આલિયાની ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં કેટરીનાનો આઈટમ ડાન્સ?

મુંબઈ : આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ બંને બોલીવૂડની A-List અભિનેત્રી છે. રીયલ લાઈફમાં બંનેનો બોયફ્રેન્ડ પણ એક જ. જોકે આલિયા હવે રણબીર કપૂરની ગર્લફ્રેન્ડમાંથી દુલ્હન બને એવા સમાચાર છે.

આ બંને અભિનેત્રી આગામી હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં સાથે જોવા મળશે. સંજય લીલા ભણસાલીએ એમની આ ફિલ્મમાં આલિયાને મુખ્ય ભૂમિકા આપી છે અને કેટરીના એક સ્પેશિયલ – આઈટમ સોન્ગ કરવાની છે.

આલિયા અને કેટરીના રિયલ લાઈફમાં ગાઢ બહેનપણીઓ છે.

થોડાક દિવસ પહેલાં, કેટરીના મુંબઈમાં ભણસાલીની ઓફિસમાં જતી જોવા મળી હતી અને આઈટમ સોન્ગમાં એના સમાવેશની અટકળ સાચી પડે એવું લાગે છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. કેટરીના આ પહેલાં ‘ચિકની ચમેલી’, ‘શીલા કી જવાની’, ‘કમલી’, ‘જરા-જરા ટચ મી’ જેવા આઈટમ સોન્ગ કરી ચૂકી છે. હવે ભણસાલી ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં એની પાસે કેવા પ્રકારનો આઈટમ ડાન્સ કરાવે છે એ જોવાનું રહ્યું.

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં આલિયા મુંબઈની માફિયા ક્વીનની ભૂમિકા કરી રહી છે.

કેટરીના હાલ સૂર્યવંશી ફિલ્મના પ્રચારકાર્યમાં વ્યસ્ત છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત આ ફિલ્મ 24 માર્ચે રિલીઝ થવાની છે. જેમાં અક્ષય કુમાર તેનો હિરો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]