કોન બનેગા કરોડપતિના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

નવી દિલ્હીઃ દિગ્ગજ ફિલ્મ સ્ટાર અને બોલીવુડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિ નામનો એક રિયાલીટી શો હોસ્ટ કરે છે. આ શોના નામ પર લોકો સાથે ઠગાઈ કરનારા એક વ્યક્તિનો દિલ્હી પોલીસે ભાંડો ફોડ્યો છે. ઠગાઈનો આ કાળો કારોબાર ભારતમાંથી નહી પરંતુ પાકિસ્તાનથી ચલાવવામાં આવી રહ્યો હતો. દિલ્હી પોલીસના સાઈબર સેલ દ્વારા આ ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડવામાં આવ્યા હતા. આ લોકો પાસે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસે આજે જણાવ્યું કે, આ પહેલીવાર નથી કે જ્યારે કેબીસીના નામ પર ઠગાઈનું કોઈ રેકેટ પકડવામાં આવ્યું છે. દેશમાં આ પહેલા પણ કોન બનેગા કરોડપતિ શોના નામે અનેક પ્રકારની ઠગાઈઓ સામે આવી છે. પોલીસ અનુસાર, આ પ્રથમવાર છે કે જ્યારે ઠગાઈનો અડ્ડો પાકિસ્તાનથી ચલાવવામાં આવતો હોય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]