Home Blog Page 4955

પંચાંગ તા. 04/03/2020

આલિયાની ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં કેટરીનાનો આઈટમ ડાન્સ?

મુંબઈ : આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ બંને બોલીવૂડની A-List અભિનેત્રી છે. રીયલ લાઈફમાં બંનેનો બોયફ્રેન્ડ પણ એક જ. જોકે આલિયા હવે રણબીર કપૂરની ગર્લફ્રેન્ડમાંથી દુલ્હન બને એવા સમાચાર છે.

આ બંને અભિનેત્રી આગામી હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં સાથે જોવા મળશે. સંજય લીલા ભણસાલીએ એમની આ ફિલ્મમાં આલિયાને મુખ્ય ભૂમિકા આપી છે અને કેટરીના એક સ્પેશિયલ – આઈટમ સોન્ગ કરવાની છે.

આલિયા અને કેટરીના રિયલ લાઈફમાં ગાઢ બહેનપણીઓ છે.

થોડાક દિવસ પહેલાં, કેટરીના મુંબઈમાં ભણસાલીની ઓફિસમાં જતી જોવા મળી હતી અને આઈટમ સોન્ગમાં એના સમાવેશની અટકળ સાચી પડે એવું લાગે છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. કેટરીના આ પહેલાં ‘ચિકની ચમેલી’, ‘શીલા કી જવાની’, ‘કમલી’, ‘જરા-જરા ટચ મી’ જેવા આઈટમ સોન્ગ કરી ચૂકી છે. હવે ભણસાલી ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં એની પાસે કેવા પ્રકારનો આઈટમ ડાન્સ કરાવે છે એ જોવાનું રહ્યું.

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં આલિયા મુંબઈની માફિયા ક્વીનની ભૂમિકા કરી રહી છે.

કેટરીના હાલ સૂર્યવંશી ફિલ્મના પ્રચારકાર્યમાં વ્યસ્ત છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત આ ફિલ્મ 24 માર્ચે રિલીઝ થવાની છે. જેમાં અક્ષય કુમાર તેનો હિરો છે.

તાતા ગ્રુપઃ આ છે ગ્રુપની રસપ્રદ સફર…

નવી દિલ્હીઃ એક વ્યક્તિ પોતાના જીવનમાં તાતા ગ્રુપની અગણિત ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે. ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે, જેમાં તાતા ગ્રુપની હાજરી ના હોય. તાતા કંપની મીઠાથી માંડીને વિશ્વમાં પ્રસિદ્ધ વ્યાવસાયિક વાહન અને શાનદાર હોટેલોની ચેઇન બનાવવા માટે જાણીતી છે. 18મી સદીમાં ગુજરાતના એક પારસી પરિવારમાં જમશેદજીનો જન્મ થયો હતો. માત્ર 14 વર્ષની ઉંમરે તેઓ પિતાની સાથે મુંબઈ આવી ગયા અને અહીં વેપારમાં પગ માંડ્યા. વેપાર-વ્યવસાયમાં તેમણે પોતાના પિતાને સાથે આપવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તેમણે પાછું વાળીને નથી જોયું.

પ્રારંભિક જીવન

જમશેદજીનો જન્મ ત્રીજી માર્ચ, 1839માં દક્ષિણ ગુજરાતના નવસારીમાં એક પારસી પરિવારમાં થયો. તેમનું પૂરું નામ જમશેદજી નુસીરવાનજી તાતા હતું. તેમના પિતાનું નામ નુસીરવાનજી તથા માતાનું નામ જીવનબાઈ તાતા હતું. તેમના પિતા તેમના ખાનદાનમાં  પોતાનો વ્યવસાય કરવાવાળા પહેલી વ્યક્તિ હતા. માત્ર 14 વર્ષની વયે જ જમશેદજી પોતાના પિતાની સાથે મુંબઈ આવી ગયા અને વેપારમાં ડગ માંડ્યા. એ ઉંમરમાં તેમણે પોતાના પિતાને મદદ કરવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ 17 વર્ષના હતા, ત્યારે તેમણે મુંબઈની એલફિન્સ્ટન કોલેજમાં એડમિશન લીધું અને બે વર્ષ પછી વર્ષ 1858માં  ગ્રીન સ્કોલર (સ્નાતક સ્તરની ડિગ્રી)ના રૂપે પાસ થયા અને પિતાના વેપારમાં સંપૂર્ણપણે ઝંપલાવ્યું. ત્યાર બાદ તેમનું લગ્ન હીરાબાઈ દબુની સાથે કરાવવામાં આવ્યું.વેપાર માટે વિદેશ પ્રવાસ

જમશેદજીએ વેપાર સંરવા સંબંધે ઇંગ્લેન્ડ, અમેરિકા, યુરોપ અને અન્ય દેશોનો  પ્રવાસ કર્યો, જેનાથી તેમને વેપારના દરેક પ્રકારના આઇડિયા મળ્યા. તેનાથી તેમને વેપારી જ્ઞાનમાં વધારો થયો. આ પ્રવાસો પછી તેમને એક વાત સામે સમજાઈ કે બ્રિટિશ આધિપત્યવાળા કપડાં ઉદ્યોગમાં ભારતીય કંપનીઓ પણ સફળ થઈ શકે છે.

ઉદ્યોગમાં પ્રવેશ

29 વર્ષની ઉંમરે તેમણે તેમના પિતાની કંપનીમાં કામ કર્યું, એ પછી તેમણે વર્ષ 1868માં માત્ર રૂ. 21,000ની મૂડીએ એક વેપારી પ્રતિષ્ઠાનની સ્થાપના કરી. વર્ષ 1869માં તેમણે એક નાદાર થયેલી ઓઇલ મિલ ખરીદી અને એક કોટન મિલમાં એને તબદિલ કરીને એનું નામ એલેક્ઝેન્ડર મિલ રાખ્યું. આશરે બે વર્ષ પછી જમશેદજીએ આ મિલને થોડાક નફાએ વેચી દીધી અને એ જ રૂપિયાથી તેમણે વર્ષ 1874માં નાગપુરમાં એક કોટન મિલની સ્થાપના કરી. તેમણે આ મિલનું નામ પછીથી ઇમ્પ્રેસ મિલ કરી દીધું.. જ્યારે મહારાણી વિક્ટોરિયાને ભારતની રાણીનો એવોર્ડ આપવામાં આવ્યો. વર્ષ 2015-16માં કંપનીને 103.51 કરોડ અબજ ડોલરની આવક થતી હતી. આ કંપની દેશની જીડીપીમાં મોટો હિસ્સો આપતી હતી.

સામ્રાજ્ય ઊભું કર્યું

જમશેદજી તાતા ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ તથા ઔદ્યોગિક જૂથ તાતા ગ્રુપના સંસ્થાપક હતા. ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રમાં જમશેદજીએ યોગદાન આપ્યું એ અસાધારણ અને બહુ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે ઉદ્યોગ સ્થાપિત કરવામાં માત્ર અંગ્રેજને જ હોશિયાર માનવામાં આવતા હતા. જમશેદજીએ ભારતમાં ઔદ્યોગિક વિકાસનો માર્ગ કંડારી આપ્યો. તાતા સામ્રાજ્યના સંસ્થાપક જમશેદજી દ્વારા કરવામાં આવેલા કાર્ય આજે પણ લોકોને પ્રોત્સાહિત કરે છે.  તેમની પાસે ભવિષ્યને જોવાની ગજબની ક્ષમતા હતી, જેમના દમ પર તેમણે એક ઔદ્યોગિક ભારતનું સપનું જોયું હતું. ઉદ્યોગોની સાથે-સાથે  તેમને વિજ્ઞાન અને ટેક્નિકલ શિક્ષણ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી.

જીવનનું મોટું લક્ષ્ય

જમશેદજીના જીવનનાં મોટા લક્ષ્યોમાં એક સ્ટીલ કંપની શરૂ કરવાનું હતું. એક વિશ્વ પ્રસિદ્ધ કેન્દ્ર સ્થાપિત કરવું. એક ઉચ્ચ કક્ષાની હોટલ શરૂ કરવી અને એક હાઇડ્રો પાવરની યોજના શરૂ કરવી. જોકે તેમના જીવન કાળમાં આમાંથી નીત્ર ક જ સપનું તેઓ પૂરું કરી શક્યા, હોટેલ તાજ મહલનું સપનું. બાકીનાં તેમનાં સપનાંઓને તેમની આવનારી પેઢીઓએ પૂરાં કર્યાં. હોટેલ તાજમહલ ડિસેમ્બર, 1903માં રૂ. 4 કરોડ 21 લાખમાં મસમોટા ખર્ચે તૈયાર થઈ એ સમયે એ ભારતની એકમાત્ર હોટેલ હતી, જ્યાં  વીજળીની વ્યવસ્થા હતી. ભારતમાં એ દિવસોમાં ભારતીયોને ઉત્કૃષ્ટ યુરોપિયન હોટેલોમાં ઘૂસવા નહોતા દેવાતા. તાજમહલ હોટેલનું નિર્માણ કરીને તેમણે આ અન્યાયકારી નીતિનો જવાબ આપ્યો હતો.

દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન

દેશના ઔદ્યોગિક વિકાસમાં જમશેદજીનું અસાધારણ યોગદાન છે. તેમણે ભારતમાં ઔદ્યોગિક વિકાસનો પાયો નાખ્યો છે. જ્યારે દેશ ગુલામ હતો ત્યારે ઉદ્યોગ-ધંધા સ્થાપિત કરવામાં અંગ્રેજ પોતાને હોશિયાર સમજતા હતા. દેશના ઔદ્યોગિકરણ માટે તેમણે લોખંડનાં કારખાનાંની સ્થાપવાની મહત્ત્વપૂર્ણ યોજના બનાવી. તેમની મોટી યોજનાઓમાં –તેમણે પશ્ચિમી ઘાટોથી તીવ્ર જલપ્રપાતોથી વીજ ઉત્પન્ન કરવાની યોજના બનાવી. જેની ઇંટ આઠ ફેબ્રુઆરી, 1911 રાખવામાં આવી.

કોમર્શિયલ વાહનો બનાવનારી સૌથી મોટી કંપની

તાતા મોટર્સ ભારતમાં વેપારી વાહન બનાવવાવાળી સૌથી મોટી કંપની છે. એનું જૂનું નામ ટેલ્કો (તાતા એન્જિનિયરિંગ એન્ડ લોકોમોટિવ કંપની લિમિટેડ) હતું. તાતા ગ્રુપની મુખ્ય કંપનીઓમાંની એક છે. તેના ઉત્પાદન એકમ ભારતમાં જમશેદપુર (ઝારખંડ), પુણે (મહારાષ્ટ્ર) અને લખનૌ (યુપી) સહિત અન્ય કેટલાક દેશોમાં છે. તાતા ગ્રુપનાં આ કારખાનાંની શરૂઆત રેલવે એન્જિનથી થઈ હતી. જોકે હવે આ કંપની ભારે કોમર્શિયલ વાહનો ખરીદે છે. કંપનીએ બ્રિટનની પ્રસિદ્ધ બ્રાંડ જગુઆર અને લેન્ડ રોવરને પણ ખરીદી લીધી છે.

મોટા ઉદ્યોગપતિ અને મહાન રાષ્ટ્રવાદી અને પરોપકારી પણ ખરા

જમશેદજી દિગ્ગજ ઉદ્યોગપતિની સાથે મોટા રાષ્ટ્રવાદી અને પરોપકારી હતા. જમશેદજીના પુત્ર દોરાબ તાતાએ 1907માં દેશની પહેલી સ્ટીલ કંપની તાતા સ્ટીલ એન્ડ આયર્ન કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં કર્મચારીઓને પેન્શન, ઘર, મેડિકલની સુવિધા અને કેટલીક સુવિધાઓવાળી કદાચ એકમાત્ર કંપની હતી.

વિજ્ઞાન માટે અડધી સંપત્તિનું દાન

બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના માટે તેમણે પોતાની અડધાથી વધુ સંપત્તિ જેમાં 14 બિલ્ડિંગો અને મુંબઈની ચાર સંપત્તિઓ દાનમાં આપી હતી.

જમશેદપુર છે તેમના વિઝનનું જીવતું ઉદાહરણ

તેમનું લક્ષ્ય માત્ર વેપાર કરીને રૂપિયા કમાવાનું નહોતું. બલકે તેઓ એક એવું શહેર પણ વસાવવા ઇચ્છતા હતા, જે ઉદાહરણ બને. જે જમશેદજીનું વિઝન જોવા ઇચ્છે તેમણે એક વાર ઝારખંડમાં જમશેદપુર જરૂર જોવું જોઈએ.  કર્મચારીઓના કલ્યાણ અને સુવિધાનો એટલો સરસ ધ્યાન રાખવામાં આવ્યો છે કે એ આપણી કલ્પના બહાર હોય.

 

 

 

 

 

 

 

 

 

કોરોનાનું સંકટઃ નોઇડામાં શાળાઓ બંધ, ચાર દેશના નાગરિકોના વિઝા રદ્દ

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો ચેપ જે પ્રકારે એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિને લાગ્યો તેણે પરિસ્થિતિઓ વિકટ કરી નાંખી. હવે આવું જ કંઈક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો તેના કારણે હવે નોઇડા અને આગ્રામાં આ વાયરસ હોવાની શંકાઓ વધી ગઈ છે. જો કે, વડાપ્રધાન મોદીએ આ મામલે જણાવ્યું કે, લોકોએ ગભરાવાની જરુર નથી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આ મામલે ચર્ચા કરી છે.

કોરોના વાયરસના કેસો સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે એક એડવાઈઝરી જાહેર કરીને ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા, અને જાપાનના એ નાગરિકોને જાહેર કરવામાં આવેલા નિયમિત વિઝા અથવા ઈ વિઝા, સસ્પેન્ડ કર્યા છે કે જે લોકો અત્યારસુધી ભારતમાં પ્રવેશ કર્યો નથી. આ સાથે જ એડવાઈઝરીમાં જાપાન અને દક્ષિણ કોરિયાના નાગરિકોના વિઝા પણ કેન્સલ કર્યા છે.

કોરોના વાયરસ દિલ્હી પહોંચ્યા બાદ હવે નોઇડા અને આગ્રામાં પણ સંકટ મંડરાયું છે. આને લઈને નોએડાની એક મોટી શાળાને ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. તો અન્ય એક શાળાને 11 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે. નોએડા સીએમઓ અનુરાગ ભાર્ગવે કહ્યું કે, સ્કૂલ બસોને પણ સિનેટાઈઝ કરવામાં આવશે કે જેમાં શાળાના બાળકો આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હીમાં કોરોના વાયરસથી પીડિત જણાયેલા વ્યક્તિનો બાળક નોએડાની શાળામાં અભ્યાસ કરે છે. આને લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોના પરિજનોમાં ડર ફેલાયો છે. સ્વાસ્થ્ય વિભાગ પાસેથી જાણકારી મળ્યા બાદ તરત જ બે બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. બંન્ને અલગ-અલગ શાળામાં અભ્યાસ કરતા હતા. અત્યારસુધી કોઈપણ બાળકમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ નથી.

હકીકતમાં કોરોના વાયરસનો ચેપ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને લાગ્યો એમ ફેલાતો ગયો અને આજે હજારો લોકોને તે વળગી ચૂક્યો છે. હવે આવું જ કંઈક ભારતમાં થવાની આશંકા છે. પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસ હતો, તેના કારણે વાયરસ આગ્રા પહોંચ્યો હોવાનું પણ સંકટ છે. ત્યાં 6 જેટલા લોકોની તપાસ ચાલી રહી છે. સેમ્પલ ટેસ્ટમાં તેમને કોરોના પોઝિટવ આવ્યો છે. આ તમામ 6 દિલ્હી વાળા દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. અત્યારે તમામ લોકોને અલગ-અલગ રાખવામાં આવ્યા છે.

કોરોના વાયરસના લક્ષણ સામે આવવા પર નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રને જાણકારી આપો. સ્વાસ્થ્ય મંત્રાલયના 24 કલાક કાર્યરત કંટ્રોલ રુમનો ફોન નંબર 011-23978046 અથવા તો ઈ-મેઈલ એડ્રેસ ncov2019@gmail.com દ્વારા પણ પોતાની તંત્રનો સંપર્ક કરી શકો છો.

ટોકિયો ઓલિમ્પિક્સ વર્ષના અંત સુધી મુલતવી રખાય એવી શક્યતા

ટોકિયો : આગામી ઓલિમ્પિક રમતોત્સવના આયોજન માટે જાપાને નિયુક્ત કરેલા મહિલા પ્રધાને આજે જણાવ્યું છે કે કોરોના વાઈરસને કારણે ફેલાયેલા ભયને કારણે ટોકિયો 2020 ગેમ્સ આ વર્ષના અંત સુધી મુલતવી રાખવામાં આવે એવી શક્યતા છે.

ઓલિમ્પિક્સ આવતા જુલાઈ મહિનામાં ટોકિયોમાં નિર્ધારિત છે.

જાપાનની સંસદમાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં પ્રધાન સેઈકો હાશીમોતોએ જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સાથે ટોકિયો શહેરે કરેલા કોન્ટ્રાક્ટ મુજબ ઉનાળુ ઓલિમ્પિક્સને 2020ના વર્ષમાં યોજવી પડે.

પ્રધાને વધુમાં કહ્યું કે, આનું અર્થઘટન ગેમ્સને મુલતવી રાખવામાં આવે એવું પણ કરી શકાય.

ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવ 24 જુલાઈથી શરૂ થવા નિર્ધારિત છે અને તે 9 ઓગસ્ટ સુધી ચાલશે.

હાશીમોતોએ વધુમાં ઉમેર્યું કે, ગેમ્સ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ યોજાય એની અમે પૂરી તકેદારી લઈ રહ્યા છીએ.

IOCના પ્રમુખ થોમસ બેકે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે અમારી સંસ્થા ટોકિયો ઓલિમ્પિક્સને નિર્ધારિત સમયે યોજવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

બાળ કલાકારોના ચિત્રોનું આ પ્રદર્શન ખરેખર જોવા જેવું હતું

અમદાવાદઃ હમણાં અમદાવાદમાં જાણીતા મહિલા ઉદ્યોગ સાહસિક રુઝાન ખંભાતાની આગેવાની હેઠળ જોધપુર આર્ટ ગેલરી રામદેવનગર ખાતે વજ્ર ઓ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જીવન કૌશલ્ય તાલીમ કાર્યક્રમના ભાગરુપે અમદાવાદની વિવિધ શાળાઓમાંથી 9 વર્ષથી 12 વર્ષ સુધીના બાળ કલાકારો દ્વારા રચિત કલાત્મક ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

અમદાવાદના મેયર બિજલ પટેલ, ડીડીઓ અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર, સહિતના લોકો હાજર આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. મેયરે કહ્યું કે, આ પ્રસંગનો ભાગ બનવો તે ખૂબ સન્માનની વાત છે. મને ખુશી છે કે હું આ વિદ્યાર્થીઓના સપના પેઈન્ટિંગ રુપે જોવામાં સમર્થ બની કારણ કે તેઓએ તેમના સપના, વિચારો અને આકાંક્ષાઓ પણ આ અદભૂત પેઈન્ટિંગમાં દર્શાવી હતી. રુઝાન ખંભાતાએ કહ્યું કે, આ જીવન કૌશલ્ય તાલીમનો એક ભાગ હતો, જે અંતર્ગત વિદ્યાર્થીઓએ કાગળ પર તેમના જીવનના સ્વપ્નો દોર્યા હતા અને તેમના વિચારને બહાર લાવી ચિત્રમાં કંડાર્યા હતા. અમે આ પેઈન્ટિંગ્સ વેચવાનું પણ નક્કી કર્યું છે, અને તેના દ્વારા જે કંઈપણ આવક થશે તે સીધી જ સંબંધિત વિદ્યાર્થીઓને આપવામાં આવશે. હું આમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપવા માંગુ છું અને અમે અમારા અમદાવાદ શહેરમાં આ પ્રકારના પ્રોજેક્ટ ચાલુ રાખીશું. જેથી વિદ્યાર્થીઓના સ્વપ્નાઓને પ્રોત્સાહન મળે અને આ વિદ્યાર્થીઓને એક મંચ મળે.

આ શોમાં વજ્ર ઓ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા જીવન કૌશલ્ય તાલીમના ભાગરુપે 1500 થી વધારે બાળકો દ્વારા બનાવવામાં આવેલા આર્ટવર્ક દર્શાવવામાં આવ્યા હતા. ગેલરી ડિસ્પ્લે પર 300 થી વધારે આર્ટવર્કનો સમાવેશ કરતી એક જૂથ પ્રવૃત્તિ તરીકે આર્ટ વર્ક્સ બનાવવામાં આવ્યા હતા. આ કાર્યો વિશેની સૌથી વિશેષ બાબત એ હતી કે તેઓ તેમના સપનાને પ્રતિબિંબિત કરવા માટે હતા.

આ શાહરુખ તો મોડલિંગનો શોખીન નીકળ્યો…

નવી દિલ્હીઃ દિલ્હીનાં તોફાનો દરમ્યાન પોલીસના લમણે પિસ્તોલ મૂકનાર શાહરુખની ધરપકડ થઈ છે. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું છે કે શાહરુખને મોડલિંગનો શોખ છે અને તે ટિક ટોક વિડિયો બનાવે છે. તેણે મુંગેરમાં બનેલી પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. એડિશનલ સીપી, ક્રાઇમ બ્રાંચના અજિતકુમાર શિંગલાએ જણાવ્યું હતું કે તેણે ત્રણ ગોળીઓ ચલાવી હતી. તેની પાસેથી પાંચ ગોળી મળી આવી હતી. તેની પાસે સેમી ઓટોમેટિક પિસ્તોલ છે, 6.75 બોરની છે. તેને જિમનો શોખ છે.

શાહરુખે BA ના બીજા વર્ષ સુધી તેણે અભ્યાસ કર્યો છે. તેણે મ્યુઝિક વિડિયો પણ બનાવી રાખ્યો છે. તે દિલ્હીથી ભાગ્યા પછી જલંધર ગયો હતો.ત્યાંથી તે બરેલી અને પછી શામલી આવ્યો હતો. તે ત્યાં એક મિત્રને ત્યાં રહેતો હતો. શામલી બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે એને પકડ્યો હતો. શામલીમાં લોકેશન શોધાશે, એ પછી જેમણે તેની મદદ કરી છે, તેમની પણ ધરપકડ કરાશે.

પોલીસને તેની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે એકલો જ પ્રોટેસ્ટમાં આવ્યો હતો. હજી એને કોર્ટમાં રજૂ કરવાનો છે. એ પછી તેની વધુ તપાસ કરાશે. તેણે ભાગવા માટે એસ્ટીમ ગાડીનો ઉપયોગ કર્યો હતો. તાહિરની સાથે કનેક્શન મામલે પણ તેની પૂછપરછ કરાશે. તેની સામે ભારતીય દંડ સંહિતાની  કલમ 186, 353, 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સૌથી પહેલાં ઘટના પછી તે કોનોટ પેલેસના એક પાર્કિંગમાં સૂતો હતો. તેનો કોઈ ગુનાઇત રેકોર્ડ નથી, પણ તેના પિતા નાર્કોટિક્સના એક કેસમાં આરોપી છે.

દિલ્હીના જાફરાબાદમાં હિંસા મામલે મોહમ્મદ શાહરુખની પોલીસે ધરપકડ કરી છે. શાહરુખે તોફાનો દરમ્યાન દિલ્હીના હેડ કોન્સ્ટેબલ દીપક દહિયા પર પિસ્તોલ તાણી હતી અને આઠ રાઉન્ડ ફાયરિંગ કરી હતી. દીપક પર પિસ્તોલ તાણ્યા બાદ અને ફાયરિંગ કર્યાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયો હતો. વિડિયો વાઇરલ થતાં તે પોતાના પરિવાર સાથે ભાગી ગયો હતો.

 

શ્રદ્ધા કપૂરે અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો સાથે મળીને જન્મદિવસ ઉજવ્યો…

બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે 3 માર્ચ, મંગળવારે તેનો 33મો જન્મદિવસ સાદાઈથી ઉજવ્યો હતો. આજના દિવસે એણે મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલી સેવાભાવી અનાથાલય 'આશાદાન' સંસ્થાની મુલાકાત લેવાનું પસંદ કર્યું હતું. મિશનરીઝ ઓફ ચેરિટી દ્વારા સંચાલિત આ સંસ્થામાં જઈને એણે અસહાય અને ગરીબ બાળકો તથા વરિષ્ઠ નાગરિકો સાથે કેક કાપીને અને એમને મદદરૂપ થઈને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. શ્રદ્ધાએ તેની આ મુલાકાતની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.












શ્રદ્ધાની નવી ફિલ્મ આવી રહી છે 'બાગી 3'. આ એક્શન-પેક્ડ ફિલ્મમાં તે ફરી ટાઈગર શ્રોફ સાથે ચમકશે. ફિલ્મ 6 માર્ચે રિલીઝ થઈ રહી છે.




પેરિસ ફેશન વીકમાં અભિનેત્રીઓ, મોડેલ્સની હાજરીનું આકર્ષણ…

ફ્રાન્સના પાટનગર પેરિસમાં હાલ ચાલી રહેલા પેરિસ ફેશન વીક શોમાં હોલીવૂડની અભિનેત્રીઓ તેમજ ફેશન જગતની જાણીતી મોડેલ્સે હાજરી આપી હતી. આ ફેશન શોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફેશન ડિઝાઈનરોએ એમનાં ક્રિએશન્સ પ્રસ્તુત કર્યા હતા.


હોલીવૂડ અભિનેત્રી શૈલીન વૂડલી


હોલીવૂડ અભિનેત્રી એશ્લે બેન્સન










દિલ્હીના હૈદરપુરથી હેન્ડગ્રેનેડ મળતાં ખળભળાટઃ તપાસ શરૂ

નવી દિલ્હીઃ દિલ્હીના હૈદરપુર ગામમાંથી એક હેન્ડ ગ્રેનેડ મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. જોકે આ હેન્ડ ગ્રેનેડમાં કાટ લાગેલો છે. હાલ એનએસજીની ટીમે આ હેન્ડ ગ્રેનેડને કબજામાં લીધો છો. સ્થાનિક લોકોએ હેન્ડ ગ્રેનેડ મળવાની માહિતી પોલીસ વિભાગને આપી હતી. પોલીસે આ હેન્ડગ્રેનેડને પોતાના તાબામાં લીધો હતો. ત્યાર બાદ પોલીસે એને એનએસજીની ટીમને સોંપ્યો હતો. જોકે તપાસ એ બાબતની થઈ રહી છે કે એ આવ્યો ક્યાંથી? શું એની પાછળ કોઈ મોટું ષડયંત્ર તો નથીને?  હેન્ડ ગ્રેનેડ મોટા ભાગે આતંકવાદીઓ ઉપયોગ કરે છે. સુરક્ષા દળો અને નિર્દોષ લોકોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ હેન્ડ ગ્રેનેડ દ્વારા હુમલા કરે છે. હેન્ડ ગ્રેનેડથી જાનમાલનું ભારે નુકસાન થાય છે.

હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ સતર્ક

દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં હિંસા પછી પોલીસ સતર્ક છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ તહેનાત છે. આ સિવાય અફવા ફેલાવવાવાળા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનર એસ. ન. શ્રીવાસ્તવે કહ્યું હતું કે કેટલાક દેશવિરોધી લોકો અફવાઓ દ્વારા દિલ્હીમાં અશાંતિ ફેલાવવા ઇચ્છે છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને અફવા ફેલાવવાવાળા વિશે કોઈ પણ માહિતી મળે તો પોલીસ કન્ટ્રોલ રૂમ 112 અથવા 100 નંબર પર માહિતી આપવા અપીલ કરી હતી. દિલ્હી પોલીસ સોશિયલ મિડિયા પર પણ નજર રાખી રહ્યું છે.

પોલીસની તપાસ પછી તેજાબ ફેકટરી સીલ કરાશે

દિલ્હીના શિવ વિહારના ગોવિંદ વિહાર સ્થિત એસિડ ફેક્ટરીનો પોલીસ તપાસ પછી સીલ કરવામાં આવશે. આ એ જ એસિડ ફેક્ટરી છે, જ્યાંથી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં એસિડ પહોંચાડવામાં આવ્યો હતો. જેને કારણે ભારે ખુવારી થઈ હતી. અહીં પોલીસ પહોંચી ત્યારે પણ 60,000 લિટર એસિડ મળ્યો હતો. ગંગા જળ લખેલી ટાંકીઓમાં એસિડ ભરેલો હતો. આ ફેક્ટરી અહીં ગેરકાયદે રીતે ચાલતી હતી. તોફાનો દરમ્યાન  આ ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો.