Home Blog Page 517

Vipul Mehta’s Bold Move: Why He Approached Amitabh & Jaya Bachchan for a Gujarati Film?

 

દિવાળી વિશેષઃ માણસાઈ, હૂંફ, દીવો, રોશની…

શ્રદ્ધા એટલે પ્રયાસોનો અભાવ નહીં. શાંત ચિત્તે બે હાથ જોડીને બેસવાનો અર્થ એ નથી કે હાથ-પગ ચલાવવાના નથી…

—————————————————–

એક એવો માનવી સધ્ધર મળે

જેના સરનામે મને ઈશ્વર મળે.

– ખલીલ ધનતેજવી

દિવાળી આપણી આશાને અજવાળવા અને નવું વર્ષ આપણને પ્રોત્સાહિત કરવા સહર્ષ પધારે છે. જે નકારાત્મક ભાવનાની ખીંટીએ આપણે અટવાયા હોઈએ એનાથી મુક્ત થઈ ઝળહળ જ્યોતને આત્મસાત્ કરવાનો આ અવસર છે. આ જ્યોતમાં શ્રદ્ધાનું તેજ ઉમેરાય ત્યારે આપણી પરંપરા વધુ દેદીપ્યમાન લાગે.

કાકાસાહેબ કાલેલકરે દિવાળી  નિબંધમાં એક રસપ્રદ વાત ટાંકી છે: ‘પુરાણોમાં કથા છે કે નરકાસુર નામનો એક પરાક્રમી રાજા પ્રાગ્જ્યોતિષમાં રાજ્ય કરતો હતો. પ્રાગ્જ્યોતિષ એટલે હમણાંનો ભુતાનની દક્ષિણે આવેલો આસામ સુધીનો મુલક. નરકાસુર બીજા રાજાઓ સાથે લડતો એ તો ઘડીભર નભાવી પણ લેવાય, પણ એ દુષ્ટે તો સ્ત્રીઓને હેરાન કરવા માંડી. એના કેદખાનામાં સોળ હજાર રાજકન્યાઓ હતી. શ્રીકૃષ્ણએ વિચાર કર્યો કે આ સ્થિતિ આપણને નામોશી લગાડનારી છે. હવે નરકાસુરનો નાશ કર્યે જ છૂટકો.

સત્યભામાએ કહ્યું: ‘સ્ત્રીઓનો ઉદ્ધાર કરવા માટે તમે જાઓ ત્યાં હું કેમ ઘેર રહું? નરકાસુર સાથે હું જ લડીશ.’

‘તમે મદદમાં ભલે રહેજો.’ શ્રીકૃષ્ણએ કબૂલ કર્યું.

‘તે દિવસે રથમાં સત્યભામા આગળ બેઠા હતા. શ્રીકૃષ્ણ પાછળ મદદમાં હતા. ચતુર્દશીને દિવસે નરકાસુરનો નાશ થયો, દેશ સ્વચ્છ થયો. લોકોએ આનંદ કર્યો. નરકાસુરનો કાળો કેર દૂર થયો એ બતાવવા લોકોએ રાત્રે દીપોત્સવ કર્યો અને અમાસની રાત્રે પણ પૂર્ણિમાની શોભા આણી!’

પછી કાકાસાહેબ એક અદ્ભુત વાક્ય ઉમેરે છે: ‘…પણ એ નરકાસુર એક વાર મર્યે મરે એવો નથી. એને તો દર વર્ષે મારવો પડે છે.’

કયો વિચાર મારવો અને કયો જિવાડવો એ વિશે ચિંતન આવશ્યક છે. ગાંડા બાવળની જેમ અવળા વિચારો આપણાં મન-મસ્તિષ્કનો કબજો લઈ લે ત્યારે બીજાની વાત તો જવા દો, સૌથી વધારે નુકસાન આપણને જ થાય છે. જે સનાતન સત્યો છે એ નિત્ય નૂતન રહેવાં જોઈએ. જે સનાતન દૂષણો છે એનો સામનો કઈ રીતે કરવો એ દરેક પેઢીની મથામણ છે. સનાતન મૂલ્યોનું જતન કઈ રીતે કરવું એ દરેક પેઢીની જવાબદારી છે. સનાતન સંવેદનોનું સંસ્કારસિંચન કરવાની શિક્ષકો અને મા-બાપની ફરજ છે.

જિંદગી એવી નિશાળ છે, જેમાં છુટ્ટીનો બેલ વાગે ત્યાં સુધી શિક્ષણકાર્ય ચાલતું રહે છે. ભયસ્થાન એ છે કે વારસાને ભૂલીને અપનાવવામાં આવતું પરિવર્તન મૂળથી દૂર લઈ જાય છે. પેઢીઓ વચ્ચેનું અંતર ઉંમરને આધીન હોય એનાથી વિશેષ સંસ્કારને આધીન હોય ત્યારે ઘર્ષણ તરફ દોરી જાય.

સાન-ભાન અને જ્ઞાનનું કામ જીવનને ઘડવાનું છે. આપણે કશું શીખ્યા ન હોઈએ છતાં કૉમન સેન્સ આપણને સતર્ક કરે છે. ભાન એટલે માત્ર દેહનું હલનચલન નહીં, પણ સમજણનું એક અનુભવવિશ્ર્વ. જ્ઞાનનું કામ સમજણને ઘડવાનું છે. જ્ઞાનમાં સંવેદનાનો ઉમેરો કરવાનું કામ શ્રદ્ધા કરે છે. આ બન્નેને સાંકળીને કવિ મકરંદ દવે એક લેખમાં લખે છે:

‘શ્રદ્ધાવાન, તત્પર અને સંયમ એ ત્રણે રૂપે માણસ તૈયાર થાય ત્યારે એને જ્ઞાન મળે. જ્ઞાન એટલે માત્ર માહિતી નહીં, પણ જીવનનો મર્મ સમજી શકે એ પ્રમાણે જીવવાનું સામર્થ્ય. જ્ઞાન એ શ્રદ્ધાનો વિરોધી શબ્દ નથી. અનેક શોધો કરનારો મોટો વિજ્ઞાની હોય, એ નિયમિત પૂજાપાઠ કરતો હોય તો આ બાબત એની ભીરુતા કે ભય પ્રગટ નથી કરતાં. બ્રહ્માંડનાં રહસ્યોને તાગતા વિજ્ઞાનીઓ અપાર અચરજને નિહાળી વધારે શ્રદ્ધાવાન બને છે. શ્રદ્ધાને આપણે ક્રિયાકાંડના લેબલ પૂરતી સીમિત કરી દીધી છે.’

મકરંદ દવેનું અવતરણ આગળ વધારીએ…

‘શ્રદ્ધા હોય, પણ તત્પરતા ન હોય અને તત્પરતા હોય, પણ એને કામે લગાડવાની શક્તિ ન હોય તો કશું જ હાથમાં આવતું નથી. પછી માત્ર વાતોનાં વડાં રહે છે અને એથી કાંઈ ભૂખ ભાંગતી નથી. સદા તત્પર અને સંયમિત શ્રદ્ધા જ્ઞાનની જનની છે. ચિત્તને પ્રસાદથી, પ્રસન્નતાથી ભરી દે એ શ્રદ્ધા.’

શ્રદ્ધા એટલે પ્રયાસોનો અભાવ નહીં. બે હાથ જોડીને બેસવાનો અર્થ એ નથી કે હાથ-પગ ચલાવવાના નથી. એક વિચાર તો એવો પણ આવે કે દિવ્યાંગ લોકો કયા પ્રેરક બેળથી જીવતા હશે? આપણે તો ચામાં સાકર ન હોય કે દાળમાં મીઠું ન હોય તોય રોકકળ કરી મૂકીએ, પરંતુ ઈશ્ર્વરે દૃષ્ટિ જ નથી આપી એવા પ્રજ્ઞાચક્ષુની દૃષ્ટિથી જો બે પળ વિચાર કરીએ તો આપણા ઉધામા ફોગટ લાગશે. આપણી મોટા ભાગની હાયવોય ટેવ પર નિર્ભર હોય છે, તર્ક પર નહીં.

આ વર્ષે જો ટેવ છોડવાનો સંકલ્પ કરવો હોય તો વ્યસનમુક્તિને પ્રાધાન્ય હોય જ, પણ બીજી કેટલીક બાબતો પર પણ વિચાર કરી શકાય. એકાદ-બે બાબત લઈએ તો બધી જગ્યાએ મોડા પહોંચવાની ટેવ ટાળવી જોઈએ. આપણા દેશમાં જેનો સમય ચાલતો હોય એને માન આપવામાં આવે છે, પણ સમયને માન નથી અપાતું. ક્યારેક સમયસર ન પહોંચીને માણસ પોતે બહુ મોટો હોવાનો સંકેત આપવા માગતો હોય છે. હકીકત તો એ છે કે સમયનું મૂલ્ય ન જાણીને અને ન સમજીને એ પોતાની કિંમત ઘટાડે છે. નિમંત્રણપત્રિકામાં છપાયેલા સમયે મોટા ભાગના કાર્યક્રમ શરૂ નથી થતા. આ એક પ્રકારની સમય-હિંસા છે.

સ્વચ્છતા સાથે આપણને બાપે માર્યાં વેર છે. બારીમાંથી ફગાવાતાં વેફરનાં રૅપર્સ અને પાણી-પીણાંની ખાલી બૉટલમાં ખરેખર આપણું પાણી મપાઈ જાય છે. સારા માણસ બનવું કે સારા નાગરિક બનવું એ પણ દેશસેવા જ છે.

દીવાનું તેજ અને આંખોનો ભેજ સચવાય એવી શુભેચ્છા સાથે ખલીલ ધનતેજવીની ચેતવણી પણ મુબારક:

માણસાઈ, હૂંફ, દીવો, રોશની

એ બધાંનાં એન્કાઉન્ટર થઈ ગયાં.

(હિતેન આનંદપરા)

દિવાળીઃ ગુજરાતીઓ માટે અહીં ઘર જેવી જ મજા…

ગુજરાતીઓ હરવા-ફરવાના શોખીન છે એ તો આખી દુનિયા જાણે છે. શનિ-રવિની બે દિવસની રજાઓ હોય તો પણ ફરવા નીકળી પડે તો પછી દિવાળીના તહેવારોની ઉજવણી કરવા નીકળી ન પડે તો ગુજરાતીઓ કેવા?

પરંતુ તમે જો આ દિવાળીની રજાઓમાં ગુજરાત બહાર ક્યાંય ફરવા જવાનો પ્લાન ન કર્યો હોય અને છેલ્લી ઘડીએ ગુજરાતમાં, નજીકમાં ક્યાંય ફરવા જવાનું મન થાય તો આ સ્થળો તમારા માટે બેસ્ટ ઓપ્શન્સ હશે…

સાસણગીર

જંગલમાં ફરવાની મજા લેવી હોય તો દિવાળી સમયમાં સાસણગીર જવાનો પ્લાન બનાવી શકો છો. ગીર નેશનલ પાર્ક, એશિયાઈ સિંહોનું હોમ ટાઉન છે. વિશાળ જંગલ અને બાયોડાયવર્સિટી માટે જાણીતું છે, જ્યાં મૃગ, ચિતલ, હરણ અને અન્ય પશુઓની ઘણી જાતો જોવા મળે છે. જીપ સફારી પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે.  આ ઉપરાંત ગીરમાં આવેલું કાન્કઈ માતાનું મંદિર પણ મહત્વનું ધાર્મિક સ્થળ છે, જ્યાં મુલાકાતીને શાંતિ અને પ્રકૃતિનો આનંદ માણવા મળે છે. અહીં કુદરતી સૌંદર્ય અને વન્યજીવનનો અનોખો અનુભવ મેળવી શકાય છે.

સાપુતારા

સાપુતારા હિલ સ્ટેશન ગુજરાતનું એકમાત્ર હવા મથક છે. સાપુતારાનો મતલબ નાગનું ઘર. સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું આ હિલ સ્ટેશન અદભુત કુદરતી સૌંદર્ય ધરાવે છે. અહીં ઘણા આકર્ષક સ્થળ છે. જેમાં હાથગઢ કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક, સનસેટ પોઈન્ટ ઉપરાંત, સાપુતારા તળાવનો પણ સમાવેશ થાય છે. જ્યારે સાપુતારા જતા રસ્તામાં વધઈ ગાર્ડન, ગીરા ધોધ, સપ્તશૃંગી ગઢ પણ ફરવા માટે બેસ્ટ છે.

દીવ

નેચર લવર માટે દીવ બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ છે. દીવમાં ઘણા સુંદર બીચ ઉપરાંત અનેક ઐતિહાસિક ઇમારતો છે. નાગોઆ, ધોધલા બીચ અને જલંધર બીચ સૌથી વધુ પ્રખ્યાત છે. પ્રવાસીઓ દીવમાં પેરાસેલિંગ, સન બાથિંગ, સ્વિમિંગ અને સ્પીડ બોટ, સ્કુબા ડાઈવિંગ, બનાના બુટ જેવી અનેક રાઈડની મજા લઈ શકે છે. તો વળી દીવમાં ડાયનોસોર મ્યુઝિયમ, સી સેલ મ્યુઝિયમ, સેન્ટ પોલ ચર્ચ, સેન્ટ થોમસ ચર્ચ, ગંગેશ્વર મહાદેવ, નાયડા કેવ ગુફા, દીવ કિલ્લો જોવાલાયક સ્થળો છે. ટુંકમાં દિવાળીમાં દીવ ગુજરાતીઓ માટે હોટ ફેવરીટ સ્પોટ છે.

દમણ

છેલ્લા કેટલાક સમયથી વલસાડને અડીને આવેલું નાનકડું દમણ હવે પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. છેલ્લા 4 વર્ષમાં દમણના કાયાપલટ બાદ દમણના બીચ અને સી રાઈડસ ગોવાને પણ ટક્કર આપી રહ્યા છે. મીની ગોવા તરીકે જાણીતા દમણમાં દિવાળી વેકેશનનામાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. દમણમાં આવેલ દેવકા, જમ્પોર, લાઈટ હાઉસ બીચની સાથે ઐતિહાસિક કિલ્લાઓ અને ચર્ચ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે. અહીંના બીચની હવે કાયાપલટ થઇ ગઈ છે. અગાઉ માત્ર સસ્તી બિયર અને દારૂ માટે જાણીતું દમણ હવે હકીકતમાં પ્રવાસીઓને વિશ્વ કક્ષાના બીચ પૂરા પાડી રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

વડોદરા નજીક નર્મદા કિનારે આવેલુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાલાયક સ્થળો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર પટેલની ગગનચુંબી મૂર્તિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરી, બટરફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, એકતા ક્રૂઝ, એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, વિશ્વ વન, ઇકો બસ ટુરિઝમ, યુનિટી ગ્લો ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, કેકટસ ગાર્ડન જોવાલાયક છે.

કચ્છ- ભુજ- માંડવી

દિવાળી સમય પર કચ્છમાં સફેદ રણની મુલાકાતે સમગ્ર ગુજરાતની સાથે દેશ-વિદેશથી પણ લોકો આવે છે. કચ્છની સાથે ધોળાવીરા કે જ્યાં સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું ખોદકામ કરેલુ ત્યાં પણ જઈ શકાય. જેની મુલાકાત લઈ શકાય છે. આ સાથે જ કચ્છ મ્યુઝિયમ, માંડવી બીચ, ભુજનો આઈના મહેલ, કંડલા-મુંદ્રા બંદર, નારાયણ સરોવર, હમીરસર તળાવ, માતાનો મઢ, પ્રાગ મહેલ અને કાળા ડુંગરની મુલાકાત લઈ શકો છો.

પોળો ફોરેસ્ટ

સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં આવેલા પોળોનો વિસ્તાર કુદરતી સૌંદર્ય માટે આકર્ષણનું કેન્દ્ર છે. પૌરાણિક મંદિરો, જંગલ, નદી અને પર્વતોનો આહલાદક સમુહ એટલે પોળો ફોરેસ્ટ! અહીં પ્રકૃતિ તમારી સાથે વાતો કરે છે એવો અહેસાસ થાય છે. અરવલ્લીના પર્વતોની ગિરિમાળા અને જંગલનો સમન્વય છે માટે જ આ સ્થળ અદભૂત લાગે છે.

હેતલ રાવ

પંચાંગ 21/10/2025

દિવાળી પર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલો

આખી દુનિયા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંઘર્ષથી વાકેફ છે. પાકિસ્તાનને આતંકવાદીઓને આશ્રય આપતો દેશ પણ માનવામાં આવે છે. આ આતંકવાદીઓ વારંવાર પાકિસ્તાન માટે માથાનો દુખાવો સાબિત થયા છે. જોકે, પાકિસ્તાન તેમને આશ્રય આપવાનું ચાલુ રાખે છે. ફરી એકવાર, પાકિસ્તાને તેનું પરિણામ ભોગવ્યું છે.

સોમવારે સાંજે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક મોટો આતંકવાદી હુમલો થયો. આતંકવાદીઓએ ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં સુરક્ષા દળોને નિશાન બનાવ્યા. સુરક્ષા દળો સુઇ નોર્ધન ગેસ પાઇપલાઇન (SNGPL) પર તૈનાત હતા. મીડિયા અહેવાલો અનુસાર, આતંકવાદીઓના ગોળીબારમાં પાંચ સૈનિકો માર્યા ગયા અને લગભગ 12 અન્ય ઘાયલ થયા.

સ્થાનિક મીડિયા અનુસાર, પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના આતંકવાદીઓએ આ હુમલો કર્યો. પોલીસે જણાવ્યું હતું કે TTP આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં કોટ લાલુ નજીક રાજ્યની માલિકીની ગેસ કંપની SNGPL ની ટીમને એસ્કોર્ટ કરી રહેલા સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે જવાબી ગોળીબારમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા છે.

ટ્રમ્પના ટેરિફ સામે ચીનનો બદલો, મોટો ફટકો

અમેરિકન રાષ્ટ્રપતિ દરેક દેશ પર ટેરિફ લાદવાની ધમકી આપી રહ્યા છે. તેમણે ભારત અને ચીન પર એટલું દબાણ કર્યું છે કે સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. વેપાર યુદ્ધ વચ્ચે, ચીને અમેરિકાને મોટો ફટકો આપ્યો છે. સપ્ટેમ્બરમાં, ચીને અમેરિકા પાસેથી એક પણ સોયાબીન ખરીદ્યું નથી. નવેમ્બર 2018 પછી આ પહેલી વાર છે જ્યારે આયાત શૂન્ય થઈ ગઈ છે, જ્યારે દક્ષિણ અમેરિકન પુરવઠો ગયા વર્ષની સરખામણીમાં વધ્યો છે કારણ કે બે મુખ્ય અર્થતંત્રો વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન ખરીદદારોએ અમેરિકન માલની અવગણના કરી હતી.

ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સ દ્વારા સોમવારે જાહેર કરાયેલા ડેટામાં જાણવા મળ્યું છે કે ગયા મહિને અમેરિકાથી સોયાબીનની આયાત એક વર્ષ અગાઉ 1.7 મિલિયન મેટ્રિક ટનથી ઘટીને શૂન્ય થઈ ગઈ છે. આ ઘટાડો ચીન દ્વારા અમેરિકન ઉત્પાદનો પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફ અને મોટાભાગના જૂના પાકના સોયાબીન પહેલાથી જ વેચાઈ ગયા હોવાને કારણે થયો હતો. ચીન વિશ્વનો સૌથી મોટો સોયાબીન આયાતકાર દેશ છે. કેપિટલ જિંગડુ ફ્યુચર્સના વિશ્લેષક વાન ચેંગજીએ જણાવ્યું હતું કે ટેરિફ મુખ્ય કારણ છે. સામાન્ય વર્ષમાં, બજારમાં જૂનો પાક ઉપલબ્ધ રહે છે.

કસ્ટમ ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં બ્રાઝિલથી થતી આયાત ગયા વર્ષ કરતાં 29.9 ટકા વધીને 10.96 મિલિયન મેટ્રિક ટન થઈ, જે ચીનની કુલ તેલીબિયાં આયાતના 85.2 ટકા થાય છે. દરમિયાન, આર્જેન્ટિનાથી થતી આયાત 9.15 ટકા વધીને 1.17 મિલિયન મેટ્રિક ટન થઈ, જે કુલના 9 ટકા થાય છે. આ મહિને ચીનની સોયાબીનની આયાત 12.87 મિલિયન મેટ્રિક ટન પર પહોંચી ગઈ, જે રેકોર્ડ પર બીજા ક્રમનું ઉચ્ચતમ સ્તર છે.

આ પાનખર પાકમાં ચીને યુએસ પાસેથી સોયાબીનનો એક પણ દાણો ખરીદ્યો નથી. યુએસ સોયાબીન ખરીદવાની તકો ઝડપથી ઘટી રહી છે, કારણ કે ખરીદદારો નવેમ્બર સુધી મોટાભાગે બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી બુકિંગ કરી રહ્યા છે. આર્જેન્ટિનામાં કામચલાઉ કર રાહતથી પણ મદદ મળી છે. એવું અહેવાલ છે કે જો વેપાર વાટાઘાટો નિષ્ફળ જાય, તો યુએસ ખેડૂતોને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે, કારણ કે ખાંડ મિલો દક્ષિણ અમેરિકામાંથી ખરીદી ચાલુ રાખશે. જો કે, આવતા વર્ષે બ્રાઝિલનો નવો પાક આવે તે પહેલાં બેઇજિંગને પુરવઠાની અછતનો સામનો કરવો પડી શકે છે.

ઝારખંડ મુક્તિ મોરચા બિહાર ચૂંટણીમાંથી ખસી

ઝારખંડ મુક્તિ મોરચા (JMM) એ બિહાર વિધાનસભા ચૂંટણીમાંથી ખસી ગયું છે. ઝારખંડના મંત્રી સુદિબ્ય કુમાર સોનુએ આ જાહેરાત કરી. તેમણે મહાગઠબંધનના મુખ્ય પક્ષો કોંગ્રેસ અને RJD પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો. મંત્રીએ જણાવ્યું કે JMM ચોક્કસપણે બદલો લેશે. તેમણે કહ્યું કે પાર્ટી ન તો બિહાર વિધાનસભા ચૂંટણી લડશે કે ન તો કોઈપણ મહાગઠબંધનના ઉમેદવારના પ્રચારમાં ભાગ લેશે. એવું માનવામાં આવે છે કે હેમંત સોરેન આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધન પર બદલો લેશે.

ઝારખંડમાં હેમંત સોરેન સરકારના મંત્રી સુદિબ્ય કુમાર સોનુએ સોમવારે એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે કોંગ્રેસ અને RJD બિહારમાં જોડાણના સિદ્ધાંતોનું પાલન કરતા નથી. તેમણે તેમને ચૂંટણી લડતા અટકાવવા માટે રાજકીય ચાલાકીનો ઉપયોગ કર્યો. આ JMMનું અપમાન નથી, પરંતુ ઝારખંડના લોકો અને આદિવાસી સમુદાયોનું અપમાન છે. તેમણે કોંગ્રેસ અને RJD પર રાજકીય વિશ્વાસઘાત અને અપમાનનો આરોપ લગાવ્યો.

મંત્રી સુદિબ્ય કુમાર સોનુએ કહ્યું કે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આરજેડીનું સન્માન કર્યું હતું, તેમની સરકારમાં તેમના પક્ષના એક ધારાસભ્યને મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. આરજેડી પર તમામ સન્માનનો વરસાદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને કોઈ પુરસ્કાર મળ્યો ન હતો. બિહારમાં, આરજેડીએ ન તો તેમનું સન્માન કર્યું કે ન તો તેમને પૂરતી બેઠકો ફાળવી. તેમણે આરોપ લગાવ્યો કે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) એ ચૂંટણીથી દૂર રાખવા માટે જાણી જોઈને જેએમએમ સાથે છેડછાડ કરી.

​​શેરબજારમાં આજે રોકાણકારોની દિવાળી

દિવાળીના પ્રસંગે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટી 25,900 ને પાર કરી ગયો, જ્યારે સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ઉછળ્યો. જોકે, બંધ સમયે કેટલીક નફાની બુકિંગ જોવા મળી. નિફ્ટી 133 પોઈન્ટ વધીને 25,843 પર બંધ થયો, જ્યારે સેન્સેક્સ 411 પોઈન્ટ વધીને 84,363 પર બંધ થયો.

બેંક નિફ્ટી 319 પોઈન્ટ વધ્યો, જોકે તે દિવસ દરમિયાન 58,261.55 ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી બેંક બજારમાં આ તેજી મજબૂત બેંક પરિણામો અને RBL બેંક માટે અમીરાત NBD ના $3 બિલિયનના સોદાને કારણે પ્રેરિત થઈ હતી. PSU થી લઈને ખાનગી અને NBFC સુધીના શેરોમાં આજે પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી.

એક્સિસ બેંક 2.17%, SBI 1.97%, બેંક ઓફ બરોડા 2.63% અને પંજાબ નેશનલ બેંક 3.87% વધીને બંધ થયા. કોટક મહિન્દ્રા બેંક અને HDFC બેંકના શેર પણ ગ્રીન ઝોનમાં બંધ થયા. જોકે, ICICI બેંકના શેર 3% થી વધુ ઘટ્યા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરે શાનદાર પ્રદર્શન કર્યું

BSEના ટોચના 30 શેરોની વાત કરીએ તો, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પરિણામો જાહેર થયા પછી અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. RIL 3.52% વધીને ₹1466.80 પ્રતિ શેર પર બંધ થયું. બજાજ ફિનસર્વનો શેર 2.65% વધ્યો. ભારતી એરટેલ પણ 1.95% વધીને બંધ થયો. BSE 30 શેરોમાંથી 11 શેર ઘટ્યા, જ્યારે 19 શેર વધ્યા.

રોકાણકારોની સંપત્તિ ₹4 લાખ કરોડ વધી

BSEનું બજાર મૂડીકરણ, જે અગાઉના બંધ સમયે ₹466.92 લાખ કરોડ હતું, તે ₹469.73 લાખ કરોડ પર બંધ થયું. આનો અર્થ એ થયો કે રોકાણકારોનું મૂલ્યાંકન આશરે ₹4 લાખ કરોડ વધ્યું.

આ શેરોમાં ૧૫%નો ઉછાળો જોવા મળ્યો

બેન્કિંગ શેરોમાં, સાઉથ ઇન્ડિયન બેંકના શેર સૌથી વધુ વધ્યા, ૧૫.૫૬% વધીને ₹૩૭.૭૩ પર બંધ થયા. ત્યારબાદ CATના શેર ૧૨.૬૩% વધ્યા. DCB બેંક ૧૨.૨૧% વધ્યા, AU સ્મોલ ફાઇનાન્સ અને RBL બેંક ૯% થી વધુ વધ્યા. CSB બેંકના શેર ૮%, MRPL ૭%, રેડિકો ખૈતાન ૪% અને ફેડરલ બેંકના શેર ૭% વધ્યા.

શું મલેશિયામાં થશે PM મોદી, ટ્રમ્પની મુલાકાત?

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની શક્યતા અંગે ચર્ચાએ જોર પકડ્યું  છે. એવી ચર્ચા ચાલી રહી છે કે મલેશિયામાં પાંચ દિવસ પછી યોજાનાર આસિયાન શિખર સંમેલન (ASEAN Summit)માં PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ મળવાની શક્યતા છે. આ મુદ્દાને લઈને ભારતથી લઈને અમેરિકા સુધી રાજકીય હલચલ જોવા મળી રહી છે.

મલેશિયામાં આવનારા રવિવારથી (26 ઓક્ટોબર, 2025) આસિયાન શિખર સંમેલનની શરૂઆત થવાની છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંમેલનમાં વિશ્વના બે શક્તિશાળી દેશોના નેતાઓ વચ્ચે મુલાકાત થવાની શક્યતાને લઈને અહેવાલો અને અટકળોનું બજાર ગરમ છે.

અમેરિકા અને ભારતની સરકારે હજી સત્તાવાર જાહેરાત કરી નથી

મલેશિયાની સરકારે પહેલેથી જ ખાતરી આપી છે કે આસિયાન શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેશે. જોકે વ્હાઇટ હાઉસ તરફથી હજી સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેવી જ રીતે ભારત સરકારે પણ હજી સુધી આ બાબતની પુષ્ટિ કરી નથી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંમેલનમાં ભાગ લેશે કે નહીં.

ટ્રમ્પ-મોદીની સંભાવિત મુલાકાત શા માટે?

મલેશિયામાં થનારા આસિયાન સમિટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને PM મોદીની સંભાવિત મુલાકાતને લઈને ચર્ચા તેજ છે, ખાસ કરીને ભારત પર અમેરિકન ટેરિફ (કર) અંગેના તણાવ વચ્ચે. આ ચર્ચા પાછળનાં ઘણાં કારણો છે, જેમાં મુખ્ય છે કે નવેમ્બર 2025માં જોહાનિસબર્ગમાં યોજાનારા G20 સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીની શક્યતા ઓછી છે. બીજી તરફ, ક્વાડ દેશો વચ્ચેની આગામી શિખર બેઠકની તારીખ હજી નક્કી થઈ નથી. આવી પરિસ્થિતિમાં, મલેશિયામાં થનારું આ સંમેલન બંને નેતાઓની મુલાકાત માટે એક મહત્વપૂર્ણ તક બને એવી શક્યતા છે.

મહાગઠબંધનની બેઠક વહેંચણી ફોર્મ્યુલા જાહેર

મહાગઠબંધનની અંદર બેઠક વહેંચણી ફોર્મ્યુલા હવે જાહેર થઈ ગઈ છે, જોકે ચૂંટણીના અંતે. રસપ્રદ વાત એ છે કે, મહાગઠબંધનના ઘટક પક્ષોએ 243 વિધાનસભા મતવિસ્તારોમાંથી 252 વિધાનસભા મતવિસ્તારોમાં તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે, એટલે કે લગભગ નવ વિધાનસભા બેઠકો એવી છે જ્યાં મહાગઠબંધનના ઘટક પક્ષો NDA ઉમેદવારનો સામનો કરીને એકબીજા સામે લડી રહ્યા છે. કેટલાક વિધાનસભા મતવિસ્તારોમાં, RJD અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, અન્યમાં, કોંગ્રેસ અને VIP, અને અન્યમાં, ડાબેરીઓ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે.

RJD એ હવે ૧૪૩ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જે છેલ્લી ચૂંટણીમાં ૧૪૪ થી ઘટીને ૭૫ પર જીત્યા છે.

કોંગ્રેસે હવે ૬૧ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જે છેલ્લી ચૂંટણીમાં ૭૦ થી ઘટીને ૧૯ પર જીત્યા છે.

CPI (ML) એ હવે ૨૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જે છેલ્લી ચૂંટણીમાં ૧૯ થી ઘટીને ૧૨ પર જીત્યા છે.

CPI (ML) એ હવે ૯ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જે છેલ્લી ચૂંટણીમાં ૬ થી ઘટીને ૨ પર જીત્યા છે.

CPM એ હવે ૪ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જે છેલ્લી ચૂંટણીમાં ૪ થી ઘટીને ૨ પર જીત્યા છે.

મુકેશ સાહનીની પાર્ટી VIP એ ૧૫ બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જે પહેલીવાર ગ્રાન્ડ એલાયન્સમાં જોડાઈ રહી છે.

મહાગઠબંધનમાં મુખ્ય પક્ષ આરજેડીનું પ્રતિનિધિત્વ કરતા તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવે એક સાથે ૧૪૩ ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં તેમના ઇરાદા સ્પષ્ટ થયા કે ગમે તે થાય, પાર્ટી આ વખતે ૧૪૦ થી વધુ બેઠકો પર ચૂંટણી લડશે. તેજસ્વી યાદવનું નામ યાદીમાં ટોચ પર છે, અને તેઓ પોતે ૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણી વૈશાલી જિલ્લાની રાઘોપુર બેઠક પરથી લડશે. ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવને છાપરા, ઇસ્માઇલ મન્સૂરીને કાંતી, લલિત યાદવને દરભંગા, મુકેશ યાદવને મુંગેર અને દેવકુમાર ચૌરસિયાને હાજીપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જોકે, ટિકિટ ન મળવાથી નારાજ બળવાખોર નેતાઓ ચૂંટણીમાં માથાનો દુખાવો બની શકે છે.