બોલીવૂડ હસીનાઓનો નાઈટવેર પ્રેમ…

સામાન્ય માણસોના મનમાં હંમેશા ફિલ્મી સિતારાઓની ફેશન સ્ટાઈલને લઈને કૂતુહલ રહેતું હોય છે. આ સિતારાઓના પહેરવેશની લોકો નકલ કરતા હોય છે. અહીં તમને જણાવી રહ્યા છીએ બોલિવુડની કેટલીક હસીનાઓને કયા નાઈટવેર પસંદ છે?

આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને કાજોલને રાતે સૂતી વખતે સોફ્ટ મટીરિયલનો પાઈજામા સૂટ પસંદ છે. કારણ કે ફાઈન હોઝિયરી મટીરિયલમાં તે ખૂબ જ આરામદાયક અનુભવ આપે છે. આલિયાએ તો નાઈટવેર સાથે પોતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કરી છે.

કૃતિ સેનન અને દીપિકા પાદુકોણનું માનવું છે કે, ટ્રેક પેન્ટ અને ક્રૉપ ટી શર્ટ એરપોર્ટ લોન્જમાં આરામ કરવા માટે સૌથી અનુકુળ છે. એટલું જ નહીં ટ્રાવેલિંગ કરતા સમયે પોતે ઉંઘવાનું પસંદ કરે છે. તેના માટે પણ આ ડ્રેસ આરામદાયક રહે છે. એરપોર્ટથી બહાર નીકળતી વખતે પેપરાઝી (ફોટોગ્રાફરોના ટોળા) દ્વારા ક્લિક કરાતા ફોટોઝમાં પણ આ ડ્રેસમાં તે કુલ લાગે છે.

કેટરીના કૈફ, શ્રદ્ધા કપૂર, જાન્હવી કપૂરને નાઈટવેરમાં સોફ્ટ મટીરિયલનું શોર્ટસ અથવા હૉટ પેન્ટ પસંદ છે. કેટરીના તો ટ્રાવેલિંગ દરમિયાન પણ આ જ ડ્રેસ તરીકે પહેરવાનું પસંદ કરે છે.

નાઈટવેરને એક સેન્સેશન બનાવવામાં હોલીવુડની ગાયિકા કાયલી મિનોગ, બિયોન્સે અને મેડોનાનો ખૂબ જ મોટો હાથ છે. બિયોન્સે તો એટલા મોંઘા અને સેક્સી નાઈટવેર પહેરે છે કે અનેક વખત તો તે આ જ ડ્રેસમાં ફિલ્મોના સ્ક્રીનિંગમાં પણ પહોંચી જાય છે.

માધુરી દીક્ષિત, કિયારા અડવાણી અને અંકિતા લોખંડે મિડલ ક્લાસ નાઈટી કે કફ્તાનને પહેરવાનું વધુ પસંદ કરે છે. કફ્તાન એવો ડ્રેસ છે જે હાલના સમયમાં ફેશન સ્ટેટમેન્ટ બનતો જાઈ છે. કફ્તાન ઉપર સ્ટાઈલિશ બેલ્ટ લગાવવાથી એક આકર્ષક કોલેજ-વેર પણ બની જાય છે. કફ્તાન દરેક પ્રકારના ફેબ્રિકમાંથી બને છે, પણ જો તેનો ઉપયોગ નાઈટવેર તરીકે કરવા ઈચ્છો તો કોટન, લિઝીબિઝી, સાટિન ફેબ્રિક વધારે આરામદાયક રહેશે.

80ના દાયકાના અભિનેતાઓ કે જે હવે હયાત નથી તે રાજેશ ખન્ના, ફિરોઝ ખાન, રાજકુમાર એમના ઘરમાં સિલ્કની લુંગી પહેરવાનું વધારે પસંદ કરતા હતા. એની સાથે મેચિંગ કુર્તો પહેરીને તે ફોટોશૂટ પણ કરાવતા હતા. રંગ-બેરંગી લુંગી ઘણા લાંબા સમય સુધી એમની સ્ટાઈલ સ્ટેટમેન્ટ રહી હતી.

મિલેનિયલ જનરેશન ઘર પર શોટ્સ, ટીશર્ટ, બરમુડા, ડંગરી વગેરમાં આરમદાયક રહે છે. એક અનુમાન મુજબ ભારતમાં નાઈટવેરનું માર્કેટ છેલ્લા પાંચ વર્ષમાં ત્રણસો ગણુ વધ્યું છે. સૌથી વધુ માંગ શોર્ટ્સની રહે છે. ફેશન સ્ટાઈલિસ્ટ રાઘવ મુખીના જણાવ્યા અનુસાર, નાઈટવેરનો આઈડિયા આપણા દેશમાં નવો છે. આ પહેલા લોકો રાતે પહેરવા માટે અલગ કપડા પર ખર્ચ કરવામાં માનતા ન હતા. હવે વિચાર બદલાયો છે. નાઈટવેર એક મોટું બજાર બનીને સામે આવ્યો છે.