WHOનો પ્રતિબંધ છતાં ભારતે કહ્યું, HCQનો ઉપયોગ ચાલુ રહેશે

નવી દિલ્હીઃ મેલેરિયાની બીમારી માટે ઉપયોગમાં લેવાતી હાઇડ્રોક્સિક્લોક્વીન દવાની કોરોના વાઈરસના દર્દીઓ પર અજમાયસશો કરવા પર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યું છે કે ભારતમાં થયેલાં સંશોધનોમાં હાઇડ્રોક્સિક્લોક્વીનની કોઈ આડઅસર જોવા નથી મળી, તેથી ભારતમાં કોવિડ-19ની સારવારમાં અને સ્વાસ્થ્ય કર્મચારીઓમાં તેનો ઉપયોગ જારી રહેશે. ICMRએ કહ્યું છે કે અમારી સ્પષ્ટ સલાહ છે કે HCQ ખાલી પેટે ના લેતાં, જમ્યા પછી લેવી જોઈએ અને સારવાર દરમ્યાન એક ECG કરાવી લેવો જોઈએ.

ICMRના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યું હતું કે માર્ચ મહિનામાં પ્રારંભિક સંશોધનોને આધારે આ ડ્રગની ભલામણ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે આ ડ્રગ્સમાં એન્ટિવાઇરલ ગુણધર્મો છે. વળી, તેમણે કહ્યું હતું કે સતત અભ્યાસો અને કેસ નિયંત્રણ અધ્યયનોમાં આ HCQના ઉપયોગને લીધે આડઅસર દર્શાવવામાં નથી આવી.

ICMRનું આ સૂચન WHOના HCQના ટ્રાયલ પર પ્રતિબંધ લગાવ્યા પછી આવ્યું છે. વાસ્તવમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોરોનાની સંભવિત સારવારમાં અસરકારક મનાતી હાઇડ્રોક્સિક્લોરોક્વીન  દવાની ટ્રાયલ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આવું સુરક્ષા કારણોસર કરવામાં આવ્યું છે. હાઇડ્રોક્સિક્લોરોક્વીન મલેરિયાના દર્દીઓને આપવામાં આવે છે.

HCQની મોટી આડઅસર નહીં

કોરોના વાઇરસ સામેના ઉપચારમાં આ દવાની ભલામણ કરવામાં આવ્યાનાં અનેક સપ્તાહો દરમ્યાન દેશમાં થોડો ડેટા મળ્યો છે, જેમાં આ દવા લેવાથી કોઈ નુકસાન નથી થયું, પરંતુ એનો લાભ થયો છે, એમ ભાર્ગવે જણાવ્યું હતું. એઇમ્સ દ્વારા જુદાં-જુદાં જૂથોના નિરીક્ષણ કરવામાં આવેલા અભ્યાસમાં અને ICMRના કેસ નિયંત્રિત અભ્યાસમાં કોઈ મોટી આડઅસર જોવા નહોતી મળી, પણ કેટલાક લોકોને ઊબકા, ઊલટી અને હ્દયના ધબકાર વધ્યા સિવાયની કોઈ મોટી આડઅસર જોવા નહોતી મળી.

HCQ પરનો અભ્યાસ ટૂંકમાં પ્રકાશિત

અમે અમારા હેલ્થકેર વર્કર્સ અને કોરોના વાઇરસના દર્દીઓની સારવારમાં લાગેલા ફ્રન્ટલાઇન વર્કર્સને આ દવા લેવા માટે ના નથી પાડી અને એ જ વખતે અમે તેમને PPEનો કિટ ઉપયોગ કરવો આવશ્યક છે, એમ કહેતાં તેમણે કહ્યું હતું કે HCQ પર અમારો અભ્યાસ ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. 

WHOના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ઘેબિયસે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષમાં જણાવ્યેં હતું કે પાછલા સપ્તાહ લૈંસેટમાં એક અધ્યયનમાં પ્રકાશિત થયા પછી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોવિડ-19 દર્દીઓ પર દવાનો ઉપયોગ કરવાથી તેમના મરવાની સંભાવના વધી જાય છે. જેને લીધે WHOએ પરીક્ષણોને રદ કરી દીધો છ, જ્યારે સુરક્ષાને લઈને આની સમીક્ષા કરવામાં આવી રહી છે. ટેડ્રોસના જણાવ્યા મુજબ ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ સેફ્ટી ડેટાની સમીક્ષા કરશે. ટ્રાયલના બાકી હિસ્સા જારી રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]