દેશની હાલની સ્થિતિ ‘ભયાવહ અને મલિન’: ડો. મનમોહન સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં આ સમયે ત્રણ બાજુ ખતરો તોળાઈ રહ્યો છે- સામાજિક સૌહાર્દ વિઘટન, આર્થિક મંદી અને વૈશ્વિક આરોગ્ય સમસ્યા- અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં માત્ર પોતાના શબ્દોથી નહીં, પણ કામોથી વિશ્વાસ અપાવવો પડશે કે તેઓ આ જોખમોથી પરિચિત છે અને તેમણે દેશને હૈયાધારણ આપવી પડશે કે તેઓ આ જોખમોનો સામનો કરવામાં તેઓ અમારી સહાયતા કરશે, એમ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ધ હિન્દુમાં લખેલા લેખમાં કહ્યું હતું. તેમના દેશની હાલની સ્થિતિ ભયંકર અને મલિન ગણાવી હતી.

2004થી 2014 સુધી 10 વર્ષ સુધી દેશના વડા પ્રધાન રહેલા ડો. મનમોહન સિંહે કહ્યું હતું કે બહુ ભારે મનથી લખી રહ્યો છું કે હું આ જોખમોથી બહુ ચિંતિત છું, જે ના તો માત્ર ભારતની આત્મા તોડી શકે છે, બલકે આર્થિક અને લોકતાંત્રિક શક્તિરૂપે અમારી વૈશ્વિક છબિને પણ નુકસાન કરી શકે છે. દિલ્હીના કેટલાક ભાગોમાં થયેલાં તોફાનોનો ઉલ્લેખ કરતાં ડો. સિંહે કહ્યું હતું કે અમારા સમાજનો કટ્ટરવાદી વર્ગ કે જેમાં રાજકીય નેતાઓ પણ સામેલ છે, જેમણે સાંપ્રદાયિક તણાવને હવા આપી હતી તેમ જ ધાર્મિક અસહિષ્ણુતાની આગને ભડકાવી હતી. કાનૂન અને વ્યવસ્થાથી જોડાયેલી સંસ્થાઓએ નાગરિકો અને ન્યાય સંસ્થાઓએ સુરક્ષાનનો ધર્મ છોડી દીધો છે અને મિડિયાએ અમને નિરાશ કર્યા છે.

તેમણે કહ્યું હતું કે સામાજિક તણાવની આગ દેશભરમાં ફેલાઈ રહી છે અને દેશનો આત્મા તાર-તાર કરવાના જોખમ રજૂ કરી રહી છે. આ આગ એ જ લોકો ઓલવી શકે છે, જેમણે આને ભડકાવી છે.

કેટલાંક વર્ષોમાં ઉદાર લોકતાંત્રિકની છબિ ધરાવતો દેશ આર્થિક વિકાસનું મોડલ બનવા માટે ભારત હવે બહુસંખ્યકોનું સાંભળનાર એવો વિવાદગ્રસ્ત દેશ બની ગયો છે, જે આર્થિક સંકટોથી ઝઝૂમી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આર્થિક વિકાસનો આધાર સામાજિક સદભાવ હોય છે અને અત્યારે એ ખતરામાં છે.

વડા પ્રધાને ત્રણ સૂત્રની યોજનાનું સૂચન કર્યું

ભૂતપૂર્વ વડા પ્રધાને સરકારને ત્રણ સૂત્રની યોજનાઓનાં સૂચનો કર્યાં હતાં. જેમાં સૌથી પ્રથમ સરકાર તમામ શક્તિ અને પ્રયાસથી કોકોના વાયરસ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરે. બીજો, નાગરિકતા સંશોદન કાનૂનને બદલવામાં આવે, જેથી વિષમય થયેલું સામાજિક વાતાવરણ ખતમ થાય અને રાષ્ટ્રીય એકતા સ્થપાય. ત્રીજું નક્કર નાણાકીય યોજનાઓ લાગુ કરવામાં આવે, જેથી ખપતની માગ વધે અને અર્થતંત્રમાં સુધારો થાય.