Home Blog Page 510

જૈશ-એ-મોહમ્મદનો પાકિસ્તાનમાં મહિલાઓ માટે ઓનલાઇન ‘જેહાદી કોર્સ’

નવી દિલ્હીઃ ઓક્ટોબરમાં ખુલાસો થયો હતો કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ જમાત-ઉલ-મુમિનાત નામે મહિલાઓની એક બ્રિગેડ બનાવી રહ્યું છે. હવે એક નવા એક્સક્લુસિવ દસ્તાવેજ અને વિગતો મુજબ આ આતંકી સંગઠને ફંડ એકત્ર કરવા અને પોતાની મહિલા બ્રિગેડમાં વધુ મહિલાઓને જોડવા માટે એક ઓનલાઈન તાલીમ કોર્સ શરૂ કર્યો છે, જેનું નામ રાખવામાં આવ્યું છે ‘તુફાત અલ-મુમિનાત’

મસૂદ અઝહરની બહેનોને જવાબદારી મળી

આ કોર્સ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા અને મહિલા બ્રિગેડમાં વધુ મહિલાઓની ભરતી માટે જૈશ-એ-મોહમ્મદના નેતાઓમાં મસૂદ અઝહર અને તેના કમાન્ડરોના સગાંસંબંધીઓનો સમાવેશ થાય છે.  મહિલા પરિવારના સભ્યો મહિલાઓને જેહાદ, ધર્મ અને ઇસ્લામના દ્રષ્ટિકોણથી મહિલાઓનાં કર્તવ્યો વિશે તાલીમ આપશે. ભરતી અભિયાન 8 નવેમ્બરથી ઓનલાઈન જીવંત વ્યાખ્યાનો મારફતે શરૂ થશે.

મસૂદ અઝહરની બે બહેનો સાદિયા અઝહર અને સમાયરા અઝહર મહિલાઓને જૈશ-એ-મોહમ્મદની મહિલા બ્રિગેડ ‘જમાત-ઉલ-મુમિનાત’માં જોડાવવા પ્રોત્સાહિત કરવા માટે એક ઓનલાઈન મીટિંગ પ્લેટફોર્મ મારફતે રોજ 40 મિનિટની ક્લાસ લેશે.

મસૂદ અઝહર જેમ દાન એકત્ર કરવાની દરેક તકનો ઉપયોગ કરે છે અને 27 સપ્ટેમ્બરે બહાવલપુરમાં “મરકઝ ઉસ્માન ઓ અલી”માં  આપેલા પોતાના ભાષણમાં ફંડ એકત્ર કરવાની અપીલ કરી હતી, તે જ રીતે જૈશ-એ-મોહમ્મદ હવે આ કોર્સમાં દાખલ થતી દરેક મહિલાથી 500 પાકિસ્તાની રૂપિયાનું દાન લઈ રહ્યો છે અને તેમની પાસેથી એક ઓનલાઈન માહિતી ફોર્મ પણ ભરાવી રહ્યો છે.

મહિલાઓની ઓનલાઈન ભરતી

આની શરૂઆતમાં આઠ ઓક્ટોબરે મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદની મહિલા બ્રિગેડ ‘જમાત-ઉલ-મુમિનાત’ની રચનાની જાહેરાત કરી હતી અને 19 ઓક્ટોબરે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના રાવલપિંડીમાં મહિલાઓને એકત્ર કરવા માટે દુખતરાન-એ-ઇસ્લામ નામે કાર્યક્રમ યોજ્યો હતો.

આલૂ બેસન સબ્જી

બટેટાનું ચણાના લોટવાળું આ શાક બહુ જ ઝટપટ બની જાય છે! વળી, સ્વાદિષ્ટ પણ બને છે!

સામગ્રીઃ

  • બટેટા 4-5
  • ચણાનો લોટ 1-2 ટે.સ્પૂન
  • તેલ 2-3 ટે.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • આખા ધાણા 1 ટી.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • કાળા મરી 6-7 દાણા
  • કાચા શીંગદાણા 2 ટે.સ્પૂન
  • સૂકા લાલ મરચાં 4-5
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન (optional)
  • હળદર ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • લીલાં મરચાં 3-4

રીતઃ બટેટા છોલીને મોટા ટુકડામાં સમારી લેવા. ત્યારબાદ તેને ધોઈને કોરા કરી લેવા.

એક મિક્સી જારમાં આખા ધાણા, જીરૂ, કાળા મરી, કાચા શીંગદાણા તેમજ સૂકા લાલ મરચાં અને ચણાનો લોટ નાખીને બારીક પાઉડર બનાવી લો.

એક કઢાઈમાં તેલ વઘાર માટેનું ગરમ કરી તેમાં રાઈ, હીંગ તેમજ લીમડાનો વઘાર કરી દો. ત્યારબાદ તેમાં સમારેલાં બટેટા ઉમેરીને, ગેસની તેજ આંચે ચમચા વડે એકસરખા સાંતળતા રહો. જ્યાં સુધી તેની ઉપર સોનેરી રંગની પરત ન આવી જાય.

બટેટા અડધા ચઢી જવા આવે એટલે ગેસની આંચ ધીમી કરી દો. હવે તેમાં લીલાં મરચાંમાં ઉભા કટ કરીને મેળવી હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ચમચા વડે મસાલા મિક્સ કરી દો. ત્યારબાદ દળેલો ચણાના લોટવાળો મસાલો મેળવી દો. ગેસની ધીમી આંચે ચમચા વડે હળવે હળવે પાંચેક મિનિટ હલાવતાં રહો, જેથી તેમાં રહેલો ચણાનો લોટ સરખો ચઢી જાય. હવે કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે બટેટા ચઢી જવા દો.

2-3 મિનિટ બાદ ઢાંકણ ખોલીને બટેટા જોઈ લો. જો બટેટા ચઢી ગયા હોય તો ગેસ બંધ કરીને સમારેલી કોથમીર ભભરાવી શાક ફુલકા રોટલી સાથે પીરસો. આ શાક પુરી સાથે પણ સારું લાગશે. લીંબુનો સ્વાદ ભાવતો હોય તો શાક પીરસતી વખતે શાક ઉપર લીંબુનો રસ મેળવીને ખાવાના ઉપયોગમાં લેવું.

૨૫ ઑક્ટોબર ૨૦૨૫

શા માટે ધનનો ઉપયોગ ફક્ત સ્વાર્થ માટે કરવો જોઈએ નહીં?

આપણે પેટપૂજા શબ્દનો ઉપયોગ ઘણી વખત કરીએ છીએ, પણ તેનો અર્થ જાણી લીધો હોય તો વધુ સારું. ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયના ૧૪મા શ્લોકમાં કહેવાયું છેઃ

अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित: |

प्राणापानसमायुक्त: पचाम्यन्नं चतुर्विधम् ||

અર્થાત્ હું જ તમામ જીવોના શરીરમાં પ્રાણ અને અપાન વાયુ (આવતા-જતા શ્વાસ)થી સંમિશ્રિત પાચનના અગ્નિનું સ્વરૂપ ધારણ કરું છું અને ચારે પ્રકારના ખોરાકનું પાચન કરું છું. અહીં ચારે પ્રકારના ખોરાકનો અર્થ છે ચાવી શકાય, ચાટી શકાય, ચૂસી શકાય અને ગળી શકાય એવા ખોરાક.

ભગવાન કૃષ્ણ આપણને કહે છે કે તેઓ આપણી અંદર જ છે અને શરીરની આવી પ્રવૃત્તિઓ પણ કરે છે. આથી આપણે અન્ન આરોગતી વખતે એમની પૂજા કરવી જોઈએ. આ જ કારણ છે કે જમતી વખતે આપણે ટીવી જોવું જોઈએ નહીં, બોલવું જોઈએ નહીં અને ફક્ત પેટપૂજા કરવી જોઈએ. આ બાબતનું જેઓ પાલન કરે છે એમને ક્યારેય પાચનને લગતી તકલીફો થતી નથી.

આ જ રીતે આપણે લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ. તેઓ માતા છે. આપણે માતાનો સ્વાર્થ માટે ઉપયોગ કરતા નથી કે કોઈ બીજાની માતા સાથે સરખામણી પણ કરતા નથી. માતા સાથે હંમેશાં સ્નેહનો વ્યવહાર હોય છે અને એ સંબંધમાં ક્યાંય અસલામતી હોતી નથી. આથી જ કહી શકાય કે સંપત્તિનો-ધનનો ઉપયોગ ફક્ત સ્વાર્થ માટે કરવો જોઈએ નહીં અને કોઈ બીજાની સંપત્તિ સાથે તુલના કરવી જોઈએ નહીં અને અન્યો સાથે ધનની વહેંચણી કરતી વખતે ક્યારેય અસલામતી અનુભવવી જોઈએ નહીં. માતા ક્યારેય કુમાતા થતી નથી. એ જ રીતે લક્ષ્મી માતા પણ ક્યારેય આપણા માટે ખરાબ નહીં થાય. ફક્ત આપણે એટલું ધ્યાનમાં રાખવાનું કે આપણે એનું યોગ્ય સમ્માન અને પૂજા કરીએ.

આપણે ઘણી વાર કહીએ છીએ કે લક્ષ્મી ચંચળ છે. હકીકતમાં આપણે પોતે ચંચળ છીએ અને દોષ લક્ષ્મીજીને આપીએ છીએ.

યોગિક વેલ્થ આપણને દરેક પ્રકારની – શારીરિક, સામાજિક, ભાવનાત્મક અને આર્થિક સંપત્તિની પૂજા કરવાનું શીખવે છે. આપણે જ્યારે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે શાંતિ-શીતળતા અનુભવાય છે અને પ્રસન્નતા વર્તાય છે. આ વાત તમામ પ્રકારની સંપત્તિની પૂજાને પણ લાગુ પડે છે. આ બાબતને માતાના ખોળામાં સૂવાની સાથે સરખાવી શકાય. માતાના ખોળામાં આપણને હૂંફ વર્તાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે તથા આપણી બધી ચિંતાઓ દૂર થાય છે. જો આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ તો ચોક્કસપણે શાંતિ અને શીતળતા અનુભવાય.

દરેક વ્યક્તિએ આત્મચિંતન કરવું જોઈએ કે જો પોતાની પાસે પૂરતો ખોરાક છે, ક્યારેય પૈસાના અભાવે ભૂખ્યા સૂવું પડ્યું નથી, તન ઢાંકવા માટે પૂરતાં કપડાં છે અને માથા પર છત છે, તો તેના માટે ઈશ્વરનો પાડ માનવો જોઈએ. રોટી, કપડાં, મકાન એ બધું જ હોવા છતાં જો આપણે મનથી વિક્ષિપ્ત હોઈએ તો તેનો અર્થ એવો કે આપણે ચંચળ છીએ, લક્ષ્મી નહીં!

જો માતા લક્ષ્મી આપણને છોડીને જાય તો એમનો દોષ નથી. તેઓ આપણે ત્યાં આવે છે અને આપણી સાથે રહે છે, પરંતુ જો આપણે એમનું યોગ્ય માન-સમ્માન જાળવીએ નહીં તો તેઓ આપણને છોડીને જાય છે. તેઓ જાય ત્યારે એમને દોષ દેવાય નહીં.

દિવાળી હજી હમણાં જ ગઈ છે. આપણે બધાએ માતા લક્ષ્મીની પૂજા કરી અને એમનો આભાર માન્યો. આ કામ ફક્ત રીતિરિવાજ તરીકે અને કરવા ખાતર કરવાનું નથી. તેની પાછળની ભાવના સમજીને શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન થવું જોઈએ. આજે ફરી કહેવાનું કે આપણે એવા દેશમાં જન્મ લીધો છે, જેમાં પૂર્વજોએ અને સાધુ-સંતોએ આપણને આવી સારી દૃષ્ટિ અને સમજણ આપી છે. આપણે આ ભૂમિ પર જન્મ લીધો એ આપણું સૌનું અહોભાગ્ય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

પંચાંગ 25/10/2025

સચિન સંઘવીને જાતીય શોષણ કેસ મામલે જામીન, વકીલે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

બૉલિવૂડ સિંગર અને સંગીતકાર સચિન-જીગર બેલડીના સચિન સંઘવીની, મહિલા સાથે યૌન ઉત્પીડનના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જોકે, હવે તેમને તાત્કાલિક જામીન મળી ગયા છે, એવું વકીલ દ્વારા નિવેદન આપવામાં આપ્યું છે.

સ્ત્રી 2 અને ભેડીયા ફિલ્મ માટે હિટ ગીતો આપનાર ગુજરાતી સચિન સંઘવી પર એક મહિલા દ્વારા સંગીત આલ્બમાં કામ આપવાની અને લગ્નની લાલચ આપીને યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે સચીન સંઘવીની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. જોકે હવે તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે, એવું તેમના વકીલે નિવેદન આપ્યું છે. તેમણે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. 

આ કેસ મામલે સચિન સંઘવીના વકીલ આદિત્ય મિત્થેએ જણાવ્યુ કે, મારા અસીલ સામેની એફઆઈઆરમાં કરાયેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. આ કેસમાં કોઈ જ તથ્ય નથી. પોલીસ દ્વારા મારા અસીલની અટકાયત ગેરકાયદેસર હતી અને તેથી જ તેમને તાત્કાલિક જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. અમારો ઈરાદો બધા આરોપોનો સંપૂર્ણ અને સ્પષ્ટ રીતે બચાવ કરવાનો હતો.

શું છે મામલો?

જાણીતા ગુજરાતી ગાયક અને સંગીતકાર સચિન સંઘવીની જાતીય શોષણ મામલે ગુરૂવારે ધરપકડ કરવામાં આવી હતી. સચિને એક મહિલાને સંગીત આલ્બમમાં કામ આપવાનું કહ્યું હતું. તેના પર મહિલાને લગ્ન કરવાનું વચન આપીને જાતીય શોષણ કર્યુ હોવાનો આરોપ છે. આ કારણે હાલમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે અને સચિન સંઘવીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

આ અંગે પોલીસે માહિતી આપી હતી કે ‘સ્ત્રી 2’ અને ‘ભેડિયા’ જેવા હિટ ગીતો માટે જાણીતા સચિન સંઘવીની ગુરુવારે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે એક યુવા મહિલા ફરિયાદીએ દાવો કર્યો હતો કે તે ફેબ્રુઆરી 2024 માં સંઘવીના સંપર્કમાં આવી હતી જ્યારે તેણે તેણીને ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ મોકલ્યો હતો.પોલીસ અધિકારીએ ઉમેર્યુ કે સંઘવીએ કથિત રીતે તેણીને તેના સંગીત આલ્બમમાં ભૂમિકા આપવાનું વચન આપ્યું હતું, ત્યારબાદ બંનેએ વાતચીત શરૂ કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સચિન સંઘવીએ તેણીને તેના સ્ટુડિયોમાં બોલાવી હતી, જ્યાં તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ઘણી વખત તેનું જાતીય શોષણ કર્યું હતું. તપાસના આધારે ગાયકની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સચિન-જીગરની બેલડી સંગીત ક્ષેત્રમાં જાણીતું નામ છે. તેમણે ઘણા હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. સચિન સંઘવી મૂળ ગુજરાતી છે. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈમાં સ્થાયી છે.

પાકિસ્તાનમાં ટમેટાં રૂ. 600એ કિલો, અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સામાન્ય માણસ માટે જીવન ફરી દોહ્યું બન્યું છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ ફરી એક વાર મોંઘી બની છે. દેશભરમાં ટામેટાના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચ્યા છે અને ઘણાં બજારોમાં તે 550થી 600 પાકિસ્તાની રૂપિયા (PKR) પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. આ સામાન્ય ભાવ કરતાં આશરે 400 ટકા વધુ છે.

 અફઘાનિસ્તાનથી આયાત બંધ થવા અને સ્થાનિક પાકને નુકસાન થવાને કારણે દેશમાં ટમેટાંની ભારે અછત સર્જાઈ છે. આખી સ્થિતિની શરૂઆત 11 ઑક્ટોબરે પાકિસ્તાન-અફઘાન સરહદ પર તણાવ વધવાથી થઈ, જેના કારણે તોરખમ અને ચમન જેવા મહત્વના વેપારી રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ઇસ્લામાબાદે કાબુલ પર આતંકી હુમલાનો આરોપ મૂક્યો હતો, ત્યાર બાદ બંને દેશો વચ્ચેનો વેપાર ઠપ થઈ ગયો છે.ભાવ વધવાનાં ચાર મુખ્ય કારણો

અફઘાનિસ્તાનથી આવતા ટમેટાંના ટ્રક સરહદે અટવાઈ ગયા છે. આશરે 5000 કન્ટેનર અટકવાથી કરાચી, લાહોર અને ઇસ્લામાબાદની સપ્લાય ચેન તૂટી ગઈ છે.

ઈરાનથી સપ્લાય ઘટી: બલુચિસ્તાનનો પાક પૂરો થઈ રહ્યો છે અને ઈરાનથી આયાત પણ ધીમી છે, જેને કારણે માગ અને પુરવઠામાં ખાધ વધી ગઈ છે. બજારમાં મનમાની:જથ્થાબંધ વેપારીઓએ ભાવોમાં વધારો કર્યો, જેને કારણે રિટેલ સ્તરે ભાવ લગભગ બમણા થઈ ગયા છે.

ટમેટા સિવાયની શાકભાજીના ભાવ પણ ઊંચા

આ સાથે અન્ય શાકભાજીની કિંમતોમાં લસણ- રૂ 400, ભીંડા- રૂ. 300, કાકડી- રૂ. 150, આદુ- રૂ.  750, ડુંગળી- રૂ.  120,  વટાણા- રૂ.  500 એ પહોંચ્યા છે.

દુનિયાનો સૌથી મોંઘો લોટ

ટમેટા પહેલાં જુલાઈ, 2023માં પાકિસ્તાને ‘દુનિયાનો સૌથી મોંઘો લોટ’ જોવા મળવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે કરાચીમાં 20 કિલો લોટનો થેલો 3200 રૂપિયામાં વેચાયો હતો. ખાંડના ભાવ પણ 160 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા. હવે ટમેટાના આકાશને અડી રહેલા ભાવોએ આ સંકટને વધુ ગંભીર બનાવી દીધું છે.

બિહાર ચૂંટણીમાં પરિવારવાદની બોલબાલાઃ નેતાઓના સંબંધીઓને ટિકિટ

પટનાઃ ભારતીય રાજકારણમાં પરિવારવાદ કોઈ નવી બાબત નથી. દરેક ચૂંટણીમાં તે કોઈ ને કોઈ સ્વરૂપે છે જ. રાજકીય પાર્ટીઓ મોટે ભાગે પોતાના જાણીતા નેતાઓના પરિવારોને ઉમેદવારી આપે છે, જેથી મતદારોમાં વિશ્વાસ જળવાય અને જીતવાની શક્યતા વધે. પરિણામે, અનેક વિધાનસભા ક્ષેત્રોમાં પિતા, માતા, પુત્ર, પુત્રી અથવા અન્ય સંબંધીઓ ચૂંટણી મેદાનમાં જોવા મળે છે. આ વખતે પણ JDU અને RJD જેવી મોટી પાર્ટીઓએ વરિષ્ઠ નેતાઓનાં બાળકો અને પરિવારના સભ્યોને ઉમેદવાર બનાવ્યા છે.

 જીતન રામ માંઝી કેમ ચર્ચામાં?

આ ચૂંટણીમાં એવા 42 ઉમેદવારો છે, જેમના પરિવારના સભ્યો અગાઉ સાંસદ અથવા ધારાસભ્ય રહી ચૂક્યા છે. ખાસ કરીને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જીતન રામ માંઝીની પાર્ટી હિંદુસ્તાની અવામ મોર્ચા (સેક્યુલર) સૌથી વધારે ચર્ચામાં છે. આ વખતે માંઝીએ પોતાનાં વહુ, વેવાઇ, જમાઈ અને ભત્રીજાને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે.

ADRના અહેવાલમાં ચોંકાવનારી માહિતી

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલ મુજબ બિહારમાં વંશવાદનું પ્રમાણ ચોંકાવનારું છે.

બિહારના કુલ 360 સાંસદ, ધારાસભ્યો અને ધારાસભા પરિષદના સભ્યોમાં 96 (27 ટકા) વંશવાદી પૃષ્ઠભૂમિ ધરાવે છે.  હાલના વિધાનસભ્યોમાં 27 ટકા રાજકીય પરિવારના છે. 40 લોકસભા સાંસદોમાંથી 15 (37.5 ટકા) અને રાજ્યસભાના 16માંથી એક સાંસદ રાજકીય પરિવારમાંથી આવે છે. આ આંકડાઓ દર્શાવે છે કે ટિકિટ વહેંચતી વખતે પાર્ટીઓને કાર્યકર્તાઓ કરતાં પરિવારના સભ્યો વધારે યાદ આવે છે.

જોઈ લો ભારતની પ્રથમ AI અભિનેત્રીને,’ટ્રુથ એન્ડ લાઇઝ’થી કરશે ડેબ્યૂ

ભારતની પહેલી AI સુપરસ્ટારે ઇન્સ્ટાગ્રામ સીરિઝ “ટ્રુથ એન્ડ લાઇઝ”થી અભિનયની શરૂઆત કરી છે. જાણીએ આ AI અભિનેત્રી અને તેની સીરિઝ વિશે.

ભારતની પહેલી AI ઈન્ફ્લુએન્સર નૈના હવે અભિનેત્રી તરીકે ડિજિટલ સ્ક્રીન પર પગ મૂકી રહી છે. તે ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર રિલીઝ થયેલી 12-એપિસોડની માઇક્રો-ડ્રામા સીરિઝ “ટ્રુથ એન્ડ લાઇઝ” માં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સીરિઝ મુંબઈની એક રાતની પૃષ્ઠભૂમિ સામે મિત્રતા, વિશ્વાસઘાત અને માનવ લાગણીઓની જટિલતાઓને દર્શાવે છે.

એઆઈ નૈનાએ ડેબ્યૂ કર્યું

અત્યાર સુધી એઆઈ નૈના તેની આકર્ષક સોશિયલ મીડિયા હાજરી માટે જાણીતી હતી પરંતુ આ વખતે તે અભિનય દ્વારા દર્શકોના દિલ જીતવા માટે કટિબદ્ધ છે. સીરિઝના લોન્ચ સમયે નૈનાએ કહ્યું,”હું અહીં માણસોને બદલવા માટે નથી, પરંતુ જીવવા અને તેમની લાગણીઓને સમજવા માટે છું. ‘ટ્રુથ એન્ડ લાઈઝ’ મારા માટે માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ એ સાબિત કરવાની તક છે કે એઆઈ પણ અધિકૃત અભિનય દ્વારા હૃદયને અનુભવી અને સ્પર્શી શકે છે.”

દરેક એપિસોડ એક મિનિટથી થોડો લાંબો છે – તેને ખાસ કરીને એવા પ્રેક્ષકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેઓ ટૂંકી, મજેદાર વાર્તાઓનો આનંદ માણે છે અને ઝડપી સ્ક્રોલિંગનો આનંદ માણે છે. વાર્તાની અંદરના રહસ્યો, સંબંધોના ઉતાર-ચઢાવ અને રાત્રિના અંધારામાં ખુલેલા રહસ્યો તેને ખૂબ જ આકર્ષક બનાવે છે.

સીરિઝની વાર્તા શું છે?

વાર્તા મુંબઈમાં એક રાત દરમિયાન શરૂ થાય છે, જેમાં મિત્રતા, વિશ્વાસઘાત અને વિશ્વાસની કસોટી થાય ત્યારે લોકો જે પસંદગીઓ કરે છે તેની શોધ કરવામાં આવે છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે આખી સીરિઝનું શૂટિંગ ફક્ત મહિલા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

સીરિઝને લાખો વ્યૂઝ મળ્યા

રિલીઝ થયાના થોડા કલાકોમાં જ સીરિઝે ઇન્સ્ટાગ્રામ પર લાખો વ્યૂઝ મેળવ્યા. દર્શકો એ વાતને લઈને ઉત્સાહિત છે કે AI મનોરંજન ઉદ્યોગમાં નવી શક્યતાઓ કેવી રીતે ખોલશે. નિષ્ણાતો માને છે કે આ ભારતમાં AI-આધારિત વાર્તા કહેવાની દિશામાં એક મોટું પગલું છે.

હવે ઓલા-ઉબરની મનમાની ખતમ, સરકાર લાવી છે ‘ભારત-ટેક્સી’

નવી દિલ્હીઃ ઓલા-ઉબર ટેક્સી સર્વિસને લઈને રોજ નવી-નવી ફરિયાદો સામે આવે છે,  ક્યારે કાર ગંદી હોય છે, ક્યારે મનપસંદ ભાડું વસૂલવામાં આવે છે કે પછી ડ્રાઈવર બુકિંગ રદ કરી દે છે. આવી ખાનગી રાઇડ હેલિંગ એપ્સની સમસ્યાઓનો અંત લાવવા માટે હવે આવી રહી છે સરકારી સેવા- ભારત ટેક્સી.

કેન્દ્ર સરકારે ‘ભારત ટેક્સી’ નામથી નવી કેબ સર્વિસ શરૂ કરી છે, જે ઓલા-ઉબર જેવી ખાનગી કેબ કંપનીઓ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. કારણ કે આમાં કારમાલિકો અથવા ડ્રાઇવરોને કંપનીને કોઈ કમિશન આપવાની જરૂર નહીં પડે, એટલે આખી કમાણી સીધી તેમના ખિસ્સામાં જશે. તેથી ઘણા ડ્રાઇવરો ઓલા-ઉબરને બદલે ભારત ટેક્સીમાં જોડાવાનું પસંદ કરશે.

ટૂંક સમયમાં શરૂ થનાર સહકારી ટેક્સી સેવા

ભારત ટેક્સી દેશની પ્રથમ સહકારી (co-operative) ટેક્સી સેવા હશે. આ સેવા મોટા પાયે ડિસેમ્બરથી શરૂ થશે, પરંતુ તેનો પાયલોટ પ્રોજેક્ટ નવેમ્બરમાં જ દિલ્હીમાં શરૂ થશે. આ પ્રોજેક્ટમાં 650 ડ્રાઇવર/કાર માલિકો જોડાશે, એટલે શરૂઆતમાં 650 વાહનો ઉપલબ્ધ રહેશે. ડિસેમ્બર પછી આ સેવા અન્ય શહેરોમાં પણ ફેલાવવામાં આવશે. ડિસેમ્બર સુધીમાં આશરે 5000 ડ્રાઇવર આ સહકારી સર્વિસ સાથે જોડાઈ જશે અને લોકો માટે તેમનાં વાહનો સાથે સર્વિસ આપશે.

કેવી રીતે કામ કરશે ‘ભારત ટેક્સી’?

ભારત ટેક્સીને કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય અને નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) મળીને તૈયાર કર્યું છે. આ માટે સરકારે સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ સાથે એમઓયુ (MoU) કર્યો છે. આ કોઈ ખાનગી કંપનીની જેમ નહીં, પણ સહકારી સંસ્થા તરીકે કાર્ય કરશે, એટલે ડ્રાઇવરો પણ સહ-માલિક (co-owner) રહેશે.

સેવા કેવી રીતે ઉપયોગમાં લેવાશે?

આ સેવાનો ઉપયોગ કરવો ઓલા-ઉબર એપ જેટલો જ સરળ છે. એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી અને આઈફોન યુઝર્સ એપલ સ્ટોર પરથી ‘ભારત ટેક્સી’ એપ ડાઉનલોડ કરી શકશે. એપ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ રહેશે.

સૌથી ખાસ વાત એ છે કે આ મેમ્બરશિપ પ્લાન આધારિત સેવા હશે. દરેક રાઇડની 100 ટકા કમાણી ડ્રાઇવર પાસે જ રહેશે. ડ્રાઇવરને ફક્ત દૈનિક, સાપ્તાહિક અથવા માસિક આધારે નાની રકમ સભ્યપદ ફી તરીકે ચૂકવવી પડશે. પ્રારંભમાં આ સેવાનું વિસ્તરણ દિલ્હી, મુંબઈ, પુણે, ભોપાલ, લખનૌ, જયપુર સહિત 20 શહેરોમાં કરવામાં આવશે.