Home Blog Page 4598

બ્રિટનમાં ફરી લોકડાઉન; 5-નવેમ્બરથી 2-ડિસેમ્બર સુધી

લંડનઃ બ્રિટનમાં કોરોના વાઈરસના કેસ વધી જતાં ફરી એક મહિનાનું લોકડાઉન લાગુ કરવામાં આવશે. આ લોકડાઉન પાંચમી નવેમ્બરથી શરૂ થશે અને 2 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને આ નિર્ણયની જાહેરાત કરી છે. જોન્સનના વૈજ્ઞાનિક સલાહકારોએ કહ્યું છે દેશ પાસે વાઇરસને ફેલાતો અટકાવવા માટે આ એકમાત્ર રસ્તો છે.

સેજ (SAGE) સમિતિના વૈજ્ઞાનિકોએ કાલે 10 નામથી એક આંકડો રજૂ કર્યો હતો, જેનાથી માલૂમ પડે છે કે કોવિડ-19થી તેમના દ્વારા સૌથી ખરાબ સ્થિતિના આકલન સામે કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. હાલમાં બ્રિટનમાં વાઇરસના પ્રસારમાં ઝડપથી વધારો થયો છે. કેબિનેટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે લોકડાઉનનું એલાન આવતા સપ્તાહે થવાની ધારણા છે. જોકે એ સ્પષ્ટ નથી કે લોકડાઉન કયા સ્વરૂપે લાગુ થશે અને ક્યાં સુધી લાગુ કરવામાં આવશે. જોકે આવશ્યક ચીજવસ્તુઓનાં વેચાણ સિવાયની બધી દુકાનો બંધ રહેવાની શક્યતા છે. આ સિવાય સ્કૂલો અને યુનિવર્સિટીઓને બંધ કરવામાં આવે એવી શક્યતા છે.

નવા વર્ષથી પહેલાં પ્રધાનો દ્વારા રજૂ કરવામાં આવેલા અંદાજ પ્રમાણે દૈનિક ધોરણે 4000 લોકોનાં મોત થવાનો અંદાજ છે, એમ બીબીસીનો અહેવાલ કહે છે.

વડા પ્રધાન બોરિસ જોન્સન સોમવારે એક પત્રકાર પરિષદમાં લોકડાઉનની જાહેરાત કરે એવી શક્યતા છે અને નવાં નિયંત્રણો બુધવારથી લાગુ કરવામાં આવે એવી સંભાવના છે. આ લોકડાઉન પહેલી ડિસેમ્બર સુધી રહેવાની ધારણા છે. સરકાર માટે આવતું સપ્તાહ પડકારરૂપ રહેવાની ધારણા છે, કેમ કે લોકડાઉનથી પહેલાં એ નિર્ણય લેવાનો છે કે નવાં નિયંત્રણો કેવા પ્રકારનાં રહેશે.

વડા પ્રધાન જોન્સન અને નાણાપ્રધાન રિશી સુનકને એ વાતનો ડર લાગી રહ્યો છે કે જો લોકડાઉન લાગુ કરવામાં આવશે તો દેશના અર્થતંત્ર પર ભારે પ્રતિકૂળ અસર પડશે. આમ પણ કોરોનાને કારણે અર્થતંત્રની માઠી દશા ચાલી રહી છે.

શિયાળામાં 85,000 લોકોનાં મોતની શક્યતા

આરોગ્ય સચિવ મેટ હેનકોક અને વરિષ્ઠ પ્રધાન માઇકલ ગોવે દ્વારા સમર્થિત વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે આ વાઇરસથી શિયાળામાં 85,000 લોકોનાં મોત થવાની આશંકા છે.

 

 

 

 

 

પેટા ચૂંટણીઃ ક્રિમિનલ કેસોનો સામનો કરતા 18 ટકા ઉમેદવારો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજાવાની છે. આ પેટા ચૂંટણીમાં આઠ બેઠકો માટે કુલ 81 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. આ 81 પૈકી 80 ઉમેદવારોમાંથી 18 ટકા ઉમેદવારોએ તેમની સામે ક્રિમિનલ કેસો નોંધાયા હોવાની ઘોષણા કરી છે, એમ પોલ રાઇટ્સ ગ્રુપના એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો અહેવાલ કહે છે.

આ અહેવાલ અનુસાર જે ઉમેદવારોએ તેમની નાણાકીય વિગતો જાહેર કરી છે, એ મુજબ કુલ ઉમેદવારો પૈકી 25 ટકા ઉમેદવારો કે 20 ઉમેદવારોએ કરોડો રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. આ વિશ્લેષણ તેમના એફિડેવિટને આધારે કરવામાં આવ્યું છે.

સાત ઉમેદવારો સામે સિરિયસ ક્રિમિનલ કેસો

નવ ટકા અથવા સાત ઉમેદવારો સામે સિરિયસ ક્રિમિનલ કેસો નોંધાયેલા છે, જ્યારે 14 અથવા 18 ટકા ઉમેદવારોની સામે ક્રિમિનલ કેસો નોંધાયા હોવાનું જાહેર કર્યું છે. આમાં જે સિરિયસ ક્રિમિનલ મામામાં પાંચ વર્ષથી વધુની સજાની સાથે બિનજામીનપાત્ર ગુનાઓ છે.

ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બેમાંથી એક ઉમેદવાર (50 ટકા), ભાજપના આઠમાંથી ત્રણ (38 ટકા), કોંગ્રેસના આઠમાંથી બે (25 ટકા) અને 53 ઇન્ડિપેન્ડન્ટ (અપક્ષ)માંથી આઠ (15 ટકા) ઉમેદવારોએ પોતાના એફિડેવિટમાં પોતાની સામે ક્રિમિનલ કેસો નોંધાયા હોવાનું જાહેર કર્યું છે.

બે રેડ એલર્ટ વિધાનસભા ક્ષેત્ર

અહેવાલ મુજબ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે ઉમેદવારોમાંથી એક, ભાજપના આઠમાંથી બે ઉમેદવારો અને 53 અપક્ષોમાંથી ચાર ઉમેદવારોની સામે સિરિયસ ક્રિમિનલ કેસો નોંધાયા હોવાનું જાહેર કર્યું છે.

કુલ આઠ વિધાનસભા ક્ષેત્રમાંથીથી બે રેડ એલર્ટ વિધાનસભા ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યો છે, કેમ કે ત્યાં ત્રણથી વધુ ચૂંટણી લડતા ઉમેદવારોએ તેમની સામે ક્રિમિનલ કેસો જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોનો રાજકીય પક્ષો પર ઉમેદવારોની પસંદગી પર કોઈ ફરક પડ્યો નથી, કેમ કે તેમણે ફરીથી ક્રિમિનલ કેસોવાળા આશરે 18 ટકા ઉમેદવારોને ટિકિટ આપવાની જૂની પ્રથાનું પાલન કર્યું છે, એમ અહેવાલ કહે છે.

ક્રિમિનલ કેસો જાહેર કરનારા 38 ટકા ઉમેદવારોને 25 ટકા ટિકિટો

રાજ્યમાં પેટા ચૂંટણીમાં ચૂંટણી લડતી બધી મુખ્ય પાર્ટીઓએ જે ઉમેદવારોએ પોતાની સામે ક્રિમિનલ કેસો જાહેર કરનારા 38 ટકા ઉમેદવારોને 25 ટકા ટિકિટો આપી છે.

80 ઉમેદવારોમાંથી 20 (25 ટકા) કરોડપતિ

80 ઉમેદવારોમાંથી 20 (25 ટકા) કરોડપતિ છે. ભાજપના આઠ ઉમેદવારો કરોડપતિ છે, કોંગ્રેસના આઠમાંથી છ (75 ટકા) અને 53 અપક્ષ ઉમેદવીરોમાંથી છ ઉમેદવારે રૂ. 1 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે, એમ અહેવાલ કહે છે. પ્રતિ ઉમેદવાર સરેરાશ એસેટ્સ રૂ. 1.16 કરોડ છે.

મુખ્ય પક્ષોમાં જોઈએ  તો આઠ કોંગ્રેસના ઉમેદવારોમાંથી પ્રતિ ઉમેદવાર સરેરાશ સંપત્તિ રૂ. 4.38 કરોડની છે. ભાજપના આઠ ઉમેદવારોની રૂ. 252 કરોડ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે ઉમેદવારોની પાસે સરેરાશ સંપત્તિ રૂ. 17.85 લાખની છે.  અને 53 અપક્ષ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 70.52 લાખની છે.

ગુજરાતમાં કોંગ્રેસના વિધાનસભ્યોનાં રાજીનામાં પછી અબડાસા, લિંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી યોજવી જરૂરી હતી. મત ગણતરી 10 નવેમ્બરે થશે.

 

 

કેવડિયાથી અમદાવાદ વચ્ચે ‘સી’ પ્લેનનો મોદીએ પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ વડા પ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડા પ્રધાને નર્મદાના કેવડિયા કોલોનીમાં સરદાર પટેલને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી એક કલાકે ‘સી’ પ્લેનનું ઉદઘાટન કરીને અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ માત્ર 40 મિનિટમાં કેવડિયાથી અમદાવાદ સાબરમતી પહોંચ્યા હતા. રાજ્યપાલ દેવવ્રત, મુખ્ય પ્રધાન રૂપાણી અને ગૃહપ્રધાન દ્વારા વડા પ્રધાનનું સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરદાર પટેલની 145 જન્મજયંતી

દેશભરમાં સરદાર પટેલની 145મી જન્મજયંતી નિમિત્તે એકતા દિવસે ઊજવાઈ રહ્યો છે ત્યારે સરદારની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા માટે વડા પ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. હેલિકોપ્ટરથી સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડા પ્રધાન મોદીએ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

‘સી’ પ્લેનનો કેવડિયાથી પ્રારંભ

આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતેથી ‘સી’ દેશના પ્રથમ સી પ્લેનમાં બેસીને સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા, જેનો પ્રારંભ પીએમ મોદીએ કેવડિયાથી કરાવ્યો છે. તેમણે કેવડિયા વોટર એરોડ્રોમનું ઉદઘાટન કર્યું છે. એ પછી તેમણે સાબરમતી રિવરફ્રન્ટ પર દેશના પહેલા ‘સી’ પ્લેનનો પ્રારંભ કરાવ્યો છે. ‘સી’ પ્લેનમાં પ્રવેશતાં પહેલાં ક્રૂ મેમ્બર દ્વારા તેમની સુરક્ષાની તમામ માહિતી આપવામાં આવી હતી. સ્કૂબા ડાઇવર અને ફાયર બિગ્રેડનો સ્ટાફ એરોડ્રોમની આસપાસ તહેનાત કરી દેવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદી સાથે કેટલાક અધિકારીઓ ‘સી’ પ્લેનમાં બેસીને અમદાવાદ આવવા રવાના થયા હતા.

‘સી’ પ્લેન વિશેની વિગતવાર માહિતી

  • ઉડાન યોજના અંતર્ગત ઓલ-ઇન્ક્લૂઝિવ વન-વે ફેર રૂ. 1500/-થી શરૂ થશે અને આ માટેની ટિકિટ 30 ઓક્ટોબર, 2020થી www.spiceshuttle.com પર ઉપલબ્ધ થશે.  
  • અમદાવાદથી કેવડિયાની દિવસની ચાર ટ્રિપ રહેશે.
  • એક ‘સી’ પ્લેનમાં 14 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર્સ રહેશે.
  • 220 કિલોમીટરની મુસાફરી માત્ર 50 મિનિટમાં પૂરી કરી શકાશે.
  • સાંજે 6 વાગ્યા પછી ‘સી’ પ્લેન ઉડાન નહિ ભરે.

 

 

 

કોરોનાના કેસોની સંખ્યા 81 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 81 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 48,248 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 551 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 81,37,119 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,21,641 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 74,32,829 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 59,454 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,82,649એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 91.34 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.49 ટકા થયો છે.

કોરોનાની બીજી લહેર જોખમી હોઈ શકે

એઇમ્સ દ્વારા કોરોના વાઇરસની બીજી લહેરને લઈને એક વાર ફરી લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. એવામાં ત્રીજી વેવની ચર્ચા પણ થઇ રહી છે. તેમનું માનવું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને માસ્કનો દુરુપયોગ ખતરનાક બની શકે છે.

ડૉ. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે પ્રદૂષણ અને બદલાતી સીઝનના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્રદૂષણના કારણે કોરોના વધારે સમય સુધી હવામાં રહે છે. તે ફેફસાંને નુકસાન કરે છે. પ્રદૂષણથી પણ તે વધી શકે છે. તેમનું કહેવું છે કે કોરોના ખતમ થયો નથી. લોકોએ માસ્ક પહેરવું જોઈએ. બેદરકારીથી કેસ વધી શકે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

તુર્કી, ગ્રીસના ભૂકંપમાં 26 લોકોનાં મોત, અનેક ઘાયલ

ઇસ્તંબુલઃ તુર્કી અને ગ્રીસમાં શુક્રવારે એક શક્તિશાળી ભૂકંપને કારણે કમસે કમ 26 લોકોનાં મોત અને 804 લોકો ઘાયલ થયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.0ની માપવામાં આવી હતી અને એનાથી તુર્કી, એથેન્સ અને ગ્રીસ પ્રભાવિત થયા હતા. સર્વેએ કહ્યું હતું કે 7.0ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગ્રીકના સમોસ શહેર કાર્લોવસીથી 14 કિલોમીટર (8.7 માઇલ્સ) દૂર નોંધવામાં આવ્યો હતો. આ ભૂકંપ 21 કિલોમીટર ઊંડો હતો. બંને દેશોમાં રાહત અને બચાવકાર્ય પુરજોશમાં ચાલુ છે.

આ ભૂકંપને લીધે અનેક ઇમારતો તૂટી પડી હતી અને એક સમુદ્રમાં પણ એક મિની સુનામી આવી હતી, એમ અધિકારીઓએ કહ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે તુર્કીના પશ્ચિમ તટીય ક્ષેત્રોમાં 24 લોકો માર્યા ગયા છે, જ્યારે બે કિશોરો –એક યુવક અને એક યુવતી સમોસના ગ્રીક દ્વીપ પર એક દીવાલ તૂટવાથી તેમનાં મોત થયાં છે.

ઇઝમિર શહેરમાં કમસે કમ 20 બિલ્ડિંગો તૂટી પડ્યાં

આ ભૂકંપને લીધે ઇઝમિર શહેરમાં કમસે કમ 20 બિલ્ડિંગો તૂટી પડ્યાં હતા, એમ મેયર ટંકે જણાવ્યું હતું. આ બિલ્ડિંગની નીચે ઊભેલાં વાહનો પણ કચડાઈ ગયાં હતાં. આ બિલ્ડિંગોના કાટમાળમાં બચેલા લોકોને બહાર કાઢવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કાટમાળમાંથી બચેલા લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરોનો કરીને બચાવ દળ દ્વારા અનેક લોકોને ઉગારવામાં આવ્યા હતા. કુલ 196 આફ્ટરશોક્સ નોંધવામાં આવ્યા હતા, જે ચારની રિક્ટર સ્કેલના નોંધાયા હતા. 17 બિલ્ડિંગોમાં શોધખોળ અને બચાવ ઝુંબેશ જારી છે, જેમાં ચાર ધ્વસ્ત થઈ ગઈ છે.

આઠ લોકોને ઇન્ટેન્સિવ કેરમાં દાખલ

તુર્કીના ઘાયલોમાંથી પાંચ લોકોનાં ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે અને આઠ લોકોને ઇન્ટેન્સિવ કેરમાં દાખલ કરવામાં આવી છે, એમ તુર્કીના પ્રેસિડેન્ટ રિસેપ તૈઇપ એર્ડોગને જણાવ્યું હતું.

બંને દેશોને સહાય મોકલવાની ફ્રાંસની રજૂઆત

ગ્રીક વડા પ્રધાને કિરિયાકોસ મિત્સોટાકિસે ટ્વિટર પર કહ્યું હતું કે  તેમણે તુર્કીના સમકક્ષથી વાતચીત કરી છે. બંને દેશો વચ્ચે પૂર્વ ભૂમધ્યસાગરમાં હાલ એનર્જીના દાવાઓને લઈને ટેન્શન ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમારી વચ્ચે જે પણ મતભેદો છે, એને કોરાણ મૂકીને હાલ આપણે આપણા લોકો સાથે ઊભા રહેવાની જરૂર છે. સામે તુર્કીના પ્રેસિડેન્ટે પણ ટ્વિટમાં ગ્રીસ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને કહ્યું હતું કે બે પડોશી દેશો વચ્ચે મુશ્કેલ સમયમાં એકજૂટતા દેખાડે છે, જે જીવનની કેટલીક ચીજવસ્તુઓથી વધુ મૂલ્યવાન છે. તેમના અનુસાર બંને દેશો એકમેકને મદદ કરવા તૈયાર છે. ફ્રાંસના ઇન્ટિરિયર પ્રધાન ડર્મેનિયને ટ્વિટર પર બંને દેશોને સહાય મોકલવાની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે ફ્રાન્સ આ ભયાનક ભૂકંપનો સામનો કરવામાં તુર્કી અને ગ્રીસના લોકોની સાથે ઊભું છે. જો બંને દેશોની સરકારો ઇચ્છે તો ફ્રાસ તરત ઘટનાસ્થળે મદદ કરવા તૈયાર છે.

 

 

વાહ ભાઈ વાહ! ૩૧ ઓક્ટોબર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૩૧ ઓક્ટોબર, ૨૦૨૦

૩૧ ઓક્ટોબર ૨૦૨૦

૩૧ ઓક્ટોબર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 31/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકાનૂની,નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે. લાકડા ,ચામડા ,ધાતુ ,ઓઈલ ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે. અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગ કે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.

પંચાંગ 31/10/2020

(મયંક રાવલ)

અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં ઊલટફેરની શક્યતા

નવી દિલ્હીઃ અમેરિકામાં ત્રીજી નવેમ્બરે રાષ્ટ્રપતિપદ માટે મતદાન થવાનું છે. આવામાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન અને રાષ્ટ્રપતિ અને રિપલ્બિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું ધ્યાન એવાં રાજ્યો પર લાગેલું છે, જે તેમની જીતની રાહ સરળ કરી શકે છે. આવામાં બંનેમાંથી અમેરિકાની સત્તા પર કોણ સત્તારૂઢ થશે? એ એક સવાલ છે, જેનો જવાબ મોટા ભાગે જો બાઇડનના પક્ષમાં મળી રહ્યો છે. વિદેશી બાબતોના જાણકાર કમર આગા પણ માને છે કે જો બાઇડન હાલ ટ્રમ્પથી ઘણા આગળ છે. તેમનું માનવું છે કે અમેરિકા આ ચૂંટણીમાં જાતિવાદનો મુદ્દો ડેમોક્રેટ જોરશોરથી ઉઠાવી રહ્યા છે. કેટલાક દિવસો પહેલાં જ એક અશ્વેત નાગરિકની હત્યા સહિત અન્ય આવા મામલા ટ્રમ્પ પર ભારે પડી શકે છે.

જાતિવાદને માનતા લોકોની એક મોટી સંખ્યાનો ટ્રમ્પને ટેકો

ટ્રમ્પ માટે અમેરિકામાં આવેલી આર્થિક મંદી, લોકોની મોટી સંખ્યામાં બેરોજગારી, જાતિવાદ જેવા મુદ્દાનો રાષ્ટ્રપતિ પાસે કોઈ જવાબ નથી. આર્થિક સમસ્યાની વાત કરીએ તો એ વર્ષ 2008થી અમેરિકમાં દેખાઈ રહી છે. વળી હાલના સમયમાં અમેરિકાની કેટલીય મોટી કંપનીઓ અન્ય દેશોમાં જતી રહી છે. અમેરિકામાં જયારે આર્થિક મંદી આવે છે ત્યારે ત્યાં જાતિવાદની ઘટનાઓમાં વધારો થાય છે. જાતિવાદને માનતા લોકોની એક મોટી સંખ્યામાં ટ્રમ્પને ટેકો આપે છે.

બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

ફ્લોરિડા, પેનસિલવેનિયા, ઓહાયો, મિશિગન. એરિઝોના અને વિસ્કોઝિન રાજ્યોમાં ટ્રમ્પે જીત નોંધાવી હતી. જોકે 2008 અને 2012માં આ રાજ્યોમાં ડેમોક્રેટ ઉમેદવાર જીત્યા હતા. અમેરિકાની ઇલેક્શન એનાલિટિક્સ વેબસાઇટ મુજબ આશરે 35 રાજ્યો એવાં છે જ્યાં બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળે એમ છે. આ રાજ્યો સિવાય જ્યોર્જિયા, ઇઓવા, મિનિસોટા, નવાદા, ન્યુ હેમ્પશાયર, નોર્થ કેરોલિના અને ટેક્સાસ સામેલ છે.

અમેરિકા ફર્સ્ટ અને અમેરિકન ફર્સ્ટ

આગાની નજરમાં ટ્રમ્પનો મિલિટરી ઇન્ડસ્ટ્રિયલ કોમ્પ્લેક્સથી જોડાયેલા લોકોનું સમર્થન હાંસલ છે. એને કારણે ટ્રમ્પની એ વિચારધારા છે, જે પૂરી દુનિયામાં અમેરિકી હથિયારોને વેચવામાં જોતરાયેલી છે. ટ્રમ્પે જ્યારથી સત્તા હાંસલ કરી છે-ત્યારથી  તેઓ અમેરિકા ફર્સ્ટ અને અમેરિકન ફર્સ્ટનું સૂત્ર આપ્યું હતું. જોકે તેમનું કહેવું છે કે બાઇડનને અહીં મોટા પાયે વોટ મળી શકે એમ છે. જોકે ટ્રમ્પને કેટલાંક રાજ્યોમાં એકતરફી મતો મળે તો તેઓ બાઇડન પર ભારે પડી શકે એમ છે. આ પહેલાંની ચૂંટણીમાં ટ્રમ્પના મુકાબલે મોદાનમાં ઊતરેલી હિલેરી ક્લિન્ટનને ટ્રમ્પથી વધુ પોપ્યુલર વોટ હાંસલ થયા હતા, પણ છતાં તેઓ ટ્રમ્પથી હારી ગયા હતા.