Home Blog Page 556

બિહાર ચૂંટણી કેટલા તબક્કામાં, ક્યારે મતદાન થશે?: ચૂંટણી પંચ આજે કરશે એલાન

નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન ચૂંટણી પંચ સાંજે ચાર વાગ્યે કરે એવી શક્યતા છે. ચૂંટણી પંચે સાંજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. બિહારમાં કુલ 243 વિધાનસભાની બેઠકો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે છેલ્લા બે દિવસમાં બિહારનો પ્રવાસ કર્યો હતો અને તમામ રાજકીય પક્ષો સાથે બેઠક પણ યોજી હતી. ત્યાર બાદ હવે ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની છે.

બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે આ સમયમર્યાદા પહેલાં જ ચૂંટણી પૂર્ણ થઈ જશે. બિહાર ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ થશે. બિહાર ચૂંટણી પહેલાં SIR પ્રક્રિયા કરવામાં આવી હતી, જેને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો હતો.

બિહાર ચૂંટણીની ખાસ વાતો

    • CECએ રાજકીય પક્ષોને સૂચના આપી છે કે દરેક મતદાન કેન્દ્ર પર પોતાનો ઇલેકશન એજન્ટ નિયુક્ત કરે અને ફોર્મ 17C સુધી મતદાન પ્રક્રિયા દરમિયાન હાજર રહે.
    • આ વખતે એક બૂથ પર મહત્તમ 1200 મતદારો રહેશે, જેથી મતદાન વધુ સુગમ બને.
    • મતદારોને મોબાઈલ ફોન રાખવાની મંજૂરી મળશે.
    • EVM પર મોટા અક્ષરોમાં ઉમેદવારનું નામ અને રંગીન તસવીર હશે.
    • ચૂંટણી દરમિયાન વન-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે, જ્યાં મતદારો અને ઉમેદવારોને ચૂંટણી સંબંધિત તમામ માહિતી એક જ સ્થળે મળશે.
    • બૂથથી 100 મીટર સુધી ઉમેદવાર પોતાના એજન્ટને તૈનાત કરી શકશે.
    • બિહારના તમામ મતદાન કેન્દ્રો પર 100 ટકા વેબકાસ્ટિંગ થશે જેથી યોગ્ય દેખરેખ રાખી શકાય.
    • EVM પરનો સિરિયલ નંબર પણ મોટા અક્ષરોમાં દર્શાવવામાં આવશે.

NDAમાં બેઠકોની વહેંચણી પર બેઠક

ચૂંટણી પહેલાં NDA અને ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચાણી અંગે ચર્ચા તેજ થઈ ગઈ છે. રવિવારે BJP ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન સાથે લલન સિંહ, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાએ બેઠક કરી હતી.રાજ્યમાં 243 બેઠકોમાંથી 203 બેઠક BJP અને JDU વચ્ચે વહેંચાશે, જ્યારે બાકી 40 બેઠકો ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા, જીતન રામ માંઝીની “હમ” અને ચિરાગ પાસવાનની પાર્ટી વચ્ચે વહેંચાશે.

તમારા વિચારને સશક્ત બનાવો

સદગુરુ: લોકો તેમના જીવનમાં જે કંઈપણ મહત્વાકાંક્ષા રાખે – પછી તે વ્યવસાય વિકસાવવાની હોય, ઘર બનાવવાની હોય કે અન્ય કઈ પણ હોય – એક વિચાર: “હું આ ઈચ્છું છું” ઉદભવે છે. એક વખત આ વિચાર આવે, ત્યાર પછી મોટા ભાગનાં લોકો કાર્ય થકી તે ચીજ પર તેમની ઊર્જા કેન્દ્રીત કરે છે અને તેના પર કામ કરવાનું શરૂ કરી દે છે. જો તે કાર્ય પૂરતું મર્મભેદી હોય, તો તેમનો વિચાર વાસ્તવિકતા બની જાય છે. વિશ્વમાં સામાન્યપણે લોકો આ રીતે કામ કરતાં હોય છે.

જોકે, તમારી ઊર્જામાં, ભૌતિક શરીરથી પર અમુક ગતિશીલતા હોય, જો ગતિશીલતા એક સભાન પ્રક્રિયા બની જાય, તો તમે એક સ્થળે બેસી શકશો અને તમારી ઊર્જાઓને અન્યત્ર મોકલી શકશો. પરંતુ, જો તમે તમારી જીવન ઊર્જાઓ પર પૂરતું પ્રભુત્વ મેળવ્યા વિના આમ કરશો, તો ઊર્જાઓને તમારામાં પરત કેવી રીતે લાવવી તે તમે નહીં જાણી શકો. આ રીતે તમે તમારૂં જીવન ગુમાવી શકો છો.

મોટાભાગનાં લોકોની મહત્વાકાંક્ષાઓ અસ્થિર હોય છે. પણ જો કોઈ વ્યક્તિ કોઈ બાબતે અત્યંત પ્રબળ મહેચ્છા સેવે, તો તે યુવાન વયે મૃત્યુ પામે છે, પછી તેની મહેચ્છા સાકાર થાય કે ન થાય ખાસ કરીને જો તે સાકાર થાય, તો તેઓ અકાળે મૃત્યુ પામે છે, કારણ કે જીવન ઊર્જાને બહાર ફેંકતાં તેમને આવડે છે, પરંતુ કાર્ય કરીને પરત ફરવા માટેની પૂરતી નિપુણતા તેઓ નથી ધરાવતાં.

વિચાર સ્વયં એક પરાવર્તન, એક ઊર્જા છે. તમે ઊર્જા વિના વિચાર ઉત્પન્ન કરી શકો નહીં. બસ, વાત કેવળ એટલી છે કે તે આકસ્મિક રીતે આકાર પામે છે, તેથી તે સ્વયંને સ્પષ્ટ કરવા માટે પૂરતી ઊર્જાનો અભાવ ધરાવે છે. તમે તમારી વિચાર પ્રક્રિયામાં એટલી બધી ઊર્જા ઉત્પન્ન કરી શકો છો કે તમે કોઈ વ્યક્તિને મારી શકો. જ્યારે તમારૂં દિમાગ એક જ બાબત પર કેન્દ્રીત હોય, ત્યારે તે શક્તિશાળી સાધન બની જાય છે. કમનસીબે, એક જ બાબત પરની આ એકાગ્રતા લોકોમાં મોટાભાગે નકારાત્મક રીતે આકાર પામે છે, હકારાત્મક રીતે નહીં. ક્રોધિત અને લંપટ દિમાગ એક બાબત પર અત્યંત કેન્દ્રીત હોય છે. આથી જ ભારતીય સંસ્કૃતિમાં બાળકોને હંમેશા ચેતવવામાં આવે છે, “જ્યારે તમે ક્રોધિત હોવ, ત્યારે કોઈ વિશે નકારાત્મક બોલવું નહીં,” કારણ કે જો તમારૂં દિમાગ ક્રોધમાં એક બાબત પર કેન્દ્રીત થયુ હોય, તો તે સરળતાથી સ્વયંને વ્યક્ત કરી શકે છે.

ચાલો, એક વિચાર જન્માવવાની પ્રક્રિયા પર નજર કરીએ. શું તમારો વિચાર સચેત છે કે પછી તે તમારામાં રહેલી લાખો બાબતોનું કેવળ એક પરિણામ માત્ર છે? જ્યારે તમારી વિચાર પ્રક્રિયા અજાણ હોય છે, ત્યારે મોટાભાગના સમયે તે માનસિક અતિસાર જેવું હોય છે. તેના પર કોઈ નિયંત્રણ નથી હોતું. આ પેટની ગરબડ જેવું છે, તમારા પેટમાં જેટલો વધારે ખરાબ ખોરાક હોય, તેટલા સમય સુધી અતિસારની સમસ્યા રહે. જ્યારે તમને માનસિક અતિસાર હોય, ત્યારે તમે તેને વિચાર કહી શકો નહીં.

જો તમે બ્લેકબોર્ડ પર લખવા ઈચ્છો, તો સૌપ્રથમ તો તમારે તેને લૂછીને સાફ કરવું પડશે. તે પછી જ તમે સ્પષ્ટપણે લખી શકશો. જો તેના પર સેંકડો વાતો લખાઈ ચૂકી હોય અને તમે તેના પર કશું લખો, તો તમે શું લખ્યું છે, તે કોઈ જાણી શકશે નહીં. સૌપ્રથમ તો તમારે જગ્યા સાફ કરવી પડશે અને પછી સભાનપણે એક વિચાર જન્માવવો પડશે.

જો લોકોએ તેમની જગ્યા સાફ કરી દીધી હોય અને પછી વિચાર જન્મે, તો આ વિચાર ખરેખર જ મહત્વનો બની રહે છે, કારણ કે તે સભાન પ્રક્રિયા થકી આવ્યો છે. એક વખત આ રીતે વિચાર ચાલુ થઈ જાય અને તે સ્પષ્ટતા સાથે જન્મ્યો હોય, તો તેમાં ઊર્જા રેડવી શક્ય બને છે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. તેમણે મિરેકલ ઓફ માઈન્ડ એપ પણ આપી છે, જેનો હેતુ 3 અબજ લોકોને માનસિક સુખાકારીના સાધનો આપીને સશક્ત કરવાનો છે.

જયપુરના SMS હોસ્પિટલમાં અગ્નિકાંડઃ સાતનાં મોત

જયપુરઃ જયપુરની સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલમાં. લાગેલી આગમાં બે મહિલા સહિત સાત દર્દીઓનાં મોત થયાં છે. આ દુર્ઘટના ટ્રોમા સેન્ટરના બીજી માળે આવેલી ન્યુરો ICU વોર્ડના સ્ટોરમાં બની હતી. આ સ્ટોરમાં રાત્રે 11.20એ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી, જેને કારણે સ્ટોરમાં રાખેલા કાગળ, ICUનો માલસામાન અને બ્લડ સેમ્પલ ટ્યુબમાં આગ લાગી. જે પછી ઝેરી ધુમાડો આખા ICUમાં ફેલાયો હતો.

સંપૂર્ણ વોર્ડ બળીને ખાખ થયો

અહીં ટ્રોમા સેન્ટર અને હોસ્પિટલના ICUને મળીને કુલ 24 દર્દીઓ દાખલ હતા. બધા ગંભીર હાલતમાં હતા. આગ લાગતાં જ દર્દીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 11 દર્દીઓની હાલત ખૂબ નાજુક બની ગઈ, જેમાંથી સાતે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો જ્યારે ચારની હાલત અત્યંત ગંભીર છે. હોસ્પિટલમાં લાગી ગયેલી આગ એટલી ભયાનક હતી કે આખો વોર્ડ બળી ખાખ થયો હતો.

મૃતકોના પરિવારજનોના ગંભીર આક્ષેપો

હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનોએ ICUમાં આગ માટે બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ધુમાડો ફેલાતાં જ વોર્ડબોય અને અન્ય સ્ટાફ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. લાંબા સમય સુધી દર્દીઓને બહાર કાઢવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. દર્દીઓના પરિવારજનો જ પોતાના સ્વજનોને બહાર ખેંચવા લાગ્યા, પરંતુ તેમ છતાં સાત જણનાં મોત થયાં.

મૃતકોના પરિવારને 5-5 લાખની સહાય

આ ઘટનાની માહિતી મળતાં જ CM ભજનલાલ શર્મા તરત જ SMS હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમની સાથે આરોગ્ય મંત્રી જવાનરસિંહ બેધમ પણ હાજર હતા. CMએ મૃતકોના પરિવારજનોને રૂ. 5-5 લાખની સહાય અને ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી હતી. તેમણે હોસ્પિટલ વહીવટી તંત્રને કડક તપાસના આદેશ આપ્યા હતા અને કહ્યું હતું કે આવી ઘટનાઓ અસ્વીકાર્ય છે, દોષિતોને છોડવામાં નહીં આવે.

રાશિ ભવિષ્ય 06/10/2025 થી 12/10/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને  ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી  જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

૦૬ ઑક્ટોબર ૨૦૨૫

ભારતે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું, સતત 12મી જીત

ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025માં રવિવારે ભારતીય મહિલા ટીમ અને પાકિસ્તાન વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ રમાઈ. પાકિસ્તાન મહિલા ટીમની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે 50 ઓવરમાં 247 રન બનાવ્યા અને પછી ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં પાકિસ્તાની મહિલા ટીમ ફક્ત 159 રનમાં જ સિમિત રહી, જેના પરિણામે પાકિસ્તાની ટીમનો 88 રનથી શરમજનક પરાજય થયો, જે તેમનો સતત બીજો પરાજય હતો.

ભારતીય મહિલા ટીમે સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો

ટોસ હાર્યા બાદ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે હરલીન દેઓલે 46 રન બનાવ્યા, જેને પ્રથમ બેટિંગમાં ઉતારવામાં આવી હતી. ત્યારબાદ વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષે 20 બોલમાં અણનમ 35 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. જેમીમા રોડ્રિગ્સે 32 રન બનાવ્યા, જ્યારે પ્રતિકા રાવલે પણ 31 રન બનાવ્યા. આનાથી ભારતનો સ્કોર 247 રન સુધી પહોંચવામાં મદદ મળી. પાકિસ્તાન તરફથી ડાયના બેગે 4 વિકેટ લીધી.

પાકિસ્તાનનો સતત 12મો પરાજય

લક્ષ્યનો પીછો કરતી વખતે, સિદ્રા અમીને પાકિસ્તાન મહિલા ટીમ માટે 81 રન બનાવ્યા. જોકે, તેમને બીજા છેડેથી કોઈ સહયોગ મળ્યો ન હતો, જેના કારણે પાકિસ્તાની ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયા તરફથી ક્રાંતિ ગૌર અને દીપ્તિ શર્માએ 3-3 વિકેટ લીધી. આ સાથે, પાકિસ્તાન ભારત સામે સતત 12મી વનડે મેચ હારી ગયું છે. ભારત વનડેમાં પાકિસ્તાન સામે હાર્યું નથી.

પંચાંગ 06/10/2025

ભારતે પાકિસ્તાનને 248 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારત આજે (5 ઓક્ટોબર) ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ના છઠ્ઠા મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતે પાકિસ્તાનને જીતવા માટે 248 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

ભારતીય ટીમે પ્રથમ મેચમાં DLS પદ્ધતિ હેઠળ શ્રીલંકાને 59 રનથી હરાવીને પોતાના અભિયાનની મજબૂત શરૂઆત કરી હતી. બીજી તરફ, પાકિસ્તાનને તેની શરૂઆતની મેચમાં બાંગ્લાદેશ સામે સાત વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે ભારતીય ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી, પ્રથમ વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. સ્મૃતિ 23 રન બનાવીને પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાનો શિકાર બની હતી. બીજી ઓપનર પ્રતિકા રાવલે પણ સેટ થયા પછી પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનું બેટ સારું પ્રદર્શન કરી શક્યું ન હતું અને તે 19 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

ત્રણ વિકેટ પડ્યા પછી, હરલીન દેઓલ અને જેમીમા રોડ્રિગ્સે ભારતીય ઇનિંગ્સને સ્થિર કરી. જેમીમા અને હરલીને ચોથી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી. હરલીને 65 બોલમાં 46 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ જેમીમાએ 37 બોલમાં 32 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગાનો સમાવેશ થાય છે.

જેમીમા રોડ્રિગ્સે આઉટ થયા પછી, દીપ્તિ શર્મા અને સ્નેહ રાણાએ છઠ્ઠી વિકેટ માટે 47 રનની ઉપયોગી ભાગીદારી ઉમેરીને ભારતનો સ્કોર 200 ને પાર પહોંચાડ્યો. દીપ્તિએ 25 રનનું યોગદાન આપ્યું, જ્યારે સ્નેહએ 20 રનનું યોગદાન આપ્યું.

IND W vs PAK W: પાકિસ્તાનની ફરી ફજેતી, હરમનપ્રીતે હાથ ન મેળવ્યા

ટીમ ઇન્ડિયાએ 2025 એશિયા કપમાં પાકિસ્તાનને હરાવ્યું, ટાઇટલ જીત્યું. હવે ભારતીય મહિલા ટીમનો વારો છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે મહિલા ODI વર્લ્ડ કપના છઠ્ઠા મેચમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાન મહિલા ટીમને હરાવવા માટે ઉત્સુક છે. ટોસ દરમિયાન પાકિસ્તાનને વધુ એક અપમાનનો સામનો કરવો પડ્યો. ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો, જેના કારણે તે જોતા રહી ગઈ.

પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો

શ્રીલંકા સામે શાનદાર જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરનાર ભારતીય મહિલા ટીમ પાકિસ્તાન સામે પોતાનો વિજય ક્રમ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. ટોસ દરમિયાન, ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાન મહિલા કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો. આનાથી પાકિસ્તાની ટીમને મોટો ફટકો પડ્યો. મહિલા ટીમે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આ પગલું ભર્યું. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો.

અગાઉ, એશિયા કપ 2025 દરમિયાન, સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. આ સમયગાળા દરમિયાન, ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો. ત્યારબાદ નકવી ટ્રોફી પોતાની સાથે લઈ ગયા. આ વિવાદ હજુ સુધી ઉકેલાયો નથી. દરમિયાન, મહિલા ટીમને મહિલા ODI વર્લ્ડ કપમાં નોંધપાત્ર ફાયદો છે.

પાકિસ્તાન મહિલા ટીમે હજુ સુધી એક પણ ODI મેચમાં ભારતીય મહિલા ટીમને હરાવી નથી. બંને ટીમોએ અત્યાર સુધી 11 ODI મેચ રમી છે, જેમાં ભારતીય મહિલા ટીમે બધી જીતી છે. બંને ટીમોએ ODI વર્લ્ડ કપમાં ચાર મેચ રમી છે, જેમાં ટીમ ઇન્ડિયાએ બધી જીતી છે. હવે ટીમ ઇન્ડિયા આ મેચ પણ જીતીને પોતાનું અપરાજિત અભિયાન ચાલુ રાખવા માંગશે.

નેપાળમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો, 51 લોકોના મોત

કુદરતી નેપાળમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. પૂર્વી નેપાળના ઇલમમાં છેલ્લા 24 કલાકમાં પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 42 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. રવિવાર સવાર સુધીમાં સૂર્યોદય મ્યુનિસિપાલિટીમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા પાંચ, માંગસેબુંગ મ્યુનિસિપાલિટીમાં ત્રણ અને ઇલમ મ્યુનિસિપાલિટીમાં છ લોકોના મોત થયા છે. આ પછી, વહીવટીતંત્રે રાહત કામગીરી શરૂ કરી છે.

મૃત્યુઆંક વધી શકે છે

એસએસપી પોખરેલે ફોન પર સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ આપત્તિમાં મૃત્યુઆંક વધી શકે છે. હાલમાં નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધી, તેમની પાસે નુકસાન અને નુકસાનની માત્ર પ્રાથમિક વિગતો છે.

ત્રણેય સ્તરની સુરક્ષા એજન્સીઓ (નેપાળ આર્મી, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસ સહિત) અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં વધુ વરસાદની આગાહી છે. દરમિયાન, નદીઓ પૂરના પાણીથી ભરાઈ ગઈ છે અને કાઠમંડુ ખીણમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી રહેવાસીઓને બહાર કાઢવા માટે તૈનાત કરવામાં આવી છે.

નદીઓના કિનારે શોધ કામગીરી ચાલુ છે

સુરક્ષા એજન્સીઓએ શનિવારે ખીણમાંથી વહેતી બધી મુખ્ય નદીઓના કિનારે વસાહતોમાં શોધ કામગીરી શરૂ કરી. તેમણે ઘરે ઘરે જઈને શોધખોળ હાથ ધરી, રહેવાસીઓને તેમના સામાનને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં અને પરિવહન કરવામાં મદદ કરી.

આ નદીઓમાં પાણીનું સ્તર વધવાની શક્યતા

નેપાળના જળવિજ્ઞાન અને હવામાન વિભાગે બાગમતી, હનુમંતે, મનોહરા, ધોબી ખોલા, વિષ્ણુમતી, નખ્ખુ અને બાલ્ખુ નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થવાની જાણ કરી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે પૂરના પાણી રસ્તાની બાજુના વિસ્તારોમાં પહોંચી શકે છે અને વસાહતોમાં પ્રવેશી શકે છે. પૂરના જોખમને કારણે રહેવાસીઓ અને વાહનચાલકોને નદી કિનારે મુસાફરી કરવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે.