Home Blog Page 467

બિહારમાં મતદાનઃ 3.7 કરોડ મતદાતાઓ પસંદ કરશે નવી સરકાર

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં આવતી કાલે એટલે કે 11 નવેમ્બરે રાજ્યમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થશે, જે પછી 243 સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. પ્રથમ તબક્કામાં થયેલા 65 ટકાના ભારે મતદાન બાદ, હવે બીજા તબક્કામાં પણ બંપર ટર્નઆઉટની આશા છે. બીજા તબક્કામાં 20 જિલ્લાઓની 122 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. તમામ બેઠકોની મતગણતરી 14 નવેમ્બરે યોજાશે.

રાજ્યમાં બીજા તબક્કામાં જે 20 જિલ્લાઓમાં મતદાન થશે તેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, શિવહર, મધુબની, સુપૌલ, અરેરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર, ભાગલપુર, બાંકા, જામુઈ, નવાડા, ગયા, ઔરંગાબાદ, જહાનાબાદ, અરવલ, કેમૂર અને રોહિતાસનો સમાવેશ થાય છે.આ તબક્કો બિહાર વિધાનસભાની 122 બેઠકોના ભવિષ્યનો નિર્ણય કરશે, જેમાં રાજ્યના અનેક મહત્વપૂર્ણ વિસ્તારો પણ સામેલ છે.

  • કુલ 122 બેઠકોમાંથી 101 સામાન્ય બેઠકો છે, 19 અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે અને બે અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે.
  • આ તબક્કામાં અંદાજે 3.7 કરોડ મતદાતાઓ મતદાન માટે પાત્ર છે, જેમાં લગભગ 1.95 કરોડ પુરુષ અને 1.74 કરોડ મહિલા મતદાતાઓનો સમાવેશ થાય છે.
  • કુલ 1302 ઉમેદવારો મેદાનમાં છે, તેમાં 136 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
  • મતદાતાઓની સુવિધા અને મતદાન પ્રક્રિયાને સુવ્યવસ્થિત રાખવા માટે 20 જિલ્લાઓમાં 45,399થી વધુ મતદાન કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે.

સુરક્ષાની કડક વ્યવસ્થા

ચૂંટણી પંચે નિષ્પક્ષ અને શાંતિવાળી મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે અનેક સુરક્ષા અને ટેક્નિકલ પગલાં લીધાં છે:

ઓળખ પુરાવો : મતદાતા પોતાની ઓળખ માટે 12 માન્ય ફોટો દસ્તાવેજોમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકે છે, જેમ કે EPIC મતદાર કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ વગેરે.

સ્માર્ટફોન ઉપર પ્રતિબંધ : કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા માટે મતદાન કેન્દ્રના રૂમોમાં મતદાતાઓએ પોતાના સ્માર્ટફોન બહાર જમા કરવા પડશે.

શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રાએ હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં

મુંબઈઃ બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાએ 60 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસને રદ કરાવવા માટે બોમ્બે હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં બંને સામે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ થયો છે.

આ ફરિયાદ જુહુ નિવાસી વેપારી દીપક કોઠારીએ નોંધાવી છે. તેઓ લોટસ કેપિટલ ફાઈનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર છે. કપલ પર કુન્દ્રાની “બેસ્ટ ડીલ TV” કંપનીમાંથી અંદાજે 60 કરોડ રૂપિયા વ્યક્તિગત ઉપયોગ માટે કાઢવાનો આરોપ છે.

FIR રદ કરવાની માગ

કપલે તેમના વકીલ પ્રશાંત પાટિલના માધ્યમથી રિટ અરજી દાખલ કરી છે. કપલે FIR રદ કરવાની માગ સાથે કોર્ટ સમક્ષ વિનંતી કરી છે કે પોલીસ આ કેસમાં ચાર્જશીટ દાખલ ન કરે અને અરજીની સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી તેમની સામે કોઈ દંડાત્મક પગલાં ન ભરવામાં આવે.

મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રશેખર અને ન્યાયમૂર્તિ ગૌતમ અંખડની ખંડપીઠ સમક્ષ આ અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટે કપલને ફરિયાદી દીપક કોઠારીને અરજીની નકલ આપવાનું સૂચન કર્યું છે. એ સાથે જ આ મામલે આગામી સુનાવણી 20 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. આ કેસની ગંભીરતાને જોતાં તેને આર્થિક ગુના શાખા (EOW) ને સોંપાયો છે.

શું છે આરોપ?

ફરિયાદી દીપક કોઠારીનો આરોપ છે કે શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને એક અજ્ઞાત વ્યક્તિએ તેમની કંપની બેસ્ટ ડીલ TV પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તેમની સાથે છેતરપિંડી આચરી છે. આ કંપની હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ તરીકે કાર્યરત હતી, પણ હવે બંધ છે. બંને પાસે કંપનીના 87.6 ટકા શેર હતા.

કોઠારીના જણાવ્યાનુસાર વર્ષ 2015માં રાજેશ આર્યા નામની વ્યક્તિએ તેમની મુલાકાત શિલ્પા અને રાજ સાથે કરાવી, જેતે સમયે કંપનીમાં મુખ્ય શેરહોલ્ડર હતા. આરોપ છે કે બંનેએ બિઝનેસ વધારવાને નામે 75 કરોડ રૂપિયાની લોન માગી, પરંતુ બાદમાં તેને રોકાણ તરીકે સ્વીકારવાની વાત કરી. તેમના કહેવા મુજબ 12 ટકા વ્યાજ સાથે માસિક રિટર્ન અને મૂળ નાણાં પરત કરવાનું વચન આપવામાં આવ્યું હતું.

89 વર્ષીય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડી, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડી છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

60 અને 70 ના દાયકાના લાખો દિલો પર રાજ કરનારા લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્ર બીમાર પડ્યા છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત બિમારીથી પીડાઈ રહ્યા છે. તેમના ચાહકો સતત તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ધર્મેન્દ્રની તબિયત લથડી રહી છે. એવું જાણવા મળ્યું છે કે ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. તેમનો પરિવાર સતત તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે.

ધર્મેન્દ્રને રૂટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા

અભિનેતાને લગભગ 10 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાની ટીમે તે સમયે સ્વાસ્થ્ય અપડેટ આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ તેમના રૂટિન ચેકઅપનો એક ભાગ છે, જે પહેલાથી જ પ્લાન કરવામાં આવ્યું હતું. તેથી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

હેમા માલિનીએ પણ સ્વાસ્થ્ય અપડેટ આપ્યું હતું.

થોડા દિવસો પહેલા, જ્યારે ફોટોગ્રાફરોએ હેમા માલિનીને ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું, ત્યારે તેમણે ઈશારો કર્યો કે તેઓ ઠીક છે. હેમાએ હાથ જોડીને બધાને કહ્યું કે ધર્મેન્દ્ર હવે સ્વસ્થ છે.

ધર્મેન્દ્રએ અમેરિકામાં પણ ચેકઅપ કરાવ્યું હતું

આ પહેલીવાર નથી,ધર્મેન્દ્ર પહેલા પણ ઘણી વખત રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. તેઓ 89 વર્ષના છે અને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સતર્ક છે. તાજેતરમાં, અભિનેતા વય-સંબંધિત ગૂંચવણોને કારણે સારવાર માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા હતા. ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના પ્રિય સ્ટાર છે અને ચાહકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ ચિંતિત છે.

ધર્મેન્દ્રની અભિનય કારકિર્દી અત્યાર સુધી

ધર્મેન્દ્રએ તેમના સમગ્ર કારકિર્દી દરમિયાન અનેક એક્શન ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમને હિન્દી સિનેમાના હી-મેન તરીકે ઓળખવામાં આવે છે. તેમણે “ચુપકે ચુપકે” (1975), “પ્રતિજ્ઞા” (1975) થી લઈને “યમલા પગલા દીવાના” (2011) સુધીની અનેક કોમેડી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

આ સિવાય તેમના કામની વાત કરીએ તો”પ્યાર કિયા તો ડરના ક્યા?”, “લાઇફ ઇન અ મેટ્રો,” “જોની ગદ્દાર,” અને “અપને” જેવી લોકપ્રિય ફિલ્મોનો સમાવેશ થાય છે. 2023માં, તેઓ ફિલ્મ “રોકી રાની કી પ્રેમ કહાની” માં દેખાયા, જેણે શબાના આઝમી સાથેના તેમના ચુંબન દ્રશ્યથી ધૂમ મચાવી હતી. તેમની ફિલ્મ “એકિસ” 2025માં રિલીઝ થશે.

સુરતમાં એક મહિના સુધી કેન્સર જાગૃતિ કેમ્પનું આયોજન

સુરત: દેશમાં તારીખ 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે શહેરની અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટીમ દ્વારા “એક નિશ્ચય, મેળવીએ કેન્સર પર વિજય” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એક મહિના સુધી કેન્સર જાગૃતિ અને સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર,2025 સુધી સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિવર્સલ હોસ્પિટલમાં આ કેમ્પ યોજાશે.ભારત કેન્સરના કેસોમાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે અને કેન્સરથી થતા મૃત્યુદરમાં બીજા ક્રમે છે. આજના સમયમાં લગભગ દરેક ચોથા પરિવારને તેનો સામનો કરવો પડે છે. સમયસર ચકાસણી આ બીમારીની સામે એક મજબૂત અને મોટો હથિયાર બને છે. જેથી આ ગંભીર બીમારી વિષે લોકોમાં હજી જાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરિયાત છે.

એક નિશ્ચય, મેળવીએ કેન્સર પર વિજય અભિયાન અંતર્ગત અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટીમના ત્રણ નિષ્ણાત સર્જન ડોક્ટર મિશાલ શાહ, ડોક્ટર સોહમ પટેલ અને ડોક્ટર મૃદુલ પટેલની દેખરેખ હેઠળ આ કેમ્પ એક મહિના સુધી ચાલશે. આ કેમ્પમાં દર્દીઓને ખાસ રાહતદરે કેન્સરની સ્ક્રીનિંગ આપવામાં આવશે. સેન્ટર ખાતે અદ્યતન HIPEC, PIPAC, માઇક્રોસ્કોપિક અને લેસર સર્જરી સાથે 3D અને 4K લેપ્રોસ્કોપી સિસ્ટમ તથા ICG મોનેટરીંગ ટેક્નોલોજીથી સજ્જ છે, જે દરેક દર્દીઓ માટે ચોકસાઈ, સુરક્ષા અને વર્લ્ડ ક્લાસ સર્જીકલ પરિણામોની ખાતરી આપે છે. આ કેમ્પમાં સુરત જ નહીં પણ દક્ષિણ ગુજરાતના લોકો જોડાશે તેવી અપેક્ષા તબીબોને છે. ડૉ. સોહમ પટેલ કહે છે, માત્ર જાગૃતિ છે જે કેન્સર સામેની પ્રથમ સુરક્ષા છે. દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય માટે જવાબદારી લેવી જોઈએ.

જલ જીવન મિશનઃ ગેરરીતિઓથી અધિકારીઓ, કોન્ટ્રેક્ટરો, એજન્સીઓ તપાસના દાયરામાં

નવી દિલ્હીઃ મોદી સરકારની મહત્વની અને મહત્ત્વાકાંક્ષી યોજના જલ જીવન મિશનમાં આર્થિક અનિયમિતતાઓ સામે આવતાં 15 રાજ્યોમાં 596 અધિકારીઓ, 822 કોન્ટ્રેક્ટરો અને 152 થર્ડ-પાર્ટી ઈન્સ્પેક્શન એજન્સીઓ (TPIA) સામે તપાસ ચાલી રહી છે.

અનેક કેસોમાં CBI, લોકાયુક્ત અને અન્ય ભ્રષ્ટાચારવિરોધી એજન્સીઓ પણ તપાસ કરી રહી છે. આ 15 રાજ્યોમાંથી જલ જીવન મિશનને લઈને કુલ 16,634 ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાંથી 16,278 ફરિયાદોનો તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે. સૌથી વધુ ફરિયાદો ઉત્તર પ્રદેશમાંથી- કુલ 14,264, આસામમાં 1236 અને ત્રિપુરામાં 376 ફરિયાદો નોંધવામાં આવી છે.

એક બાજુ ફરિયાદોનો પણો ભારે આંક છે, તો બીજી બાજુ અધિકારીઓ પર કાર્યવાહી પણ થઈ છે. ઉત્તર પ્રદેશમાં 171, રાજસ્થાનમાં 170 અને મધ્ય પ્રદેશમાં 151 અધિકારીઓ પર કાર્યવાહી થઈ છે. એ જ રીતે ઘણા કોન્ટ્રેક્ટર પણ બચી શક્યા નથી. ત્રિપુરામાં 376, ઉત્તર પ્રદેશમાં 143 અને પશ્ચિમ બંગાળમાં 142 કોન્ટ્રેક્ટર સામે પગલાં લેવામાં આવ્યાં છે.રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે જેમણે અનિયમિતતા અંગે રિપોર્ટ મોકલ્યા છે, તે રાજ્યોમાં છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, લદ્દાખ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.

જલ જીવન મિશનની ગાઈડલાઈન્‍સમાં ત્રણ વર્ષ પહેલાં કરાયેલા બદલાવને કારણે ઘણા પ્રોજેક્ટોની કિંમત ઘણીં વધી છે. તપાસ મુજબ 14,586 યોજનાઓ પર કુલ 16,839 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થયો.

જલ જીવન મિશનની શરૂઆત 2019માં મોદી સરકારે કરી હતી. તેનો હેતુ 2024 સુધી દરેક ગ્રામ્ય ઘરને નળ દ્વારા પાણીનું જોડાણ પહોંચાડવાનો હતો. જોકે 1 ફેબ્રુઆરી, 2025ના બજેટ ભાષણમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે આ યોજના માટે 2028 સુધી નાણાકીય સહાય આપવામાં આવશે.

લિવર ઈન્ફેક્શનને કારણે અભિનેતા અભિનયનું 44 વર્ષની વયે નિધન

તમિલ અભિનેતા અભિનયનું 44 વર્ષની વયે અવસાન થયું છે. લીવર ઇન્ફેક્શનની સારવાર દરમિયાન તેમનું નિધન થયુ છે.

તમિલ ફિલ્મ ઉદ્યોગમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. અભિનેતા અભિનયનું 44 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી કિડની અને લીવરની સમસ્યાથી પીડાતા હોવાનું કહેવાય છે. તેમણે આજે સવારે લગભગ 4:00 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમના અકાળ અવસાનથી તમિલ ફિલ્મ ઉદ્યોગમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

અભિનય લીવર ઇન્ફેક્શન સામે ઝઝૂમી રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી અભિનેતા અભિનય લીવર ઇન્ફેક્શનથી બીમાર હતા. તેમની સારવારમાં તેમને ભારે ખર્ચ થઈ રહ્યો હતો, જેના કારણે તેમણે સોશિયલ મીડિયા પર મદદ માટે અપીલ કરી હતી. એવું પણ કહેવાય છે કે નાણાકીય મુશ્કેલીઓને કારણે તેમની સારવાર અટકવાની આરે હતી. ફિલ્મ ઉદ્યોગના ઘણા સાથીદારોએ મદદ માટે આગળ આવ્યા. અભિનેતા ધનુષે ₹5 લાખની નાણાકીય સહાય પૂરી પાડી, જ્યારે કોમેડી અભિનેતામાંથી હીરો બનેલા બાલાએ પણ વ્યક્તિગત રીતે મદદનો હાથ લંબાવ્યો હતો.

તેમણે 2002 માં ફિલ્મમાં પ્રવેશ કર્યો

અભિનયે 2002માં દિગ્દર્શક કસ્તુરી રાજાની ફિલ્મ “થુલુવધો ઇલમઈ” થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ સુપરસ્ટાર ધનુષ અને અભિનેત્રી શેરીન સાથે દેખાયા હતા. આ ફિલ્મને યુવાનો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને અભિનયને એક નવી ઓળખ આપી હતી. ત્યારબાદ તેમણે “જંક્શન” (2002), “સિંગારા ચેન્નાઈ” (2004 અને “પોન મેઘલાઈ” (2005)જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.

જોકે, સમય જતાં મુખ્ય ભૂમિકાઓની સંખ્યામાં ઘટાડો થયો અને તેમણે સહાયક ભૂમિકાઓમાં કામ કરવાનું શરૂ કર્યું. અભિનયે મલયાલમ સિનેમામાં પણ પોતાની અભિનય કુશળતા દર્શાવી, ઘણી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી.

ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું

અભિનયએ માત્ર એક અભિનેતા તરીકે જ નહીં, પણ અનેક ફિલ્મોમાં ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું. તેમણે ઘણા મોટા સ્ટાર્સ માટે અવાજ આપ્યો અને પડદા પાછળ પણ પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો. ઉદ્યોગમાં તેમની મહેનત અને સમર્પણની હંમેશા પ્રશંસા કરવામાં આવી.

છેલ્લા વર્ષો એકલતા અને આર્થિક સંઘર્ષમાં વિતાવ્યા

મીડિયા અહેવાલો અનુસાર, અભિનય છેલ્લા કેટલાક સમયથી કામ વગર હતા અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. તેઓ એકલા રહેતા હતા અને ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમની તબિયત લથડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોકટરોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારથી તમિલ ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઘણા કલાકારો અને નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.

સ્ટ્રેસને જીવનમાં પ્રવેશવા જ ન દો – વીણા વર્લ્ડની ઓફિસની અંદરની સફર

`ઓર્ગેનાઈઝેશનમાં સ્ટ્રેસ ઓછો કરવાના અમુક માર્ગ અથવા રેમિડીઝ મારી પાસે છે. તમને ચોક્કસ તેનો ફાયદો થશે.’ અમારા હિતચિંતકે સ્વચ્છ મોકળા મનથી સલાહ આપી. હું પણ તેની પર વિચાર કરતી હતી. ફક્ત મારી દિશા હતી, ઓર્ગેનાઈઝેશનમાં સ્ટ્રેસ અથવા તણાવ હાલના અતિ પ્રચલિત શબ્દનો અને તેની સાથે જોડાયેલી બાબતોનો પ્રવેશ થવા જ નહીં દેવો જોઈએ. તેમને પણ મેં તેટલા જ મોકળા મનથી સમજાવ્યું અને કહ્યું, `મેં આમ થોડું મોટું કામ માથે લીધું છે તેની મને જાણ છે, પરંતુ તેટલો જ વિશ્વાસ છે કે અમે તેમાં સફળ થઈશું. પહેલી વાર સ્ટ્રેસશા માટે આવે અથવા તે એકાદ ટીમ મેમ્બરમાં અથવા ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ કઈ રીતે કરે છે અથવા થઈ શકે તેની પર અભ્યાસ ચાલુ છે. ક્યારેક કાંઈક અટકે તો નિશ્ચિત જ અમે તમારી મદદ લઈશું.’ અમારા હિતચિંતક અમને `બેસ્ટ ઓફ લક’ આપીને ગયા અને અમે ડીપ થિન્કિંગની શરૂઆત કરી.

સ્ટ્રેસ શા માટે આવે છે? ક્યારેક કામ સમયસર થતું નથી તેથી, ક્યારેક કોઈકની બૂમો સાંભળવી પડે તેથી, ક્યારેક કમ્યુનિકેશન ક્લિયર નથી હોતું તેથી, ક્યારેક શું કરવાનું છે તે કહેવામાં આવે છે, પરંતુ શા માટે કરવાનું છે તે કહેવામાં આવતું નથી. આથી ક્યારેક આર્થિક મુશ્કેલી આવે તેથી તો ક્યારેક ભયાનક ભૂલ થઈ તેથી. સ્ટ્રેસ આવવાનાં કારણો શોધવાનું શરૂ કર્યું ત્યારે તે મારુતિની પૂંછડીની જેમ યાદી પૂરી જ થતી નહોતી. દરેક બાબત અન્ય કોઈક પર તો આધાર રાખતી હતી. એટલે કે, હું જો આ આર્ટિકલ સમયસર નહીં આપું તો તેની ચેઈન રિએકશન એટલી હોય છે કે ગ્રાફિક ડિઝાઈનરથી પબ્લિકેશન સુધી બધાજ સ્ટ્રેસમાં આવી જાય છે. અમારા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનો દાખલો લીધો. મેં પૂછ્યું તમને ઓફિસમાંથી નીકળવામાં મોડું કેમ થાય છે? તમે જ આપણી `ટાઈમ થિયરી’ અનેક વાર અનેક રીતે છાપી છે, જે કહે છે, `સમયસર આવો… સમયસર કામ કરો… સમયસર ઘરે જાઓ…’તો પછી જેમણે તે બનાવ્યું છે તે જ લોકો તે તોડી રહ્યા છે એવું ચિત્ર એટલે સંપૂર્ણપણે મારું ફેલ્યોર. લેટ્સ ડુ થિંગ્સ ડિફરન્ટ્લી. છેલ્લા થોડા મહિનામાં અમે ચાર વખત મળ્યાં. સૌથી મહત્ત્વની બાબત `ડિપેન્ડેન્સી’ હતી. એક આ ડિપાર્ટમેન્ટ પર આધાર રાખે છે, બીજો અન્ય ડિપાર્ટમેન્ટ પર આધાર રાખે છે, કોઈક ટ્રાન્સલેટર પર આધાર રાખે છે તો કોઈક ગ્રાફિક ડિઝાઈનર પર. વારુ, બધી બાબત એકદમ ટાઈમ બાઉન્ડ, દરેકની ડેડલાઈન અથવા સ્ટ્રિક્ટ ટાઈમલાઈન હતી. પબ્લિકેશનમાં એકાદ બાબત જે સમયે જવી જોઈએ ત્યારે તે જવી જ જોઈએ. તેને કોઈ પણ કારણ આપીને ચાલતું નથી. પ્રચંડ મહેનત બાદ, અનેક ચેકલિસ્ટ અને બ્રીફ પેપર્સ બનાવ્યા પછી, ડિપેન્ડન્સીઝ કાઢી નાખ્યા પછી અને કામ કરનારને જ જવાબદારી આપ્યા પછી અધરવાઈઝ બિલ્ડ થનારો સ્ટ્રેસ ઓછો થશે એવું અમને બધાને જ દેખાવા લાગ્યું. કારણ કે બધા મળીને આ બદલાવ લાવ્યા છે. નવી સિસ્ટમ લાવવા અને કેળવવા માટે પ્રયાસો કર્યા હતા. પ્રેક્ટિકલી બાબત અનાયાસે થવા માટે થોડો સમય આપવો પડે છે. આગામી થોડા મહિનામાં શું થાય છે તે અમને જાણ થશે જ. કદાચ અમુક ચેન્જીસ નવેસરથી કરવા પડશે, પરંતુ બધાને ખાસ્સી ખાતરી થવા લાગી છે કે હવે આપણા પ્રોબ્લેમના સોલ્યુશન આપણે શોધી કાઢ્યા છે. બાબતો નવેસરથી કરવાનું નક્કી કર્યું છે તેથી થિંગ્ઝ વિલ ડેફિનેટ્લી ચેન્જ!

બધામાં એકસૂત્રતા, બધાને આપણે શું કરીએ છીએ અને શા માટે કરે છે તેનું ભાન, બધા માટે એક ધ્યેય આ બધી બાબતો અમે દર મહિને સતત થનારી ચાર મિટિંગ્સમાં બધાને એકત્રિત રીતે કહેતાં હોઈએ છીએ, પરંતુ દરેક મેનેજર, ઈનચાર્જ સાથે `વન ટુ વન’ મિટિંગ્સ અમે લઈએ છીએ. એકબીજાને સમજી લેવા, તેમની મુશ્કેલીઓ પર ચર્ચા કરવી, નવા આઈડિયાઝનું ફોલો-અપ કરવું એમ અનેક બાબતો આ વન-ટુ-વન કમ્યુનિકેશનમાં થાય છે. એક સાઈડમાં ઓર્ગેનાઈઝેશન. બીજી બાજુ નાના-મોટા ડિપાર્ટમેન્ટ્સ, ત્રીજી બાજુ દરેક ઈન્ડિવિજ્યુઅલ સાથે સંવાદ એમ બધી રીતે કામ ચાલુ છે. કામ કોઈને જ ચૂકતું નથી, મીલનો પથ્થર બધાને જ પાર કરવાનો છે, પરંતુ આ આપણે તાણ-તણાવ વિના કરવાનું છે, કારણ કે દરેકના પર્સનલ અને પ્રોફેશનલ જીવનની બંને બાજુમાં સમન્વય સધાવો જોઈએ.

દર મહિને થનારી લીડરશિપ મિટિંગમાં અમે ઘણી બધી બાબતો પર ચર્ચા કરીએ છીએ. એક વાર અમારો ટોપિક હતો, `આપણે હાલમાં શું કરી રહ્યા છીએ? અને એક્ચ્યુઅલી આપણે શું કરવું જોઈએ?’ અમારા ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સિનિયર મેનેજર ધ્રુવ પ્રજાપતિએ કહ્યું, `હાલમાં જ હું નાની, સુંદર દીકરી આર્યાનો પિતા બન્યો છું. નવેસરથી જવાબદારી આવી છે, રાત્રે ઉજાગરા વધ્યા છે. કામ કઈ રીતે આટોપવા તે વિચારથી સ્ટ્રેસ આવવા લાગ્યો છે. ચોક્કસ શું થયું તો હું બેલેન્સ સાધી શકીશ તે માટે અનેક પોડકાસ્ટ સાંભળ્યા અને મારું કામ કરવાની પદ્ધતિમાં આમૂલ ફેરફાર કર્યો. કામોને એક દિવસમાં નહીં પરંતુ અઠવાડિયામાં, પખવાડિયામાં અને મહિનામાં ટાઈમલાઈન આપીને વહેંચી દીધાં. આથી એક સમયે એક કામ પર ફોકસ કરી શકાયું. મનમાં ગડબડ ઓછી થઈ અને સ્ટ્રેસ પણ. હવે મારા કામો પણ થઈ રહ્યાં છે અને હું આર્યાને સમય આપી શકું છું. આ નવી પદ્ધતિને લીધે મારી દોડધામ થતી નથી અને ચીડચીડ ઓછી થઈ છે. હું ખરા અર્થમાં શાંત થઈ ગયો છું.’ ધ્રુવે એકદમ મન ખોલીને આ બાબત 100થી વધુ લીડર્સ સાથે શેર કરતાં અમારા બધાનો ઉત્સાહ વધી ગયો. સ્ટ્રેસ ઓછો કરવાની અથવા તેને પ્રવેશવા જ નહીં દેવાની નવી ફોર્મ્યુલા ધ્રુવે આપી હતી. શેરિંગ-કેરિંગ-ટ્રાન્સફોર્મિંગનું એક અત્યંત સારું ઉદાહરણ.

તે જ મિટિંગમાં પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટમાં ઈનચાર્જ આરતી કબરેએ તેનું ઉદાહરણ કહી સંભળાવ્યું. તેની સાથેની ટીમ વધતી હતી. આથી તેમની સાથે ડીલ કઈ રીતે કરવાનું તેની પર તે વિચાર કરતી હતી. નવા ટીમ મેમ્બર્સના નિરીક્ષણમાંથી તેના ધ્યાનમાં આવ્યું કે આ ન્યૂ જનરેશન ફાસ્ટ છે, ઈન્ટેલિજન્ટ છે, ઉપરાંત ટેકનોસાવી પણ છે. જો તેમને 5ઠ+1ઇં અથવા અમારી 6ઠ+2ઇં થિયરી શીખવવામાં આવે તો સામાન્ય રીતે લાગતા સમય કરતાં ઓછા સમયમાં કામ પૂર્ણ કરી શકે છે.આ થિયરી એટલે શું કરવાનું, ક્યારે? કોણે?કઈ રીતે? શા માટે? કોના માટે? આ સાથે તે કામમાં અગાઉ કેટલી મુશ્કેલીઓ આવી હતી અને હવે શું કરી શકાશે તે કહેવામાં આવે તો એકદમ અચૂક રીતે કામ કરી શકે છે. અરે વાહ! નવી પેઢીને દોષ આપવાને બદલે આરતીએ તેમની પદ્ધતિ સમજી લઈ તે પ્રમાણે પોતાને બદલી, તે વધુ ઓર્ગેનાઈઝ્ડ બની. આ બધા માટે એક સારી વાત હતી. અહીં વધુ મહત્ત્વની બાબત એ કે આરતીએ ઈગો બતાવ્યો નહીં કે સુપીરિયોરિટી. આ બાબત લીડરશિપને શોભે તેવી હતી.

તે જ મિટિંગમાં મારી નજર સામે આવેલું ત્રીજું ઉદાહરણ મહિમા વેદ નામે અમારી કંપનીની સેક્રેટરીએ શેર કરેલું તે હતું. અગાઉ મહિમા એકલી જ હતી, પરંતુ કામ વધ્યું તેમ ટીમ પણ વધી. જો કે કામ ડેલીગેટ કરતી વખતે તેને ડર લાગતો કે ટીમ તરફથી કોઈ ભૂલ થઈ તો, એટલે કે, તેણે કામ આપવાની શરૂઆત પણ કરી, પરંતુ થોડા સમય પછી તે પોતે જ એ કામ પૂરું કરતી. એક વખત તેના ટીમ મેમ્બર સિદ્ધાંત નાઈકે તેને કહ્યું, `મહિમા તમે મારી પર વિશ્વાસ રાખો ને, અમને શીખવો. અમે ભૂલો નહીં કરીશું. તમે અમને કામ આપો છો અને પોતે જ તે પૂર્ણ કરો છો. તો પછી અમે કઈ રીતે તૈયાર થઈશું?’ મહિમાના ધ્યાનમાં આવ્યું કે તે ડેલીગેટ કરવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ તે માટે જરૂરી બાકી બાબતો તેણે આત્મસાત કરવી જોઈતી હતી. મહિમાએ પણ પોતાની સ્ટાઈલ બદલી. હવે સિદ્ધાંત અને ટીમ ખુશ, આ જ રીતે મહિમા પણ ખુશ, કારણ કે તેનાં અન્ય મહત્ત્વનાં કામો કરવા સમય મળવા લાગ્યો. આ ત્રણેય ઉદાહરણમાં ફક્ત ધ્રુવ, આરતી અથવા મહિમા તો શીખ્યાં જ પરંતુ તેમણે અમને બધાને પણ `ચેન્જ ઈઝ ધ ઓન્લી કોન્સ્ટન્ટ થિંગ’ એ યાદ કરી આપ્યું. ઝડપથી બદલાતી દુનિયામાં આપણે ટકી રહેવું હોય તો ક્યાંક પોતાને બદલવું જોઈએ તે બતાવી આપ્યું.

બે-ત્રણ મહિના પૂર્વે મારી બહેનપણીનો સાઈઠમો બર્થડે હતો. તેના સેલિબ્રેશન માટે અમે મુંબઈની બહાર એક દિવસની ટ્રિપ પર ગયાં હતાં. કેક કટિંગ થયા પછી `તમારા આનંદિત સાઈઠ વર્ષની અને સફળ લગ્નની ગોપનીયતા શું છે?’ એવું તેને અને તેના પતિદેવને, એટલે કે, અમારા ફ્રેન્ડને પૂછ્યા પછી તે બંનેએ શેર કરેલી એક બાબત ગમી તે એ કે `અમે અનેક વાર તૂ-તૂ, મેં-મેંમાં અટકી ગયાં. ક્યારેક તેનું કહેવું મને પટતું નહોતું, તો ક્યારેક મારું તેને, પરંતુ રાત્રે સૂવા પૂર્વે અમે શાંતિથી તેની પર ચર્ચા કરીએ છીએ, વિસંવાદ સુસંવાદમાં પરિવર્તિત કરીએ છીએ અને હાથમાં હાથ નાખીને ખુશીથી સૂઈ જઈએ છીએ. અમારી વચ્ચે આ અલિખિત નિયમ બની ગયો છે કે એકબીજા પર ગુસ્સો ઉતારીને ક્યારેય સૂવું નહીં.’ આ અમારા ફ્રેન્ડ્સે સ્ટ્રેસ નહીં આવે તે માટે પોતાનો માર્ગ શોધી કાઢ્યો હતો. જીવનમાં આપણે પગલે પગલે કાંઈક સારું શીખીએ તે આ રીતે.

સ્ટ્રેસ અથવા તણાવ આ બાબતોને ઓર્ગેનાઈઝેશનમાં અથવા ડિપાર્ટમેન્ટમાં અથવા ટીમ મેમ્બરમાં ઘૂસવા નહીં દેવા માટે અમે અથાક પ્રયાસ કરીએ છીએ. કારણ કે સ્ટ્રેસ ફ્રી ટીમ જ અમારા પર્યટકોને અપેક્ષિત આનંદ આપી શકે છે. હવે તેમાં અમે કેટલા સફળ થઈ રહ્યાં છીએ તે સમય જ નક્કી કરશે. જો કે અમે સતત મનથી પ્રયાસ કરતાં રહીશું. મહાભારતમાં કુરુક્ષેત્ર પર યુદ્ધ શરૂ થવા પૂર્વે અર્જુન ભાંગી પડ્યો હતો, તે સમયે શ્રીકૃષ્ણના ધ્યાનમાં આવ્યું કે યુદ્ધનાં પરિણામથી આવેલા વિચારોને કારણે આવેલો તણાવ તે સહન કરી શકતો નથી. શ્રીકૃષ્ણ તેને કહે છે, `કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન…’ તારો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે, તે તું કરતો રહે, ફળ શું મળશે તેની અપેક્ષા નહીં કરતાં અને શું થશે તે અંતિમ પરિણામથી ગભરાયા વિના.’ આપણે દરેકે આ જ કરવાનું અપેક્ષિત છે, નહીં?

આધુનિક સમયમાં સ્ટ્રેસ ટાળવો હોય તો એક બાબત સમજી લેવી જોઈએ કે સ્ટ્રેસ એ પર્સનલ બાબત નથી. તે સાંઘિક છે. સ્ટ્રેસ ફક્ત થાક નથી, પરંતુ તે વિસંવાદ હોય છે. તે એકલતા હોય છે. તે અપેક્ષા હોય છે અને તે સંવાદનો અભાવ હોય છે. તેની પર ઉપાય એટલે એક દિલથી કામ કરવું, સ્પષ્ટ રીતે બોલવું, સ્ટ્રેટેજીઝ સંબંધિત ટીમને સમજાવીને કહેવું, એકબીજાને વિશ્વાસ આપવો અને એકબીજા પર વિશ્વાસ રાખવો. જરૂરતની જગ્યાએ પૉઝ લેવો, કામમાં મન પરોવવું, સમયનું વ્યવસ્થિત નિયોજન કરવું. તેમાંથી જ તૈયાર થઈ શકે છે એક સંવેદનશીલ પણ સક્ષમ વાતાવરણ, જ્યાં કામ પણ થશે અને મન પણ હલકું રહેશે.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

UPની બધી સ્કૂલોમાં વંદે માતરમ ફરજિયાતઃ CM યોગી

લખનૌઃ ઉત્તર પ્રદેશની તમામ સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ફરજિયાત બનાવવાનું CM યોગી આદિત્યનાથે જાહેર કર્યું છે. હવે રાજ્યના સરકારી, સહાય પ્રાપ્ત અને ખાનગી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં દરરોજના કામકાજની શરૂઆત ‘વંદે માતરમ’ના ગાનથી થશે. તેમણે કહ્યું હતું કે ‘વંદે માતરમ’ માત્ર એક ગીત નથી, પરંતુ દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક છે.

તેમણે અધિકારીઓને સૂચના આપી છે કે આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં મૂકી દેવામાં આવે અને તમામ સ્કૂલોમાં અનુશાસન, સ્વચ્છતા અને દેશપ્રેમનું વાતાવરણ સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે અમારો હેતુ વિદ્યાર્થીઓમાં દેશ પ્રત્યે સન્માન અને ગર્વની ભાવના જગાડવાનો છે. ‘વંદે માતરમ’ના ગાનથી બાળકોમાં રાષ્ટ્રભક્તિના સંસ્કાર વિકસશે. શિક્ષણ વિભાગના અધિકારીઓ અનુસાર ટૂંક સમયમાં આ સંબંધમાં સત્તાવાર આદેશ જારી કરવામાં આવશે. આ આદેશમાં એ પણ ઉલ્લેખિત રહેશે કે દરરોજ પ્રાર્થનાસભા દરમિયાન ‘જન ગણ મન’ની જેમ ‘વંદે માતરમ’નું પઠન કરવામાં આવશે.

એ જ સમયે અનેક શિક્ષણવિદો અને વાલીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે આ પહેલ વિદ્યાર્થીઓમાં દેશ પ્રત્યે સમર્પણની ભાવનાને વધુ મજબૂત કરશે.

વંદે માતરમ’ના વિરોધનો કોઈ ઔચિત્ય નથીઃ યોગી

CM યોગી આદિત્યનાથે કોઈનું નામ લીધા વગર કહ્યું  હતું કે આજે પણ કેટલાક લોકો માટે ભારતની એકતા અને અખંડિતતા કરતાં તેમનું મત અને મઝહબ વધારે મહત્વનો થઈ જાય છે. ‘વંદે માતરમ’ના વિરોધનું કોઈ પણ આધારભૂત કારણ નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે “વંદે માતરમ’ વિરુદ્ધ ઝેર ફેંકવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના 1896-97ના અધિવેશનમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે પોતે પૂર્ણ ‘વંદે માતરમ’નું ગાન કરાવ્યું હતું અને 1896થી 1922 સુધી કોંગ્રેસના દરેક અધિવેશનમાં ‘વંદે માતરમ’ ગવાતું હતું. પરંતુ 1923માં જ્યારે મોહમ્મદ અલી જૌહર કોંગ્રેસના અધ્યક્ષ બન્યા ત્યારે ‘વંદે માતરમ’ શરૂ થતાં જ તેઓ મંચ છોડીને ચાલ્યા ગયા. તેમણે ‘વંદે માતરમ’ ગાવાથી ઇનકાર કર્યો. ‘વંદે માતરમ’નો આ પ્રકારનો વિરોધ ભારતના વિભાજનનું દુર્ભાગ્યપૂર્ણ કારણ બન્યો હતો.

તિરુપતિ ટ્રસ્ટને નકલી ડેરીએ 250 કરોડનું સપ્લાય કર્યું  ‘નકલી ઘી’

તિરુપતિઃ  તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ ‘તિરુપતિ લાડુ’માં ઉપયોગ થતું ઘી ભેળસેળીયું હોવાની CBI તપાસ ચાલી રહી છે. હવે તપાસ ટીમે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. CBIએ જણાવ્યું છે કે ઉત્તરાખંડની એક ડેરીએ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ (TTD)ને 68 લાખ કિલોગ્રામ નકલી ઘી સપ્લાય કર્યું હતું, જ્યારે આ ડેરીએ ક્યારેય એક ટીપું દૂધ કે માખણ ખરીદ્યું જ નહોતું. નેલ્લોર કોર્ટમાં જમા કરાયેલા રિમાન્ડ રિપોર્ટ અનુસાર 2019થી 2024 વચ્ચે, ‘ભોલે બાબા ઓર્ગેનિક ડેરી’એ લગભગ  રૂ. 250 કરોડનું નકલી ઘી પૂરું પાડ્યું હતું.

નકલી રેકોર્ડ અને કેમિકલનો ઉપયોગ

CBI SITએ આ ચોંકાવનારો ખુલાસો ઘીમાં મિલાવટ અંગેની તપાસ દરમિયાન કર્યો હતો. આ તપાસમાં આ નિષ્કર્ષ ત્યારે આવ્યો જ્યારે ધરપકડ થયેલા સપ્લાયર અજય કુમાર સુગંધની પૂછપરછ થઈ, જે ડેરીને મોનોડિગ્લિસરાઈડ અને એસેટિક એસિડ એસ્ટર જેવા કેમિકલ પૂરું પાડતો હતો. અહેવાલ મુજબ ડેરીએ ક્યારેય એક ટીપું દૂધ કે માખણ ખરીદ્યું નહોતું, છતાં મોટા પાયે ઘી ઉત્પાદન બતાવવા માટે નકલી ખરીદી અને ચુકવણીના રેકોર્ડ બનાવ્યા હતા.

TTDએ 2022માં ભોલે બાબા ઓર્ગેનિક ડેરીને બ્લેકલિસ્ટ કર્યા પછી પણ તેના પ્રમોટરોએ બીજા માધ્યમ મારફતે નકલી ઘી સપ્લાય ચાલુ રાખ્યું. CBIએ જણાવ્યું હતું કે તેમણે તિરુપતિ સ્થિત વૈષ્ણવી ડેરી, ઉત્તર પ્રદેશની માલ ગંગા અને તામિલનાડુની AR ડેરી ફૂડ્સ સહિત અનેક અન્ય ડેરીઓ મારફતે સપ્લાય કર્યું હતું.

રિજેક્ટેડ ઘીને લેબલ બદલી ફરી પ્રસાદમાં મિલાવ્યું

CBI તપાસ દરમિયાન એક ખાસ ચોંકાવનારી ઘટના સામે આવી. એનિમલ ફેટ (પશુ ચરબી)થી મિલાવટ કરેલા ઘીના ચાર કન્ટેનર, જે AR ડેરીએ સપ્લાય કર્યા હતા અને TTDએ જુલાઈ 2024માં જે રિજેક્ટ કર્યા હતા, તેને બાદમાં ફરી સિસ્ટમમાં પ્રવેશ કરાવવામાં આવ્યાં હતાં. રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે રિજેક્ટ કરાયેલા ઘીનો સ્ટોક ભોલે બાબાના પ્રમોટરોએ વૈષ્ણવી ડેરી મારફતે તિરુપતિ ટ્રસ્ટને ફરી સપ્લાય કરાવ્યો હતો.

ઓગસ્ટ 2024 સુધીમાં, વૈષ્ણવી ડેરીએ ટ્રકના લેબલ બદલી, સિન્થેટિક ઘીની ગુણવત્તામાં ફેરફારો કર્યા અને તેને પોતાના સપ્લાયર કોન્ટ્રેક્ટ હેઠળ ફરી TTDને મોકલી દીધું. CBI મુજબ આ જ બેચનો ઉપયોગ બાદમાં પ્રતિષ્ઠિત તિરુપતિ લાડુ પ્રસાદ બનાવવા માટે થયો, જેને કારણે નકલી ઘી મંદિરના પવિત્ર પ્રસાદમાં વપરાયું હતું.

રાશિ ભવિષ્ય 10/11/2025 થી 16/11/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.


લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.


સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબ માં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


મિલન મુલાકાત કે હરવા ફરવા માં સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસ ના કોઈ જાહેર કાર્યક્રમ માં જવા ના યોગ છે તેમાં તમારી હાજરી નું વર્ચસ્વ પણ દેખાય.બજાર ના કામકાજ માં તમને ઉત્સાહ અને નવીન કાર્ય કરવા ની વૃતિ જાગે. યુવા વર્ગ ને તેમના મિત્ર વર્તુળ માંથી સારી જાણકારી કે વાત સંભાળવા મળે તેમજ મિત્ર વર્તુળ માંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખત થી કોઈ વાત મન માં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારો ની માયાજાળ માં ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજાર ના કામકાજ માં ધીરજ નો અને અનુભવ નો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજ માં દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફ થી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુ ભક્તિ માં ધ્યાન અને મન પોરવી રાખો તો ઘણી માનશીક શાંતિ નો અનુભવ કરી શકો.


મન ની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગી ની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિક કાર્ય માં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજાર ના કામકાજ માં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસ માં વધારો કરી શકે છે. ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદ ની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થી વર્ગ કે યુવા વર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાય માં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.


વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્ન ની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવા વર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવા માં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજાર ના કામકાજ માં ગણતરી અને આયોજન પૂર્વક ના કામકાજ માં પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ ના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.


જાહેર જીવન માં તમને લોકો વચ્ચે થોડી મજાક મસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈ ની લાગણી ના દુભાય કે કોઈ ની ઉશ્કેરાટ ના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીક ના સગા સ્નેહી માં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવા ની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજાર ના કામકાજ માં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.


ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગ થી દુર રેહવાની જરૂર છે જેથી ખોટી વાત માં દોરવાઈ ના જવાય. બજાર ના કામકાજ માં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈ પણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પેહલા વિચાર કરવો જરૂ છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.


યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારા માં ધાર્મિક ભાવના,વધુ જાગે લોક કલ્યાણ ના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવા માં અઘરો પડતો હોય તો તે વિષય શીખવા માં વધુ મહેનત કરવાથી સરાફ ફળ ની પ્રાપ્તિ થઇ શકે છે.બજાર ના કામકાજ માં લાભ ની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્ન માટે ની વાતચીત ગોઠવવી અને તેમાં મિલન મુલાકાત કરવી તેમાં કોઈ નો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.


કામકાજ માં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજ માં સમય નો વ્યય પણ વધુ થઇ શકે કોઈ નો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામ માં રચ્યા પચ્યા રેહવું વધુ યોગ્ય છે. બજાર માં કામકાજ દરમિયાન નિર્ણય શક્તિ નો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘર માં વડીલ વર્ગ કે ઓફીસ માં ઉપરી અધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવા ની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભ ની વાત ની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગા સ્નેહી સાથે મિલન મુલાકાત માં તમે તમારી કોઈ ગમતી વાત સંભાળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજાર ના કામકાજ માં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગ ક્ષેત્ર માં તમારી જૂની મિલન મુલાકાત ની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ નું આયોજન સંભવિત બની શકે છે.  પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલ વર્ગ ને જુના સંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.