100 દિવસ પૂરા થતાં ઉદ્ધવ ઠાકરે રામલલ્લાનાં દર્શન કરવા જશે

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે શિવસેનાની સરકાર સો દિવસ પૂરા થતાં શનિવારે અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કરશે. મુખ્ય પ્રધાન મુંબઈથી ફ્લાઇટમાં લખનૌ જશે. ત્યાર બાદ રસ્તા માર્ગે તેઓ અયોધ્યા પહોંચશે.  તેમના આગમન પહેલાં હજ્જારો શિવસૈનિકો વિશેષ ટ્રેનથી મુંબઈથી અયોધ્યા પહોંચશે.મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે શનિવારે રામનગરી અયોધ્યા આવશે. તેઓ લખનૌના ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતર્યા બાદ બપોરે 12 કલાકે અયોધ્યા માટે રવાના થશે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આવતી કાલે બે કલાકે અયોધ્યા પહોંચશે. ત્યાર બાદ તેઓ પત્ની અને પુત્ર આદિત્ય સાંજે 4.30 કલાકે રામલલ્લાનાં દર્શન કરશે. જોકે તેઓ સાંજે સરયુ આરતીમાં સામેલ નહીં થાય. ત્યાર બાદ તેઓ લખનૌ જશે અને એ પછી લખનૌથી મુંબઈ જવા રવાના થશે.

હજ્જારો શિવસૈનિકો પણ પ્રયાગરાજ પહોંચ્યામહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારને સાત માર્ચે સો દિવસ પૂરા કરશે. જેની ઉજવણી માટે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ (સીએટી)થી અયોધ્યા ચાલતી સ્પેશિયલ ટ્રેન શિવસૈનિકોને લઈને પ્રયાગરાજ જંક્શને પહોંચી છે. આ ટ્રેનમાં આશરે 2,500 મહિલાઓ, બાળકો અને પુરુષો છે. આ શિવસૈનિકોએ સ્ટેશને ઊતરીને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ પહેલાં બે વાર શિવસૈનિકો મહારાષ્ટ્રથી અયોધ્યા જઈ ચૂક્યા છે. હવે ત્રીજી વાર જઈ રહ્યા છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]