પેટા ચૂંટણીઃ ક્રિમિનલ કેસોનો સામનો કરતા 18 ટકા ઉમેદવારો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજાવાની છે. આ પેટા ચૂંટણીમાં આઠ બેઠકો માટે કુલ 81 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. આ 81 પૈકી 80 ઉમેદવારોમાંથી 18 ટકા ઉમેદવારોએ તેમની સામે ક્રિમિનલ કેસો નોંધાયા હોવાની ઘોષણા કરી છે, એમ પોલ રાઇટ્સ ગ્રુપના એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો અહેવાલ કહે છે.

આ અહેવાલ અનુસાર જે ઉમેદવારોએ તેમની નાણાકીય વિગતો જાહેર કરી છે, એ મુજબ કુલ ઉમેદવારો પૈકી 25 ટકા ઉમેદવારો કે 20 ઉમેદવારોએ કરોડો રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. આ વિશ્લેષણ તેમના એફિડેવિટને આધારે કરવામાં આવ્યું છે.

સાત ઉમેદવારો સામે સિરિયસ ક્રિમિનલ કેસો

નવ ટકા અથવા સાત ઉમેદવારો સામે સિરિયસ ક્રિમિનલ કેસો નોંધાયેલા છે, જ્યારે 14 અથવા 18 ટકા ઉમેદવારોની સામે ક્રિમિનલ કેસો નોંધાયા હોવાનું જાહેર કર્યું છે. આમાં જે સિરિયસ ક્રિમિનલ મામામાં પાંચ વર્ષથી વધુની સજાની સાથે બિનજામીનપાત્ર ગુનાઓ છે.

ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બેમાંથી એક ઉમેદવાર (50 ટકા), ભાજપના આઠમાંથી ત્રણ (38 ટકા), કોંગ્રેસના આઠમાંથી બે (25 ટકા) અને 53 ઇન્ડિપેન્ડન્ટ (અપક્ષ)માંથી આઠ (15 ટકા) ઉમેદવારોએ પોતાના એફિડેવિટમાં પોતાની સામે ક્રિમિનલ કેસો નોંધાયા હોવાનું જાહેર કર્યું છે.

બે રેડ એલર્ટ વિધાનસભા ક્ષેત્ર

અહેવાલ મુજબ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે ઉમેદવારોમાંથી એક, ભાજપના આઠમાંથી બે ઉમેદવારો અને 53 અપક્ષોમાંથી ચાર ઉમેદવારોની સામે સિરિયસ ક્રિમિનલ કેસો નોંધાયા હોવાનું જાહેર કર્યું છે.

કુલ આઠ વિધાનસભા ક્ષેત્રમાંથીથી બે રેડ એલર્ટ વિધાનસભા ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યો છે, કેમ કે ત્યાં ત્રણથી વધુ ચૂંટણી લડતા ઉમેદવારોએ તેમની સામે ક્રિમિનલ કેસો જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોનો રાજકીય પક્ષો પર ઉમેદવારોની પસંદગી પર કોઈ ફરક પડ્યો નથી, કેમ કે તેમણે ફરીથી ક્રિમિનલ કેસોવાળા આશરે 18 ટકા ઉમેદવારોને ટિકિટ આપવાની જૂની પ્રથાનું પાલન કર્યું છે, એમ અહેવાલ કહે છે.

ક્રિમિનલ કેસો જાહેર કરનારા 38 ટકા ઉમેદવારોને 25 ટકા ટિકિટો

રાજ્યમાં પેટા ચૂંટણીમાં ચૂંટણી લડતી બધી મુખ્ય પાર્ટીઓએ જે ઉમેદવારોએ પોતાની સામે ક્રિમિનલ કેસો જાહેર કરનારા 38 ટકા ઉમેદવારોને 25 ટકા ટિકિટો આપી છે.

80 ઉમેદવારોમાંથી 20 (25 ટકા) કરોડપતિ

80 ઉમેદવારોમાંથી 20 (25 ટકા) કરોડપતિ છે. ભાજપના આઠ ઉમેદવારો કરોડપતિ છે, કોંગ્રેસના આઠમાંથી છ (75 ટકા) અને 53 અપક્ષ ઉમેદવીરોમાંથી છ ઉમેદવારે રૂ. 1 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે, એમ અહેવાલ કહે છે. પ્રતિ ઉમેદવાર સરેરાશ એસેટ્સ રૂ. 1.16 કરોડ છે.

મુખ્ય પક્ષોમાં જોઈએ  તો આઠ કોંગ્રેસના ઉમેદવારોમાંથી પ્રતિ ઉમેદવાર સરેરાશ સંપત્તિ રૂ. 4.38 કરોડની છે. ભાજપના આઠ ઉમેદવારોની રૂ. 252 કરોડ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે ઉમેદવારોની પાસે સરેરાશ સંપત્તિ રૂ. 17.85 લાખની છે.  અને 53 અપક્ષ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 70.52 લાખની છે.

ગુજરાતમાં કોંગ્રેસના વિધાનસભ્યોનાં રાજીનામાં પછી અબડાસા, લિંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી યોજવી જરૂરી હતી. મત ગણતરી 10 નવેમ્બરે થશે.