Home Blog Page 468

રાશિ ભવિષ્ય 10/11/2025 થી 16/11/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.


લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.


સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબ માં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


મિલન મુલાકાત કે હરવા ફરવા માં સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસ ના કોઈ જાહેર કાર્યક્રમ માં જવા ના યોગ છે તેમાં તમારી હાજરી નું વર્ચસ્વ પણ દેખાય.બજાર ના કામકાજ માં તમને ઉત્સાહ અને નવીન કાર્ય કરવા ની વૃતિ જાગે. યુવા વર્ગ ને તેમના મિત્ર વર્તુળ માંથી સારી જાણકારી કે વાત સંભાળવા મળે તેમજ મિત્ર વર્તુળ માંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખત થી કોઈ વાત મન માં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારો ની માયાજાળ માં ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજાર ના કામકાજ માં ધીરજ નો અને અનુભવ નો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજ માં દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફ થી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુ ભક્તિ માં ધ્યાન અને મન પોરવી રાખો તો ઘણી માનશીક શાંતિ નો અનુભવ કરી શકો.


મન ની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગી ની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિક કાર્ય માં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજાર ના કામકાજ માં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસ માં વધારો કરી શકે છે. ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદ ની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થી વર્ગ કે યુવા વર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાય માં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.


વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્ન ની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવા વર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવા માં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજાર ના કામકાજ માં ગણતરી અને આયોજન પૂર્વક ના કામકાજ માં પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ ના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.


જાહેર જીવન માં તમને લોકો વચ્ચે થોડી મજાક મસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈ ની લાગણી ના દુભાય કે કોઈ ની ઉશ્કેરાટ ના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીક ના સગા સ્નેહી માં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવા ની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજાર ના કામકાજ માં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.


ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગ થી દુર રેહવાની જરૂર છે જેથી ખોટી વાત માં દોરવાઈ ના જવાય. બજાર ના કામકાજ માં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈ પણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પેહલા વિચાર કરવો જરૂ છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.


યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારા માં ધાર્મિક ભાવના,વધુ જાગે લોક કલ્યાણ ના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવા માં અઘરો પડતો હોય તો તે વિષય શીખવા માં વધુ મહેનત કરવાથી સરાફ ફળ ની પ્રાપ્તિ થઇ શકે છે.બજાર ના કામકાજ માં લાભ ની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્ન માટે ની વાતચીત ગોઠવવી અને તેમાં મિલન મુલાકાત કરવી તેમાં કોઈ નો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.


કામકાજ માં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજ માં સમય નો વ્યય પણ વધુ થઇ શકે કોઈ નો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામ માં રચ્યા પચ્યા રેહવું વધુ યોગ્ય છે. બજાર માં કામકાજ દરમિયાન નિર્ણય શક્તિ નો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘર માં વડીલ વર્ગ કે ઓફીસ માં ઉપરી અધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવા ની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભ ની વાત ની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગા સ્નેહી સાથે મિલન મુલાકાત માં તમે તમારી કોઈ ગમતી વાત સંભાળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજાર ના કામકાજ માં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગ ક્ષેત્ર માં તમારી જૂની મિલન મુલાકાત ની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ નું આયોજન સંભવિત બની શકે છે.  પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલ વર્ગ ને જુના સંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.

બેંગલુરુ એરપોર્ટ પર જાહેરમાં નમાજ અદા કરવા મુદ્દે વિવાદ

બેંગલુરુઃ  બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક જૂથ દ્વારા જાહેરમાં નમાજ અદા કરવાની ઘટના બાદ વિવાદ સર્જાયો છે. હકીકતમાં એરપોર્ટના ટર્મિનલ-2માં કેટલાક લોકો દ્વારા સામૂહિક નમાજ અદા કરવામાં આવી હોવાનો વિડિયો સામે આવ્યો છે, જે પછી વિવિધ પ્રકારના સવાલો ઊભા થયા છે. આ વિડિયોમાં સુરક્ષા દળોના જવાન પણ જોવા મળે છે, પરંતુ તેઓ પણ ફક્ત શાંતિથી ઊભા હોવાનું જોવા મળે છે.

ભાજપનો વિરોધ

આ ઘટનાનો વિડિયો સામે આવ્યા બાદ ભાજપે આકરો વિરોધ નોંધાવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ એરપોર્ટની અંદર મુસાફરો માટે પ્રાર્થના કક્ષ (પ્રેયર રૂમ) હતો, છતાં પણ પ્રાર્થના બહાર કરવામાં આવી. આ નમાજ મક્કા જવા માટે ગયેલા લોકોને ‘સી-ઓફ’ કરવા આવેલો જૂથ મુસ્લિમ સમુદાય તરફથી અદા કરવામાં આવી હતી.

ભાજપ પ્રવક્તાએ વ્યક્ત કર્યો વિરોધ

ભાજપના પ્રવક્તા વિજય પ્રસાદે X પર પોસ્ટ કરી વિરોધ વ્યક્ત કરતાં કહ્યું હતું કે બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના T2 ટર્મિનલની અંદર આ રીતે પરવાનગી કેવી રીતે આપી શકાય?

મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને મંત્રી પ્રિયંક ખડગે, શું તમે આ સ્વીકારો છો?

શું આ લોકોએ ઉચ્ચ સુરક્ષા વિસ્તારમાં નમાજ અદા કરવા અગાઉ પરવાનગી લીધી હતી?

જ્યારે RSS સંબંધિત સત્તાધીશો પાસેથી યોગ્ય પરવાનગી મેળવી પથસંચલન કરે છે, ત્યારે સરકાર તેને લઇને વાંધો ઉઠાવે છે, પરંતુ આવા પ્રતિબંધિત જાહેર વિસ્તારોમાં થતી પ્રવૃત્તિઓ પર આંખ મીંચી લે છે?

શું આટલા સંવેદનશીલ વિસ્તારમાં આ ગંભીર સુરક્ષાનો પ્રશ્ન નથી?

જાહેર સ્થળોએ નમાજને લઇને શા માટે હોબાળો?

જાહેર સ્થળોએ નમાજ અદા કરવા અંગેનો વિવાદ મુખ્યત્વે ધાર્મિક સ્વતંત્રતા, જાહેર વ્યવસ્થા અને રાજકીય પક્ષપાત જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ઊભો થાય છે. આ મુદ્દો વારંવાર ચર્ચામાં આવે છે, ખાસ કરીને જ્યારે નમાજ રસ્તાઓ, બાગ-બગીચાઓ, એરપોર્ટો અથવા સરકારી ઇમારતો જેવી જગ્યાઓ પર કરવામાં આવે ત્યારે.

ફરીદાબાદમાંથી ડોક્ટરના ઘરથી 300 કિલો RDX જપ્ત

ફરીદાબાદઃ જમ્મુ-કાશ્મીર પોલીસે મોટું ઓપરેશન કર્યું છે. ફરીદાબાદમાંથી એક ડોક્ટરના ઘરમાંથી 300 કિલો RDX  જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત AK-47ની કેટલીક બંદૂકો પણ મળી આવી છે. કોઈ મોટા આતંકવાદી હુમલો કરવાનું કાવતરું રચાઈ રહ્યું હતું, એમ અહેવાલ કહે છે.

પોલીસે ડૉ. આદિલની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવતાં, અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ડોક્ટરની ધરપકડ બાદ પૂછપરછમાં ડૉ. આદિલે ઘણી મહત્વની માહિતી આપી છે. આ પહેલાં કાશ્મીરમાં ડો. આદિલના લૉકરમાંથી AK-47 રાઈફલ સહિતનાં હથિયારો મળ્યાં હતાં. હાલમાં પોલીસે તેને સતત પૂછપરછ હેઠળ રાખ્યો છે, જેથી  કાવતરાનો ભાંડા ફૂટી શકે.

આ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ નેટવર્કમાં ડો. મુઝમ્મિલ નામની વ્યક્તિ પણ સામેલ હતી. તે પણ કાશ્મીરનો જ રહેવાસી છે. પ્રાપ્ત માહિતી મુજબ ફરીદાબાદમાં હથિયારો અને ગોળા-બારુદનો જથ્થો મુઝમ્મિલે જ છુપાવ્યો હતો. હાલ બંને ડોક્ટર જમ્મુ-કશ્મીર પોલીસની કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલુ છે.

પોલીસનું કહેવું છે કે આ આતંકવાદી કાવતરામાં બીજા અનેક લોકો પણ સામેલ હોવાની આશંકા છે. હવે તપાસનો વ્યાપ વધુ વધારવામાં આવી રહ્યો છે, કેમ કે આ મામલામાં લગભગ 300 કિલો RDX મળ્યું છે, પોલીસે શંકા વ્યક્ત કરી છે કે કોઈ ખૂબ મોટા આતંકવાદી હુમલો કરવાની યોજના બની રહી હતી. જમ્મુ-કશ્મીર પોલીસે આ પ્રકારના ખુલાસા અગાઉ પણ કર્યા છે, એટલે આ પહેલી ઘટના નથી.

છેલ્લાં થોડાં દિવસોમાં જૈશ સાથે જોડાયેલા આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે, ઘણાં ઘૂસણખોરીના પ્રયાસો પણ ખીણમાં નિષ્ફળ બનાવવામાં આવ્યા છે, પરંતુ હવે કાવતરાના તાર સીધા દિલ્હી-NCR સુધી પહોંચ્યા છે, તપાસ એજન્સીઓ વધુ સક્રિય બની ગઈ છે.

 

સુવિચાર – ૧૦ નવેમ્બર ૨૦૨૫

૧૦ નવેમ્બર ૨૦૨૫

પંચાંગ 10/11/2025

સાયન્સ સિટી અને DAIICTનો નવીનતા તરફ સંકલ્પ

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટીમાં Unleashing the Digital Future વિષયક પ્રેરણાદાયી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધીરૂભાઈ અંબાણી યુનિવર્સિટી (DAIICT) ના કુલ 75 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. નવીન ગેલેરીના ભાવિ ડેવલોપમેન્ટમાં વિદ્યાર્થીઓના વિચારો અને ડિઝાઇનને સ્થાન મળવાનું હોવાથી આ કાર્યક્રમ વિશેષ મહત્વ ધરાવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને 12 વિશેષ થીમ આધારિત ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો એક્વેટિક ગેલેરી, એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, હોલ ઑફ સાયન્સ, હોલ ઑફ સ્પેસ, ક્લાઈમેટ ચેન્જ લર્નિંગ લેબ, એનર્જી પાર્ક તથા નેચર પાર્ક — ની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ અહીં રજૂ નવીન વૈજ્ઞાનિક ટેક્નોલોજી અને તેમની કાર્યપદ્ધતિ વિષે વિસ્તૃત સમજ મેળવી.

મેળવેલા જ્ઞાન અને અનુભવોના આધારે વિદ્યાર્થીઓ હવે “Unleashing the Future Gallery” માટે પોતાના વિચારો, કન્સેપ્ટ્સ અને સર્જનાત્મક ડિઝાઇન રજૂ કરશે. આ ડિઝાઇન સાયન્સ સિટીના આગામી વિસ્તરણને આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

ગુજરાત સાયન્સ સિટી સતત નવીનતા અને શૈક્ષણિક ઉન્નતિ માટે પ્રેરણાસ્ત્રોત તરીકે ઊભી રહી છે. વિવિધ પ્રદર્શનો અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સ દ્વારા અહીં વિદ્યાર્થીઓને વિજ્ઞાનને પ્રાયોગિક રીતે સમજવાનો અવસર મળે છે. યુનિવર્સિટીઓ સાથેના આ સંલગ્નનથી વિદ્યાર્થીઓમાં સંશોધન અભિગમ અને સર્જનાત્મક વિચારશક્તિને વેગ મળ્યો છે.

કાર્યક્રમમાં સામેલ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સાયન્સ સિટીની આ મુલાકાત તેઓ માટે ‘શૈક્ષણિક સાથે પ્રેરણાદાયી અનુભવ’ બની છે. આ તેમની ભવિષ્ય કારકિર્દીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે નવી દિશા આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.

ગુજરાત ATSને મળી મોટી સફળતા, 3 ISIS આતંકવાદીઓની ધરપકડ

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATS ટીમે ત્રણ ISIS આતંકવાદીઓને પકડી પાડ્યા છે. તેઓ શસ્ત્રોની આપ-લે કરવા માટે ગુજરાત આવ્યા હતા અને દેશભરમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કરી રહ્યા હતા. ટીમની સફળતાથી એક મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ થયો છે. આ ત્રણ આતંકવાદીઓ છેલ્લા એક વર્ષથી ગુજરાત ATSના રડાર પર હતા. તેમાંથી બે પશ્ચિમ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને એક હૈદરાબાદનો છે. ત્રણેયની ઉંમર લગભગ 30 થી 35 વર્ષની છે. ત્રણેય તાલીમ પામેલા આતંકવાદી છે.

ગુજરાત ATS અનુસાર, મોહમ્મદ સુહેલના પુત્ર ડૉ. અહેમદ મોહિઉદ્દીન સૈયદ અને આઝાદની અડાલજ ટોલ પ્લાઝા નજીક ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ, 30 જીવંત કારતૂસ અને 4 લિટર એરંડા તેલ મળી આવ્યું હતું. ત્રણેયને શસ્ત્રો સપ્લાય કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. તેઓ દેશના વિવિધ ભાગોમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કરી રહ્યા હતા.

ગુજરાત એટીએસની આ સફળતાને કારણે, દેશમાં મોટા આતંકવાદી હુમલાઓ થતા પહેલા જ અટકાવવામાં આવ્યા હતા. હાલમાં, આ જૂથમાં કેટલા વધુ આતંકવાદીઓ સામેલ છે, તેમના ઠેકાણા છે, તેઓ તેમના શસ્ત્રો ક્યાં સંગ્રહ કરે છે અને તેમના કાર્ય માટે તેમને ભંડોળ અને અન્ય ટેકો ક્યાંથી મળે છે તે નક્કી કરવા માટે પૂછપરછ ચાલી રહી છે.

હાફિઝ સઈદ કરી રહ્યો છે ભારત પર હુમલો કરવાની તૈયારી

લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ ભારત પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યો છે. આ વાતનો સંકેત લશ્કર કમાન્ડર સૈફુલ્લાહ સૈફના એક વીડિયો દ્વારા મળે છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાફિઝ સઈદ બાંગ્લાદેશ થઈને ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો છે. સૈફુલ્લાહનો વીડિયો 30 ઓક્ટોબરે પાકિસ્તાનના ખૈરપુર તામીવલીમાં યોજાયેલી એક રેલીમાંથી બહાર આવ્યો હતો, જેમાં તેણે યુવાનો અને નાના બાળકોને જેહાદ માટે અને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યા હતા.

હાફિઝ સઈદ પોતાના પરિવાર માટે બદલો લેવા માંગે છે

વાઈરલ વીડિયો અનુસાર, કમાન્ડર સૈફુલ્લાહ સૈફ કહે છે કે ઓપરેશન સિંદૂરમાં હાફિઝ સઈદનો પરિવાર માર્યો ગયો હતો, પરંતુ તે ખાલી બેઠો નથી. યોજના ચાલી રહી છે, અને ભારત સામે બદલો લેવાની તૈયારીઓ ચાલી રહી છે. યુવાનોને જેહાદ માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે અને આતંકવાદી તાલીમ પણ મેળવી રહ્યા છે. લશ્કર-એ-તૈયબા (LeT) ના સભ્યો પૂર્વ પાકિસ્તાનમાં સક્રિય છે, જેનો ઉપયોગ ભારતને યોગ્ય જવાબ આપવા માટે થાય છે. ભારત વિરુદ્ધ બાંગ્લાદેશનો ઉપયોગ લોન્ચપેડ તરીકે કરવાની યોજના છે.

યુવાનોને ભારત વિરુદ્ધ ઉશ્કેરવા

એ નોંધવું જોઈએ કે સૈફુલ્લાહ પાકિસ્તાની સેનાની પ્રશંસા કરતો હતો અને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. રેલીમાં ઘણા બાળકો પણ હાજર હતા, જેમને લશ્કરના આતંકવાદીઓ જેહાદ શીખવીને અને ભારત વિરુદ્ધ બદલો લેવા માટે ઉશ્કેરીને, તેમને લશ્કરના આતંકવાદી બનવા માટે પ્રેરિત કરીને ભારત વિરોધી ભાવનાઓ ફેલાવી રહ્યા છે. જોકે સૈફુલ્લાહના દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ વાયરલ વીડિયોને કારણે ભારતીય ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. દાવાઓની ચકાસણી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

હાફિઝ પર $10 મિલિયનનું ઇનામ

એ નોંધવું જોઈએ કે હાફિઝ મુહમ્મદ સઈદ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. તે લશ્કર-એ-તૈયબા (LeT)નો સહ-સ્થાપક અને જમાત-ઉદ-દાવા (JuD)નો વડા છે. ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ અને સંયુક્ત રાષ્ટ્રએ હાફિઝ સઈદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો છે અને તેને પકડવા માટે માહિતી આપનાર માટે $10 મિલિયનનું ઇનામ ઓફર કર્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય સેના અને વાયુસેનાએ હાફિઝ સઈદના ઠેકાણા પર પણ હુમલો કર્યો હતો, પરંતુ હાફિઝ હુમલામાં બચી ગયો હતો અને તેનો પરિવાર માર્યો ગયો હતો.

 

ઉદ્ધવ ઠાકરેના ઘર પર ડ્રોન જોવા મળતા હડંકપ

શિવસેના (UBT) ના ધારાસભ્ય અનિલ પરબે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ પર ડ્રોન ફરતું જોવા મળ્યું હતું. આ એક ઉચ્ચ સુરક્ષા ક્ષેત્ર છે, અને ડ્રોનના પ્રવેશથી હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરતા અનિલ પરબે આ ઘટનાની તપાસની માંગ કરી. તેમણે આ ઘટના પાછળ આતંકવાદી કાવતરું હોવાની પણ શંકા વ્યક્ત કરી.

અનિલ પરબે તપાસની માંગ કરી

મુંબઈના બાંદ્રામાં સ્થિત માતોશ્રી એક અત્યંત સુરક્ષિત વિસ્તાર છે. અનિલ પરબે ડ્રોનનો ઉપયોગ કરીને ઘરનું ફિલ્માંકન કરવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે પરવાનગી વિના ઉચ્ચ સુરક્ષા વિસ્તારમાં ડ્રોનનો પ્રવેશ ખૂબ જ ગંભીર બાબત છે. અનિલ પરબે મુંબઈ પોલીસ દ્વારા તપાસની માંગ કરી છે. ડ્રોનની ઉડાન પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં, તેમણે મુંબઈ પોલીસને ડ્રોન ઉડાડનાર વ્યક્તિને શોધી કાઢવા અને તેની પાછળનું કારણ શોધવા માટે અપીલ કરી છે.

મુંબઈ પોલીસે જવાબ આપ્યો

જોકે, ઝોન 8ના ડીસીપી મનીષ કાલવાનિયાએ જણાવ્યું હતું કે ડ્રોન એક સર્વેનો ભાગ હતો, જે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) ની પરવાનગી પછી ઉડાડવામાં આવ્યો હતો. ડીસીપીએ વિનંતી કરી, કૃપા કરીને ખોટી માહિતી ટાળવાનો પ્રયાસ કરો.