અભિનેત્રીઓએ પોતાનાં નામ બદલ્યા, થઈ ગઈ સફળ!

કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની ઓળખ માટે તેનું નામ હોવું જરૂરી છે. કેટલાક જ્યોતિષોનું માનવું છે કે વ્યક્તિની સફળતા પાછળ તેનું નામ મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલાક લોકો નામ બદલીને કિસ્મત ચમકાવે તેવું પણ બન્યું છે. ખાસ કરીને ફિલ્મોમાં કે ટીવી ક્ષેત્રે આવા અનેક સિતારાઓ મળશે જેને નામ બદલ્યા બાદ તેમના કેરિયરમાં સફળતા મેળવી હોય..

રશ્મિ દેસાઈ

‘ઉતરન’ સીરીયલમાં તેમના અભિનયથી લોકોના દિલ જીતનાર રશ્મિ દેસાઈ એક સમયે ટીવીની સૌથી મોંઘી અને ડિમાન્ડિંગ અભિનેત્રી હતી. તાજેતરમાં રશ્મિ ‘બિગ બોસ 13’માં પણ જોવા મળી હતી. રશ્મિનું પહેલાનું નામ દિવ્યા હતું તેની માતાને એક જ્યોતિષની સલાહ પર રશ્મિ નામ રાખ્યું હતું.

નિયા શર્મા

‘જમાઈ રાજા’થી ઘર ઘરમાં જાણીતી થયેલી નિયા એશિયાની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં પણ સામેલ થઈ છે. ‘નાગિન’ શો દ્વારા નિયા અત્યારે નામના મેળવી રહી છે. નિયાએ પોતાનું નામ નેહાથી બદલીને નિયા શર્મા કરી દીધું છે.

માહી વિજ

માહી હાલમાં જ એક પુત્રીની માતા બની છે આ પહેલા તે બે બાળકોને ગોદ લઈ ચુકી છે. ટીવીની આ લોકપ્રિય અભિનેત્રી ‘લાગી તુઝસે લગન’, ‘તેરી મેરી લવ સ્ટોરી’ અને ‘બાલિકા વધૂ’, ‘લાલ ઇશ્ક’ જેવા શોમાં ચમકી હતી આજે તે ખૂબ જ લોકપ્રિય છે તેણે પણ તેના નામના સ્પેલિંગમાં ફેરફાર કર્યો છે. પહેલાં એ અંગ્રેજીમાં પોતાના નામનો સ્પેલિંગ Mahi લખતી હતી, પણ બાદમાં Mahhi લખતી થઈ છે.

ગૌહર ખાન

મોડલિંગથી લઈને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં નામના મેળવનાર ગૌહર ખાનના લાખો ચાહકો છે. ગૌહર ‘બિગ બોસ’ સિઝન 7ની વિજેતા પણ રહી ચૂકી છે. ગૌહરે તેના નામનો સ્પેલિંગ બદલ્યો છે. પહેલાં એ અંગ્રેજીમાં પોતાનું નામ Gauahar Khan લખતી હતી, પણ હવેGauhar Khanલખે છે. ગૌહર તેની કેરિયરની સફળતામાં આ ફેરફારને ઘણો મોટો માને છે.

અનિતા હસનંદાની

ટીવીની લોકપ્રિય અભિનેત્રી અનિતા હસનંદાનીએ ‘તાલ’ ફિલ્મથી તેમના અભિનયની શરુઆત કરી હતી. આ ફિલ્મથી તેને કોઈ ખાસ ઓળખ ન મળી અને ન તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તેમનો સિક્કો ચાલ્યો. પણ જ્યારે ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂક્યો તો આ અભિનેત્રીએ ધમાલ મચાવી દીધી. ‘યે હૈ મોહબ્બતે’ની શગુનથી લઈને ‘નાગિન’ શોમાં અનિતાએ ઘણી સફળતા મેળવી. અનિતાનું પહેલાનું નામ નતાશા હસનંદાની હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]