઈ તૃતીય પક્ષ મધ્યસ્થી માટે સંમત થયું નથી. ડારે ખુલાસો કર્યો કે જ્યારે પાકિસ્તાને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી વિશે પૂછ્યું, ત્યારે રુબિયોએ સ્પષ્ટપણે કહ્યું કે ભારત હંમેશા કહેતું રહ્યું છે કે આ દ્વિપક્ષીય મુદ્દો છે.
ઇશાક ડારે કહ્યું કે પાકિસ્તાને ભારત સાથે વાત કરવા માટે ઘણી વખત પહેલ કરી છે. તેમણે દાવો કર્યો કે 10 મેના રોજ સવારે 8:17 વાગ્યે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ રુબિયોએ તેમને કહ્યું હતું કે ખૂબ જ ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્વતંત્ર સ્થળે વાતચીત થશે. પરંતુ પાછળથી 25 જુલાઈના રોજ, જ્યારે તેઓ વોશિંગ્ટનમાં રુબિયોને મળ્યા, ત્યારે તેમણે કહ્યું કે ભારતે ત્રીજા પક્ષની કોઈપણ ભૂમિકાનો ઇનકાર કર્યો છે, તેને ફક્ત દ્વિપક્ષીય મામલો ગણાવ્યો છે.
‘પાકિસ્તાનને મધ્યસ્થીથી કોઈ વાંધો નથી, પરંતુ…’
તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનને ત્રીજા પક્ષની મધ્યસ્થીથી કોઈ વાંધો નથી, પરંતુ ભારતે હંમેશા કહ્યું છે કે તે દ્વિપક્ષીય મામલો છે. ડારે કહ્યું, અમે ત્રીજા પક્ષની સંડોવણીથી ખચકાટ અનુભવતા નથી, પરંતુ ભારત વારંવાર કહે છે કે તે દ્વિપક્ષીય મુદ્દો છે. જ્યારે રુબિયો દ્વારા યુદ્ધવિરામનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે અમને ખાતરી આપવામાં આવી હતી કે ભારત સાથે વાતચીત થશે, પરંતુ પાછળથી એવું કહેવામાં આવ્યું કે ભારતે ના પાડી દીધી.
ડારે કહ્યું કે અમને દ્વિપક્ષીય વાટાઘાટો સામે પણ કોઈ વાંધો નથી, પરંતુ વાટાઘાટો વ્યાપક હોવી જોઈએ. તેમાં આતંકવાદ, વેપાર, અર્થતંત્ર, જમ્મુ અને કાશ્મીર, તે બધા વિષયો પર વાતચીતનો સમાવેશ થવો જોઈએ જેના પર અમે બંને ચર્ચા કરી રહ્યા છીએ.
અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ ઓઝોન દિવસ અને રાષ્ટ્રીય ઇજનેરો દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતની ઘણી એન્જિનિયરિંગ કોલેજો અને વિવિધ શાળાઓના 2,000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિશ્વ ઓઝોન દિવસ: પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ
સાયન્સ સિટી ખાતે વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે, કોલેજના વિદ્યાર્થીઓ, શાળાના મુલાકાતી વિદ્યાર્થીઓ માટે પર્યાવરણીય જાગૃતિ પર એક પેનલ ચર્ચા અને નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ઓઝોન સ્તરનું મહત્વ, હાલમાં તે જે જોખમોનો સામનો કરી રહ્યું છે અને તેને સુરક્ષિત રાખવાના પગલાં વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓએ ઉદ્યોગ અને ટેકનોલોજીના વિકાસ સાથે પર્યાવરણીય સંતુલન જાળવવાની જરૂરિયાત સમજાવી હતી. આ ઉપરાંત, આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ પર પણ ઉપયોગી ચર્ચાઓ યોજાઈ હતી. ઓઝોન દિવસ નિમિત્તે, વિદ્યાર્થીઓને માહિતીપ્રદ રમતો રમવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ મનોરંજનની સાથે પર્યાવરણ પ્રત્યેની તેમની સમજણ વધારી શકે.
વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે 16 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ 1987માં મોન્ટ્રીયલ પ્રોટોકોલની યાદમાં ઉજવવામાં આવે છે. જે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા રસાયણોના ઉપયોગને ઘટાડવા માટે બનાવવામાં આવ્યો હતો. ૧૯૯૪માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય ઇજનેર દિવસ: નવીનીકરણ અને વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતા
ગુજરાત સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય ઇજનેર દિવસનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસ ભારતના મહાન ઇજનેર અને ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆતમાં વિશ્વેશ્વરાયના જીવન અને યોગદાન પર આધારિત ફિલ્મ બતાવવામાં આવી હતી. પછી પેનલ ચર્ચામાં નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને સસ્ટેનેબલ ઇનોવેશન, નેટ-ઝીરો ટાર્ગેટ્સ, રિન્યુએબલ એનર્જી, એનર્જી એફિશિયન્સી અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવાં મહત્વપૂર્ણ વિષયો પર માહિતીપ્રદ માહિતી આપી હતી. ખાસ કરીને, સંદેશ આપવામાં આવ્યો હતો કે ભવિષ્યના ઇજનેરોએ ફક્ત નવી વસ્તુઓ જ નહીં, પણ એવી વસ્તુઓ પણ શોધવી જોઈએ જે માનવ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે.જ્ઞાન, સંવાદ અને પ્રેરણા માટેનું એક મંચ
ઓઝોન દિવસ અને રાષ્ટ્રીય ઇજનેરો દિવસની સંયુક્ત ઉજવણીએ યુવાનોને વિજ્ઞાન, ઇજનેરી અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સમજવાની એક મહત્વપૂર્ણ તક પૂરી પાડી. નિષ્ણાતોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પરિવર્તન લાવવાની પ્રેરણા મળી.
ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જૂના સચિવાલય ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાતાઓનો મોટા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળ્યો. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા. તેમના આ કાર્યની સરાહના પણ કરી.આ રક્તદાન શિબિરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, રાજ્યના તમામ શૈક્ષણિક તેમજ વહિવટી કર્મચારી મંડળો મદદગાર પરિવારજનો પણ જોડાયા હતા. પરિણામે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતે વિશ્વ વિક્રમ સર્જ્યો છે. જેમાં,
🔴 ૧ દિવસમાં ૧,૦૦,૦૦૦થી વધુ રક્તદાતા
🔴 ૩૦૦+ થી વધુ રક્તદાન શિબિરો
🔴 રાજ્યના શૈક્ષણિક અને વહિવટી કર્મચારીઓની અપ્રતિમ ભાગીદારી
આ સેવા અભિયાન માનવતાના સાચા મૂલ્યોને જીવંત કરે છે. તેમજ આપણી ભારતીય સેવા-સંસ્કૃતિની સહકાર ભાવના અને માનવતાના મંત્રને ઉજાગર કરે છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે એક ખાસ ગીત લોન્ચ કર્યું. ‘નમો પ્રગતિ દિલ્હી – બાલ સ્વર સે રાષ્ટ્ર સ્વર તક’ ગીત દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં શાળાના બાળકો 21 અલગ અલગ ભાષાઓમાં ગાતા જોવા મળે છે.
आज दिल्ली सचिवालय में नन्हें-मुन्ने बच्चों के साथ माननीय प्रधानमंत्री श्री @narendramodi जी का जन्मदिन उत्सव मनाया।
दिल्ली के सरकारी स्कूलों से आए इन मासूम बच्चों की मुस्कान और उत्साह ने पूरा वातावरण जीवंत कर दिया। सबसे विशेष क्षण तब आया जब उन्होंने अपने छोटे-छोटे हाथों से प्रेम… pic.twitter.com/DxE3GMne7s
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, ‘વર્ષોથી, પીએમ મોદીએ દિલ્હી માટે જીવનરેખા જેવું કામ કર્યું છે. તેમ છતાં, અગાઉની સરકારોએ સતત તેમની ટીકા કરી અને તેમના વિરુદ્ધ અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો. આજે અમારી સરકાર તેમનો હૃદયપૂર્વક આભાર માને છે.’
शिक्षा विभाग द्वारा माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के जन्मदिवस पर “नमो प्रगति दिल्ली – बाल स्वर से राष्ट्र स्वर तक” गीत आज लॉन्च किया गया है।
दिल्ली के सरकारी स्कूलों के बच्चों ने इसे 21 अलग-अलग भाषाओं में गाकर एक भारत, श्रेष्ठ भारत की अद्भुत झलक दिखाई है।
તેમણે શાળાના બાળકો દ્વારા બનાવેલા શુભેચ્છા કાર્ડ માટે તેમની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ આજે જ આ કાર્ડ મોકલશે જેથી તેઓ બુધવારે વડા પ્રધાન સુધી પહોંચે. રેખા ગુપ્તાએ કહ્યું, ‘હું વચન આપું છું કે તમારા કાર્ડ આજે જ મોકલવામાં આવશે જેથી તેઓ કાલે વડા પ્રધાન સુધી પહોંચે. તેમને 21 ભાષાઓમાં ગવાયેલ તમારું ગીત અને તમારી શુભેચ્છાઓ ગમશે.’
દિલ્હીના મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે 15 દિવસના ‘સેવા પખવાડા’ દરમિયાન, સરકાર શિક્ષણ ક્ષેત્રે અનેક પહેલ શરૂ કરશે. તેમણે કહ્યું, ‘મુખ્યમંત્રી શ્રી શાળાઓથી લઈને નવા અભ્યાસક્રમ, રાષ્ટ્ર નીતિ, નીવ અને નિપુણ સુધી, ઘણા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે, જે બાળકોના શિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપશે.’ આ સાથે, પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે બુધવારે સવારે 7 વાગ્યે કર્તવ્ય પથ પર એક ખાસ સવારની ચાલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જન્મદિવસની ઉજવણીનો એક ભાગ છે.