Home Blog Page 4947

રાશિ ભવિષ્ય 07/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે,


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

 


 

પંચાંગ તા. 07/03/2020

મહારાષ્ટ્રનું બજેટઃ કિસાનોને રાહત અપાઈ, પેટ્રોલ-ડિઝલ મોંઘું થયું

મુંબઈઃ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસની સંયુક્ત સરકાર – મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (એમવીએ) સરકારે તેનું પહેલું બજેટ આજે અહીં રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યું. આ બજેટમાં કિસાનો માટે રાહતોની જાહેરાત કરવામાં આવી છે, પેટ્રોલ અને ડિઝલ પર પ્રતિ લીટર એક રૂપિયાનો VAT (વેલ્યૂ એડેડ ટેક્સ) વધારવામાં આવ્યો છે જ્યારે ઉદ્યોગો માટે વીજળી વપરાશ પરની ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન તથા એનસીપીના નેતા અજીત પવારે બજેટ રજૂ કર્યું હતું. એમાં રૂ. 9,511 કરોડની મહેસૂલી ખાધ દર્શાવવામાં આવી છે અને વર્ષ 2020-21 માટે રૂ. 1,15,000 કરોડનો વાર્ષિક યોજના ખર્ચ બતાવવામાં આવ્યો છે.

બજેટમાં રૂ. 54618.38 કરોડની નાણાકીય ખાધનો અંદાજ બતાવવામાં આવ્યો છે.

મહાવિકાસ આઘાડીનું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે પવારે કરવેરામાં રાહતોની પણ જાહેરાત કરી હતી.

મહાવિકાસ આઘાડી સરકારે તેના શાસનના 100 દિવસ પૂરા કરી લીધા છે.

સરકારે કરવેરામાં જે રાહત આપી છે એમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં બે વર્ષ માટે 1 ટકાની રાહતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) તથા પુણે, પિંપરી-ચિંચવડ અને નાગપુર મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા વિસ્તારોમાં દસ્તાવેજોના રજિસ્ટ્રેશન પરના ચાર્જિસમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

ઔદ્યોગિક વપરાશ માટેની વીજળી પરની ડ્યૂટીમાં પણ ઘટાડો કરાયો છે. 9.3 ટકાનો દર ઘટાડીને હવે 7.5 ટકા કરાયો છે.

અજીત પવારે કહ્યું કે સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવાથી હાલના આર્થિક મંદીના સમયગાલામાં રીયલ એસ્ટેટ સેક્ટરને ઉત્તેજન મળશે.

વીજળી ડ્યૂટીમાં ઘટાડો કરાવાથી મહારાષ્ટ્રમાં ઉદ્યોગોને બળ પ્રાપ્ત થશે.

કરવેરામાં રાહતો આપવાથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ. 2,500 કરોડનો આર્થિક બોજો આવશે.

એવી જ રીતે, પવારે પેટ્રોલ અને ડિઝલ પર પ્રતિ લીટર વેલ્યૂ એડેડ ટેક્સમાં 1 રૂપિયો વધારી દીધો છે. આ પગલાથી સરકારને રૂ. 1,800 કરોડની આવક થશે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડિઝલના ભાવ નક્કી કરતી હોય છે.

પવારે એવી આશા વ્યક્ત કરી છે કે આ બજેટને લીધે રાજ્યમાં રોજગારની તકો વધશે.

મહારાષ્ટ્રના બજેટના અમુક અંશઃ

  • કિસાનોનું દેવું માફ કરવા માટે રૂ. 22,000 કરોડની ફાળવણી, કિસાનોનાં બેન્ક એકાઉન્ટમાં પૈસા અપાશે
  • વર્ષ 2020-21 માટે કિસાનો માટે વધુ 7 હજાર કરોડની સહાયતાની જાહેરાત
  • મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા આવતા પાંચ વર્ષોમાં, દર વર્ષે 1 લાખ સૌર કૃષિ પંપ નાખવામાં આવશે
  • નવી એમ્બ્યુલન્સની ખરીદી માટે રૂ. 25 કરોડની ફાળવણી
  • વક્ફ બોર્ડ માટે રાજ્ય સરકાર ભંડોળ પૂરું પાડશે
  • શિવભોજન કેન્દ્રોમાં ભોજન થાળીની સંખ્યાને વધારીને 500 કરવામાં આવશે
  • 10 રૂપિયાની થાળી યોજનાનો વિસ્તાર કરવા માટે 300 કરોડની ફાળવણી
  • તૃતિયપંથી લોકો એટલે કે ટ્રાન્સજેન્ડર લોકોના કલ્યાણ માટે એક સ્વતંત્ર વિભાગ બનાવવામાં આવશે
  • અલ્પસંખ્યક લોકોના વિકાસ માટે રૂ. 550 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • પર્યટનના વિકાસ માટે 1,400 કરોડની ફાળવણી
  • પર્યટન પાઠ્યક્રમ માટે કોલેજોમાં ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ શરૂ
  • મણિભવનનું નૂતનીકરણ કરાશે, એ માટે સરકારે રૂ. 25 કરોડના ભંડોળની ફાળવણી કરી
  • જળ સંસાધન વિભાગ માટે રૂ. 10 હજાર 35 કરોડની ફાળવણી
  • એસ.ટી. નિગમ 1,600 નવી બસો ખરીદશે. મુંબઈ-બેંગલુરુ કોરિડોરમાં સતારાનો સમાવેશ કરાશે
  • રાજ્ય સરકાર આગામી પાંચ વર્ષોમાં રાજ્યમાં મહિલાઓ માટે 21 હોસ્પિટલો અને 21 ઉપ-જિલ્લા હોસ્પિટલો શરૂ કરશે
  • 10મું ધોરણ પાસ કરનાર બાળકો માટે નવીન મહારાષ્ટ્ર ટ્રેનિંગ યોજના શરૂ કરાશે
  • 80 ટકા સ્થાનિક લોકોને નોકરી મળે એ માટે ટૂંક સમયમાં કાયદો ઘડાશે
  • રાજ્યભરમાં પાંચ વર્ષમાં 50 કરોડ ઝાડ રોપવામાં આવશે
  • પ્રાથમિક આરોગ્ય માટે પાંચ હજાર કરોડનું ભંડોળ
  • મુંબઈમાં હાજી અલી દરગાહના વિકાસ માટે યોજના તૈયાર કરાશે
  • મુંબઈના વરલી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું પર્યાવરણ ભવન બનાવાશે
  • પુણેમાં ઓલિમ્પિક ભવનનું નિર્માણ કરાશે

 

100 દિવસ પૂરા થતાં ઉદ્ધવ ઠાકરે રામલલ્લાનાં દર્શન કરવા જશે

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે શિવસેનાની સરકાર સો દિવસ પૂરા થતાં શનિવારે અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કરશે. મુખ્ય પ્રધાન મુંબઈથી ફ્લાઇટમાં લખનૌ જશે. ત્યાર બાદ રસ્તા માર્ગે તેઓ અયોધ્યા પહોંચશે.  તેમના આગમન પહેલાં હજ્જારો શિવસૈનિકો વિશેષ ટ્રેનથી મુંબઈથી અયોધ્યા પહોંચશે.મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે શનિવારે રામનગરી અયોધ્યા આવશે. તેઓ લખનૌના ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતર્યા બાદ બપોરે 12 કલાકે અયોધ્યા માટે રવાના થશે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આવતી કાલે બે કલાકે અયોધ્યા પહોંચશે. ત્યાર બાદ તેઓ પત્ની અને પુત્ર આદિત્ય સાંજે 4.30 કલાકે રામલલ્લાનાં દર્શન કરશે. જોકે તેઓ સાંજે સરયુ આરતીમાં સામેલ નહીં થાય. ત્યાર બાદ તેઓ લખનૌ જશે અને એ પછી લખનૌથી મુંબઈ જવા રવાના થશે.

હજ્જારો શિવસૈનિકો પણ પ્રયાગરાજ પહોંચ્યામહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારને સાત માર્ચે સો દિવસ પૂરા કરશે. જેની ઉજવણી માટે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ (સીએટી)થી અયોધ્યા ચાલતી સ્પેશિયલ ટ્રેન શિવસૈનિકોને લઈને પ્રયાગરાજ જંક્શને પહોંચી છે. આ ટ્રેનમાં આશરે 2,500 મહિલાઓ, બાળકો અને પુરુષો છે. આ શિવસૈનિકોએ સ્ટેશને ઊતરીને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ પહેલાં બે વાર શિવસૈનિકો મહારાષ્ટ્રથી અયોધ્યા જઈ ચૂક્યા છે. હવે ત્રીજી વાર જઈ રહ્યા છે.

 

 

 

 

અલકા યાજ્ઞિકની અલગ પિછાણ

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૧૬-૩૦ જૂન, ૧૯૯૨ અંકનો)


સ્વરમાં સ્ફૂર્તિ, કંઠની કામણગારી હલક

મેરે અંગને મેં… ગીતથી ગલી ગલીમાં ગુંજી ઉઠેલો કંઠ યાને કે અલકા યાજ્ઞિક અહીં સુણાવે છે એના જીવન અને કારકિર્દી અંગેની કેટલીક વાતો.

કલ્યાણજી-આણંદજીની શોધ અલકાએ ‘મેરે અંગને મેં’થી પ્લેબેક કારકિર્દી શરૂ કરીને લાંબી મજલ ખેડી છે. ભારતીય ભાષાઓમાં ત્રણ હજાર ગીતો ગાયા છે.

ચિત્રગુપ્તથી નદીમ-શ્રવણ સુધીના બધા જ સંગીતકાર માટે અલકા યાજ્ઞિકે ગીતો ગાઈને પોતાની અલગ પિછાણ ઉપસાવી છે. અને અવાજની તાજગી જાળવીને ભારે લોકપ્રિયતા મેળવી છે. કોઈ કૅમ્પનું લેબલ અલકાને વળગ્યું નથી.

* તમારા બેક ગ્રાઉન્ડ વિષે કાંઈક કહેશો?

  • મૂળ ગુજરાતના પરંતુ સ્થાયી થયા કલકત્તામાં. મારી માતા શાસ્ત્રીય ગાયિકા છે. પરંતુ કંઠની તકલીફને લીધે એ ટોચ પર ન પહોંચી શકી. લાગે છે કે ઘૂંટણિયા તાણતી ત્યારથી જ એના સંગીતનો વારસો મેં મેળવ્યો.

* પરંતુ નૈસર્ગિક પ્રતિભા પર્યાપ્ત થાય?

  • હરગિજ નહીં. જો કે મૂળમાં પ્રતિભા ન હોય તો આગેકૂચ ન કરી શકાય. છોડની વૃદ્ધિ માટે બી રોપણ તો થવું જોઈએને. મમ્મી મારું વલણ પારખીને એના વિકાસ માટે કટિબદ્ધ થઈ. તેથી એણે મારી પાસે કપરો રિયાઝ કરાવ્યો. હું કબૂલ કરું છું કે આજે જે કાંઈ છું એનું શ્રેય એને જ મળવું જોઈએ. એને ખબર હતી કે મારી પ્રગતિ માટે પાયો મજબૂત જોઈએ. દરરોજ રિયાઝ કરાવવા એ ઊંઘમાંથી ઢંઢોળી દેતી મારા બૂમબરાડાની પરવા ન કરતી.

* તમને શાસ્ત્રીય સંગીત કેમ ન શીખવ્યું?

  • કારણ એ જાણતી હતી કે મારું ભાવિ સુગમ સંગીતમાં જ ઉજળું છે. એ સિવાય એની માન્યતા વાજબી છે કે સુગમ સંગીતમાં શાસ્ત્રીય લોક અને પાશ્ર્ચાત્ય સંગીત સમાયેલું છે. અને આહવાન રૂપ છે. શાસ્ત્રીય સંગીતની તાલીમ આસાનીથી લઈ શકાય. પરંતુ સુગમ સંગીત ખાસ કરીને ફિલ્મ સંગીતમાં ગાયક-ગાયિકાએ હાવભાવ, શબ્દો અને પ્રસંગો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે.

* શરૂઆત કઈ રીતે કરી? મુંબઈ કેવી રીતે આવ્યા?

અલકાએ કલકત્તામાં સંગીત શીખ્યું

  • કલકત્તામાં સંગીત શીખતી હતી. થોડોક સમય ત્યાંની બિરલા એકેડેમીમાં પણ ગઈ. પછી હું અને મમ્મી શાળાના વૅકેશન દરમિયાન મુંબઈ આવ્યા. મમ્મી અવિનાશ વ્યાસને ઓળખતી હતી. તેઓ કલ્યાણજીભાઈ અને આણંદજીભાઈ પાસે લઈ ગયા. ૧૯૬૩માં ત્યારે હું માત્ર દસ જ વર્ષની હતી. એમણે મને ગાતી સાંભળીને આશા વ્યક્ત કરી પરંતુ બાળગાયિકા ન બનવાની સલાહ આપી. કારણ કોઈ બાળગાયિકાએ મોટા થઈને સિદ્ધિ સાધી નહોતી. એમણે મને ઉંમરલાયક બન્યા પછી જ પરિપક્વ અવાજ સાથે હીરોઈનને પ્લેબેક આપવાની સલાહ આપી.

* પરંતુ તમને કલ્યાણજી-આણંદજીએ પ્રથમ મોકો કેમ ન આપ્યો?

  • દરમિયાનમાં હું ઈન્ડસ્ટ્રીના બીજા લોકોનેય મળી હતી. ૧૯૭૯માં રાજશ્રીવાળાએ ‘પાયલ કી ઝંકાર’ બનાવી. મેં પાર્શ્ર્વગીતની થોડી પંક્તિઓ ગાયેલી. મારું પ્રથમ પ્લેબેક ગીત ‘હમારી બહુ અલકા’માં હતું. રાજેશ રોશનજીએ સાંભળીને મને બોલાવી. અવસર મળવાથી હું રોમાંચિત થઈ ઊઠી. એ દ્વંદ્વગીત હતું ‘હમ તુમ અકેલે’. અમિતકુમાર મારો સહાયક હતો.

* ‘મેરે અંગને મેં’માં તમે ધ્યાન ખેચ્યું. ‘લાવારિસ’ કઈ રીતે મળી?

અલકા યાજ્ઞિક અને સંગીતકાર બંધુઓ – કલ્યાણજી, આણંદજી

  • કલ્યાણજીભાઈએ ‘લાવારિસ’ના રેકૉર્ડિંગ માટે બોલાવેલી. હું ગઈ ત્યારે અમિતાભજી ‘મેરે અંગને મેં’નું રિહર્સલ કરતા હતા. ટેક પતી ગયા પછી એમણે એ જ ગીત મને ગાવાનું કહ્યું. મેં ગાયું એટલે એમણે કહ્યું ‘ફાઈન’. હવે રાખીને પ્લેબેક આપવાનું હોય તો કઈ રીતે ગાશો? એટલે મેં અવાજમાં ઘટતા ફેરફાર કરીને ફરીથી એ ગીત ગાયું. ગીત પૂરું થતાં જ કલ્યાણજીભાઈ-આણંદજીભાઈએ શાબાશી આપતા કહ્યું, ‘અમારે માટે તમારું પહેલું ગીત રેકૉર્ડ થઈ ગયું છે.’

* પરંતુ આવા હિટ ગીત છતાં તમારા ગીતોની અછત કેમ વર્તાઈ?

  • આમ જુઓ તો હું કામ વિના કદી રહી જ નહોતી. નસીબ મહત્ત્વનું છે. ઉપરાંત ‘મેરે અંગને મેં’ પછી એકેય સોલો ગીત હિટ ન થયું. કલ્યાણજી-આણંદજી માટે હું સતત ‘વિધાતા’, ‘યુદ્ધ’, ‘જંગબાર’, ‘પિઘલતા આસમાન’, ‘ચમેલી કી શાદી’, ‘ઠિકાના’, ‘ઈમાનદાર’ના ગીતો ગાતી રહી છું. શંકરજી માટે ‘કાંચ કી દીવાર’, રવિ, ચિત્રગુપ્તજી, આનંદ-મિલિંદ, ઉષાજી, રાજેશજી, અનુ મલિક, રામ-લક્ષ્મણ, બપ્પીદા અને પંચમદા માટે પણ ગાયું. લક્ષ્મીકાન્ત-પ્યારેલાલની ‘જીવન ધારા’, ‘બદલે કી આગ’, ‘કુલી’, ‘અવતાર’, ‘ઓલ રાઉન્ડર’, ‘ઘર એક મંદિર’ અને બીજી ફિલ્મોમાં પણ ગાયું. પરંતુ નસીબ રીઝ્યું ‘ક્યામત સે ક્યામત તક’ અને ‘તેઝાબ’થી. છેલ્લાં ત્રણ વર્ષો દરમિયાન બીજા કરતાં વધુ ગીતો લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ માટે ગાયા.

* તમને ઝડપી ગીતો જ આપવામાં આવે છે. ભારેખમ ગીતો કવિતા અને અનુરાધા પૌડવાલ માટે અકબંધ હોય છે. જ્યારે લતાને માટે સર્વોચ્ચ ગીતો જ પસંદ કરે.

  • એટલું જ નહીં દરેક સંગીતકાર ઝડપી અને તોફાની ગીતો માટે મને જ યોગ્ય ગણે છે. મારો સ્વર સ્ફૂર્તિલાં ગીતો માટે લાયક છે. મને એવા ગીતો ગાવામાં મોજ પડે છે એનો અર્થ એવો નથી કે એલ.પી. અથવા બીજા કોઈ મારી ગાયકીને ગંભીરતાથી સ્વીકારતા નથી. મેં ઘણાં ગંભીર ગીતો પણ ગાયા છે. ‘ક્યામત સે ક્યામત તક’નું ‘અય મેરે હમ સફર’, ‘સાજન’નું ‘મેરા દિલ ભી કિતના પાગલ હૈ’ અને ‘તેઝાબ’નું ‘સો ગયા યે જહાં’ ગંભીર ગીતોની શ્રેણીનાં છે.

અલકાનું નસીબ રીઝ્યું ‘ક્યામત સે ક્યામત તક’થી

* ક્યા સંગીતકારોએ ગીતોની સંખ્યા કરતાં તમારી ગુણવત્તા પ્રગટ કરી છે?

  • દરેક સંગીતકારે એક યા બીજી રીતે મને સહાય કરીને. લક્ષ્મીકાન્તજી-પ્યારેભાઈ પાસેથી ઘણું શીખી. કલ્યાણજીભાઈએ મારો સ્વર ઘૂંટવામાં મદદ કરી. બધા જ સંગીતકારોએ મને કાંઈક ને કાંઈક શીખવ્યું જ છે. મને લાભ જ થયો છે.

* કોઈ એવા પીઢ સંગીતકાર છે જેના માટે ન ગાવાનો અફસોસ રહી ગયો હોય?

    • એસ.ડી. બર્મનદા. મને એમના ગીતો ગમતા અને સંગીતની ઢબ ખૂબ જ ગમતી. એમના જમાનામાં હું નહોતી એનો ભારે અફસોસ અનુભવું છું.

(ડો. આર.એમ. વિજયકર)


ગીત ગાયા કાર્ટૂનોને…

આખરી ગીત મુહબ્બત કા સુના લું તો ચલું (નીલા આકાશ)

યસ બેન્ક કટોકટી ડિજિટલ પેમેન્ટ્સમાં પણ અંધાધૂંધી સર્જશે

નવી દિલ્હીઃ યસ બેન્કમાં ઊભી થયેલી નાણાકીય કટોકટીને લીધે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ (વ્યવહારો)માં નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે. હજી ગયા શુક્રવારે જ ઈ-કોમર્સ જાયન્ટ વોલમાર્ટની માલિકી ધરાવતી ફોન પે જેવી એપ્લિકેશન્સ પર વ્યવહારો કરવામાં યુઝર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

અમે લાંબા આઉટેજની સમસ્યાથી દિલગીરી અનુભવીએ છીએ. અમારી ભાગીદાર બેન્ક યસ બેન્કને રિઝર્વ બેન્કે સર્વેલન્સ હેઠળ મૂકી છે. ગ્રાહકોને શક્ય એટલી ઝડપી સેવા આપવા માટે અમારી આખી ટીમ રાત-દિવસ કામ કરી રહી છે, એમ ફોન પેના સ્થાપક અને CEO સમીર નિગમે જણાવ્યું હતું. ફોન પેના યુઝર્સની સંખ્યા 17.5 કરોડ છે.

યસ બેન્કના ગ્રાહકોને જ મુશ્કેલીઓ નહીં, પણ અન્ય એપ યુઝર્સને પણ

યસ બેન્કમાં ઊભી થયેલી નાણાકીય કટોકટીને લીધે માત્ર બેન્કના ગ્રાહકોને જ નહીં, પણ અન્ય ગ્રાહકો- એપ યુઝર્સને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે  યસ બેન્ક ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં પણ અગ્રણી સ્થાન ધરાવે છે. જાન્યુઆરીમાં કુલ 1.31 કરોડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા હતા, જેમાંથી 51.4 લાખ ટ્રાન્ઝેક્શન્સ યસ બેન્ક દ્વારા કરવામાં આવ્યા હતા.

યસ બેન્ક થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ જેમ કે ફોન પે અને ભારત પે માટે યુપીઆઇ ટ્રાન્ઝેક્શનન્સનું કામકાજ પણ સંભાળે છે. આ ઉપરાંત ખાનગી ધિરાણકર્તા ક્લિયરટ્રિપ, એરટેલ, સ્વિગી, રેડબસ પીવીઆર અને ઉડાન જેવા  મહત્ત્વની કંપનીઓ માટે પણ પેમેન્ટ્સ સર્વિસ પ્રોવાઇડરની સર્વિસ પૂરી પાડે છે.  એક્સિસ અને એસબીઆઇની જેમ ડિજિટલ પેમેન્ટ્સમાં છેલ્લા કેટલાક સમયથી યસ બેન્કે અગ્રણી સ્થાન હાંસલ કર્યું છે. જાન્યુઆરીમાં UPI  હેઠળ  કુલ નોંધાયેલા ટ્રાન્ઝેક્શન્સમાં યસ બેન્કનો હિસ્સો 39 ટકા હિસ્સો છે.

દેશના ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ નેટવર્કનું સંચાલન અને નિરીક્ષણ કરતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ યસ બેન્કને તેની ગ્રિડ પરથી કાઢી મૂકી છે, એમ સૂત્રો કહે છે. એનો અર્થ એ થયો કે બેન્કના આઠ લાખ ક્રેડિટ કાર્ડહોલ્ડર્સ અને આશરે 28 લાખ ડેબિટ કાર્ડહોલ્ડર્સ તેમના કાર્ડનો ઉપયોગ કોઈ પણ સેલ ટર્મિનલ પરથી નહીં કરી શકે. આ ઉપરાંત તેમના માટે NEFT/IMPS સર્વિસિસ પણ હવે મુશ્કેલ બનશે.

 

 

 

કોન બનેગા કરોડપતિના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

નવી દિલ્હીઃ દિગ્ગજ ફિલ્મ સ્ટાર અને બોલીવુડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિ નામનો એક રિયાલીટી શો હોસ્ટ કરે છે. આ શોના નામ પર લોકો સાથે ઠગાઈ કરનારા એક વ્યક્તિનો દિલ્હી પોલીસે ભાંડો ફોડ્યો છે. ઠગાઈનો આ કાળો કારોબાર ભારતમાંથી નહી પરંતુ પાકિસ્તાનથી ચલાવવામાં આવી રહ્યો હતો. દિલ્હી પોલીસના સાઈબર સેલ દ્વારા આ ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડવામાં આવ્યા હતા. આ લોકો પાસે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસે આજે જણાવ્યું કે, આ પહેલીવાર નથી કે જ્યારે કેબીસીના નામ પર ઠગાઈનું કોઈ રેકેટ પકડવામાં આવ્યું છે. દેશમાં આ પહેલા પણ કોન બનેગા કરોડપતિ શોના નામે અનેક પ્રકારની ઠગાઈઓ સામે આવી છે. પોલીસ અનુસાર, આ પ્રથમવાર છે કે જ્યારે ઠગાઈનો અડ્ડો પાકિસ્તાનથી ચલાવવામાં આવતો હોય.

બાગી 3: કોમનસેન્સ સાથે કોઈ લેવાદેવા નથી

ફિલ્મઃ બાગી 3

કલાકારોઃ ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર, રિતેશ દેશમુખ, અંકિતા લોખંડે

ડાયરેક્ટરઃ એહમદ ખાન

અવધિઃ બે કલાક, 27 મિનિટ

★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★

‘બાગી 3’ વિશે કંઈ પણ વધુ જાણતાં પહેલાં એના સર્જનમાં લેખક-દિગ્દર્શકે કેટલી બેદરકારી દાખવી છે એનાં કેટલાંક સૅમ્પલ જોઈ લોઃ ફિલ્મમાં એક પાત્ર ઓળખ આપવા પોતાનું નામ કહે છે, પણ એના યુનિફૉર્મ પર કંઈ ભળતું જ નામ છે… આગ્રાના એક સાવ અણઘડ પોલીસ ઈન્સ્પેક્ટરને જૈશ-એ-લશ્કરના ખૂનખાર ટેરરિસ્ટ અબુ જલાલ ગાઝાને લગતા કોઈ સિક્રેટ મિશન પર સિરિયા મોકલવામાં આવે છે (જે ખરેખર તો શિહોર જવાને પણ લાયક નથી). ઓકે, આ અબુ એટલો ખૂનખાર છે કે એ વિસ્તારમાં કોઈને ખબર નથી એ લાગે છે કેવો, એનો ચહેરો કેવો છે, પણ આગ્રાનો પોલીસ ઈન્સ્પેક્ટર એને શોધી કાઢશે એવી એના ઉપરીને ખાતરી છે, બોલો… અને, ફિલ્મ જેના પરથી ઊતરી છે એ મૂળ તમિળ ફિલ્મ ‘વેત્તાઈ’ને (એન્ડ ટાઈટલ્સમાં) તેલુગુ ગણાવવામાં આવી છે.

2016માં આવી ‘બાગી’, 2018માં આવી ‘બાગી 2’ ને હવે ‘બાગી 3’. પહેલીમાં એ માર્શલ આર્ટસ એક્સપર્ટ હતો, બીજીમાં આર્મી કમાન્ડો હતો, જ્યારે આ લેટેસ્ટ ફિલ્મમાં રૉનીનો એકમાત્ર ધંધો છે મોટા ભાઈ વિક્રમ (રિતેશ દેશમુખ) જ્યારે પણ ગભરાઈને રૉની…રૉની ચીસો પાડે એટલે એની વહારે ધસી જવાનું: પૌરાણિક ચિત્રપટ-સિરિયલ્સમાં ધડામ દઈને હવામાંથી દેવી-દેવતા પ્રગટ થઈ જાય એમ વિક્રમ જ્યારે મુશ્કેલીમાં સપડાય ત્યારે રૉની ત્યાં પ્રગટ થઈ જાય ને વિક્રમ પર સિતમ ગુજારનારાનાં હાડકાં ભાંગી નાખે, આ સંવાદ બાલીનેઃ “ખુદ પે આતી હૈ તો મૈં છોડ દેતા હૂં…મેરે ભાઈ પે આતી હૈ તો મૈં ફોડ દેતા હૂં”! (ઠોકો તાલી!) હવે, બને છે એવું કે ઈન્સ્પેક્ટર એવા ફાધર (જૅકી શ્રોફ)નું અવસાન થતાં વિક્રમ પોલીસદળમાં જોડાય છે, જ્યાં એની કામગીરી રૂપે એને સિરિયા મોકલવામાં આવે છે. કેમ કે આગ્રાનો એક ગુંડો આઈપીએલ ભાઈ (જયદીપ અહલાવત) સ્થાનિક યુવાનનાં અપહરણ કરી એમને ટેરરિસ્ટ અબુ પાસે સિરિયા મોકલે છે, જ્યાં અબુ એમને સુસાઈડ બૉમ્બર બનાવી દે…. ખરેખર, તર્ક-બુદ્ધિ જેવા શબ્દો સર્જકોએ સાંભળ્યા લાગતા નથી, નહીંતર સિરિયન ટેરરિસ્ટ ઈન્ડિયનને સુસાઈડ બૉમ્બર શું કામ બનાવે? એટલે આઈપીએસ ભાઈને અને સાથે સાથે અબુ (જમીલ ખૌરી)ને પકડવા વિક્રમ સિરિયામાં ઊતરી પડે છે. જ્યાં અબુ એને પકડી પાડે છે. રૉનીને ખબર પડતાં જ એ સિરિયા ઊડે છે- વિક્રમને અને સિરિયાને અબુ જલાલથી મુક્ત કરાવવા. અને પછી રૉની હૅલિકોપ્ટર, ટૅન્કના ખુરદા બોલાવે છે, લેટેસ્ટ હથિયાર સાથે ત્રાટકતા આતંકવાદીઓને મારી મારી અધમૂઆ કરી મૂકે છે…

ફિલ્મમાં ઈન્ટરવલ પહેલાં થોડી રમૂજ તથા અમુક સીન્સ મજેદાર છે, પણ ઈન્ટરવલ બાદ ‘બાગી 3’ ડ્રાઈવર વિનાની ગાડીની જેમ આડેધડ ફંટાવા માંડે છે. ક્લિયરલી, સર્જકો (એહમદ ખાન અને એમના લેખક ફરહાદ સામજી)નો એકમાત્ર હેતુ છે (અથવા એમને ઓવર કૉન્ફિડેન્સ હશે) કે ટાઈગર શ્રોફના નામે અને એની પર ચિત્રિત થયેલાં ઍક્શન દ્રશ્યો થકી બૉક્સ ઑફિસ નામની વૈતરણા પાર કરી જઈશું. અને ટાઈગર શ્રોફ તો, જાણે પ્રતિજ્ઞા લીધી હોય એમ ભાવવિહીન ચહેરા સાથે કામ કર્યું છે. રિતેશ અમુક સીનમાં ઠીકઠાક છે, અંકિતા લોખંડે અને શ્રદ્ધા કપૂર અનુક્રમે રિતેશ અને ટાઈગર શ્રોફના લવ એન્ગલ છે ને આવી મારધાડ સે ભરપૂર ફિલ્મમાં એમને ભાગે જે, ને જેટલું કરવાનું આવ્યું એ કર્યે જાય છે. જયદીપ અહલાવત તથા વિજય વર્મા (‘ગલીબૉય’વાળો) જેવા પ્રતિભાશાળી ઍક્ટર્સ સદંતર વેડફાઈ ગયા છે.

જો અને માત્ર જો તમે ધડમાથાં વગરની વાર્તા પચાવી શકતા હો ને ટાઈગર શ્રોફના, એની ઍક્શનના ડાઈ હાર્ડ ફૅન હોવ તો જ ‘બાગી 3’ જોવા જજો.

(જુઓ ‘બાગી 3’નું  ટ્રેલર)

આંગણવાડી બહેનોને રાજ્ય સરકારે આપી મોટી ભેટ

ગાંધીનગર : આંગણવાડી બહેનોના આંદોલન બાદ આજે વિધાનસભા ગૃહમાં નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી હતી. રાજ્યની આંગણવાડી કાર્યકર, મીની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના વેતનમાં વધારો કર્યો છે. આંગણવાડી બહેનોના વેતનમાં 600નો વધારો કર્યો છે. તેડાગર બહેનોના વેતનમાં 300નો અને મીની આંગણવાડી બહેનોના વેતનમાં 300નો વધારો ર્ક્યો છે. આ લાભ રાજ્યની 53 હજાર 29 બહેનોને મળશે. આ માનદ વેતન માર્ચ 2020થી ચુકવાશે. માર્ચ 2019 થી ફેબ્રુઆરી 2020 સુધીનું એક વર્ષનું એરિયર્સ ત્રણ હપ્તામાં ચુકવાશે. જેના પરિણામે રાજ્ય સરકાર પર વધારાનું 112 કરોડનું ભારણ વધશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા ખાતે નિયમ 44 હેઠળ જાહેર અગત્યની બાબત સંદર્ભે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરાયો છે. આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂ.600, તેડાગર બહેનોના વેતનમાં રૂ.300 અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂ.300નો વધારો કરાયો છે. રાજ્યની 53029 બહેનોને લાભ મળશે. આ વધારો માર્ચ 2020 થી ચુકવાશે અને વર્ષ 2019-20 સુધીનું એક વર્ષનું એરિયર્સ ત્રણ હપ્તામાં ચુકવાશે. આ માટે રાજ્ય સરકાર પર રૂ.112 કરોડનું વધારાનું ભારણ થશે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યની 53 હજાર 29 આંગણવાડીઓમાં આવતા અંદાજીત 33 લાખ બાળકોના સર્વાંગી વિકાસ અને મહિલાઓના પોષણ સ્તરને ઉંચુ લઇ જવાની કામગીરી કરતા આંગણવાડી કાર્યકરો અને તેડાગરો પોષણ સેવાના મહત્વનાં અંગ છે. તેઓ 6 વર્ષ સુધીની ઉંમરના બાળકોના સર્વાંગી વિકાસ માટે બાળકોને પૂર્વ શાળા શિક્ષણ આપવાની, પૂરક પોષણ આપવાની તથા અન્ય પાયાની મહત્વની કામગીરી કરે છે.

નીતિન પટેલે કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરોના સંગઠન તરફથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મારી સમક્ષ તથા મહિલા બાળકલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવા અને રાજ્યમંત્રી વિભાવરી દવે સમક્ષ આંગણવાડીઓમાં કામ કરતાં કાર્યકરો અને તેડાગરોના માનદ વેતનમાં વધારો કરવાની રજુઆત કરવામાં આવી હતી. આંગણવાડીની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહેલી બહેનોને વધુ સારું કાર્ય કરવા પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાતની 53000થી વધુ આંગણવાડીઓમાં કામ કરતા આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને મીની આંગણવાડીના કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

તેમણે ઉમેર્યું કે હાલમાં રાજ્યની 51229 જેટલી આંગણવાડીઓની કાર્યકર બહેનોને માનદ વેતન તરીકે માસિક રૂ.7200 મળે છે. તેમાં હવે માસિક રૂ. 600 નો વધારો કરી તેઓને રૂ.7800 માનદ વેતન આપવામાં આવશે. તેવી જ રીતે આંગણવાડી તેડાગર બહેનોને હાલ માનદ વેતન તરીકે રૂ.3650 આપવામાં આવે છે તેમાં દર મહિને રૂ.300 નો વધારો કરી માનદ વેતન રૂ.3950 આપવામાં આવશે. રાજ્યની 1800 જેટલી મીની આંગણવાડીની કાર્યકર બહેનોને માનદ વેતન રૂ .4100 ચુકવવામાં આવે છે તેમાં દર મહિને રૂ .300 નો વધારો કરી માનદ વેતન રૂ 4400 આપવામાં આવશે . આ વધારો 1 માર્ચ,2019 થી અમલમાં આવે તે રીતે આપવામાં આવશે .નીતિન પટેલે કહ્યું કે આંગણવાડીના કાર્યકર, મીની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવનાર આ વધારાનો ખર્ચ સંપૂર્ણપણે રાજ્ય સરકાર ચુકવશે. આ માટે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂ. 55.98 કરોડ જેટલો કાયમી વધારાનો ખર્ચ થશે.

દેશની હાલની સ્થિતિ ‘ભયાવહ અને મલિન’: ડો. મનમોહન સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં આ સમયે ત્રણ બાજુ ખતરો તોળાઈ રહ્યો છે- સામાજિક સૌહાર્દ વિઘટન, આર્થિક મંદી અને વૈશ્વિક આરોગ્ય સમસ્યા- અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં માત્ર પોતાના શબ્દોથી નહીં, પણ કામોથી વિશ્વાસ અપાવવો પડશે કે તેઓ આ જોખમોથી પરિચિત છે અને તેમણે દેશને હૈયાધારણ આપવી પડશે કે તેઓ આ જોખમોનો સામનો કરવામાં તેઓ અમારી સહાયતા કરશે, એમ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ધ હિન્દુમાં લખેલા લેખમાં કહ્યું હતું. તેમના દેશની હાલની સ્થિતિ ભયંકર અને મલિન ગણાવી હતી.

2004થી 2014 સુધી 10 વર્ષ સુધી દેશના વડા પ્રધાન રહેલા ડો. મનમોહન સિંહે કહ્યું હતું કે બહુ ભારે મનથી લખી રહ્યો છું કે હું આ જોખમોથી બહુ ચિંતિત છું, જે ના તો માત્ર ભારતની આત્મા તોડી શકે છે, બલકે આર્થિક અને લોકતાંત્રિક શક્તિરૂપે અમારી વૈશ્વિક છબિને પણ નુકસાન કરી શકે છે. દિલ્હીના કેટલાક ભાગોમાં થયેલાં તોફાનોનો ઉલ્લેખ કરતાં ડો. સિંહે કહ્યું હતું કે અમારા સમાજનો કટ્ટરવાદી વર્ગ કે જેમાં રાજકીય નેતાઓ પણ સામેલ છે, જેમણે સાંપ્રદાયિક તણાવને હવા આપી હતી તેમ જ ધાર્મિક અસહિષ્ણુતાની આગને ભડકાવી હતી. કાનૂન અને વ્યવસ્થાથી જોડાયેલી સંસ્થાઓએ નાગરિકો અને ન્યાય સંસ્થાઓએ સુરક્ષાનનો ધર્મ છોડી દીધો છે અને મિડિયાએ અમને નિરાશ કર્યા છે.

તેમણે કહ્યું હતું કે સામાજિક તણાવની આગ દેશભરમાં ફેલાઈ રહી છે અને દેશનો આત્મા તાર-તાર કરવાના જોખમ રજૂ કરી રહી છે. આ આગ એ જ લોકો ઓલવી શકે છે, જેમણે આને ભડકાવી છે.

કેટલાંક વર્ષોમાં ઉદાર લોકતાંત્રિકની છબિ ધરાવતો દેશ આર્થિક વિકાસનું મોડલ બનવા માટે ભારત હવે બહુસંખ્યકોનું સાંભળનાર એવો વિવાદગ્રસ્ત દેશ બની ગયો છે, જે આર્થિક સંકટોથી ઝઝૂમી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આર્થિક વિકાસનો આધાર સામાજિક સદભાવ હોય છે અને અત્યારે એ ખતરામાં છે.

વડા પ્રધાને ત્રણ સૂત્રની યોજનાનું સૂચન કર્યું

ભૂતપૂર્વ વડા પ્રધાને સરકારને ત્રણ સૂત્રની યોજનાઓનાં સૂચનો કર્યાં હતાં. જેમાં સૌથી પ્રથમ સરકાર તમામ શક્તિ અને પ્રયાસથી કોકોના વાયરસ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરે. બીજો, નાગરિકતા સંશોદન કાનૂનને બદલવામાં આવે, જેથી વિષમય થયેલું સામાજિક વાતાવરણ ખતમ થાય અને રાષ્ટ્રીય એકતા સ્થપાય. ત્રીજું નક્કર નાણાકીય યોજનાઓ લાગુ કરવામાં આવે, જેથી ખપતની માગ વધે અને અર્થતંત્રમાં સુધારો થાય.