Home Blog Page 4789

રાશિ ભવિષ્ય 27/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુ ભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

અભિનેત્રીઓએ પોતાનાં નામ બદલ્યા, થઈ ગઈ સફળ!

કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની ઓળખ માટે તેનું નામ હોવું જરૂરી છે. કેટલાક જ્યોતિષોનું માનવું છે કે વ્યક્તિની સફળતા પાછળ તેનું નામ મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલાક લોકો નામ બદલીને કિસ્મત ચમકાવે તેવું પણ બન્યું છે. ખાસ કરીને ફિલ્મોમાં કે ટીવી ક્ષેત્રે આવા અનેક સિતારાઓ મળશે જેને નામ બદલ્યા બાદ તેમના કેરિયરમાં સફળતા મેળવી હોય..

રશ્મિ દેસાઈ

‘ઉતરન’ સીરીયલમાં તેમના અભિનયથી લોકોના દિલ જીતનાર રશ્મિ દેસાઈ એક સમયે ટીવીની સૌથી મોંઘી અને ડિમાન્ડિંગ અભિનેત્રી હતી. તાજેતરમાં રશ્મિ ‘બિગ બોસ 13’માં પણ જોવા મળી હતી. રશ્મિનું પહેલાનું નામ દિવ્યા હતું તેની માતાને એક જ્યોતિષની સલાહ પર રશ્મિ નામ રાખ્યું હતું.

નિયા શર્મા

‘જમાઈ રાજા’થી ઘર ઘરમાં જાણીતી થયેલી નિયા એશિયાની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં પણ સામેલ થઈ છે. ‘નાગિન’ શો દ્વારા નિયા અત્યારે નામના મેળવી રહી છે. નિયાએ પોતાનું નામ નેહાથી બદલીને નિયા શર્મા કરી દીધું છે.

માહી વિજ

માહી હાલમાં જ એક પુત્રીની માતા બની છે આ પહેલા તે બે બાળકોને ગોદ લઈ ચુકી છે. ટીવીની આ લોકપ્રિય અભિનેત્રી ‘લાગી તુઝસે લગન’, ‘તેરી મેરી લવ સ્ટોરી’ અને ‘બાલિકા વધૂ’, ‘લાલ ઇશ્ક’ જેવા શોમાં ચમકી હતી આજે તે ખૂબ જ લોકપ્રિય છે તેણે પણ તેના નામના સ્પેલિંગમાં ફેરફાર કર્યો છે. પહેલાં એ અંગ્રેજીમાં પોતાના નામનો સ્પેલિંગ Mahi લખતી હતી, પણ બાદમાં Mahhi લખતી થઈ છે.

ગૌહર ખાન

મોડલિંગથી લઈને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં નામના મેળવનાર ગૌહર ખાનના લાખો ચાહકો છે. ગૌહર ‘બિગ બોસ’ સિઝન 7ની વિજેતા પણ રહી ચૂકી છે. ગૌહરે તેના નામનો સ્પેલિંગ બદલ્યો છે. પહેલાં એ અંગ્રેજીમાં પોતાનું નામ Gauahar Khan લખતી હતી, પણ હવેGauhar Khanલખે છે. ગૌહર તેની કેરિયરની સફળતામાં આ ફેરફારને ઘણો મોટો માને છે.

અનિતા હસનંદાની

ટીવીની લોકપ્રિય અભિનેત્રી અનિતા હસનંદાનીએ ‘તાલ’ ફિલ્મથી તેમના અભિનયની શરુઆત કરી હતી. આ ફિલ્મથી તેને કોઈ ખાસ ઓળખ ન મળી અને ન તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તેમનો સિક્કો ચાલ્યો. પણ જ્યારે ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂક્યો તો આ અભિનેત્રીએ ધમાલ મચાવી દીધી. ‘યે હૈ મોહબ્બતે’ની શગુનથી લઈને ‘નાગિન’ શોમાં અનિતાએ ઘણી સફળતા મેળવી. અનિતાનું પહેલાનું નામ નતાશા હસનંદાની હતું.

WHOનો પ્રતિબંધ છતાં ભારતે કહ્યું, HCQનો ઉપયોગ ચાલુ રહેશે

નવી દિલ્હીઃ મેલેરિયાની બીમારી માટે ઉપયોગમાં લેવાતી હાઇડ્રોક્સિક્લોક્વીન દવાની કોરોના વાઈરસના દર્દીઓ પર અજમાયસશો કરવા પર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યું છે કે ભારતમાં થયેલાં સંશોધનોમાં હાઇડ્રોક્સિક્લોક્વીનની કોઈ આડઅસર જોવા નથી મળી, તેથી ભારતમાં કોવિડ-19ની સારવારમાં અને સ્વાસ્થ્ય કર્મચારીઓમાં તેનો ઉપયોગ જારી રહેશે. ICMRએ કહ્યું છે કે અમારી સ્પષ્ટ સલાહ છે કે HCQ ખાલી પેટે ના લેતાં, જમ્યા પછી લેવી જોઈએ અને સારવાર દરમ્યાન એક ECG કરાવી લેવો જોઈએ.

ICMRના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યું હતું કે માર્ચ મહિનામાં પ્રારંભિક સંશોધનોને આધારે આ ડ્રગની ભલામણ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે આ ડ્રગ્સમાં એન્ટિવાઇરલ ગુણધર્મો છે. વળી, તેમણે કહ્યું હતું કે સતત અભ્યાસો અને કેસ નિયંત્રણ અધ્યયનોમાં આ HCQના ઉપયોગને લીધે આડઅસર દર્શાવવામાં નથી આવી.

ICMRનું આ સૂચન WHOના HCQના ટ્રાયલ પર પ્રતિબંધ લગાવ્યા પછી આવ્યું છે. વાસ્તવમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોરોનાની સંભવિત સારવારમાં અસરકારક મનાતી હાઇડ્રોક્સિક્લોરોક્વીન  દવાની ટ્રાયલ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આવું સુરક્ષા કારણોસર કરવામાં આવ્યું છે. હાઇડ્રોક્સિક્લોરોક્વીન મલેરિયાના દર્દીઓને આપવામાં આવે છે.

HCQની મોટી આડઅસર નહીં

કોરોના વાઇરસ સામેના ઉપચારમાં આ દવાની ભલામણ કરવામાં આવ્યાનાં અનેક સપ્તાહો દરમ્યાન દેશમાં થોડો ડેટા મળ્યો છે, જેમાં આ દવા લેવાથી કોઈ નુકસાન નથી થયું, પરંતુ એનો લાભ થયો છે, એમ ભાર્ગવે જણાવ્યું હતું. એઇમ્સ દ્વારા જુદાં-જુદાં જૂથોના નિરીક્ષણ કરવામાં આવેલા અભ્યાસમાં અને ICMRના કેસ નિયંત્રિત અભ્યાસમાં કોઈ મોટી આડઅસર જોવા નહોતી મળી, પણ કેટલાક લોકોને ઊબકા, ઊલટી અને હ્દયના ધબકાર વધ્યા સિવાયની કોઈ મોટી આડઅસર જોવા નહોતી મળી.

HCQ પરનો અભ્યાસ ટૂંકમાં પ્રકાશિત

અમે અમારા હેલ્થકેર વર્કર્સ અને કોરોના વાઇરસના દર્દીઓની સારવારમાં લાગેલા ફ્રન્ટલાઇન વર્કર્સને આ દવા લેવા માટે ના નથી પાડી અને એ જ વખતે અમે તેમને PPEનો કિટ ઉપયોગ કરવો આવશ્યક છે, એમ કહેતાં તેમણે કહ્યું હતું કે HCQ પર અમારો અભ્યાસ ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. 

WHOના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ઘેબિયસે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષમાં જણાવ્યેં હતું કે પાછલા સપ્તાહ લૈંસેટમાં એક અધ્યયનમાં પ્રકાશિત થયા પછી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોવિડ-19 દર્દીઓ પર દવાનો ઉપયોગ કરવાથી તેમના મરવાની સંભાવના વધી જાય છે. જેને લીધે WHOએ પરીક્ષણોને રદ કરી દીધો છ, જ્યારે સુરક્ષાને લઈને આની સમીક્ષા કરવામાં આવી રહી છે. ટેડ્રોસના જણાવ્યા મુજબ ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ સેફ્ટી ડેટાની સમીક્ષા કરશે. ટ્રાયલના બાકી હિસ્સા જારી રહેશે.

આમિરની પુત્રી ઈરાનો સાડી-લૂક…

બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઈરા ખાને ઈદ તહેવાર નિમિત્તે પોતાનો નવો લૂક અપનાવવાનું નક્કી કર્યું. એણ જાતે સાડી પહેરી અને પછી તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી. કાળા રંગના બ્લાઉઝ અને લાલ રંગની સાડીમાં એ સુંદર દેખાય છે. લૂકને સંપૂર્ણ બનાવવા માટે એણે કાનમાં ઝૂમકા પહેર્યા અને વાળને ખુલ્લા રાખવાનું પસંદ કર્યું.

ઈન્સ્ટન્ટ જલેબી

બાળકોને જલેબીનું નામ લેતાં જ મોઢામાં પાણી આવી જતું હોય છે. મોટેરાંઓને પણ જલેબી તો ભાવે જ છે. પરંતુ આ લૉકડાઉનમાં મીઠાઈની દુકાનો બંધ છે.

તો શું થાય? જવાબ છે: જલેબી ઘરમાં બનાવી લેવાય!!!

તો બનાવી લો, સહેલાઇથી બનતી ઈન્સ્ટન્ટ જલેબી!!


સામગ્રી:

  • 1/2 કપ મેંદો
  • 1/2 ટી.સ્પૂન ઘી
  • 1/2 કપ પાણી
  • એક સેચેટ ઈનો પાવડર
  • બદામ અથવા પિસ્તાની કાતરી
  • જલેબી તળવા માટે ઘી

ચાસણી માટે:

  • 1 કપ સાકર
  • ૧ કપ પાણી
  • 1/2 ટી.સ્પૂન એલચી પાવડર
  • કેસર હોય તો ચપટી કેસર
  • એક ચપટી ફૂડ કલર (જલેબી માટેનો પીળો કલર)

રીત:

મેંદાને એક બાઉલમાં ચાળી લો. તેમાં 1 ટી. સ્પૂન ઘી ઉમેરીને મિક્સ કરો. હવે 1/2 કપ પાણી એમાં ઉમેરો. આ મિશ્રણને જેરણી અથવા એક ચમચી વડે પાંચ મિનિટ સુધી ફેંટો. આ ખીરૂ ઢોકળાના ખીરા જેવું ઘટ્ટ હોવું જોઈએ. બહુ પાતળું ના થવું જોઈએ. પાંચ મિનિટ ખીરાને ફેંટી લીધા બાદ એને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી દો.

ચાસણી માટે એક તપેલીમાં સાકર તેમજ એક કપ પાણી મિક્સ કરી ગેસ પર ગરમ કરવા મૂકો. એક ચમચા વડે મિશ્રણને હલાવો. એલચી પાઉડર તેમજ કેસર ઉમેરી દો અને જલેબીનો કલર (ફૂડ કલર) પણ મિક્સ કરી દો. ચમચા વડે ચાસણીને હલાવતા રહો. પાંચ થી દસ મિનિટ બાદ મિશ્રણમાંથી એક ટીપું આંગળી પર લઈ ચેક કરો. મિશ્રણ થોડું પણ ચીકાશવાળું લાગે અને આંગળી પર ચોંટતું લાગે એટલે ગેસ બંધ કરીને ચાસણીને ઢાંકી દો.

એક નાની પ્લાસ્ટિકની જાડી થેલી ધોઈને લો.

ઈનો પાઉડરના પેકેટમાંથી અડધું પેકેટ પાઉડર જલેબીના મિશ્રણમાં નાંખો. આ પાઉડર ઉપર અડધી ટી.સ્પૂન ગરમ પાણી રેડીને મિશ્રણને હળવું થાય ત્યાં સુધી એટલે કે બે થી ત્રણ મિનિટ સુધી ફેંટો.

થેલીના એક ભાગમાં મિશ્રણ ભરીને ઉપરથી થેલીને દોરાથી બાંધી દો. થેલીના ખૂણાને બારીક કટ કરો. (જલેબી પાડવા માટે)

એક ફ્રાઈ પેન અથવા છીછરી કઢાઈ લો. એમાં ઘી નાખીને ગેસ પર ગરમ કરવા મૂકો. ઘી વધુ ના લેતાં જલેબી ડુબે એટલું જ લેવું.

ઘી ગરમ થાય એટલે થોડું મિશ્રણ થેલીમાંથી ઘીમાં પાડી જુઓ. જલેબીનું મિશ્રણ નાખતાંવેંત ઉપર આવી જાય તો સમજવું ઘી ગરમ થઇ ગયું છે. હવે ગેસની આંચ મધ્યમ કરીને થેલી વડે જલેબી પાડી લો. જલેબી બંને બાજુએથી સોનેરી રંગની તળી લેવી.

તળેલી જલેબી બહાર કાઢો એવી તરત જ ચાસણીમાં ડુબાડી દો. 1-2 મિનિટ બાદ જલેબીની ચિપિયા વડે બહાર કાઢીને એક સ્ટીલની ચાળણીમાં મૂકી દો. જેથી વધારાની ચાસણી નિતરી જાય. ચાળણીની નીચે થાળી અથવા ડીશ મૂકવી.

જલેબીને સૂકા મેવાની કાતરીથી ગાર્નિશ કરી શકો છો.

ઈંગ્લેન્ડના ગુરુદ્વારામાં તોડફોડ કરનાર પાકિસ્તાનીની ધરપકડ

લંડન:  ઈંગ્લેન્ડના ડર્બીશાયરના એક ગુરુદ્વારામાં તોડફોડ કરનાર એક પાકિસ્તાની મુસ્લિમની બ્રિટનની પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સ જબરદસ્તીથી ગુરુદ્વારામાં ધૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ ગુરુદ્વારાની સંપત્તિને નુક્શાન પહોંચાડવાની સાથે ત્યાં કાશ્મીર સંબંધિત એક ધમકી ભરેલી નોટ પણ લખીને છોડી ગયો હતો.

ડર્બીશાયરમાં સ્ટેનહોપ સ્ટ્રીટ સ્થિત ગુરુ અર્જન ગુરુદ્વારામાં સોમવારે સવારે દરવાજો તૂટેલો નજરે પડતા સ્થાનિકોએ ડર્બીશાયર પોલીસને તેની જાણકારી આપી. ગુરુદ્વારાના જણાવ્યા અનુસાર એક વ્યક્તિએ સવારે છ વાગ્યે ગુરુદ્વારા પરિસરમાં પ્રવેશ કરીને હુમલો કર્યો જેમાં હજારો પાઉન્ડનું નુકસાન થયું છે. જોકે આ હુમલામાં કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી. ગુરુદ્વારાએ આ તોડફોડને ‘હેટ ક્રાઈમ’ (ધર્મઝનૂની ગુનો) ગણાવ્યો છે.

હુમલો કરનાર વ્યક્તિને સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાયો છે. વિડિયોમાં ગુરુદ્વારાની અંદરમાં ઘણા કાચના ટુકડા પણ તૂટેલા જોવા મળી રહ્યા છે. હુમલો કરનાર વ્યક્તિએ અહીં એક નોટ પણ છોડી હતી જેમાં શીખ સમુદાયને કશ્મીરના લોકોને મદદ કરવાની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાગળના એક છેડે ‘પાક અલ્લાહ પાક’ લખેલું હતું સાથે એ વ્યક્તિએ પોતાનો ફોન નંબર પણ આપ્યો હતો.

ડર્બીશાયર પોલીસે આ વ્યક્તિ પાકિસ્તાની મુસ્લિમ હોવાની પુષ્ટી કરી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. ગુરુદ્વારાએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે અત્યાર સુધી જે પુરાવાના આધારે તે વ્યક્તિને પકડવામાં આવ્યો છે તેના વસ્તુ, પત્ર અને સરનામા હેઠળ જાણવા મળ્યું છે કે તે એક મુસ્લિમ પુષ્ઠભૂમિથી આવ્યો છે. તેણે જ્યારે ગુરુદ્વારા પર હુમલો કર્યો ત્યારે ગુરુદ્વારામાં કોઇ હાજર નહોતું.

BSEએ સ્ટાર MF પ્લેટફોર્મ પરના રોકાણકારો માટે E-KYC સુવિધા શરૂ કરી

નજીકના ભવિષ્યમાં સ્ટોક બ્રોકર્સ અને અન્ય ઈન્ટમીડિયેટ્સ માટે પણ E-KYC સુવિધા શરૂ કરશે


મુંબઈ, તા. 26 મે, 2020ः દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પર રોકાણકારો સરળતાથી કામકાજ કરી શકે એ માટે ઈકેવાયસી સુવિધા શરૂ કરવામાં આવી છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને એન્ડ ટુ એન્ડ મૂલ્યવર્ધિત સર્વિસીસ પૂરી પાડવાના સતત પ્રયત્નોના ભાગરૂપે શરૂ કરવામાં આવેલી આ સુવિધાની જે મુખ્ય વિશેષતાઓ છે, એમાં યુઝર ફ્રેન્ડલી વેબ અને વિવિધ સહભાગીઓ માટે મોબાઈલ ઈન્ટરફેસ, કેવાયસી ડોક્યુમેન્ટ્સનું ડિજિટલી વેરિફિકેશન્સ અને કેઆરએ સિસ્ટમ્સ સાથેના સંકલનનો સમાવેશ થાય છે.

એ ઉપરાંત આઈડીઝ અને ડોક્યુમેન્ટ્સના સફળ વેરિફિકેશનના કિસ્સામાં રિયલ ટાઈમ મંજૂરી (એપ્રુવલ)નો સમાવેશ થાય છે. નવા પ્રવેશી રહેલા રોકાણકારો માટે આ ઈકેવાયસી સર્વિસીસ ઘણી મુશ્કેલીઓ દૂર કરશે.

બીએસઈ સ્ટોક બ્રોકર્સ અને અન્ય માન્ય ઈન્ટરમીડિયેટ્સ માટે નજીકના ભવિષ્યમાં ઈકેવાયસી સુવિધા પૂરી પાડવાની યોજના ધરાવે છે અને તે માટે સ્ટોક બ્રોકર્સ અને અન્ય ઈન્ટરમીડિયેટ્સ માટે એપીઆઈઝ ઈશ્યુ કરશે, જેથી તેઓ તેમની આઈટી સિસ્ટમ્સને બીએસઈની ઈકેવાયસી સિસ્ટમ સાથે જોડી શકશે.

આ નવી શરૂ કરવામાં આવેલી સુવિધા વિશે બીએસઈના બીઝનેસ હેડ, મ્યુચ્યુઅલ ફંડ, ગણેશ રામે કહ્યું, “બીએસઈ સ્ટાર એમએફ એવું સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ છે, જેણે ઈકેવાયસી સુવિધા શરૂ કરી છે. આ સુવિધા રોકાણકારોને સરળતાથી કામકાજ કરવામાં બહુ ઉપયોગી થશે.  ઉચ્ચ સિસ્ટમ્સને પગલે કાર્યક્ષમતામાં વધારો થશે અને  સમયની બચત થશે.”

નાણાકીય વર્ષ 2019-20ના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના કુલ નેટ ઈક્વિટી ઈન્ફ્લોમાં બીએસઈ સ્ટાર એમએફનો હિસ્સો રૂ.56,038 કરોડ રહ્યો હતો, જે ઉદ્યોગના રૂ.83,781 કરોડના નેટ ઈક્વિટી ફ્લોના 66 ટકા છે. એપ્રિલ મહિનામાં બીએસઈ સ્ટાર એમએફનો હિસ્સો નેટ ઈક્વિટી ઈન્ફોલોમાં 61 ટકા એટલે કે રૂ.3,806 કરોડ રહ્યો હતો.

લોકડાઉન ફેઈલ; ગરીબોને દર મહિને રૂ. 7,500 આપોઃ રાહુલ

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને લઈને મોદી સરકારની તીખી આલોચના કરી છે. રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે લોકડાઉનના ચારેચાર તબક્કા નિષ્ફળ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં 21 દિવસ લોકડાઉન કર્યું હતું, પણ એનો કોઈ ખાસ લાભ નથી થયો. વડા પ્રધાન મોદીએ તેમની આગળની વ્યૂહરચના જણાવવી જોઈએ.

દેશને તેમની વ્યૂહરચનાની જાણ હોવી જોઈએ

રાહુલે કહ્યું કે જે થવું જોઈતું હતું, એ નથી થયું. દેશને સરકારની વ્યૂહરચનાની જાણ હોવી જોઈએ. લોકડાઉનને લાગુ થયે 60 દિવસ પૂરા થઈ ચૂક્યા છે, પણ આ રોગચાળો ઘટવાને બદલે દિન-પ્રતિદિન વધતો જાય છે. પ્રવાસી મજૂરો પરેશાન છે. સરકાર તેમની મુશ્કેલીઓ અને મુસીબતોને કેવી રીતે દૂર કરશે?

સરકારે લોકોને રોકડ આપવી જોઈએઃ રાહુલ

મોદી સરકાર કોરોનાને અંકુશમાં રાખવા માટે શું વિપક્ષને ગંભીરતાથી નથી લેતી? આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘અમારું કામ સરકાર પર દબાણ કરવાનું છે. મેં ફેબ્રુઆરીમાં જ કહી દીધું હતું કે હાલત વધુ ખતરનાક થશે.’ રોજગારને લઈને રાહુલે કહ્યું છે કે સરકારે આર્થિક મોરચે બહુ કામ કરવાની જરૂર છે. સરકારે લોકોને રોકડ રકમ આપવી જોઈએ. સરકારે ગરીબોના ખાતામાં દર મહિને 7500 રૂપિયા કેશ ટ્રાન્સફર કરવા જોઈએ.

રાજ્યોની મદદ કરે કેન્દ્ર

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ રાજ્યોની પાછળ કેન્દ્ર સરકાર ઊભી નહીં રહે તો તેઓ કોરોનાથી લડી નહીં શકે. તેમણે વધુમાં કહ્યું હતું કે વેપાર-ધંધા બંધ છે, ત્યારે કેટલાય નાના-મધ્યમ ઉદ્યોગ બંધ થઈ રહ્યા છે. નાના ઉદ્યોગોને પૈસા આપવાની માગ કરી રહ્યા છે. વેપાર-ધંધા બંધ હોવાથી બેરોજગારી વધવાનો ભય છે.

આ રાજકારણ નહીં, બલકે મારી ચિંતા

રાહુલ ગાંધીએ ક્હ્યું હતું કે પેકેજ વિશે કેટલીય પત્રકાર પરિષદ થઈ. અમને બહુ આશા હતી. વડા પ્રધાને કહ્યું હતું કે એ જીડીપીના 10 ટકા હશે. વાસ્તવમાં એ જીડીપીના એક ટકાથી પણ ઓછું છે અને એમાં મોટા ભાગે લોક છે, રોકડ નથી. તેમણે કહ્યું કે મજૂર ભાઈ-બહેનો, MSMEsની  કેવી રીતે કરશો? આ રાજકારણ નથી, બલકે મારી ચિંતા છે, આ બીમારી સતત વધી રહી છે, એટલે હું સવાલ પૂછી રહ્યો છું.

કોરોનાને કારણે મુંબઈમાં જાણીતું મંડળ આ વર્ષે ગણેશોત્સવ નહીં યોજે

મુંબઈઃ કોરોના વાઈરસની મહાબીમારી ફેલાઈ હોવાને કારણે આ વર્ષે પોતાનો સાર્વજનિક ગણેશોત્સવ ન યોજવાનો મુંબઈસ્થિત જીએસબી મંડળે નિર્ણય લીધો છે. આ મંડળ વડાલા ઉપનગરમાં છે અને તેનો ગણેશોત્સવ ખૂબ જાણીતો છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ગણેશોત્સવના દિવસો દરમિયાન સાર્વજનિક ગણેશ મંડળોની ગણપતિ મૂર્તિનાં દર્શન કરવા તથા મંડપ સજાવટ જોવા માટે શ્રદ્ધાળુઓની ખૂબ ભીડ જામે છે. આ વખતે કોરોના રોગચાળો ફેલાયો હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ લાગુ કરાયો છે ત્યારે ગણેશ મંડળોમાં શ્રદ્ધાળુઓ એ નિયમનું પાલન કરે એ વિશે શંકા છે. આ નિયમનું પાલન કરાવવાનો તમામ સાર્વજનિક ગણેશોત્સવ મંડળો માટે મોટો પડકાર બની જશે. તેથી શહેરના એક જાણીતા મંડળે તો આ વર્ષે ગણેશોત્સવ ન યોજવાનું નક્કી કરી નાખ્યું છે.

વડાલા સ્થિત જીએસબી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિએ આ વર્ષે સંસ્થા વતી ગણેશોત્સવ ન યોજવાનો નિર્ણય લઈ લીધો છે. તે એને બદલે આવતા વર્ષે મહા મહિનામાં ગણેશોત્સવ યોજનાર છે.

આ વર્ષે ગણેશોત્સવનું આયોજન કરવા પર રાજ્ય સરકાર અનેક પ્રકારના પ્રતિબંધો, નિયંત્રણો મૂકશે એ નક્કી છે. જેમ કે, મંડળોમાં ફેસમાસ્ક પહેરવાનું ફરજિયાત બનાવાશે, સેનિટાઈઝર રાખવાનું, બે વ્યક્તિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ફરજિયાત બનાવાશે.

જીએસબી વડાલા મંડળ ખાતે 11 દિવસના ગણેશોત્સવનું આયોજન કરાય છે. એ દરમિયાન લાખો ભાવિકો ગણપતિજીના દર્શન કરવા આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે લોકોની ગીરદી થાય એ ચલાવાશે નહીં. ગીરદી થાય તો કોરોનાનો ચેપ લાગવાનું શરૂ થઈ શકે છે.

જીએસબી મંડળના પદાધિકારીઓએ બેઠક યોજી હતી અને એમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ વર્ષે ગણેશોત્સવ યોજવો નહીં અને એને બદલે આવતા વર્ષે મહા મહિનામાં ગણેશ જયંતિનો ઉત્સવ યોજવો.

દરમિયાન, મુંબઈના સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય એવા ‘લાલબાગચા રાજા’ સાર્વજનિક ગણેશોત્સવના આયોજકો આ વર્ષે ગણેશોત્સવ યોજવો કે નહીં એનો નિર્ણય જૂનમાં લેશે.

ટુરિઝમ, મનોરંજન, હોટેલ ક્ષેત્રે લાખો નોકરીઓ જોખમમાં

નવી દિલ્હીઃ મોદી સરકારના 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ આર્થિક પેકેજમાં કંઈ પણ રાહત ન મેળવી શકનાર ટ્રાવેલ એન્ડ ટુરિઝમ, રેસ્ટોરાં અને હોટેલ તથા મનોરંજન ક્ષેત્રોએ સરકારને કહ્યું છે કે બીજું કંઈ નહીં તો અમને એક વર્ષનો ‘ટેક્સ હોલિડે’ અને સોફ્ટ લોનની સુવિધા મળવી જોઈએ. આવું નહીં થાય તો આ સેક્ટરોમાં મોટી સંખ્યામાં નોકરીઓ જવાની આશંકા છે. આનાથી કોવિડ-19 સંકટ અને લોકડાઉનના માહોલમાં દેશમાં બેરોજગારીમાં ઓર વધારો થવાની શક્યતા છે.

 

રાહત પેકેજમાં અમારા માટે કંઈ નહીં

આ ત્રણ સેક્ટરોના દિગ્ગજોએ સરકારને કહ્યું છે કે રાહત પેકેજની જે ઘોષણા થઈ છે, એમાં અમારા માટે કંઈ નથી. તેમનું કહેવું છે કે કેટલાક વેપાર-ધંધા લોકડાઉન 4.0માં પણ ખૂલી નથી શક્યા. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણ રીતે બંધ છે. રેસ્ટોરાંને માત્ર હોમ ડિલિવરીની છૂટ મળી છે. મલ્ટિપ્લેક્સ, સિનેમા હોલ ખોલવાની મંજૂરી નથી. સલૂન, વેલનેસ સેન્ટર બંધ છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓનાં કામકાજ ઠંડાં પડ્યાં છે. આવામાં કામ બંધ હોવાને કારણે મોટી સંખ્યામાં નોકરીઓ જવાની આશંકા છે.

પેકેજ નહીં મળ્યું તો લાખો લોકોની નોકરી જશે

ટ્રાવેલ એજન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ જ્યોતિ માયલનું કહેવું છે કે આ સમયે ટુર અને ટ્રાવેલ્સ ક્ષેત્રની કંપનીઓની હાલત ઘણી ખરાબ છે. સરકારે કંઈક તો રાહત આપવી જોઈએ. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)નું કહેવું છે કે રાહત પેકેજ નહીં મળે તો માત્ર ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટરથી જ લાખો લોકો બેરોજગાર થઈ જશે.

ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝમાં 20 લાખ નોકરીઓ પર જોખમ

CIIના અહેવાલ અનુસાર કોવિડ-19 સંકટનો સૌથી વધુ ઘાતક હુમલો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્ર પર પડ્યો છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝનું કદ 18 લાખ કરોડ રૂપિયાનું છે. કોરોનાથી પહેલાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટરમાં 5.5 કરોડ કર્મચારી હતા. કોરોના સંકટને પગલે આ ઇન્ડસ્ટ્રીઝમાં કરોડો લોકોની નોકરીઓ જવાની શક્યતા છે. આ જ રીતે દેશમાં રેસ્ટોરાં ક્ષેત્રનું કદ 4.2 લાખ કરોડ રૂપિયાનું છે. કોરોનાથી પહેલાં આ ક્ષેત્રમાં 73 લાખ કર્મચારીઓ હતા, જેમાંતી 20 લાખ નોકરીઓ જવાનો અંદાજ છે.

ફૂડ ડિલિવરી, એન્ટરટેઇન અને વેલનેસ જોબ્સ પર પણ જોખમ

આ જ પ્રકારે ફૂડ ડિલિવરી ક્ષેત્રનું કદ 48,000 કરોડ રૂપિયાનું છે. આમાં કર્મચારીઓ આશરે પાંચ લાખ છે. આ વ્યવસાયમાં આવકમાં 20 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. સિનેમા, એન્ટરટેઇનમેન્ટની વાત કરે તો એનું કદ 1.80 કરોડ રૂપિયાનું છે. કુલ કર્મચારી 70થી 80 લાખ છે.

આ જ રીતે દેશમાં સલૂન, બ્યુટી, વેલનેસ ઇન્ડસ્ટ્રીઝનું કદ એક લાખ કરોડ રૂપિયાનું છે. આમાં કુલ પાંચ કરોડ લોકોને રોજગાર મળે છે. ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું કદ 10,000 કરોડ રૂપિયાનું છે. એ ત્રણ કરોડ લોકોને રોજગારી આપે છે. કોરોનાને કારણે આ ક્ષેત્રમાં 90 ટકા વેપાર-ધંધો ખતમ થઈ ગયો છે.

ટેક્સ હોલિડેની માગ

આ ત્રણે સેક્ટરે સરકારને કહ્યું છે કે તેમને બધા પ્રકારના ટેક્સ પર એક વર્ષનો ટેક્સ હોલિડે મળવો જોઈએ. ઇન્કમ ટેક્સ રિફંડ તરત મળવાં જોઈએ. ઇન્ડસ્ટ્રીને 10 વર્ષ માટે સોફ્ટ લોનની વ્યવસ્થા કરવામાં આવે. ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) દૂર કરવામાં આવે અને વ્યાજ ચૂકવવા માટે નવ મહિનાની મુદત મળે. ટુરિઝમ સેક્ટરથી જોડાયેલા સુનીલ ગુપ્તાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર સુધી પર્યટકો આવવાની કોઈ આશા નથી.